March 21st 2011

માતાની કૃપા
તાઃ૧૨/૩/૨૦૧૧ (આણંદ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે માતાનો પ્રેમ જીવને,કોઇ નિમીત બની જાય
આવી આંગણે દઇદે પ્રેમ,જેથી જીંદગીસુધરી જાય
……..મળે માતાનો પ્રેમ જીવને.
માતા કેરી મમતા જગતમાં,કોઇ શક્યુ ના જાણી
પકડી આંગળી સુખદુઃખમાં,જીવનમાં મહેંક આવી
ભજન ભક્તિની પ્રીતપ્યારી,મુક્તિના ખોલેછે દ્વાર
પળપળની સમજન્યારી,દ્વાર મુક્તિના ખોલીજાય
…………મળે માતાનો પ્રેમ જીવને.
મળે જીવને જ્યાં શાંન્તિ દેહે,ત્યાં જન્મ સફળ થાય
ધન્ય જીવનની કૃપાય મળે,જ્યાં ભક્તિપ્રેમ બંધાય
મળે જ્યાં શ્રધ્ધાજીવને,એ દેહને મુક્તિએ લઈ જાય
મળે માતાનીકૃપા નિરાળી,જે સદગતીએ દોરી જાય
……….મળે માતાનો પ્રેમ જીવને.
આંગણી ચીંધવા આત્માને,માતાનુ સ્વરૂપ મળીજાય
આવી આંગણે દે કૃપાસ્નેહે,ત્યાં કુટુંબ સુખી થઈ જાય
મા બહુચરની લાગણી મળતાં,ખુશી આ જીવન થાય
સાર્થક લાગે ભક્તિ જીવની,નેઉજ્વળ છે આવતીકાલ
……….મળે માતાનો પ્રેમ જીવને.
_________________________________________
મા બહુચરાજીની કૃપા થતાં અમારે ત્યાં માતાજીના સેવક
પુ.ગીરીજામાસી જીવનના એક ઉજ્વળ કાર્ય માટે ઘેર પધાર્યા
તે પ્રસંગને માતાની કૃપા સમજી યાદ રાખવા માટે આ કાવ્ય
માતાજીની સેવામાં અર્પણ. પ્રદીપ બ્રહ્મભટ્ટ આણંદ.
===================================
February 25th 2011
મારૂ કોણ?
તાઃ૨/૨/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુખદુઃખ સંગે ચાલે દેહને,ના કોઇથીય એ છોડાય
મારુતારુ દેહને મળતાં,જીવને જન્મ મરણ બંધાય
………….સુખદુઃખ સંગે ચાલે દેહને.
જીવને બંધન કર્મના છે,ને દેહને મળી જાય સંબંધ
સાચવીલેતા બંધનને,જીવનો જન્મ સફળપણથાય
………….સુખદુઃખ સંગે ચાલે દેહને.
બાળપણની શીતળતા જોવા,માતાની માયા થાય
પારણે ઝુલતા સંતાને,માતાના હૈયા પણ ઉભરાય
………….સુખદુઃખ સંગે ચાલે દેહને.
સમય સંગે ચાલતા દેહે,મન બુધ્ધિથી જ સચવાય
સાચવી ચાલતા જીવનમાં,સફળતાને ય સહવાય
………….સુખદુઃખ સંગે ચાલે દેહને.
કેડી જીવનની નિર્મળ છે,જ્યાં ભક્તિનો સંગ થાય
આજકાલની ચિંતા છુટતાં,જીવનમાં જ્યોત થાય
………….સુખદુઃખ સંગે ચાલે દેહને.
પ્રદીપ કહે આ મારું છે,ને ઘડીકમાં કહે આ તારું
મારુંતારુંની માયા છુટે,જ્યાં મોહમાયા છુટીજાય
………….સુખદુઃખ સંગે ચાલે દેહને.
