January 2nd 2011
સાંઇને શરણે
તાઃ૨/૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મહેર થતાં પરમાત્માની,માનવ જીવન મળી ગયું
પાવન કરવા રાહમળી,ને સાંઇબાબાનું શરણુ થયું
…………મહેર થતાં પરમાત્માની.
ભક્તિ ભાવની જ્યોત ન્યારી,જો જીવનમાં દેખાય
મળે સંસ્કારનો સાથ જીવને,જન્મ સફળ થઈ જાય
શરણુ લીધુ સાંઇબાબાનું,ત્યાં દેહને સાચીરાહ મળી
માનવતાની મહેંકથીતો,પાવનકર્મની જ્યોત લીધી
………..મહેર થતાં પરમાત્માની.
શ્રધ્ધાનો શણગાર મળતાં તો,ના વ્યાધી જીવને રહી
મણકા માળાના હાથથી ફરતાં,સાંઇનામની ધુનમળી
ઉજ્વળ પ્રભાત પારખી લેતાં,સાંઇબાબાની કૃપાલીધી
પાવન પ્રેમની જ્યોત લેતાં,જન્મ સફળની રાહ મળી
…………મહેર થતાં પરમાત્માની.
************************************
January 1st 2011
થઈ ગયું
તાઃ૧/૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળી ગયો જ્યાં પ્રેમ જગતમાં,હૈયુ મારું ભરાઇ ગયું
આવી ગયો વિશ્વાસ જીવનમાં,જન્મસફળ થઇ ગયો
……….મળી ગયો જ્યાં પ્રેમ જગતમાં.
મોહમાયાના બંધન છુટતાં,મનને શાંન્તિ મળી ગઈ
તારું મારુંને દુરજ કરતાં,સધળું જીવનમાં મળી ગયું
આશા છોડતાં અપેક્ષાની ભઈ,આશીર્વાદે વરસીગયું
મળીગયો પ્રેમ પરમાત્માનો,સાચી ભક્તિ કરી લીધી
……….મળી ગયો જ્યાં પ્રેમ જગતમાં.
બંધ આંખે સ્મરણ કરતાં,ખોટી અપેક્ષાઓ ભાગી ગઈ
સંતાનને સંસ્કાર મળતાં,માબાપની માગણી ના રહી
તનને રાહત મનને શાંન્તિ,જીવન સંગે મળીજ ગઈ
જલાસાંઇની ભક્તિ સાચી,જન્મ સફળ આ થઈ જશે
………..મળી ગયો જ્યાં પ્રેમ જગતમાં.
===============================
January 1st 2011
જલાસાંઇને વંદન
તાઃ૧/૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજ્વળ જીવન પામી લેવા,કરું જલાસાંઇને વંદન
પ્રભાતે ભક્તિ કરી લઈને,સદા કરું નામનું સ્પંદન
……….ઉજ્વળ જીવન પામી લેવા.
જલારામની શ્રધ્ધા સાચી,જે મનમાં રાખી તાજી
અન્નદાનની રીત ન્યારી,થઈ જાય છે જીવો રાજી
ભક્તિદોર બતાવી સાચી,જે થાય નિર્મળ મનથી
આવે ખુદ પરમાત્માજ દ્વારે,મનથી થાય વિનંતી
……….ઉજ્વળ જીવન પામી લેવા.
સાંઇબાબા તો હતા પ્રેમાળુ,સૌ ભક્તોને પ્રેમ દેતા
ના ભેદભાવની ચાદરરાખે,નિર્મળઆંખે સૌને જોતા
અલ્લાઇશ્વર એક બતાવી,જીવન ઉજ્વળ એ કરતા
ભોલાનાથની દ્વ્રષ્ટી હતા એ,બાબા બાબા સૌ કહેતા
…………ઉજ્વળ જીવન પામી લેવા.
જલારામે જ્યોત દીધી ભક્તિની,સાંઈબાબાએ પ્રેમ
માનવ જન્મ સાર્થક કરવાને,ના રાખવો કોઇ વ્હેમ
મળશે માયા વણ માગેલી,જીવને જન્મ ત્યાં વળગે
ભક્તિ કરતાંજ છુટશે દેહ,હશે જ્યાં જલાસાંઇની ટેક
…………ઉજ્વળ જીવન પામી લેવા.
*********************************
December 31st 2010

Devikaben Dhruv (GSS)
અભિનંદન
તાઃ૩૧/૧૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાહિત્યનો સહવાસ મળતાં,અનંત આનંદ થાય
મળી જાય મને કેડી પ્રેમની,જ્યાં GSS મેળવાય
………..સાહિત્યનો સહવાસ મળતાં.
કેડી મળી મને ૨૦૦૧થી,જ્યાં લેખકો મળી જાય
એકબીજાનો સંગ લેતાં,ગુજરાતી ઉજ્વળ દેખાય
ભાષા પ્રેમીઓ કલમ પકડીને,લખતાં થયા લેખ
એક બે કરતાં હજારો થતાં,પુસ્તકો મળ્યા અનેક
…………સાહિત્યનો સહવાસ મળતાં.
