May 22nd 2012
. ભુલની ભેંટ
તાઃ૨૨/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતપિતાની આ માયા એવી,જીવને જન્મ મળે સમજાય
કરુણા સાગર છે અતિ દયાળુ,કૃપા દેહના વર્તને મેળવાય
. ……………….જગતપિતાની આ માયા એવી.
વાણીવર્તન છે દેહના બંધન,મનની સમજણથી મેળવાય
થઈગઈ ભુલ માનવીથીએક,પડીજાય કુદરતની સોટીએક
ઉતાવળે ના આંબા પાકે,એતો સમય આવતાજ ઉગી જાય
એક ભાવના પ્રેમની ન્યારી,માનવીને જીવન જીવાડી જાય
. …………………જગતપિતાની આ માયા એવી.
મોહ માયા તો ફરે અવનીએ,સમય પકડતા જ મળી જાય
કુદરતની આછે કૃપા અનોખી,જે એક ભુલની ભેંટ કહેવાય
જીંદગી આખી જકડાઇ જવાની,એતો સમય સમયે દેખાય
નામાગણી કદીકરીહોય જીવનમાં,તોયઆવીને મળી જાય
. …………………જગતપિતાની આ માયા એવી.
========================================
May 21st 2012
. .ઘંટનાદ
તાઃ૨૧/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સવારમાં જ્યાં નાદ પડ્યો,ત્યાં જાગી ગયા છે સૌ
મળેપ્રેરણા અંતરમાં ભક્તિની,એ જોઇનેજ હુ કહુ
. ……………..સવારમાં જ્યાં નાદ પડ્યો.
મળતાં પ્રેમ જલાસાંઇનો,જીવને જન્મે શાંન્તિ થઈ
અંતરમાં મળતી ઉર્મીઓને,આંખોથી જોવાઇ ગઈ
માનીમમતા મળેસંતાને,ને પ્રેમપિતાનો મળીજાય
સંસારમાં મળતા સ્નેહી જનોના,હૈયા ઉભરાઇ જાય
. ………………સવારમાં જ્યાં નાદ પડ્યો.
પ્રભાતપહોર ને ઘંટનાદ,એકર્ણથી રાહ આપી જાય
જન્મ સફળની કેડી લેવા,જલાસાંઇની ભક્તિ થાય
ભોલેનાથની કૃપાઅનોખી,જે સાચીભક્તિથીલેવાય
અંત દેહનો ઉજ્વળ થાશે,જ્યાંજીવ ભક્તિએ બંધાય
. ………………સવારમાં જ્યાં નાદ પડ્યો.
+++++++++++++++++++++++++++++++++++++=
May 20th 2012

ઉજ્વળ કેડી
તાઃ૧૮/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અભિનંદનના વાદળ ઘેરાતા,સુગરલેન્ડે પ્રેમની વર્ષા થઇ
ગાંધી હિમેશભાઇને સફળતા દેવા,સૌના પ્રેમે વૉટીંગ થઈ
મળતાં પ્રેમ પિતા મુકુન્દભાઇનો,ભણતરની કેડી મળી ગઈ
સરળતાની કેડી મળી ગઈ,જ્યાં સાચા મનથી મહેનત થઇ
ઉજ્વળતા આવી છે બારણે આજે,જે લાયકાતે જ મળી ગઈ
અભિનંદન છે પ્રદીપ રમાના આજે,સંગે રવિ હિમાનો સ્નેહ
સરળ જીવનનીકેડી સાચવી,સૌના દીલને જીત્યા તમે અહીં
આદર,માન ને સન્માન મળ્યા,જ્યાંસૌની હિંમત ભેગી થઈ
પ્રીતપ્રેમની સાંકળ હિમેશભાઇની,સાચા સ્નેહથી ભરાઇ ગઈ
મળી ગઈ સફળતા તેમને,એજ તેમની સિધ્ધી કહેવાઇ ગઈ
******************************************
. .શ્રી હિમેશભાઇ સુગરલેન્ડ સીટી કાઉન્શીલર તરીકે ચુંટાતા ગુજરાતીઓ
માટે એ ગૌરવ છે કે સાહિત્ય પ્રેમી અને એક ઉત્તમ કલાકાર શ્રી મુકુન્દભાઇ
ગાંધીના દીકરા સૌ જનતાનો પ્રેમ મેળવી ચુંટણીમાં જીત મેળવી અમેરીકામાં
અભિનંદન ને પાત્ર થતાં સૌ સાહિત્ય પ્રેમીઓના પ્રેમ રૂપે આ કાવ્ય અર્પણ
કરુ છુ. સ્વીકારી મને રૂણ મુક્ત કરશોજી. લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ.
May 20th 2012
. ભગાડજો
તાઃ૨૦/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહ મળે અવનીએ,ભગાડજો મોહમાયા ભગવાન
દેજો પ્રેમની સાંકળ જલાસાંઇ,આવતી વ્યાધીભાગીજાય
. ……………….માનવદેહ મળે અવનીએ.