++++++++++++++++++++++++++++++
February 25th 2011
જય પુજ્ય જલારામ
તાઃ૨૪/૨/૨૦૧૧ (આણંદ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
જય જલારામ જય જલારામ,જય જય જય બોલો, જય જલારામ (૨)
કરુણા આધાર,દે ભક્તિના દ્વાર,મુક્તિના દેજો જીવને દાન,જય જલારામ
…………….જય જલારામ જય જલારામ.
માતા વિરબાઇની શ્રધ્ધાસાચી,ભક્તિએ તો પ્રભુ હરીલીધા
આજ્ઞા માની પતિ પરમેશ્વર,સાચા વર્તન જગને દીધા
વાણીને વર્તન ઉજ્વળ કીધા,પ્રેમ કુળનો પામી લીધો
પરમાત્માને ભગાવી દીધા,ઉજ્વળ જીવન કરી લીધા
……….જય જલારામ જય જલારામ,પ્રેમે બોલો જય જલારામ.
ભવસાગરથી મુક્તિ માગી,સર્જનહારની લીલા જાણી
રાજબાઇની કુખ ઉજાળી,પિતા પ્રધાને ભક્તિ આપી
ભોજલરામથી ભક્તિ જાણી,દીધીકુળને ભક્તિ ન્યારી
જય જય રામ,જય સીતારામ,જગમાં ઉજ્વળ તે છે નામ.
…………જય જલારામ જય જલારામ,પ્રેમે બોલો જય જલારામ.
=====================================
ઉપરોક્ત ભજન તાઃ૨૪/૨/૨૦૧૧ ના રોજ અમારા નવા ધેર પુ.પારેખ
સાહેબે શરૂ કરેલ સંગીત વિધ્યાલયના લાભાર્થે સંગીતની બેઠક કરી હતી જેમાં
ભજન તથા ક્લાસીકલ ભજન ગાયા હતા.તે બેઠકની પ્રેરણા રૂપે આ ભજન
લખેલ છે.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++
February 12th 2011
પુજ્ય ગુરૂજીને
તાઃ૪/૨/૨૦૧૧ (આણંદ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
વરસે પ્રેમની વર્ષા,ત્યાં ઉમંગ આવી જાય
શીતળ સ્નેહની સીડીએ,અમને સાહેબ મળી જાય
…………..વરસે પ્રેમની વર્ષા.
વંદન કરતાં વડીલને,નિખાલસ પ્રેમ મળી જાય
પારેખ સાહેબની કૃપાએ,અમને સ્વર મળી જાય
…………..વરસે પ્રેમની વર્ષા.
સારેગમ કરતાં કરતાં તો, જીભને સ્વર મળી જાય
તાલ મળતાં તબલાના,સાંભળવા કાન હરખી જાય
…………..વરસે પ્રેમની વર્ષા.
ચરણોને સ્પર્શ કરતાં,અમોને આશિર્વાદ મળી જાય
શીખાઇ જાય જ્યાં તાલ,ત્યાં મધુર સર્જન થતુંજાય
…………..વરસે પ્રેમની વર્ષા.
વંદન પ્રદીપના સાહેબને,મારું જીવન મહેંકી જાય
આશીશ મળતાં તેઓની,મારોજન્મ સફળ દેખાય
…………..વરસે પ્રેમની વર્ષા.
દેજો પ્રેમ ખોબો ભરીને,મારું જીવન તરસે આજ
વંદનકરતાં હૈયેથી તમોને,સ્નેહસાગર મળીજાય
…………..વરસે પ્રેમની વર્ષા.
**********************************************
આણંદમાં સંગીતના શિક્ષક શ્રી ઇશ્વરભાઇ પારેખ સાહેબની સંગીત વિધ્યાલયની
સ્થાપનાને ૧૧ વર્ષની ઉજવણી નિમીત્તે તેમના આમંત્રણને માન આપી હાજર રહેતા
ખુબજ આનંદ થતાં યાદગીરી રૂપે આ કાવ્ય તેમના ચરણોમાં પ્રેમ સહિત અર્પણ.
