September 27th 2010
અદભુત કહેવાય
તાઃ૨૭/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દુરબીન લઇને દુનીયા જુએ,વાહનોથી માઇલો જવાય
પ્રભુ કૃપાને ના પરખાય કોઇથી,અદભુત એજ કહેવાય
………દુરબીન લઇને દુનીયા જુએ.
લાકડીનો ટેકો ને બલુનનીસફર,અહીંતહીં એ લઇ જાય
હદયને જોવા એક્ષરે શોધે,ને હવામાન ભઇ થર્મોમીટર
દવા છાંટીને એ માંકણ મારે,વરસાદથી બચે લઇ છત્રી
આધારની લીલા અવનીપરની,ના દેહને એ છોડવાની
………દુરબીન લઇને દુનીયા જુએ.
વિશાળ દુનીયા સૌને લાગે,પડે પરમાત્માની એક દ્રષ્ટિ
આકાશ પાતાળ ને ધરતી,એ જ અજર અમર છે સૃષ્ટિ
પાંદડું હાલે પ્રભુ કૃપાએ,ને પૃથ્વીએ સવાર સાંજ દેખાય
પરમાત્માને નાદીઠા કોઇએ,જગમાં અદભુત એ કહેવાય
………..દુરબીન લઇને દુનીયા જુએ.
==================================
September 26th 2010
સુખની શોધ
તાઃ૨૬/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પુષ્પ પાંદડી શીતળ એવી,અવનવી સુગંધ આપી જાય
મળતી મનનેશાંન્તિ,જે ગુલાબ,મોગરો કે કેસુડો દઇજાય
………પુષ્પ પાંદડી શીતળ એવી.
લાગણી હેત એ મનથીઉભરે,ના જગે તેમાંથી છટકાય
સુખની સીધી રાહ મળે જીવને,જ્યાં ભક્તિ રાહ દેખાય
નિર્મળ મળે સંસાર દેહને,કદીના આવે ત્યાં કોઇ ઉચાટ
જીવન મહેંકે માનવીનું,ને પાંદડીએ સુગંધ પ્રસરીજાય
………પુષ્પ પાંદડી શીતળ એવી.
સુખ એતો ભગવાનની લીલા,દેહ થકી એ મળી જાય
માનવ મનને મળે મુંઝવણ,દુઃખ ક્યાંથી આવી જાય
સમજણનો સહવાસ શોધતાં,માનવ જીવન પુર્ણ થાય
સુખની શોધમાંજ કાયમ રહેતાં,માનવતા ચાલી જાય
………પુષ્પ પાંદડી શીતળ એવી.
+++++++++++++++++++++++++++++++
September 25th 2010
શું કરુ?
તાઃ૨૫/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળી ગઇ માયાની સોટી,ટેકો સમજી ઝાલી લીધી
ડગલુ ભરતાં એક ના સમજાઇ,બીજે ટપલી ખાધી
……… મળી ગઇ માયાની સોટી.
કુદરતની આ કળા છે એવી,કળીયુગમાં મળી જાય
મનનીવાત મનમાંરહેતાં,ના કોઇથીએ કળી શકાય
સમજણ સીધી દુરજ રહેતાં,અધમ પધમ થઇજાય
વાતચીતની મુડી ખોતાં,મન મારું ઘરમાં અકળાય
…………મળી ગઇ માયાની સોટી.
જીવની જ્યોતને માણવા,ના કડી કોઇથી મેળવાય
અકળામણ જ્યાં આવે આંગણે,જીવન બગડી જાય
શું કરું શું કરુંની વિટંમણામાં,ભવ પણ ભડકી જાય
શાંન્ત મને વિચારકરતાં,અંતે ભક્તિપ્રેમ મેળવાય
……… મળી ગઇ માયાની સોટી.
=============================
September 24th 2010
મળેલ લકીર
તાઃ૨૪/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવન ઉજ્વળ પ્રેમ ઝંખે,જીવ જ્યાં દેહમાં જકડાય
પામરદેહને સાચી રાહમળે,જે જન્મ સફળ કરીજાય
…………જીવન ઉજ્વળ પ્રેમ ઝંખે.
