September 17th 2010
મનની વાત
તાઃ૧૭/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આતો વાત અજબની ભઇ,ના સમજાય જગતમાં અહીં
કેવી કરુણાસાગરની આ લીલા,દેહને ક્યારેક દઇદે પીડા
……….આ તો વાત અજબની ભઇ.
સહવાસ અને સંગાથનો સંગ,લાવે જીવનમાં એ ઉમંગ
મળે મનને શાંન્તિ ત્યારે,લાવે જીવનમાં સુખ એ સાથે
અનેરો ઉભરો આવે જીવનમાં,મનને લાગે એજ પહેલો
વાતમનની કહેવાજેવી,આવે મિત્રો લઇને પ્રેમનીથેલી
……….આ તો વાત અજબની ભઇ.
અભિમાનમાં આળસઆવે,જીવનમાં એકલતા એ લાવે
સુખદુઃખની છે વહેંચણીએવી,માનવતાએ જીવવાજેવી
રહીજાય જ્યાં વાત મનનીમનમાં,દઇ જાય એ ભીતી
ના અણસાર ઉજ્વળતાનો,ને વેડફાય આ માનવજન્મ
………..આ તો વાત અજબની ભઇ.
==============================
September 16th 2010

श्री ए आर रहेमान
ताः१६/९/२०१० सप्रेम भेंट प्रदीप ब्रह्मभट्ट
(अल्लाह रक्खा रहेमान)
तेरे ह्युस्टनमे आनेसे रहेमान,हमे संगीतकी हेली मिलती है
खुल जातेहै खुशीयोंके द्वार,जब प्यारकी महेंफील खिलती है
कलाप्रेमकी हो जातीहै पहेचान,जहां सुरकी सरगम जुडती है
मिलता सच्चे दीलोसे प्यार,तब मिलती रहेम भी कुदरतकी
देखके ह्युस्टनमें रहेमानकासन्मान,खुशीसे आंखे भी भीगती है
करदे जबकृपा जगतके करतार,उज्वल राहे आमिल जाती है
अल्लाहने रक्खा रहेमानपे भरोसा,दे दीया संगीतको सन्मान
विश्वविहारी हो चले संगीतके संतान,लीये धजा कलाकी साथ
प्रदीपके दिलको खुशी मिली इतनी,ना शब्द है कोइ मेरे पास
यादहै हमारी तुमको दिलसे,होतारहे जगमें रहेमानका सन्मान
आकर देना प्यार कलाका हमको,जो दीया है आपको रहेमान
सच्चा प्यारही हमारा दिलसे,नाही है कोइ ओर हमारे अरमान
======================================
भारतके संगीतकी शान श्री ए आर रहेमान यहां ह्युस्टनमें कार्यक्रमके
लीये आये है उसी यादकी एक दोर ये गीतसे मे उसे प्रेमसे दे रहा हुं.
स्वीकार करना.
ली. प्रदीप ब्रह्मभट्ट (ह्युस्टन)
September 15th 2010
અરે વાહ.
તાઃ૧૫/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ટીકીટ લીધી મેં ડૉલરની,અને જીત્યો હું ડૉલર પાંચ
મહેનત મારી ભઇ પરસેવાની,મળી ગયા મને ચાર
………..ટીકીટ લીધી મેં ડૉલરની.
સમજીલીધું મેં મનથી,કે લૉટરી લેતાં જરુર જીતાય
મહેનતકરતાં આ આગળેપડે,ના શરીરને દુઃખથાય
જોબથીઆવતાં હવે ટેવપડી,ટીકીટ દરરોજ લેવાય
આજે નહીંતો કાલેમળશે,તેમ સમજી નાણાં ખર્ચાય
અરે વાહ એક ખર્ચતા દસ મળે,સારુ એતો કહેવાય
………ટીકીટ લીધી મેં ડૉલરની.
અચાનક અણસાર મળ્યો,મેં કેટલા ખર્ચ્યા આ સાલ
પગારઆપે મને કલાકનો,ને ખર્ચુ દસ ને મળે પાંચ
લૉટરીની લાલચમાંરહેતા,ગુમાવ્યા મળ્યાથી વધાર
લાલચમાયા હતી નાંણાની,અંતે મળીગયો અણસાર
અરે વાહ લત લૉટરીની છુટતાં,બચ્યા ડૉલર અપાર
……….ટીકીટ લીધી મેં ડૉલરની.
