June 14th 2012

માગણી પ્રેમની

.                   માગણી પ્રેમની

તાઃ૧૪/૬/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

હૈયામાં જ્યાં મળી જાય આનંદ,ને મનમાં ઉમંગ ઉભરે
એવા પવિત્ર પ્રેમની માગણીએ,જીવે પ્રેમસાગર વરસે
.            ………………..હૈયામાં જ્યાં મળી જાય આનંદ.
પ્રેમ મળે જ્યાં સાચો મનથી,ના મોહમાયા કોઇ ભાસે
આંખો ભીની થઈજાય જ્યાં,ના શબ્દ કોઇ જીભે આવે
નિર્મળતાના વાદળવરસે,ને લાગણીપ્રેમ મળી જાય
નાઅપેક્ષા જીવની કોઇરહે,જે  વ્યર્થ જીવન કરી જાય
.            ………………..હૈયામાં જ્યાં મળી જાય આનંદ.
વડીલને વંદન મનથીથાય,ના દેખાવને કોઇ સંબંધ
સ્વાર્થનીસાંકળપકડીજીવે,તિરસ્કારની નાવ લેવાય
સંતાનનોસ્નેહ નિખાલસ લેવા,વાણીવર્તનસચવાય
આવીમળે પ્રેમજગતમાં,જ્યાં શિતળતાનીવર્ષાથાય
.             ……………….હૈયામાં જ્યાં મળી જાય આનંદ.

=====================================

June 13th 2012

ઝંઝટ ભાગે

.                       ઝંઝટ ભાગે

તાઃ૧૩/૬/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુખ દુઃખ એતો છે દેહની કેડી,જીવને ઝંઝટ નહીં
વાણીવર્તનની નિર્મળ રાહે,દેહે શાન્તિ મળશે ભઈ
.           ………………સુખ દુઃખ એતો છે દેહની કેડી.
શીતળ સ્નેહની ગંગા વહે,ને સગાસંબંધી હરખાય
પાણી માગતાં પ્રેમમળે,ત્યાં ના અપેક્ષાય ભટકાય
માગણી મુક્તિ પરમાત્માથી,જન્મ સફળ કરી જાય
અવનીપરનુ આગમન છુટે,જીવને મુક્તિમળીજાય
.          ……………….સુખ દુઃખ એતો છે દેહની કેડી.
શોધવા નીકળે પ્રેમને જગે,કળીયુગી પ્રેમ મળી જાય
સમજણનો નાસાથ મળે તો,અચાનક પ્રેમ છટકીજાય
ભક્તિની લકીર જો મળે જીવને,તો જ દેહ બચી જાય
આધી વ્યાધી ના મળે જીવને,ત્યાં ઝંઝટો ભાગી જાય
.         ……………….. સુખ દુઃખ એતો છે દેહની કેડી.

=================================

June 12th 2012

પ્રેમાળ દ્રષ્ટિ

.                     .પ્રેમાળ દ્રષ્ટિ

તાઃ૧૨/૬/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતનીકાતર નિરાળી,એ કર્મના બંધને સમજાય
મળે દેહ અવનીએ જીવને,એ દ્રષ્ટિ પ્રેમાળ કહેવાય
.                 …………………કુદરતની કાતર નિરાળી.
જાગી રહેતા જીવને જગતમાં,અનેક દેહ ફરતા દેખાય
કર્મના બંધન એ કાતર જીવની,જે જીવને જકડી જાય
ભક્તિપ્રેમની નિર્મળ રાહે,જીવને માનવતા મળી જાય
નિર્મળસ્નેહની ગંગાવહે,જ્યાં સાચી શ્રધ્ધા ભક્તિથાય
.                ………………….કુદરતની કાતર નિરાળી.
માગી લીધો જ્યાં પ્રેમ જીવે,જે અનેક રીતે  મેળવાય
શાંન્તિને સંગાથ લઈઆવે,સાચો નિર્મળપ્રેમ કહેવાય
દેખાવની દુનીયાનોપ્રેમ,જે સમયઆવતા ભાગીજાય
નામળેજ્યાંમાગણી મનકરે,એ દેખાવનોપ્રેમ કહેવાય
.               …………………..કુદરતની કાતર નિરાળી.