મળતી મોહમાયા જગની,જ્યાં સગાંનેસંબંધી દેખાય
નિર્મળ દેખાતી આ દુનીયા,ભવોભવ મળતી જ જાય
મળે સંસ્કાર માબાપથી આદેહને,મનથી એ સમજાય
માન અને સન્માનસમજતાં,આજન્મ સફળ થઇ જાય
……….જીવન ઉજ્વળ પ્રેમ ઝંખે.
લકીર જ્ઞાનની ગુરૂથી મળતાં,આદેહને દોર મળી જાય
ઉજ્વળ જીવન કૃપા એ પામતાં,ભક્તિ સંગ થઇ જાય
દેહ દાનવ પરખાતા દેહને,મુક્તિની લકીર મળી જાય
અંત નિર્મળમળે આજીવને,જે પ્રભુ કૃપાને પામી જાય
………. જીવન ઉજ્વળ પ્રેમ ઝંખે.
++=++==++===+==+==++=+===+++===+=
September 23rd 2010
પાવન રસ્તો
તાઃ૨૩/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરદુઃખ ભંજન પરદુઃખ હારી,અજર અમર અવિનાશી
જગતજીવ પર છે બલિહારી,ભક્તિ સાચીએ મળનારી
…………પરદુઃખ ભંજન પરદુ”ખ હારી.
પ્રભાતે પુંજન અર્ચન સંગે,ઉજ્વળ જીવન એ કરનારી
મળે પ્રેમની માળાનામણકા,પળપળ શાંન્તિ એદેનારી
અવની પરના આગમનને જાણી,પાવન રાહ લેવાની
જલાસાંઇનુ શરણું મળતાં,જરૂર પ્રભુ કૃપાજ મળવાની
………પરદુઃખ ભંજન પરદુ”ખ હારી.
અંતરથી જ્યાંપ્રેમપ્રભુથી,દેહને પાવનરસ્તો મળવાનો
માયામોહના તુટે બંધન ત્યાં,ભક્તિ પથ પણ જડવાનો
અહંકારને આંબી લેતાં,આ દેહ નશ્વર ના ફરી જોવાનો
પ્રભુધામની પરખ મળતાં જ,જીવ ભક્તિ કરી લેવાનો
……….પરદુઃખ ભંજન પરદુ”ખ હારી.
=++++++=+++++++++=++++++++=++++++=
September 22nd 2010
અલબેલી ધરતી
તાઃ૨૨/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લાગણીનો તો દરીયો ઉભર્યો,ના પ્રેમની કોઇ છાલક
અવનવી આ દુનિયામાં ભઇ,ક્યાંથી આવ્યો માણસ
………..લાગણીનો તો દરીયો ઉભર્યો.
કળીયુગની આ કતાર લાંબી,પણ ના મળે કોઇ સાથ
સમજણસાચી શોધતાઅંતે,ડુબીગયો ભવમાં હું આજ
મનની મુંઝવણ લાંબી ચાલી,ના મળી શક્યો ઉપાય
અંતનાઆગમનને નિરખતા,વ્યર્થજન્મ આ થઇજાય
………..લાગણીનો તો દરીયો ઉભર્યો.
કદમ માંડતા પગલા મારા,ના દિશાનો છે અભ્યાસ
એક બે તો સમજી લીધા,પછી લપસી ગયાનો ભાસ
કૃપાની કેડીને નજીકલેતાં,ભાગી ભીતી મનથી આજ
ડગલુ પારખી ચાલતાં મને,હવે મળી ગયા સૌ સાથ
…………લાગણીનો તો દરીયો ઉભર્યો
==============================
September 21st 2010
તારી નજર
તાઃ૨૧/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નજર પડી મા તારી મુજ પર,પ્રભુ પ્રેમની પ્રીત લઇ
સાર્થક જીવનની કડીઅહીં,ઉજ્વળ રાહને મળતી ગઇ
……… નજર પડી મા તારી મુજ પર.
પ્રભાતના અણસારમાં,મારા મનથી ભક્તિ થતી ગઇ
દરેક માળાના મણકે મા,તારી કૃપા પણ મળતી થઇ
અંતરમા આનંદ અનેરો એવો,ના શબ્દે કોઇ સમજાય
સંતાન બની જીવન જીવતા,મા જીવન મારુ હરખાય
……..નજર પડી મા તારી મુજ પર.