રોજ સવારે પુંજન કરતાં,માગું જીવનમાં ભક્તિ અપાર
કૃપાનીકેડી મને મળે જીવનમાં,જે જન્મ સફળકરી જાય
પ્રાર્થના,પુંજા પ્રેમેકરું જીવનમાં,દેજો સુખદુઃખમાં સંગાથ
આવી બારણે રાહ જોઉ છું,પધારજો પ્રેમ દેવાને અપાર
. ……………….માનવદેહ મળે અવનીએ.
થતાં કર્મમાં સાથે રહેજો,ના કોઇ અપેક્ષાઓ ભટકાય
ભક્તિદેજો જલાસાંઇ અમને,જ્યાંમોહમાયા ભાગીજાય
અંત દેહનો આવતા,મોક્ષ દઈ કરજો જીવનો ઊધ્ધાર
વંદનકરતાં માગીએ અમે,ભગાડજો અપેક્ષાઓ હજાર
. ……………….માનવદેહ મળે અવનીએ.
======================================
May 20th 2012

.
.
.
.
.
.
.
.
.
.
.
.
. ચી.રાહુલની કેડી
તાઃ૧૯/૫/૨૦૧૨ હ્યુસ્ટન …..પ્રદીપ બ્રહ્મભટ્ટ
અભિનંદનની વર્ષા વરસતા,દીકરો રાહુલ હરખાઇ જાય
એન્જીનીયરીંગની ડીગ્રી મેળવતાં,પપ્પામમ્મી રાજી થાય
. ………..અભિનંદનની વર્ષા વરસતા.
પાળજ ગામને પાછળ મુકી,પ્રકાશભાઇ હ્યુસ્ટન આવી જાય
હીનાની હૈયા લાગણી લઈને,બંન્ને અહીંયા મહેનત કરી જાય
માબાપની મહેનતુ કેડી જોતાં,રાહુલને સાચી રાહ મળી જાય
ભણતરની સાચી લાગણી રાખતાં,જીવનમાંસફળતા મળી જાય
. ……….અભિનંદનની વર્ષા વરસતા.
નિર્મળ પ્રેમની ગંગા લઈને,મમ્મી હીના આજે ખુબ હરખાય
પતિ પ્રકાશની સાચીરાહે,બંન્નેના જીવન ભક્તિએ ઉજ્વળ થાય
આનંદનો આ પ્રસંગ અનેરો,કાકા કૌશિકભાઇ ખુશ થઇ જાય
ફોઇ પ્રેમીલાબેન પણ આવ્યા,જોઇ પ્રકાશ હીના ખુબ હરખાય
. ……….અભિનંદનની વર્ષા વરસતા.
પ્રદીપ રમાને પ્રીત પ્રકાશહીનાથી,સમયના સાથથી સમજાય
આજકાલને દુર મુકતાં હ્યુસ્ટન આવ્યાને,નવ વર્ષ પુરા થાય
ભક્તિની સાચી કેડીને સંગે,જીવનમાં રાત દિવસ ના દેખાય
શ્રધ્ધારાખી મહેનતકરતાં,આજે રાહુલને સાચીરાહ મળી જાય
. ……….અભિનંદનની વર્ષા વરસતા.
+++++++++++++++++++++++++++++++++++++++++++++
May 18th 2012
. ચરણોમાં વંદન
તાઃ૧૮/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે જીવનમાં રાહ સાચી,જે ઉજ્વળ જીવન આપી જાય
સંતને ચરણે વંદન કરતાં,ભવોભવના બંધન છુટી જાય
. ………………મળે જીવનમાં રાહ સાચી.
સાચા સંતની દ્રષ્ટિ પડતાં દેહે,મોહ માયા જ ભાગી જાય
ભક્તિની કેડી સરળ બને,ના દેખાવ કોઇ અથડાઇ જાય
કર્મનાબંધન તો સૌ જીવનેવળગે,ના સાધુથીય છટકાય
મુક્તિ મળે જીવને જગતથી,જ્યાં પરમ કૃપાળુ હરખાય
. ………………..મળે જીવનમાં રાહ સાચી.
મારૂતારૂ એ દેહના સ્પન્દન,જે સાચીભક્તિએ ભાગીજાય
જલાસાંઇના ચરણોમાં વંદનથી,ભવસાગર તરી જવાય
આંગણેઆવી ભીખ માગતા પ્રભુજી,વર્તનથી ભાગી જાય
એજ સાચી શ્રધ્ધા ભક્તિ જીવનમાં,જન્મસફળ કરી જાય
. …………………મળે જીવનમાં રાહ સાચી.
+++++++++++++++++++++++++++++++++++++
May 18th 2012
. .મહેંર દીઠી
તાઃ૧૮/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અનુભવથી અજ્ઞાન માનવી,અહીં તહીં ભટકી જાય
સાચી કેડી મળે સહવાસથી.જે જન્મ સફળકરીજાય
. ……………….અનુભવથી અજ્ઞાન માનવી.