લી. પ્રદીપ બ્રહ્મભટ્ટના વંદન.
February 10th 2011
વાણીવેગ
તાઃ૬/૨/૨૦૧૧ (આણંદ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
વેગ મળતાં વાણીને,જીભથી શબ્દના સચવાય
તેજ નીકળતાં શબ્દથી,વ્યાધીઓ વળગી જાય
………વેગ મળતાં વાણીને.
નિર્મળ વહેતી ધારામાં,જ્યાં પવન પ્રસરીજાય
વેગ મળતાં પાણીનો,ઘણુ બઘુય ડુબી જ જાય
એક રાહ હતી જીવનની,જેથી રાહજ મળી જાય
વધી જાય વણમાગી,ત્યાં કોમલતા ભાગી જાય
…………વેગ મળતાં વાણીને.
કુદરતની છે આ માયા,જે અનેક ઘણી જ દેખાય
દ્રષ્ટિ એક માનવની,વધુએ નિર્મળતાને ખોવાય
કદીક કદીક અણસાર મળે,જે સમજુથી સમજાય
અણસાર મળે છે એકને,ના કોઇથી એ મેળવાય
………….વેગ મળતાં વાણીને.
—————————————————–
February 2nd 2011
માયાનો સંગાથ
તાઃ૨/૨/૨૦૧૧ આણંદ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળતી માયા પ્રેમથી જગમાં,કળીયુગ વળગી જાય
અતિનો આનંદ થાયમનને,ને જીંદગી વેડફાઇ જાય
………….મળતી માયા પ્રેમથી જગમાં.
શીતળતાનો સહવાસ દેહને,ત્યાં મનને શાંન્તિજ થાય
કુદરતની આકૃપા નિરાળી, જેથી જીવને આનંદ થાય
સ્નેહ પ્રેમની સાચીકેડી મળતાં,જીવનોજન્મ થઈ જાય
ઉભરે આનંદ ભક્તિએ જ્યાં,ત્યાં પ્રભુકૃપાય મળી જાય
………….. મળતી માયા પ્રેમથી જગમાં.
સરળ ચાલતા જીવનમાં ભઈ,ડગમગતાં જ્યાં દેખાય
સમજ જીવને આવે થોડી,આનેજ કળીયુગતા કહેવાય
મળે માયાનો સંગાથ દેહને,મનને મુંઝવણ મળી જાય
કળીયુગની કેડી મળતાંતો,જીવ જગે ભવોભવ ભટકાય
………….. મળતી માયા પ્રેમથી જગમાં.
=====================================
January 19th 2011
એકલવાયું
તાઃ૧૯/૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દેહ મળતાં સંબંધની કેડી,મળી મને ભઈ ન્યારી
પ્રેમની ઝીણી સાંકળ એવી,લાવેએ જીવને તાણી
……….. દેહ મળતાં સંબંધની કેડી.
અનહદ મળીજાય પ્રેમ તો,ના કોઇથી છુપાવાય
ઉભરો આવે એવો દેહ પર,જે ના કોઇથી ઉંચકાય
સુખદુઃખમાં મળે સંગાથ,ત્યાં શીતળતા મેળવાય
જીવનમાં ના પકડે હાથ,દેહે એકલવાયું સહેવાય
……….દેહ મળતાં સંબંધની કેડી.
નિર્મળતાનો સાથ મળે તો,પ્રીત પણ પાવન થાય
સાચો સ્નેહ ના સંગાથીનો,જે મિત્રો જ આપી જાય
ભાગે એકલતા દુરદેહથી,સ્નેહની સાંકળ મળી જાય
જીવન ઉજ્વળ લાગે,ને માનવતાય વરસતી થાય
……….દેહ મળતાં સંબંધની કેડી.
===============================
January 17th 2011
ગામડાની પ્રીત
તાઃ૧૭/૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મને વ્હાલુ આણંદ ગામ,જ્યાંથી મળ્યુ પ્રદીપ મને નામ
પાવન પ્રેમને પામી લેતાં,જીવનમાં મળી ગયુ સુખધામ
………..મને વ્હાલુ આણંદ ગામ.
