May 18th 2011
.
.
.
.
.
.
.
.
. मॉ के चरनोंमे
ताः१८/५/२०११ प्रदीप ब्रह्मभट्ट
तेरे चरनोमे आनेसे,मेरा जीवन महेंकता है
मॉ तेरेदर्शन करनेसे,सार्थक जन्म लगता है
………..तेरे चरनोमे आनेसे.
धुपदीप करता हु,ओर मनमें श्रध्धा विश्वास
करुणाकरदे माताजी,ये जन्मसफल हो जाय
चरनोंमे वंदनहै वारंवार,करोमॉ करुना अपार
प्रदीपको लेनाचरनोमें,रमा,रवि,दीपलके साथ
………..तेरे चरनोमे आनेसे.
धुप छांवके सागरमें होमॉ,ये जीव भटकता है
कभी सुख तो कभी दुःख,ये मै देखा करता था
तेरे चरनोकी एक रजकण,हमे मोक्ष ही देती है
मुझे आजमिली है शांन्ति,सदीयोंसे ढुढता था
…………तेरे चरनोमे आनेसे.
===========================
May 17th 2011
.
.
.
.
.
.
.
.
.
.
.
.
. माताकी कृपा
ताः१७/५/२०११ प्रदीप ब्रह्मभट्ट
मा तेरे चरनोमें आके,हम प्रार्थना करते है
श्रध्धा प्रेम और भावसे,सब वंदन करते है
………..मा तेरे चरनोमें आके.
आरती अर्चन मनसे,और धुपदीप चरनोमें
हम मागे तेरी करूणा,जन्मोसे जीवये छुटे
माआशीश हमको देके,मुक्तिका मार्ग तु देदे
येही श्रध्धा है मनसे ओर ये ही है विश्वास
………..मा तेरे चरनोमें आके.
गब्बरवाली मा अंबा,मा काळका पावागढवाली
मा दुर्गा तुहै दयाळु,तेरी भक्ति करते श्रध्धाळु
मा चरणोमे वंदनहै,और आंगनमें भक्त खडेहै
तु करुणा सागर है,तु है भक्ततोकी तारणहारी
………..मा तेरे चरनोमें आके.
_____________________________________
May 17th 2011
વિચારની કેડી
તાઃ૧૭/૫/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ જીવને સંબધ દેહથી,મળે અવનીએ કરેલ કર્મથી
વિચારની કેડીમળે વર્તનથી,જાણીજગતમાં એભક્તિથી
………..જન્મ જીવને સંબધ દેહથી.
જ્યાં વાણીવર્તનનું નાજતન,ત્યાં છે મોહમાયાનું પતન
સાચીરાહ મળતાં જીવનમાં,થઈ જાય આજીવન ઉજ્વળ
સદાસ્નેહની વર્ષા મેળવતાં,મળીજાય ડગલાં સૌ પાવન
જીવને નારહે કોઇ રામાયણ,તરીજાય ભવસાગર પળમાં
………….જન્મ જીવને સંબધ દેહથી.
સદવિચારની કેડી ન્યારી,લાગે જગતમાં સૌને એપ્યારી
મળેલદેહના મનને સાંકળતાં,જીભને મળેછે અમૃતવાણી
ક્યારે મળે છે કૃપા પ્રભુની,ના જગતમાં એ કોઇએ જાણી
જન્મ સફળનીરીત આન્યારી,અવનીએ શીતળતાદેનારી
………….જન્મ જીવને સંબધ દેહથી.
==================================
May 15th 2011
વાંકુ મોંઢુ
તાઃ ૧૫/૫/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માગેલુ ના મળતું જગમાં,કે નસીબનુ ના શકે લુંટી
એવી કુદરતની આકળા,વાંકુ મોંઢુ થતા જાણીલીધી
……….માગેલુ ના મળતું જગમાં.
પાવન પગલાં લાગે જ્યાં,આવી કહે મારો છે સાથ
વાત વાતમાં સંવેદના લાવે,ત્યાં સાચવજો સંગાથ
નિર્મળતા તો મળેજ મનથી,નાપકડે દેખાવનો હાથ
શીતળતાનો સ્નેહ નિરાળો,મુખના પ્રતિભાવે દેખાય
………..માગેલુ ના મળતું જગમાં.
જગત નિયંતાની દ્રષ્ટિ પડતાં,પાવનરાહ મળી જાય
નાહક જગતની ચિંતા કરતાં,અહીં ભવોભવ ભટકાય
કળીયુગ એદેખાવનો દરીયો,ના પ્રેમની નહેર દેખાય
જોતાંસામે લાગે હસતૂ મોઢું,પાછળવળતાં વાંકુ થાય
…………માગેલુ ના મળતું જગમાં.
——————————————————–
May 14th 2011

.
.
.
.
.
.
.
.
.