===================================

June 12th 2012

લઈને આવજો

.                    .લઈને આવજો

તાઃ૧૨/૬/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

બારણે આવી ઉભો રહ્યો છું,લઈને આવજો પ્રેમનો સંગ
નિર્મળ પ્રેમની પોટલી સાથે,આવી લેજો ઉમંગનો રંગ
.                …………………બારણે આવી ઉભો રહ્યો છું.
જ્યોતજીવનમાં પ્રગટીપ્રેમની,જલાસાંઇની ભક્તિ દેણ
માગતાપહેલા મળ્યો મને,જગતજીવન સાર્થકના વ્હેણ
લાગણી પ્રેમની અજબકેડી છે,દેહને ઉમંગો આપી જાય
નિર્મળતાના વાદળવરસતા,કળીયુગી હવા ભાગી જાય
.                …………………બારણે આવી ઉભો રહ્યો છું.
પધારજો પ્રેમથી અમારે દ્વાર,લઈને સાચો ભક્તિ પ્રેમ
મળશે અખંડશાંન્તિ જીવને,નારહે જીવનમાં કોઇ વ્હેમ
સાચીશક્તિ ને પવિત્રરાહ,દેજો જલાસાંઇજીવને અનેક
પ્રેમપામજોપરમાત્માનો,જેજીવનામુક્તિદ્વારખોલીજાય
.                ………………….બારણે આવી ઉભો રહ્યો છું.

++++++++++++++++++++++++++++++++++++

June 12th 2012

આંધળો પ્રેમ

.                       .આંધળો પ્રેમ

તાઃ૧૨/૬/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ આંધળો મેં અપનાવ્યો,ના સ્વાર્થ મને કોઇ જીવે
સંબંધીઓના પ્રેમ કરતા,સ્નેહીઓનો સાચોપ્રેમ જીતે
.             ………………..પ્રેમ આંધળો મેં અપનાવ્યો.
ભાવના સાચી અંતરથી નીકળે,નિર્મળતાનો છે સંગ
મોહમાયાની ના ચાદરમળે,કે ના સ્વાર્થનોકોઇ જંગ
પ્રેમ નિખાલસ અંતરમાં ઉભરે,જે અંતરમાં દે ઉમંગ
માનવતાની મહેંક પ્રસરે ,જ્યાં આંધળા પ્રેમનો રંગ
.            …………………પ્રેમ આંધળો મેં અપનાવ્યો.
જ્યોતપ્રેમની પ્રકટે જીવે,ને નિખાલસ ભક્તિનો સંગ
સાચી ભક્તિ પ્રેમથી કરતાં,મળી જાય પ્રેમનો ઉમંગ
મુક્તિમાર્ગની આ રીત નિરાળી,સરળપ્રેમ મેળવાય
ના અંતરમાં કોઇ આશા રહે,કે ના ઉભરેય ખોટો રંગ
.           ………………….પ્રેમ આંધળો મેં અપનાવ્યો.

=================================

June 12th 2012

બચાવજો

.                 .બચાવજો

તાઃ૧૧/૬/૨૦૧૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવતી જગતની આંટીધુંટી,ને આવતી મોહમાયાની જાળ
કરજો કૃપા કરુણાધારી ભોલે,મળેલ જન્મ સાર્થક થઈ જાય
.                  ……………………આવતી જગતની આંટીધુંટી.
ભક્તિભાવને રાખી હૈયે સવાર સાંજ,પુંજન અર્ચન થાય
મનની શાંન્તિ પકડી રાખજો.ને હૈયાને રાખજો હેમખેમ
કર્મનીકેડી દેજો પ્રેમભાવની,સૌનો પ્રેમ મેળવી હરખાય
આવજો અંતરમાં પળેપળ,ને જીવનમાં મળે દેહને પ્રેમ
.                  …………………..આવતી જગતની આંટીધુંટી.
મોહમાયાને રાખજો દુર,ને ભક્તિ પ્રેમની વર્ષા મેળવાય
સોમવારનીશીતળસવારે,મનથી ૐનમઃશિવાયબોલાય
કરુ સ્મરણહુંભોલેનાથનું,કરીકરુણા જીવનો કરજો ઉધ્ધાર
અંત દેહનો ઉજ્વળ કરજો,ને ખોલજો જીવના મુક્તિદ્વાર
.                 ……………………આવતી જગતની આંટીધુંટી.

============================

June 10th 2012

હૈયાનો આનંદ

.                        .હૈયાનો આનંદ

તાઃ૧૦/૬/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમજણ સાચી જીવને મળતાં,સ્વાર્થ મોહ દુર જાય
જીવની આ અજબ ગતીએ,હૈયે અનંત આનંદથાય
.                   ………………..સમજણ સાચી જીવને મળતાં.
માનવદેહની લીલા ન્યારી,કદી આડી અવળી જાય
સૄષ્ટિના નિયમને જોતાં,જીવને કર્મના બંધન થાય
પશુ પ્રાણીના દેહને અવનીએ,ના સંતોષ મળી જાય
અહીંતહીં ફરી ભુખ ભાગતા,હૈયે  આનંદ આવી જાય
.                    ………………..સમજણ સાચી જીવને મળતાં.
લાગણી પ્રેમ તો સૌને સ્પર્શે,ના કોઇ જીવથી છટકાય
નિર્મળભક્તિ પકડીલેતાં,જીવનાશાંન્તિદ્વારખુલી જાય
જન્મ સફળની કેડી મળે,જ્યાં જલાસાંઇની ભક્તિથાય
મળતાં સહવાસ સંતાનનો,માબાપને હૈયે આનંદથાય
.                    ………………….સમજણ સાચી જીવને મળતાં.