અભિનંદન છે દેવીકાબેનને,પકડ્યો ૨૦૧૧નો દોર
આનંદ હૈયે અમને અનેક,મળશે જરૂર ભાષા પ્રેમ
ભાષા પ્રેમી મળતાં મીટીંગમાં,લાભ લેશેજ અનેક
ઉત્તમ આનંદ લેખકો લેશે,ને માણસે શબ્દોનો પ્રેમ
………..સાહિત્યનો સહવાસ મળતાં.
+++++++++++++++++++++++++++++++=
(GSS=Gujarati Sahitya Sarita,Houston)
December 31st 2010
વર્ષની વિદાય
તાઃ૩૧/૧૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સારુ નરસું જે થયું આ વર્ષમાં,ભુતકાળ એ થઈ જાય
નવા વર્ષના આગમને હ્યુસ્ટનમાં,હૈયે હૈયા મળી જાય
……….સારુ નરસું જે થયું આ વર્ષમાં.
ભુલ જગતમાં કોઇ નાકરે,તો એ માનવ ના કહેવાય
સરળતાના સોપાન મેળવવા,સ્વભાવ પણ બદલાય
મળી જાય ક્યાંક મહેંક માનવતાની,ભક્તિએ બંધાય
આવે આંગણે શાંન્તિ દોડી,એ જ ભાવના પણ રખાય
………..સારુ નરસું જે થયું આ વર્ષમાં.
સુખદુઃખ તો સંગાથે ચાલે,જીવનની ગાડી ચાલી જાય
રોકાય જો ગાડી જીવનની,પ્રભુ કૃપાએ જ સરળ થાય
વિદાયદેતા ૨૦૧૦ને આજે,પ્રેમ સૌનોય લઈજ લેવાય
મળશે પ્રેમનોભંડાર ૨૦૧૧માં,અપેક્ષા સૌનીએજ રખાય
……….સારુ નરસું જે થયું આ વર્ષમાં.
**************+++++++++++************
December 30th 2010
સાંઇનામ
તાઃ૩૦/૧૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાંઇનામનુ સ્મરણ કરતાં,જીવને શાંન્તિ થાય
ભજન કરતાં પ્રેમ ભાવથી,દેહનુ કલ્યાણ થાય
………..સ્મરણથી જન્મ સફળ થઈ જાય.
નિત્ય સવારે ધુપદીપથી,ઘર પણપાવન થાય
મોહમાયાના છુટે બંધન,ને કળીયુગ ભાગીજાય
સ્નેહની જ્યોતજલે સાંઇથી,ઉજ્વળ જીવનથાય
પ્રેમની કેડી મળી જતાં,પ્રભુશીવ ભોલે હરખાય
………. સ્મરણથી જન્મ સફળ થઈ જાય.
માળાહાથમાં સ્મરણ સાંઇનું,પ્રેરણાય મળી જાય
મતી જીવને મળે શ્રધ્ધાની,ત્યાં કર્મપાવન થાય
સાંઇનામના સ્મરણ માત્રથીજ,બાબા આવી જાય
દઈજાય દેહને આશીર્વાદ,જન્મ સફળ થઈ જાય
…………સ્મરણથી જન્મ સફળ થઈ જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%
December 29th 2010
ગુજરાતી પ્રેમ
તાઃ૨૯/૧૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કાન્તીભાઇ કહે કેમ છો,ને ભોગીભાઇ તો છે ભાવનાવાળા
સતીશભાઇનો સાગર પ્રેમ,ને મણીભાઇ મધુરવાણીવાળા
એવા આ ગુજરાતી ભઈ સારા,દઈદે પ્રેમ માગતા પહેલા
જીભ દીધી છે પરમાત્માએ,ને સાથે મન વચન ને વાણી
જન્મ લેતા સાથેજ આવે,ક્યાં વપરાય નાકોઇએ તે જાણી
શીતળતાનો સહવાસ કુટુંબમાં,ને ભાઇ ભાંડુમાં અતિ પ્રેમ
પળપળ પ્રેમને સાથેરાખી,સુખદુઃખમાં સાથે રહેછે હેમખેમ
એવી નિર્મળ ભાવના રાખી,ગુજરાતીજ જગમાં જીવે એમ
એવા આ ગુજરાતી ભઈ સારા,દઈ દે માગતા પહેલા પ્રેમ
મધુર મીઠી ભાષા અમારી,શબ્દે શબ્દમાં મળીજાય છે સુર
ૐ શબ્દથી પ્રેમ ઉભરે હૈયે,જે દઈ દે જીવને ભક્તિ ભરપુર
માનવતાને માણતા જીવો,સંગે રહેવા ના રહે કોઇથીએ દુર
કૃપાના વાદળ હમેશાં વહે,ને સંત સહવાસે ખુલે ભક્તિ દ્વાર
મુંઝવણ ભાગે આવતાપહેલાં,ને જીવને શાંન્તિ પળપળથાય
એવા આ ગુજરાતી ભઈ સારા,જીવનો જન્મ સાર્થક કરીજાય
*********************************
December 28th 2010
ચાર ચાંદ
તાઃ૨૮/૧૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હથેળીના ચાર ચાંદને તો,ના કોઇથીય જોવાય
સમય સંગે મહેનતલેતાં,અર્થ તેનોજ સમજાય
એવી જગતમાં આ લીલા,જે કુદરતની કહેવાય
……….હથેળીના ચાર ચાંદને.