. હું શું થયો
તાઃ૧૩/૫/૨૦૧૧ (સ્નેહાળ યાદ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
હું થયો રીટાયર્ડ કે મને કર્યો રીટાયર્ડ,
ના સમજ મને કંઈ આવે
કલાની કેડી ને કલમ પકડી રાખતાં,
ના રાહમાં આડુ કોઇ આવે
………… હું થયો રીટાયર્ડ.
કલમની કેડી હાથમાં પકડી,ને શબ્દની સીડી માણી લીધી
કલાની માયા જગતમાં ન્યારી,જે આજે હ્યુસ્ટનમાં મેં જાણી
………….હું થયો રીટાયર્ડ.
પાત્ર વરણી અજબ ન્યારી,શ્રી મુકુંદભાઇ ગાંધીથી મેં માણી
વિધ્યાપતિના શબ્દ સંભાળી,સફળતા આનાટકમાં છે આણી
………….હું થયો રીટાયર્ડ.
સરકારનો સહવાસ આપતા,રક્ષાબેને આંખોને ભીંજવી દીધી
પત્ની મંગળાબેનનું નામ લેતા,સંગાથની પ્રીત રાખી લીધી
…………..હું થયો રીટાયર્ડ.
અમરનું પાત્ર રસેશભાઇએ,તો યોગીનાબેને દિકરી માયાનું
ભાઇબહેનના છે બંધન માબાપથી,આ નાટકથી જાણી લીધુ
…………..હું થયો રીટાયર્ડ.
અમરના પત્ની જ્યોતીબેન,જે ઉમાબેન નગરશેઠે શોભાવી
જમાઇ અશ્વીનકુમારની નિર્મળતા,મનીષભાઇ શાહે બતાવી
…………..હું થયો રીટાયર્ડ.
રિન્કુનું નામ લીધુ પંક્તી ગાલાએ,જે છછુંદરી બની દાદાની
લલીતભાઇ શાહ ધનીકશેઠીયો,વીપીસાહેબની શાન બતાવી
…………..હું થયો રીટાયર્ડ.
નોકર ચાકર તોછે આ યુગના,જે અવાજથી જ સૌને સમજાશે
અરવિંદભાઇ રામજીથયા,ને હેમંતભાઇ ભાવસાર મોહનપ્યારે
…………..હું થયો રીટાયર્ડ.
બારોટ કુલદીપભાઇ આનાટકમાં,વિજયનું પાત્ર ભજવી લેશે
સ્ટેજ પરના સૌ કલાકારોને,પ્રદીપનો નિર્મળ પ્રેમ મળી જશે
…………..હું થયો રીટાયર્ડ.
+++++++++++++++++++++++++++++++++++++++++
હ્યુસ્ટનમાં તાઃ૧૪મે ૨૦૧૧ના રોજ ભજવાઇ રહેલ સામાજીક નાટક ‘હું રીટાયર્ડ થયો’ ના
પાત્રોની કદરરૂપે આ લખાણ સૌ કલાકારોને હું સપ્રેમ નિખાલસતાથી અર્પણ કરુ છું, સ્વીકારશોજી
લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ
May 12th 2011
સરસ્વતી સંતાન
તાઃ૧૨/૫/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કલમ કેરી કેડી મળતાં,મન અહીંતહીં ના ભટકાય
ઉજ્વળ ભાવના રાખી લખતાં,સૌ વાંચીને હરખાય
…………કલમ કેરી કેડી મળતાં.
લાયકાત મળે નામોહ માયાથી,કે દેખાવે કંઇ થાય
કલમની મીઠી કેડી ન્યારી,જે માકૃપાએજ મેળવાય
શીતળ સ્નેહ મળે સૌને,જ્યાં કલમધારી મળી જાય
ઇર્ષા આગની જ્યોત જલે,પણ નાકોઇથીય બોલાય
…………કલમ કેરી કેડી મળતાં.
સરસ્વતીની કૃપા સંતાનને,જે શ્રધ્ધાએજ મેળવાય
પ્રેમભાવના પકડી ચાલતાં,સ્નેહીનોસંગ મળી જાય
વાણી નિખાલસ સ્નેહ હ્રદયથી,જીવન પ્રેમાળ થાય
હસીખુશીની સંધ્યા મળતાં,સ્નેહી સંતાનો મળીજાય
…………કલમ કેરી કેડી મળતાં.
===============================
May 12th 2011

.
.
.
.
.
.
.
. 12/10/1985 New York
John Wayne Pradip James Remar
. Friends
Date:12/5/2011 Pradip Brahmbhatt
I never forget my time,If old or young
I love my friends,where ever they are
They are living in my heart,
Because they are artiest in their life.
………….I never forget my time.
James never away from my heart
When ever I call him,he call me twice
Its real friendly love,it will never stop
It’s a culture of life we feel all the time
………..I never forget my time.
Their nature is art they love to act
They have natural gift of God in the life
I always love to write,Act and sing
As my friend were staying with life time.
………..I never forget my time.