શીતળ સ્નેહ મળે સૌનો,ના અપેક્ષા જીવનમાં રખાય
આશીર્વાદની વર્ષાએ તો,પળપળ જીવન મકેંકી જાય
સફળ જીવનને મળે સહારો,માતારી કૃપાય અપરંપાર
માતારી અમી દ્રષ્ટિ એક પડતાં,જન્મ મરણ ટળી જાય
………. નજર પડી મા તારી મુજ પર.
===============================
September 20th 2010
બારણે આવી
તાઃ૨૦/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ધીમેધીમે દોડતી આવી,સમયે હવે મને સમજાઇ
બારણે આવી છે ઇર્ષા મારે,લઇ મિત્રોનો સહવાસ
……….ધીમે ધીમે દોડતી આવી.
લાયકાતની લીધી પેન,ત્યાં લખાઇ ગયુ છે કંઇક
વાંચકોને ખુશીમળતાં,કલમ આગળ ચાલતી થઇ
એક બે કરતાં કરતાં,એ સૌનો પ્રેમ મેળવતી ગઇ
મિત્રોનો સહવાસ મળ્યો,એકબેને બાદ કરતાં ભઇ
……….ધીમે ધીમે દોડતી આવી.
ગળથુથીની ગાથાછે,જે નાકદી વર્તનથી બદલાય
છોને ઉભો અંબર પર,તોય ના ઇર્ષાને કદી છોડાય
લાગણી દેખાવ દુનીયા પર,અંતરથીએ ના દેવાય
શરમ શબ્દને ગળી જતાં,ભીખ માગતા એ દેખાય
………. ધીમે ધીમે દોડતી આવી.
==============================
September 19th 2010
તારા વિના
તાઃ૧૯/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંખોમાં ઉજાસ દીસે,જ્યાં તારા પ્રેમનો સહવાસ
બને દરેકપળ વિરહની,નેછે તારા વિના અંધકાર
……….આંખોમાં ઉજાસ દીસે.
ઉજ્વળ જીવનમાં કેડી મળે,ને ઉમંગ પણ વારંવાર
મળતા તારો સાથ જીવનમાં,દરેક પળને સચવાય
અંતરમાં ઉભરો આનંદનો,જે જીભથીય ના કહેવાય
તારા પ્રેમની એકકડીએ,સાગરને પણ તરી જવાય
…………આંખોમાં ઉજાસ દીસે.
મળ્યો મનેઅણસાર જીવનમાં,લીધો મેં એક ઉમંગ
મળી મને પ્રભાત ભક્તિની,જેનો અમૃત જેવો સંગ
આવી જીવનમાં શાંન્તિ,જ્યાં મને થઇ તારી પ્રીત
ભક્તિ તારો સંગ મળ્યો,આ કૃપાની અનોખી રીત
…………આંખોમાં ઉજાસ દીસે.
+++++++++++++++++++++++++++++
September 18th 2010
માથુ મટી ગયું
તાઃ૧૦/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શિયાળો કે ગરમ ઉનાળો,શરીર સાચવો જીવન જીવતાં
ખાણી પીણી સાચવી લેતાં,જીવને શાંન્તિ મળીજ રહેતાં
………શિયાળો કે ગરમ ઉનાળો.
વરસાદની વેળા ટાઢક લાવે,દઇ દે દેહને ભીની શાંન્તિ
દેહની વ્યાધી ના પાસેઆવે,જ્યાં મેઘરાજા મહેંર લાવે
ઉનાળાની વાત જ કરતાં,શરીર પરસેવે વ્યાકુળ લાગે
શિયાળાની પ્રકૃતિ જાણી,જેની વાત નાકોઇને કરવાની
……….શિયાળો કે ગરમ ઉનાળો.
ઠંડીઆવે જ્યાં દોડી અવનીએ,કપડાંથી દેહને લપેટાય
માથાનાવાળની રામાયણમાં,નાટોપીથી એને જકડાય
દુઃખતા માથાને કપાળે,લવીંગ તેલ ઘસીને બચાવાય
ના ગોળીની કોઇ જરૂર પડે,કે ના આડઅસર કોઇ થાય
……….શિયાળો કે ગરમ ઉનાળો.
===============================