January 13th 2011
ઉંમર ચાલે
તાઃ૧૩/૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉંમર મારી આગળ ચાલે,ના પાછળ વળીએ જુએ
અટકીજાય જો એકપળ એ,તો જીવ દેહ છોડી હાલે
………..ઉંમર મારી આગળ ચાલે.
મળતા જીવને દેહ જગે,ત્યારથી ઉંમર મળી જાય
દ્રષ્ટિ પડતાં દેહની દેહ પર,ત્યાં અવતરણ દેખાય
જન્મનો સીધો સંબંધ મૃત્યુથી,જે ઉંમરે અનુભવાય
ઉંમર કદીના પાછળ જુએ,જે સમયથી ચાલી જાય
………..ઉંમર મારી આગળ ચાલે.
ના અટકાવે સાધુ સંત,કે ના પ્રભુનો માનવ જન્મ
અંત તેનો ઉજ્વળ છે,જેનું ભક્તિએ જીવન સંધાય
જીવને શાંન્તિમળે ઝડપથી,સ્વર્ગનાદ્વાર ખુલી જાય
આજને સંબંધ આવતી કાલથી,ઉંમર ચાલીજ જાય
………..ઉંમર મારી આગળ ચાલે.
==============================
January 12th 2011
દર્દ મળે
તાઃ૧૨/૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનને થાય જ્યાં ચાટા,ત્યાં શોધે જ્યાં ત્યાંએ વાટા
કળીયુગની પકડે એ થાળી,મળે ત્યાં દેહને નામાગી
………..મનને થાય જ્યાં ચાટા.
લાઇટ કરતાં જ્યાં પ્રકાશ મળે,ને જતાં મળે અંધકાર
સાધન વગર ના ડૉક્ટર બોલે,શું થાય તમને લગાર
આડું અવળુ શોખથી ખાતા,મળીજાય દેહે દર્દ અપાર
ના માગુ તકલીફ કોઇ દેહની,આવી ખખડાવે એ દ્વાર
………..મનને થાય જ્યાં ચાટા.
સમજુ કે મેં તાજુ જ ખાધું,ના વાંચી એક્સ્પાયર ડેટ
પેટ તો છે ના ભઈ પારકુ,ઉજાગરા રાતદીન અનેક
દવાદારૂની વળગે માળા,ત્યાં છુટે હાથથી આ કાયા
પેની એક બચાવતા અહીં,આખો ડૉલર ખોવાઇજાય
………….મનને થાય જ્યાં ચાટા.
જેમ દેખાવમાં દર્દ મળે તેમ સમજણથી જીવતા દર્દ મટે.
દર્દ મટે
ડગલું ભરતાં વિચારએ,ને સમજીને એક પગલુ ભરાય
ભક્તિની કેડી સંગે રાખતાં,કૃપાએ જીવન ઉજ્વળ થાય
…………ડગલું ભરતાં વિચારએ.
સુર્યોદયનું પહેલુ કીરણ,જ્યાં માનવદેહે સ્પર્શ દેતુ જાય
આરોગ્યની મળેજ કેડી દેહને,ના ખર્ચ દવામાં કોઇ થાય
સત્વીકભોજન ઘરમાં થતાં,મહેનતની દમડી નાખોવાય
મળે ના દર્દ દેહને કોઇ,કે મટાડવા કોઇ તિજોરી ખોલાય
………..ડગલું ભરતાં વિચારએ.
દેખાવની આકળીયુગી દુનીયા,ના કોઇને અહીં તો છોડે
બચીજવાને કાજે માનવી,આજે ભક્તિદોરને સંગે જકડે
સાચી સેવા જલાસાંઇની કરતાં,પાવન જીવન છે મળે
મળેલ દેહને દર્દ જગતનાં,જે તેમની સેવા કૃપાએ મટે
………..ડગલું ભરતાં વિચારએ.
===============================
January 11th 2011

ગુણગાનની પ્રીત
તાઃ૧૧/૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગજાનંદના ગુણગાન ગાતાં,હૈયે અનંત આનંદ થાય
મંગળવારની શાંત પ્રભાતે,મારું જીવન ઉજ્વળ થાય
………..ગણેશજીની ભક્તિ પ્રેમે થાય.
પ્રભાતના પહેલા સુર્ય કિરણે,ગંગાજળથી અર્ચના થાય
કંકુ ચોખાથી વધાવી શ્રી ગણેશજીને,ધુપ દીપથી પુંજાય
માયા મોહના બંધન તુટતાં,દેહથી કર્મ સાર્થક પણ થાય
ગજાનંદની એક દ્રષ્ટિએ,પ્રદીપનો જન્મ સફળ થઇ જાય
………..ગણેશજીની ભક્તિ પ્રેમે થાય.
