April 12th 2011
જુઠાની જીત
તાઃ૨/૪/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જુઠાનો આ જમાનો ભઈ,ના સાચુ કોઇથી બોલાય
કુદરતની આ કરામતમાં,જુઠો જગમાં જીતી જાય
……….જુઠાનો આ જમાનો ભઈ.
સાચાના સહવાસમાં રહેતા,સહન ઘણુ જ કરાય
સમાજની વાંકી દ્રષ્ટિ પડતાં,જીવનેય દુઃખ થાય
સહન કરતાં જીવપર,ઇશ્વરની અસીમ કૃપા થાય
જલાસાંઇની ભક્તિએતો,મનને શાંન્તિ મળી જાય
……….જુઠાનો આ જમાનો ભઈ.
સતયુગમાં સત્યનો સાથ.ને કળીયુગમાંતો જુઠાઇ
શબ્દની ના કીંમત જગમાં,જ્યાં ખરૂખોટુ ભટકાય
મળતો આવી પ્રેમ દેખાવનો,તો જીવ ભટકીજાય
અંત તેનો અવળો આવે,ના કોઇને આ સમજાય
………..જુઠાનો આ જમાનો ભઈ.
++++++++++++++++++++++++++++++
April 12th 2011
બાળપણની યાદ
તાઃ૨/૪/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની કલમ છે ન્યારી,જે જીવની કૃપાએ લખાય
કર્મબંધન છે દેહના સંબંધ,એતો અવનીએ સમજાય
………..કુદરતની કલમ છે ન્યારી.
મળે માતાનો અમુલ્ય પ્રેમ,જ્યાં બાળક દેહ કહેવાય
સમજણનો સથવાર મળતાં, જીવ કર્મથી જ બંધાય
વ્હાલ મળે માતાના ખોળે,ના સંતાનથી કદી ભુલાય
સંસ્કારનીકેડી ઉજ્વળબને,જે માના આશીર્વાદેલેવાય
…………કુદરતની કલમ છે ન્યારી.
ભીનુ કોરુ ના પારખે બાળક,ત્યાં માના હાથ સ્પર્શાય
રાતદીનનો નાસહવાસ દેહને,ત્યાં ધોડીયુ હાલી જાય
ભીનીઆંખ જોતા સંતાનની,માની મમતા વર્ષી જાય
આવે યાદ બાળપણની જીવને,એ કોઇથીય નાછોડાય
…………કુદરતની કલમ છે ન્યારી.
=================================
April 12th 2011
कीसनेकीया
ताः१/४/२०११ प्रदीप ब्रह्मभट्ट
ना मैने तुम्हे प्यार कीया,ना कोइ की है शिकायत
मुझ पर क्यु हो महेरबान,अरे ना हु मै तेरा नौकर
………..ना मैने तुम्हे प्यार कीया.
ना मीलना मुझे सामने,के ना देना कोइ झुठी दोर
भागं भागके ये चक्करमे,कहीं हो जाओ ना तरबोळ
…………ना मैने तुम्हे प्यार कीया.
प्यार देना कोइ गुना नहीं,तो क्या प्यार नही लेना
मंझील अपनीखुद मिलजाये,क्या किसका लेना देना
………..ना मैने तुम्हे प्यार कीया.
खुदकी मंझील खुद ही पाये,ना किसीका कोइ बसेरा
देने वाला तो देता है सबको,कोइ कीसीको क्या देगा
………..ना मैने तुम्हे प्यार कीया.
चाहे मुझको प्यार करो,ओर ना करो कोइ शिकायत
मंझीलमेरी मुझे मीलगी,ना उसमे होगीकोइ बगावत
………..ना मैने तुम्हे प्यार कीया.
##############################
॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔
April 12th 2011
અપેક્ષીત દોર
તાઃ૧/૪/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બાળકની અપેક્ષા માતાથી.
૧. માતાનો પ્રેમ અને નિખાલસ સ્નેહ મળે.
૨. જીવનના દરેક સોપાને માતાના આશિર્વાદ મળે.
૩. ઘોડીયાની દોરી હલાવી મધુર નિંદ હલારડાથી લાવે.
૪. દુધને શીશી કે પ્યાલાથી મા પોતાના હાથથી પીવડાવે.
૫. ભીના કપડાંને બદલાવી મધુર સુગંધ અને બચીથી પ્રેમ આપે.
૬. નાના દેહને માતા પોતાના ખોળામાં લઈ ચમચીથી અન્નપુર્ણા બને.
૭. જીવને જન્મ દીધા પછી તેને સાચા રસ્તે ચાલવા સંસ્કારની છાયા આપે.
