September 26th 2011
. …..તારો સંગાથ…
તાઃ૨૬/૯/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કદમ કદમ તારો સાથ રહે તો,જીવને આનંદ થાય
પ્રેમ ભરેલી નજર મેળવતાં,સુખશાંન્તિ મળી જાય
. ………..કદમ કદમ તારો સાથ રહે તો.
મળતા પ્રેમનીકેડી દેહને,મનની મુંઝવણ ભાગી જાય
એક તારા સહવાસે જીવનમાં,સ્નેહ સાંકળને સમજાય
દરેક ડગલે હુંફ મેળવતાંજ,જીવનની રાહ શીતળ થાય
આવે આંગણે પ્રેમ દોડીને,ના કદી અપેક્ષાએ મેળવાય
. …………..કદમ કદમ તારો સાથ રહે તો.
મળ્યો મને જે સાથ તારો,મારી જીવનની મુડી થઈ જાય
નિર્મળ તારો પ્રેમ નિખાલસ,મારું ધન્ય જીવન પણથાય
સરળ પ્રેમની સીડી મેળવતાં,દેહે સાચીભક્તિ થઈ જાય
અપેક્ષાના વાદળ તુટતાં જીવનમાં,પ્રભુ કૃપા મળી જાય
. ………….કદમ કદમ તારો સાથ રહે તો.
******************************************
September 26th 2011
. હર હર ભોલે
તાઃ૨૬/૯/૨૦૧૧ (શિવરાત્રી ૨૦૬૭) પ્રદીપ બ્રહ્મભટ્ટ
હર હર ભોલે મહાદેવ ૐ, હર હર ભોલે મહાદેવ
બંમ બંમ ભોલે મહાદેવ,ૐ બંમ બંમ ભોલેનાથ
. ……….હર હર ભોલે મહાદેવ ૐ.
શીવ શંકરની ભક્તિ ન્યારી,જીવ મુક્તિએજ દોરાય
શ્રધ્ધા રાખીને પ્રભુ ભજતાં,નિર્મળ જીવન થઇ જાય
આધી વ્યાધીથીઓ દુરજ રહેતા,પ્રભુ પ્રેમ મળી જાય
મા પાર્વતીની દ્રષ્ટિ પડતાં,આ જન્મ સફળ થઈ જાય
. …………..હર હર ભોલે મહાદેવ ૐ.
મહાદેવની ભક્તિ કરતાં,જીવપર પ્રભુ કૃપાપણ થાય
જન્મ સાર્થક મળેલ દેહનો,સતત સ્મરણથી થઈ જાય
શીતળતાનો સાથરહે જીવનમાં,વ્યાધીઓ ભાગી જાય
મૃત્યુ આંગણે આવતાં જીવને,ભોલેનાથના દર્શન થાય
. ………….હર હર ભોલે મહાદેવ ૐ.
+++++++++++++++++++++++++++++++++++=
September 25th 2011
. ઝંઝટ વળગી
તાઃ૨૫/૯/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ક્યાંથી આવી ને ક્યારે વળગી,નાકોઇ જીવને સમજાય
સકળ જગતમાં કૃપા પ્રભુની,જે ઝંઝટથી છોડાવી જાય
. …………..ક્યાંથી આવી ને ક્યારે વળગી.
માર્ગ મળે જીવને કળીયુગમાં,જે સૌને જકડીને જ જાય
આધીવ્યાધી આંગણેઆવી,જીંદગીમાં સોટી મારીજાય
કરેલ કામની ગતી નિરાળી,જે જીવનમાં પરખાઇ જાય
સાચી શ્રધ્ધા એ જ્યોત જીવનની,ઝંઝટને ભગાવી જાય
. …………..ક્યાંથી આવી ને ક્યારે વળગી.
એકલ દોકલ જ્યાં જીવન લાગે,ત્યાં માનવીમન ભટકાય
આશા અપેક્ષા નેવે મુકતાં,દેહને અતુટ શાંન્તિ મળી જાય
માગણી એક પરમાત્માથી કરતાં,સ્વર્ગની સાંકળ દેખાય
આવી દેહને કૃપા મળતાં,સંત જલા સાંઇની ભક્તિ થાય
. ……………ક્યાંથી આવી ને ક્યારે વળગી.
==================================
September 24th 2011
. અનંત પ્રેમ
તાઃ૨૪/૯/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આ તારું આ મારું સાંભળતા,જીવને ઘણી મુંઝવણ થાય
આકુળ વ્યાકુળ છુટતાંદેહે,પ્રભુનો અનંતપ્રેમ મળી જાય
. …………આ તારું આ મારું સાંભળતા.