ૐ ગં ગણપતયે નમઃ શબ્દથીજ,ઘર પાવન થઈ જાય
ભોળાનાથની કૃપા વરસતાં,જીવના મુક્તિ દ્વાર ખોલાય
માતા પાર્વતીનોપ્રેમ વરસતા,સૌ રાહ પાવન મેળવાય
આશીર્વાદની પળ સચવાતા,આ જન્મ સફળ થઈ જાય
………..ગણેશજીની ભક્તિ પ્રેમે થાય.
===========**************===========
January 10th 2011
સમયની સાથે
તાઃ૧૦/૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ શક્તિ એ જગતની,જે પરમાત્મા કહેવાય
મળી જાય જો થોડી કૃપા,ભવસાગર તરી જવાય
……….અજબ શક્તિ એ જગતની.
ઉંમરના અડકે ભક્તિને,તેને સમજણ તેડીજ જાય
થઈ જાય છેસાચી શ્રધ્ધાએ,ત્યાં પાવન કર્મ થાય
સંસ્કાર તોછે આશીર્વાદની મુડી,નસીબે મળી જાય
સમય સમજીને ચાલતાં,આ જન્મ સફળ થઈ જાય
……….અજબ શક્તિ એ જગતની.
કેડી જીવનને મળે ભણતરથી,જે ગુરૂકૃપાએ લેવાય
શ્રધ્ધાથી કરતા મહેનતે,તો ભવોભવ તરી જવાય
પુણ્યની પોટલી મળી જતાં,જન્મ મરણ છુટી જાય
નાસંબંધ રહે આગળપાછળનો,ત્યાં મુક્તિમળીજાય
……….અજબ શક્તિ એ જગતની.
++++++++++++++++++++++++++++++
January 9th 2011
અમારો ચટકો
તાઃ૯/૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અમે ચટકો એવો ભરીએ,જાણે વિજળી આભે થઈ
નાહકની શોધે ગોળીઓ,જ્યાં શરીરને વ્યાધી થઈ
અમે સાથે એવા સૌ રહીએ,સૌ એક બની જીવીએ
…………અમે ચટકો એવો ભરીએ.
અમને ભુખ જ્યારે લાગે,ત્યારે એક જ ચટકો ખઈએ
ના રાખીએ કોઇઅપેક્ષા,સંતોષીજીવન પણ જીવીએ
કદીક ભુખ વધારે લાગે,ત્યારે બે વાર ચટકી લઈએ
પણ મનમાં શાંન્તિ લઈને,અમે જીવન જીવી જઈએ
………..અમે ચટકો એવો ભરીએ.
માનવદેહને મળતી વ્યાધી,નાસમજમાં અમને આવે
ચટકો ભરતાં જ ચામડીએ,ડાઘ નાનામોટા થઈ જાય
ઝેર દેવા અમને વળતરે,ચામડીએ દવાઓ ચોપડાય
બદલો લેવા એક જીવનો,ચામડીએ સઘળા ચોંટી જાય
……………અમે ચટકો એવો ભરીએ.
================================
January 8th 2011
સાચુંખોટું
તાઃ૮/૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કોણ કહે હું સાચો છું,ને કોણ કહે છે હું ખોટો
જગમાં આવું જ ચાલેછે,નાકોઇ તેનો તોટો
………..અરે ભઈ કોણ કહે હું સાચો.
કદીક સમય આવે તો,હું જુઠાને પકડી દોડું
મળે સમય જોથોડો,ત્યાંતો સાચીરાહ પકડુ
ના સહારો જીવનમાં,ત્યાં પારકી રાહ જોવું
મળતી તકલીફો વધારે,હું ખોટી રાહને છોડું
……….અરે ભઈ કોણ કહે હું સાચો.
મળેલ લેખ નાવાંચુ,જ્યાં ભક્તિને નાજાણું
અહીં તહીંની ભટકણમાં,વ્યર્થ જીવન હું કરું
માર્ગની મોકળાશમાં,તોસાચુખોટું નાસમજુ
અંત આવતા દેહનો,હું સ્વર્ગનર્ક ના પારખુ.
………..અરે ભઈ કોણ કહે હું સાચો.
=============================
January 6th 2011

વિરપુરના જલારામ
તાઃ૬/૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઓ વિરપુરના જલારામ,તમારી શ્રધ્ધાતો અપરંપાર
તમે ઉજ્વળ કર્યો અવતાર,લઈ વિરબાઇમાનો સાથ
………..ઓ વિરપુરના જલારામ.