====================================
May 12th 2011
તકરાર
તાઃ૧૨/૫/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હું સાચો કે તું સાચો,ના જગતમાં કોઇથીય સમજાય
સમજણની આ તકરારમાં,અંતે બંનેય હારી જ જાય
………… હું સાચો કે તું સાચો.
મુંઝવણ જગમાં માનવીને છે,જ્યાં નાતેને સમજાય
મુરખ મનની આ રામાયણ,સદીઓથી ચાલતી જાય
કદીક કદીક મન મેળ પડે,ત્યાં કળીયુગ અડીજ જાય
શીતળતાની સીડી લેતાં,જીવને કાંઇક કાંઇક સમજાય
……….. હું સાચો કે તું સાચો.
મારું મારું મળે દેહથી,જીવનમાં કોઇથીય ના છોડાય
તારું તારું સાંભળે કાને,ત્યાંજ ઇર્ષાનો આભ તુટીજાય
કળીયુગ સતયુગ એ ખેલ પ્રભુનો,સદીયોથી સંકડાય
મુક્તિ જીવને મળેકૃપાએ,ત્યાં તકરારની વ્યાધીજાય
………..હું સાચો કે તું સાચો.
દેહમળતાં જીવને અવનીએ,જગનાબંધન મળીજાય
મારું તારુંની ઝંઝટ મળતાં,જીવને જન્મ સંધાઇ જાય
ફેરાલેવા અવનીએ લેણદેણમળે,જે ભક્તિએ સમજાય
સાચા સંતનુ શરણુજ મળતાં,જીવના બંધન છુટીજાય
………..હું સાચો કે તું સાચો.
===============================
May 11th 2011
ગાડી અને લાડી
તાઃ૧૧/૫/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભારત ભુમીને છોડતાં,જ્યાં લીધુ વિદેશમાં સ્થાન
મોહમાયાની કાતર વાગતાં,મારા ભારતને પ્રણામ
………..ભારત ભુમીને છોડતાં.
ડગલુ ભરતાં ડંખ વાગીજાય,ત્યાં કેવી રીતે ચલાય
માથેપોટલી ને ખભે થેલો,એ અહીં આવીને પકડાય
થાક લાગે અહીં ચાલતાંજ,પહોળી આધરતી દેખાય
ગાડી વગરના ચાલે અહીં,નહીં તો નિરાધાર થવાય
………..ભારત ભુમીને છોડતાં.
લાડીને અહીં પુછે પછી,જ્યાં લગી ગાડી ના લવાય
લાડીપહેલાં ચાલુગાડી મળીજાય,જે જીવન ઝુંટીજાય
સંસ્કાર સિંચન હોય દેહને,તો સંસારીજીવ બચી જાય
લાડી ગાડીની છે રામાયણ,જેઅહીં આવીને સમજાય
………….ભારત ભુમીને છોડતાં.
લીપસ્ટીકવગર લાડીનાચાલે,ને ગેસવગર અહીં ગાડી
કુદરતની કરામત પારખીલેતાં,ભારતની ભુમી ન્યારી
ધર્મ કર્મને સમજીને કરતાં,પ્રભુકૃપા જીવને મળનારી
તકલીફ લાડીગાડીની અહીંયાં છે,જે જીવન વેડફનારી
………..ભારત ભુમીને છોડતાં.
=================================
May 11th 2011
હે પાર્વતી પુત્ર
તાઃ૧૧/૫/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હે ગજાનંદ,હે ગણપતિ,હે ગૌરીનંદન,હે સિધ્ધિ વિનાયક
હે મુક્તિ દાતા,હે જગત નિયંતા,હે ઉમાસુત,હે વિઘ્નેશ્વર
વંદન કરતા અર્ચન કરીએ,ને ધુપદીપ અંતરથી ધરીએ
………..હે ગજાનંદ,હે ગણપતિ.
નિત્ય સવારે વંદન કરતાં,પ્રેમથી ગણેશજી ભજી લઈએ
છે કૃપા અનોખી ગજાનંદની,સાર્થક મળેલ જીવન કરીએ
પિતાપરમેશ્વર ભોલાનાથ છે,ને માપાર્વતી દયાવાન છે
ભક્તિપ્રેમ સંગ દીપકરતાં,જગતજીવના એ પાપ હરતાં
………….હે ગજાનંદ,હે ગણપતિ.
ધુપની એક સળી સળગતાં,મહેંકે મનને શાંન્તિ મળતાં
ભાગ્ય વિધાતા કર્મનિયંતા,જન્મ સફળ ભાવીએ લખતાં
ૐ ગં ગણપતયે નમઃ જપતાં,મુક્તિદ્વારને ખોલીએદેતા
સવારસાંજની ભક્તિ ન્યારી,જીવનેલાગે જગે એ પ્યારી
………..હે ગજાનંદ,હે ગણપતિ.
======================================
ૐ ગં ગણપતયે નમઃ ૐ ગં ગણપતયે નમઃ ૐ ગં ગણપતયે નમઃ
___________________________________________