માતાની અપેક્ષા સંતાનથી
૧. દીધેલા સંસ્કારને સાચવી ઉજ્વળ જીવન જીવે.
૨. બાળપણમાં દીધેલ પ્રેમ અને લાડને જીવનભર સાચવે.
૩. મારેલ એક ટપલી સતમાર્ગે દોરી ઉજ્વળ રાહ પકડી ચાલે.
૪. પોતે દીધેલ સંસ્કાર અને પિતાએ દીધેલ જીવનની કડી સાચવે.
૫. સુખ અને દુઃખમાં સદા સાથે રહી નિરાશતાને જીવનથી દુર ભગાડે.
૬. સંતાન બની માબાપને જે પ્રેમ આપ્યો છે તેજ જીવનસાથી સંગે પણ આપે.
૭. પિતાના પ્રેમને પારખી મળેલ કુળને પાવન કરી ભક્તિ અને મહેનતને સાચવે.
પિતાની અપેક્ષા સંતાનથી
૧. જીવનના દરેક સોપાન સમજીને ચાલે.
૨. સરળ ચાલતી કેડી પર જરૂરે પિતાનો સાથ લે.
૩. સાચી શ્રધ્ધા અને મહેનતને સાથે રાખી જીવન જીવે.
૪. ભક્તિનો સંગ રાખતાં પ્રભુની કૃપા મળે છે તે ધ્યાનમાં રાખે.
૫. નીતીને સાથે રાખી મહેનત કરતાં જીવનની વ્યાધીઓ ભાગી જશે.
૬. માબાપની કોઇપણ ટકોર એ સારા અને પવિત્ર જીવનનો અરીસો છે.
૭. લગ્ન જીવનની કેડી પકડતાં સંતાન માબાપના આશીર્વાદની જ અપેક્ષા રાખે.
==============================================
March 31st 2011
વિનંતી
તાઃ૩૧/૩/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કરુ વિનંતી માબાપને,દેજો અવનીએ માનવજન્મ
સફળ કરવા જીવનસોપાન,દેજો જલાસાંઇ સતકર્મ
…………..કરુ વિનંતી માબાપને.
કરુ વિનંતી ભાઇબહેનને,દેજો સુખદુઃખમાં અણસાર
રહી સંગે તમારે મનથી,આંગળી છોડુ ના પળવાર
નિર્મળ રાખતામનને મારું,સદા પકડી રાખુ સંસ્કાર
અડધીરાતે મળતા અણસારથી,આવુ હું તમારે દ્વાર
…………..કરુ વિનંતી માબાપને.
કરુ વિનંતી જલાસાંઇને,મળે જીવને સત્કર્મનો સંગ
ભક્તિદેજો અમને ભરપુર,રહે માયાથી આજીવો દુર
માનવ મનથી થાય ભુલ,સુધારવા દેજો થોડી ધુળ
દેજો સત્કર્મની કેડીજીવને,જન્મથી જીવ રહે આ દુર
……………કરુ વિનંતી માબાપને.
++++++++++++++++++++++++++++++
March 30th 2011
જીત
તાઃ૩૦/૩/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્ધન એ ધનવાન બને,ને શ્રધ્ધાએ જીત થાય
મળીજાય જીવનમાં શાન,જ્યાં મનથી કામથાય
…………નિર્ધન એ ધનવાન બને.
મનથી કરેલ મહેનત સાચી,સ્નેહ પ્રસરાવી જાય
ઉજ્વળતા આવે આંગણે,જ્યાં ખેલદીલી સહવાય
મહેનતને ના સંગ મોહનો,કે જે દેહને જકડી જાય
મળીજાય સફળતા જગમાં,જ્યાં શ્રધ્ધાએ ખેલાય
………….નિર્ધન એ ધનવાન બને.
ભાવના મનથી રાખીને,સોપાન જગતમાં ચઢાય
મળે સાચીરીત જીવનની,જે પ્રભુકૃપાએ મેળવાય
દીલનો દરીયો ઉભરે ત્યારે,જ્યાં સફળતા દેખાય
આવે પ્રેમનીનદી ગૃહદ્વારે,જીવ જગતમાં હરખાય
………….નિર્ધન એ ધનવાન બને.
==============================
March 29th 2011
દરીયાદીલ
તાઃ૨૯/૩/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દીલ રાખુ જો દરીયા જેવું,ના કળીયુગમાં સમજાય
કઈ નદીનુપાણી છે કેવું,ટપલીએ જીવ ભટકી જાય
……….. દીલ રાખુ જો દરીયા જેવું.