અન્નદાનની કેડી બતાવી,તમે દીધો જીવનમાં સંકેત
લગની લગાવી ભક્તિની,ત્યાંમળી ગયો પ્રભુનો પ્રેમ
ઉજ્વળ કુળને રાહમળી,ને પાવન વિરપુર ભુમીબની
મહેનત સંગે ભક્તિ કરતાં,પ્રભુને ભીખ માગવી પડી
…………ઓ વિરપુરના જલારામ.
સુખદુઃખ તો સંસારની કેડી,ના કોઇથી એઆધી જાતી
કુટુંબના સહવાસમાં,જીવને પાવન કર્મો કરવાપડતા
આવી આંગણે ભીખ માગે,ના કોઇને કોઇએ ઓળખ્યા
મુક્તિદ્વારને ખોલતા જીવો,સ્વર્ગના સુખનેમાણી લેતા
…………ઓ વિરપુરના જલારામ.
**************************************
January 4th 2011
પાગલપણ
તાઃ૪/૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મતી કોની છે કેટલી જગમાં,ના કોઇથીય પરખાય
માનવતાની મહેંક મેળવવા,દેહે પ્રભુ કૃપા શોધાય
…………મતી કોની છે કેટલી જગમાં.
મોહમાયાની સંગેરહેવા,જીવનમાં ઘણુંબધું ખોવાય
દેખાવની દુનીયામાં રહેવા,માબાપનેય તરછોડાય
કળીયુગનીકેડી દેખાયનિરાળી,જો દેહ જકડાઇ જાય
મૃત્યુ પહેલાં મરી જાય દેહ,ના કોઇથીય બચાવાય
………..મતી કોની છે કેટલી જગમાં.
અલૌકિક અપેક્ષા દેહની,જે કઈકેવી તેનાથીપરખાય
ઉજ્વળ જીવનને રાહમળે,જે ભક્તિ થકીજ મેળવાય
ના સમજે જે માનવી મન,તેને પાગલપણ કહેવાય
નિરર્થકબને માનવજન્મ,જીવ અવગતે ચાલ્યો જાય
……….. મતી કોની છે કેટલી જગમાં.
*+_(+_+)_+_)()_+_+_)_)()__++_)_)()_+_++()
January 4th 2011
અંગ બદલે રંગ
તાઃ૪/૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉંમર કહે હું સાચી જ છું,જગમાં સૌએ મને છે વાંચી
સમય આવતા ચાલે સંગે,એ જ મારો સાચો છે રંગ
………..ઉંમર કહે હું સાચી જ છું.
ઘોડીયે ઝુલતા નાનાદેહને,મળે માતા પ્રેમની જ્યોત
ભીનુ કોરુને પારખી લેતાંજ,ઝુલણા ઝુલાવે મા અનેક
બાળપણ છોડી પગલી માંડતાં,સમજણનો લાગે સંગ
સોપાન લેતાં જીવને,માયા છુટી મળે મહેનતનો રંગ
…………ઉંમર કહે હું સાચી જ છું.
લાકડી હાથનોટેકો બનતાં,જીવનમાં શોધે દેહ સંતાન
આધાર બને જ્યાંલાકડી,ત્યાં અંગનો બદલાય છે રંગ
આંખો કહે હું ઉંમર વાળી,સમજી વિચારી પગલુ જાણી
જન્મ સફળની જોવી દોરી,પ્રભુ ભક્તિએ મળેછે એવી
………..ઉંમર કહે હું સાચી જ છું.
++++++++++++++++++++++++++++++++
January 3rd 2011
મળેલ સંબંધ
તાઃ૩/૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ મૃત્યુ સૌ કોઇ માણે,ના જાણે એ સહવાસ
કુદરતની આ એક લીલા,જે સંબંધથી મેળવાય
……..જન્મ મૃત્યુ સૌ કોઇ માણે.
જન્મનુ બંધન દેહ જાણે,જે કર્મનું બંધન કહેવાય
મળે માનવદેહ જીવને,જે સત્કર્મોથીજ ઓળખાય
માનવતાનીમહેંક મળતાંજ,જીવનો ઉધ્ધાર થાય
મુક્તિકેરા દ્વાર ખુલતાં,જીવથી પ્રભુ પ્રેમ મેળવાય
……..જન્મ મૃત્યુ સૌ કોઇ માણે.
પ્રાણી પશુનો દેહ મળતાં,અહીં તહીં દેહ ભટકાય
ભુખ તરસને મેળવતાં,જગમાં આધારને શોધાય
કેવી કરૂણતા આ દેહની,ના જાગૃત કદી રહેવાય
સહવાસ મળતા શાંન્તિમળે,જે દેહ છુટતાં દેખાય
……..જન્મ મૃત્યુ સૌ કોઇ માણે.
================================