પાપા પગલી પહેલી ભરતાં,આંગળી મારી પકડી લેતા
પ્રેમની વર્ષા વરસી જાતાં,જીવને શાંન્તિય મળી રહેતા
ઉજ્વળ જીવન દેહનેમળતાં,અંતરથી માબાપ હરખાતા
શીતળતાના સહવાસમાં જાતાં,પ્રેમ હૈયેથી જ ઉભરાતા
………… મને વ્હાલુ આણંદ ગામ.
બાળપણની કેડી માનવતાની,ઉજ્વળ જીવનજીવાડનારી
સંસ્કારની સાચી રાહની સંગે,ભણતરથી છે પ્રીત બંધાણી
ધરતીની રજકણની કિંમત,નિર્મળ જીવનથી જ મેં જાણી
ગામડાની ભઈ પ્રીત સાચી,જે જગતના જીવોથી વંચાણી
…………મને વ્હાલુ આણંદ ગામ.
*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*
January 16th 2011
રામનામનું રટણ
તાઃ૧૬/૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
રામનામનુ રટણ કરતાં,દેહથી ભક્તિ પાવન થઈ
રામસીતાનું સ્મરણ કરતાં,આજીંદગી સુધરી ગઈ
…………રામનામનુ રટણ કરતાં.
ઉજ્વળ સવાર મેં લીધી,જે જલાસાંઇ કૄપાએ દીધી
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં,મને શાંન્તિ માણી લીધી
………..રામનામનુ રટણ કરતાં.
સવારના શીતળ વાયરે,મેંતો પુંજન અર્ચના દીધી
કંકુ ચોખા હાથમાં લઈને,સુર્યદેવની આશીશ લીધી
………રામનામનુ રટણ કરતાં.
જલારામે ભક્તિ રાહ દીધી,ને સાંઇબાબાએ શ્રધ્ધા
સંત જલાસાંઇ એ અવની પર,મુક્તિ રાહ બતાવી
……….રામનામનુ રટણ કરતાં.
ઉજ્વળ જીવન ભક્તિએ મળે,જ્યાં માયા ભાગે દુર
સહવાસની થોડી લકીરદેવા,મોહબતાવે એ ભરપુર
…………રામનામનુ રટણ કરતાં.
ભક્તિની જ્યાં ટેક અતુટ છે,ના સ્પર્શ મળે લગીર
પાવનકર્મ થઈ જતાં,આ જીવને મુક્તિ મળે જરૂર
………….રામનામનુ રટણ કરતાં.
###############################
January 15th 2011
તારણહારી
તાઃ૧૫/૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અખીલ વિશ્વના તારણહારી,ગૌરીશ્વર હે જગતવિહારી
કરુણાસાગર પાલનહારી,જગતપિતાની આ બલિહારી
………..અખીલ વિશ્વના તારણહારી.
ભોલેનાથ છો અનંતવ્યાપી,જીવો પરછે દ્રષ્ટિ તમારી
મુક્તિતણા છો સંગાથી,કરુણા તમારી જગમાં વ્યાપી
ભક્તિ કેરા એકજ તાંતણે,સ્વર્ગરાહ મળે જીવને ચાહી
મળે રાહ જો જીવનેસાચો,જીવનો જન્મસફળ કરનારી
………….અખીલ વિશ્વના તારણહારી.
ગંગાધારી છે અવિનાશી,ગળે સર્પમાળ પણ વિષધારી
ત્રિશુલ હાથમાં રક્ષણ કાજે,ભુતપલીતને ભાગતાં રાખી
ચંન્દ્ર શીરે છે શીતળતા સંગે,ભક્તો પર રહે કૃપા છાજે
ભોલેનાથની અજબશક્તિ,મળી જાય જ્યાં સાચીભક્તિ
………….અખીલ વિશ્વના તારણહારી.
==++++++++++++++++++++++++++++==