આંધીનો અણસાર મળે જીવને,સરળ જીવન કરી જાય
કર્મ બંધન ના કોઇ યુગે છુટે,એ તો જીવથીજ છે સંધાય
થતાં કામનો સાથ મળે,જે જીવને સરળતા આપી જાય
કુદરતની એમહેંર દીઠીમેં,જે સાચી શ્રધ્ધાએમળી જાય
. ……………….અનુભવથી અજ્ઞાન માનવી.
સુખદુઃખની છે સાંકળ ન્યારી,જે અનુભવે જ મળી જાય
કરેલ કર્મની સીધી સાંકળ,જીવને સદમાર્ગેજ લઈ જાય
મોહમાયાની કાતર એવી,જીવના સદકર્મોથી છટકાય
મળીજાય જીવનમાં દેહે,ત્યાં જીવ જન્મોજન્મ ભટકાય
. …………………અનુભવથી અજ્ઞાન માનવી.
====================================
May 17th 2012
. .પેટની પીડા
તાઃ૧૭/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આચર કુચર ખાઈ જતાં,આવી વ્યાધીઓ ભઇ
એક દવાની ટીકડી લેતાં,બીજી ચાર લીધીજઈ
. …………………આચર કુચર ખાઈ જતાં.
ના દીઠાનુ જ્યાં દીઠી લેતાં,પેટ ભીખ માગે છે અહીં
પાચનક્રીયા નાહાથમાંરહેતાં,તકલીફો આવતીગઈ
સમજને જ્યાં મુકતાં નેવે,અકળામણો મળતી થઈ
એક તકલીફને પરાણે મુકતાં,બીજી બે વળગીગઈ
. ……………………આચર કુચર ખાઈ જતાં.
પેટ કરાવે વેઠ જગતમાં,માનવ બુધ્ધિએ સમજાય
સમજીને જ્યાં મોંમા મુકતાં,ના પાચનક્રીયાતફડાય
શાંન્તિ મળે જ્યાં આવી પેટને,ના દવાદારૂ અથડાય
સમજણથી કરતાં આહારથી,સૌ ઉપાધી ભાગી જાય
. ………………..આચર કુચર ખાઈ જતાં.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
May 17th 2012
. .સંતોષી માનવ
તાઃ૧૭/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શરણું સાચુ મળે જીવને,ના કોઇ અપેક્ષાઓ અથડાય
મનને શાંતિ મળતી ચાલે,એ સંતોષી માનવ કહેવાય
. ……………….શરણું સાચુ મળે જીવને.
મળે દેહ અવનીએ જીવને,માનવદેહે ઉજ્વળતા મેળવાય
કર્મનાબંધન જીવની સાથે,સંબંધને જગેકોઇથી નાછોડાય
સરળતાની સાંકળ પણ ન્યારી,સંતોષી માનવથી સહેવાય
નિર્મળતાનીકેડી ન્યારી,જે જીવે પ્રેમનીજ્યોત જલાવીજાય
. ………………..શરણું સાચુ મળે જીવને.
અપેક્ષા ખેંચે જીવને જગત પર,ત્યાં સમજણ ભાગી જાય
એક પડેલી ઝાપટને ભુલતાં,બીજી આવીનેજ મળી જાય
પ્રકૃતિની છે આકલા જગતમાં,જીવોને અનુભવે સમજાય
આવીમળે કૃપા જલાસાંઇની,સંતોષે જન્મસફળથઈ જાય
. ……………….શરણું સાચુ મળે જીવને.
==================++++++++++++++++++
May 15th 2012
. .વ્યાધીનુ આગમન
તાઃ૧૫/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ક્યાંથી આવી વ્યાધી જીવનમાં,જીંદગી ઝપટાઇ ગઈ
સરળ જીવનની કેડી ન્યારી,આવતાંજ બદલાઇ ગઈ
. ………………..ક્યાંથી આવી વ્યાધી જીવનમાં.
માનવમનને શાંન્તિ જીવનમાં,સરળતા સહવાઇ ગઈ
આધી વ્યાધીને આંગણે મુકતાંજ,જીંદગી મહેંકી ગઈ
પ્રભુ કૃપાનો દોર મળતાં જીવનમાં,કેડી પકડાઇ ગઈ
જલાસાંઇની ભક્તિકરતાં,જીવનેપાવનરાહ મળીગઈ
. ……………….ક્યાંથી આવી વ્યાધી જીવનમાં.
મળેલ જીવનની મહેંક પ્રસરે,જ્યાં શાંન્તિ મળી જાય
નિર્મળ ભાવના સંગે રહેતા જ,મોહ માયા ભાગી જાય
મનમાંચિંતા ને દેહે અશાંન્તિ,જ્યાં કળીયુગીકાયાથઈ
આવી ઘરમાં એ પડીરહે,જેને વ્યાધીઓ કહેવાય ભઈ
. ………………..ક્યાંથી આવી વ્યાધી જીવનમાં.
+++++++++++++++++++++++++++++++++++++++