નિર્મળ વહેતી જીવનધારાએ,પવિત્ર જીવન મળી જાય
ભક્તિપ્રીત મેળવીને લેતાં,જીવને સા્ચી રાહ મળી જાય
કળીયુગના બંધન જ્યાં ભાગે,ત્યાં અનંતપ્રેમ મળી જાય
સ્વર્ગનીકેડી નજીક આવતાંજ,જીવ મુક્તિએ ખેંચાઇ જાય
. …………આ તારું આ મારું સાંભળતા.
માયાના સહવાસને ભુલતાં,પ્રભુ કૃપાએ જીવ હરખાય
સંત જલા સાંઇની ભક્તિ કરતાં,જીવને રાહ મળી જાય
કળીયુગનાબંધન છુટતાં,જીવનો જન્મ સફળ થઈ જાય
શ્રધ્ધાકેરી સાચી રાહે જીવતાં,જગતપિતા પણ હરખાય
. ……………આ તારું આ મારું સાંભળતા.
================================
September 23rd 2011
. ભક્તિની કેડી
તાઃ૨૩/૯/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ ભાવના મનમાં રાખી,હૈયેથી હેત થઈ જાય
ભક્તિ શ્રધ્ધાએ કરતાં જીવને,સાચી કેડી મળી જાય
. …………..નિર્મળ ભાવના મનમાં રાખી.
ધુપ દીપ અર્ચન કરતાં,જીવની ભક્તિ પરખાઇ જાય
આંગણુખોલતા જીવનમાં,સુર્યકિરણનો સહવાસ થાય
પવિત્રવાણી જીભને મળતાં,પ્રભુ ભજન ગવાઇ જાય
મનને મળતી શાંન્તિ આવી,જ્યાં જલાસાંઇને ભજાય
. ……………નિર્મળ ભાવના મનમાં રાખી.
કુદરત કેરી કૃપા માણવા જીવથી,પ્રેમથી ભક્તિ થાય
આશીર્વાદની વર્ષા વરસે દેહપર,નેજન્મ સાર્થક થાય
ના વ્યાધી કે દેખાય ઉપાધી,સ્વર્ગીય સુખ મળી જાય
અંત દેહનો ઉત્તમલાગે જગે,નેજીવને મુક્તિમળીજાય
. …………..નિર્મળ ભાવના મનમાં રાખી.
***************************************
September 22nd 2011
. ભીની આંખો
તાઃ૨૨/૯/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંખો ભીની થાય અનેકની,સમયથી પકડાઇ જાય
નારોકી શકે કોઇ જગતમાં,એતો અનુભવે જ દેખાય
. ………….આંખો ભીની થાય અનેકની.
મળે જો સાચો પ્રેમ અંતરથી,ત્યાં ના કોઇથી રોકાય
માતાનો પ્રેમ મળે અંતરથી,કે પિતાપ્રેમ મેળવાય
લાગણી તો નીકળે હ્ર્દયથી,ના કોઇથી તેને ટોકાય
સજળ નેત્રને જોતામાબાપને,હૈયે આનંદ થઈથાય
. ………….આંખો ભીની થાય અનેકની.
કર્મ ખોટુ કરતાં જીવનમાં,ખોટુ પરીણામ મળી જાય
મળે અચાનક શોકજીવનમાં,ત્યાં આંખો ભીની થાય
મુક્ત થાય જ્યાં જીવદેહથી,સંબંધીના નેત્ર ભીજાય
કુદરતની છે આ કલા નિરાળી,સમયે સમજાઇ જાય
. ……………આંખો ભીની થાય અનેકની.
#################################
September 21st 2011
. .જાગૃત જીવન
તાઃ૨૧/૯/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આશા એ સાગર જીવનનો,ના કોઇથી તરી જવાય
એક પુરી થતાં જીવનમાં,બીજી સામે આવી દેખાય
. ……………આશા એ સાગર જીવનનો.
દેહ જગતપર કોઇપણ મળે,એકૃપા પ્રભુની કહેવાય
મનની વૃત્તી દરેક જીવની જગે,જે વર્તનથી દેખાય
સમજણ મનની સાચી રાહે,સાચી ભક્તિથી લેવાય
ઉજ્વળ જીવનની કેડી મળે,જ્યાં જીવ જાગૃત થાય
. ……………આશા એ સાગર જીવનનો.
મળેલ દેહ છે કર્મની કેડી,ગત જન્મથીજ મેળવાય
મુક્તિ મળે જીવને જન્મથી,સંતની દ્રષ્ટિ પડી જાય
મોહમાયાને પડતીમુકતાં,ભક્તિનોસાથ મળીજાય
ઉજ્વળ જીવન જીવીજતાં,જીવને મુક્તિ મળી જાય
. ……………આશા એ સાગર જીવનનો.