જીવન મળતા જીવને,સંગે સદાચાર મળી જાય
આવતા આંગણે વડીલોના,આગમન પ્રેમે થાય
સંસ્કારની આકેડી જીવનમાં,પ્રથમ ચાંદ કહેવાય
મળી જાય આશીર્વાદથી,જે ગમે ત્યાં ના દેખાય
………..એવી જગતમાં આ લીલા.
વધતી જીવનની આશાઓને,સમજીને પુરી થાય
લાવે વ્યાધીને તાણીસંગે,એવી ઇચ્છા ના રખાય
સંતોષની કેડી મળતાં,હાથમાં બીજો ચાંદ દેખાય
જેને મેળવી લેતાં જીવને,સરળજીવન મળી જાય
…………એવી જગતમાં આ લીલા.
સોપાન ચઢવા જીવનના,દેહે ભણતરને પકડાય
શ્રધ્ધા રાખી મેળવી લેતાં,પાવન કર્મ થતા જાય
મળે જ્ઞાનની જ્યોત જીવનમાં,ત્રીજો ચાંદ દેખાય
લેખ લખેલા પાવન થાય,ને સન્માન મળી જાય
………..એવી જગતમાં આ લીલા.
દેહ જીવના આ બંધન મળે,જ્યાં લગી જન્માય
હોય પાપી કે પરોપકારી,ના કોઇનાથી છટકાય
ભક્તિકરી કૃપામેળવતાં,હાથે ચોથો ચાંદ દેખાય
રામનામનુ રટણ કરતાં,જન્મ સાર્થક થઈ જાય
……….એવી જગતમાં આ લીલા.
++++++++++++++++++++++++++++++
December 26th 2010
કુદરતની કળા
તાઃ૨૬/૧૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મધુર મહેંક ધરતીની મળે,ને સંગે પવનની લહેર
જન્મ સફળ લાગે જીવને,પાવન થાય જીવ અનેક
……….મધુર મહેંક ધરતીની મળે.
કરુણા સાગરની મળે કૃપા,ત્યાં મોહમાયા જાય દુર
શાંન્તિનો સહવાસ મળતાં,મન ભક્તિમાંરહે આતુર
મારું તારું ના કદીય વળગે,એ છે પ્રભુકૃપાના મુળ
આવીપ્રેમ મળેસ્નેહીઓનો,ધન્ય જીવન થાય મધુર
……….મધુર મહેંક ધરતીની મળે.
સુર્યોદયનો સાથ છેસૌને,જે ભજીલે પ્રભાતે પળવાર
કુદરતની આ અજબ કળા છે,જે સમજી લે એકવાર
જીવની એકઓળખ નિરાળી,દેહથી નાકદી સમજાય
અંતનજીક આવતાંદેહનો,કુદરતની કૃપાએ પરખાય
……….મધુર મહેંક ધરતીની મળે.
`-`-`-`-`-`-`-`-`-`-`-`-`-`-`-`-`-`-`-`-`-`-`-`-`
December 25th 2010
મારું તારું
તાઃ૨૫/૧૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ મળતા ઝગડો દીઠો,ત્યાં આ નાનોદેહ મુંઝાય
ક્યાંથી હું ફસાયો અહીં,સૌ મારું તારુંમાં જ ઝપટાય
………જન્મ મળતા ઝગડો દીઠો.
આંખ ખોલતા એ જુએ છે,માની આંખોમાં અશ્રુધાર
પિતાનો અવાજ ગુંજતો કાનમાં,ગણ ગણાતો જાય
સમજણના બે વાદળ છે,તોય તિરસ્કારને સમજાય
આંસુ જોઇ માતાનીઆંખમાં,બાળકને સમજાઇ જાય
………..જન્મ મળતા ઝગડો દીઠો.
સીડી માનવતાની પકડી,માણસાઇમાં જીવી એજાય
મહેનત મનથી કરી જીવતા,પ્રભુ કૃપાનેય મેળવાય
કદીકભુલથી મળીજાય ટેકો,તો જીંદગી આખી ટોકાય
મારું તારું માર્ગે મળતાં,આખુ જીવન નર્ક બની જાય
…………જન્મ મળતા ઝગડો દીઠો.
=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=