મોહ મોટો જોઇને હૈયુ,અહીં તહીં ચુંગલમાંએ ફસાય
છટકવાનીએ બારી શોધતાં,બહુ મુંઝવણ વધી જાય
સાગર જેટલો સ્નેહ વહેંચતા,મારુંમન આફતે ઘેરાય
લફરાની તો લાઇન લાગે,ના તેમાંથી મુક્ત થવાય
…………..દીલ રાખુ જો દરીયા જેવું.
વહેણસાચુ એક મળે નદીનું,જીવનઅમૃત બનીજાય
વિશાળતાની દ્રષ્ટિછોડતાં,મળેલજન્મ સફળ દેખાય
મુક્તિ કેરા માર્ગને લેવા,ના દીલ દરીયો બનાવાય
ભક્તિભાવની એકનદી મેળવતાં,જીવનજીવીજવાય
……………દીલ રાખુ જો દરીયા જેવું.
================================
March 28th 2011
દશાબ્દીનો ડંકો
તાઃ૧૨/૩/૨૦૧૧ (આણંદ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
દશાબ્દીનો ડંકો વાગતાં ભઈ,સર્જકની ભાવના મળી ગઈ
સાહિત્યના સહવાસીઓથીતો,હ્યુસ્ટનની કીર્તી પ્રસરી ગઈ
…………..દશાબ્દીનો ડંકો વાગતાં ભઈ.
દેવિકાબેને દોર પકડીલીધી,ને રશેસ દલાલે દીધો સાથ
મળતાં હૈયા લેખકોના સંગે,ઉજ્વળ થયો દશાબ્દી નાદ
પાયો પકડ્યો પ્રશાન્તભાઇ એ,ને સુમનભાઇ એ સુકાન
વિજયભાઇની વહેતી ધારાએ,દીધા નિવૃતિને સન્માન
…………..દશાબ્દીનો ડંકો વાગતાં ભઈ.
મુકુન્દભાઇએ કલા દર્શાવી,નાટકે સ્ટેજ શોભાવ્યુ આજ
સંગીતનાસુરો પકડીને,દીધો મનોજ મહેતાએ કર્ણનાદ
વિશ્વદીપભાઇએ ટકુકોદીધો,ભારતથી મળીગયોએ સાદ
પ્રદીપને હૈયે હતો આનંદ અનેરો,ના ભુલી શકે કોઇવાર
…………..દશાબ્દીનો ડંકો વાગતાં ભઈ.
+++++++++++++++++++++++++++++++++++
હ્યુસ્ટનના સ્ટેફોર્ડ સીવીક સેંન્ટરમાં હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરીતાએ દશાબ્દીની ઉજવણી નિમીત્તે તાઃ૧૨/૩/૨૦૧૧ના રોજ કાર્યક્રમ રાખેલ તે કાર્યક્રમમાં સંજોગો વસાત ભારત હોવાથી હાજર રહી શક્યો ન હતો.મને શ્રધ્ધા હતી તે પ્રમાણે ઘણી જ સારી રીતે કાર્યક્રમ થયો તે મારી યાદ માટે લખ્યો છે.મારા સૌ સર્જકોને જય જય ગરવી ગુજરાત અને આપણે સૌ રંગીલો ગુજરાત. લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ.
March 28th 2011

ચોકીદાર
તાઃ૧૧/૩/૨૦૧૧ (આણંદ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના ડંડાને હાથમાં રાખે,કે ના કરે કોઇનેય એ ફોન
એક નજર પડતાં ચોર પર,ભાગી જ જાય સૌ દુર
એવા વીર હનુમાનજી,નિત્ય ભક્તિમાં રહે ચકચુર
………….ના ડંડાને હાથમાં રાખે.
નિત્ય સવારે સુરજ જોતાં,એ જાગી જાય તત્કાળ
બારીઆવી નજર કરે જ્યાં,થઈ જાય સૌ સુનમુન
દ્રષ્ટિ તમારી પારખી લે એ,ને દઈદે નિર્મળ પ્રેમ
દેહ છે વાનરનો જગે,તોય આપે સૌને માનવપ્રેમ
………….ના ડંડાને હાથમાં રાખે.
મંદીર કેરા બારણે આવી,જુએ એ ભક્તિ કેરી ટેક
આ ચોકીદારની નિર્મળ દ્રષ્ટિ,મળીજાય જ્યાં પ્રેમ
રામભક્તની એકજ લીલા,ભગાડે એ પાપ ભરપુર
બારીએ બેસી માપી લેએ,કેટલો માનવ છેચકચુર
………….ના ડંડાને હાથમાં રાખે.
______________________________________