+++++++++++++++++++++++++++++++
September 20th 2011
. . સંઘર્ષ
તાઃ૨૦/૯/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ જીવના બંધન જગમાં,કરેલ કર્મથી બંધાઇ જાય
મહેનત મનથી સાચી કરતાં,સંઘર્ષથીએ તરી જવાય
. …………..જન્મ જીવના બંધન જગમાં.
મળતાં પ્રેમ જગતમાં દેહને,જીવન આ હરખાઇ જાય
જીવ તણી નિર્બળતા ભાગે,ત્યાં કર્મ સબળ થઈ જાય
મળતાં એક ટકોર જીવને,પાવન રાહ પણ મળી જાય
સાચી સમજણ મેળવીલેતાં,ના આધીવ્યાધી અથડાય
. ……………જન્મ જીવના બંધન જગમાં.
આડી અવળી જીવનની કેડી,સમજણે સરળ થઈ જાય
માન સન્માનને દુર મુકતાં,જગે સૌ સંગાથી બની જાય
એકડગલાંની મહેંકમળતાં,બીજુ ડગલુ પાવન થઇજાય
સંઘર્ષનીકેડી દુરભાગતાં,જીવને સરળજીવન મળીજાય
. …………જન્મ જીવના બંધન જગમાં.
લાગણી દ્વેષ ને ઇર્ષા છે વાંકી,જ્યાં દેખાવ ભટકાઇ જાય
ઉજ્વળતાના સોપાને જીવનમાં,નમ્રતા જ વણાઇ જાય
મારું તારુંનો છુટતાં મોહ,ત્યાં કૃપા કુદરતની મળી જાય
નિરાધારનો આધારપ્રભુનો,જે મળેલજન્મ મહેંકાવી જાય
. ……………જન્મ જીવના બંધન જગમાં.
==================================
September 19th 2011
. ચિંતા મુક્ત
તાઃ૧૯/૯/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવન જીવતા જ્યાં માન મળે,ત્યાં જીવને શાંન્તિ થઈ જાય
અદભુત કૃપા પ્રભુની મળતા,આ જીવ ચિંતા મુક્ત થઈ જાય
. ………….. જીવન જીવતા જ્યાં માન મળે.
મોહ માયાને સ્વાર્થ છુટતાં,મનને શાંન્તિ માર્ગ મળી જાય
કેડી પકડી પ્રેમનીચાલતાં,જલાસાંઇનીકૃપા દ્રષ્ટિ થઈ જાય
ભક્તિ ભાવની જ્યોત ઝળકતાં,આ જન્મ પાવન થઈ જાય
મળીજાયપ્રેમની દ્રષ્ટિપ્રભુની,ત્યાં દેહનુ પગલુ પાવન થાય
. …………… જીવન જીવતા જ્યાં માન મળે.
અંધકાર મળે જીવને જગતમાં,આદેહનુ જીવન વેડફાઇ જાય
ઉજ્વળતાનું એક કીરણ પડે તો,જીવન સદ માર્ગે ચાલી જાય
આફતની પકડેલી કેડીને છુટતાં,જીવ મોક્ષ માર્ગે દોરાઇ જાય
ખુલે સ્વર્ગના દ્વાર મૃત્યુએ,ને જીવને અનંત શાંન્તિ મળી જાય
. ………….જીવન જીવતા જ્યાં માન મળે.
===================================
September 18th 2011
. સ્મરણ
તાઃ૧૮/૯/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સ્મરણ થાય જ્યાં સાચા સંતનુ,ત્યાં પાવન ભક્તિ મળી જાય
નિર્મળ જીવન રાહ મળે દેહને,જે જીવનો જન્મ સફળ કરીજાય
. …………..સ્મરણ થાય જ્યાં સાચા સંતનુ.
પાવનકર્મના મળે બંધન દેહને,જીવનો ભક્તિ ભાવ વ ધીજાય
મુક્તિ માર્ગના દ્વાર ખોલવા જીવને,સાચી શ્રધ્ધા રાહ મળીજાય
માળા મણકા મુકતા બાજુએ,જીવથી સતત સ્મરણ પ્રભુનુ થાય
આજ કાલની વ્યાધી છે જીવની જે, જીવને રાહ જોવડાવી જાય
. …………સ્મરણ થાય જ્યાં સાચા સંતનુ.
ભક્તિનોસંગાથ સરળ રાખતાં,જીવથી સવારસાંજ ના પરખાય
સમયની કેડી સરળ બનતાં,દેહથી જીવને મોક્ષ તરફ લઈ જાય
ના દેખાવ કે ના માય મોહ લાગે,જે છે કળીયુગના જ હથીયાર
મળતીકૃપા સંતજલાસાંઇથી,સ્મરણથી જીવનેશાંન્તિ મળી જાય
. ……………..સ્મરણ થાય જ્યાં સાચા સંતનુ.
++++++++++++++++++++++++++++++++++++++++