+++++++++++++++++++++++++++++++++++

June 9th 2012

વૈભવ

.                    .વૈભવ

તાઃ૯/૬/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળી જાય મનથી માગેલુ,જો જીવનમાં એક જ વાર
શાંન્તિ સુખને શરણે જાતાં,વૈભવની વર્ષા થઈ જાય
.                  ………………… મળી જાય મનથી માગેલુ.
ક્યાંથી ક્યાં મન લઈ જાય દેહને,ના માનવીને સમજાય
મળતી માયા ભાગે દુર જીવનમાં,ના કોઇથીય પકડાય
અણસાર દેહને મળે મનથી,જે સમજદારને જ સમજાય
મળેવૈભવ અવનીએ જીવને,જે કળીયુગેલબદાવી જાય
.                   …………………મળી જાય મનથી માગેલુ.
મળી જાય પ્રેમ જલાસાંઇનો,જે નિર્મળ ભક્તિ દઈ જાય
સાર્થકજીવન જીવી જવાને,અંતરથીજ વંદન પણ થાય
પળપળનો સંકેતમળે કળીયુગે,જેજીવનેરાહ આપીજાય
ધનવૈભવને બારણે મુકતાં,નામોહ કળીયુગનોઅથડાય
.                   …………………મળી જાય મનથી માગેલુ.

=======================================

June 8th 2012

શીતળ

.                        .શીતળ

તાઃ૮/૬/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજાસનો સહવાસ મળે,જો જીવને રાહ સાચી મળી જાય
મોહમાયાની ચાદર છુટતાં,શીતળતાનો સાથ મળી જાય
.                         ……………….ઉજાસનો સહવાસ મળે.
પરમાત્માની પરમકૃપાએ,માનવદેહ જીવને મળી જાય
સમજણનો સથવારોસાચો,નાઅશાંન્તિ જીવથીમેળવાય
જાગી લેવા ભવસાગરથી,સંત જલાસાંઇની કૃપા લેવાય
ભક્તિ ભાવના જીવનમાં મળતાં,પાપકર્મથી જ છટકાય
.                        ………………..ઉજાસનો સહવાસ મળે.
મનથી ભક્તિ સાચીકરતાં,દેહને મહેનતમાર્ગ મળી જાય
પગલેપગલુ સમજીચાલતાં,નાઆફત કોઇ કદીઅથડાય
માગણીની નાઆંગળી ચીંધાય,જ્યાં સ્નેહસાચો મેળવાય
સરળતાનો સાથમળે જીવનમાં,જીવે જન્મસફળ થઇજાય
.                         ………………..ઉજાસનો સહવાસ મળે.

++++++++++++++++++++++++++++++++++++

June 8th 2012

જીવની આશા

.                    .જીવની આશા

તાઃ૮/૬/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મરતાં જીવને માયા નાવળગે,ના દેહના રહે કોઇ મોહ
કળીયુગની આજ અક્ળલીલામાં,જીવને લાગે છે લોભ
.                       ……………….મરતાં જીવને માયાના વળગે.
દેનારાની આઅજબ દુનીયા,લાભની ઇચ્છાના હોય મહેલ
એક દેતા અનેકની અપેક્ષા,એ જ જીવ પર કળીયુગી ખેલ
મોહની સાંકળ મળે જીવને,કળીયુગે કોઇથીય ના છટકાય
મળેજીવને સદગતીપ્રભુથી,જ્યાંસાચીભક્તિરાહમળીજાય
.                       ………………..મરતાં જીવને માયાના વળગે.
દેહનીમાયા વળગેજીવને કળીયુગે,જ્યાંભક્તિપ્રેમ ના હોય
આડીઅવળી કદીક આંટીધુંટીએ,જીવ લબદાયેલ પણહોય
મળે જીવનેય માર્ગ સાચો,જેણે જીવનમાં ઉજ્વળ રાહ જોઇ
આજકાલને તડછી દેતાં જ,જીવને મુક્તિરાહ મળી જ હોય
.                        ………………..મરતાં જીવને માયાના વળગે.

=======================================

« Previous PageNext Page »