$#$#$#$#$#$#$#$#$#$#$#$#$#$#$#$#$#$
September 14th 2010
પેટ કે……
તાઃ૧૪/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવ દેહને તો વ્યાધીઓ બહુ,સમજ ના આવે સૌ
એકને પટાવુ લાંબાગાળે,ત્યાં બીજીની વાત ક્યાં કહુ
……….માનવ દેહને તો વ્યાધીઓ.
શીતળ મળતીતી લહેર મને,મળ્યો દેખાવનો દરીયો
આવી આંગણે ઉભો રહ્યો એ,ચારે કોર મારી એ ફરતો
સર્જનહારની આ લીલા ભઇ,ત્યારે ના મળે કોઇ રસ્તો
અનહદ આવી મળે દેહને,ત્યારે એ નાપચાવી શકતો
………માનવ દેહને તો વ્યાધીઓ.
અતિનો છે અણસાર બુધ્ધિને,નાદેહ એ સમજી ચાલે
હદનીદીવાલ જ્યાં ઓળંગે,ત્યાં નાશરીર થોડુંય હાલે
અન્ન પારકુ પણ ના પેટ,મોંએ ખાધેલુ પચાવી જાણે
ના દીઠાનુ મળેલ જાણો,ત્યાં ના પેટ પટારાને તાણે
………માનવ દેહને તો વ્યાધીઓ.
==============================
September 13th 2010
હવામાનની હવા
તાઃ૧૩/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઠંડી ગરમીના આ આવાસમાં,ના કોઇ રખાય ભરોસો
ક્યારેઆવે તાપ ને ક્યારેઠંડી,એતો કહીજાય પરસેવો
………ઠંડી ગરમીના આ આવાસમાં.
સવારે દેખાય તાપ મઝાનો,ને બપોરે તો ઘેરાવાદળ
સંધ્યાકાળે દેખાય સુરજઆછો,કહે હવે જઉ હું આગળ
મેઘ ગર્જના કરી જાય આકાશે,ટીપુંય પડે ના ઝાકળ
એવી લીલા કુદરતનીઅહીં,ના હલેય આંખની પાંપણ
………ઠંડી ગરમીના આ આવાસમાં.
ડગલુ માંડવા વાહન જોઇએ,ને હવામાન સપ્તાહનું
બતાવે જનતાને વ્હેલુટીવીએ,રડાર ચલાવીને નાચે
દેખાય દુનીયામાં આગળ,પણ ના કુદરતની આગળ
હવામાનની હવા બદલાતા જ,પડી જાય એ પાછળ
………ઠંડી ગરમીના આ આવાસમાં.
###############################
September 12th 2010
ક્યાંથી મળે?
તાઃ૧૨/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દોડુ દીવો હાથમાં લઇને,ને છાપરે ચઢી હું પોકારું
પ્રેમ ને આશીર્વાદની વર્ષા,ક્યાથી મળે ના જાણું.
……..દોડુ દીવો હાથમાં લઇને.
આવ્યો અવનીએ દેહ લઇ,છે જન્મમરણના બંધન
મુક્તિ,માયા કે કર્મધર્મ,એ જીવની ગતીના સ્પંદન
લાગી જીવને જગની માયા,ના જડે મુક્તિની રીત
આજકાલની ઝંઝટમાંશોધુ,ક્યાંથીમળે પ્રભુની પ્રીત
……….દોડુ દીવો હાથમાં લઇને.
અભિમાનની ચાદર મળી,ઓઢી ફરતો હું ચારે કોર
માનુ કે મને મળી ગયું બધુ,ના મારે કોઇની જરૂર
અહંમઆવ્યો આંગનેમારે,ભાગીગયા સૌ સ્નેહી દુર
પસ્તાવાની મળીકેડી,શોધુ ક્યાંથીમળે પ્રેમભરપુર
……….દોડુ દીવો હાથમાં લઇને.
===============================
September 11th 2010
સ્નેહની કાંકરી
તાઃ૧૧/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમનો પત્થર પડે દેહપર,ના ઉચકાય એ કોઇથી
મળે સ્નેહની નાની કાંકરી,ઉજ્વળ જીવન ત્યાંથી
………પ્રેમનો પત્થર પડે દેહ પર.
દેખાવનો ઉલેચે દરીયો,ને છે હાથમાં નાની સોટી
ઝેરની છોને વિશાળ નહેર,પણઉત્તમ અમૃતનુંટીપુ
માગે નામળતી પ્રેમની કેડી,છોને હોય મોટી સીડી
સાચાપ્રેમની એક કાંકરીએ,મળે જીવને સાચી કેડી
……….પ્રેમનો પત્થર પડે દેહ પર.
દુનીયાની છે શીતળમાયા,જે વળગે છે આકાયાને
એક જ કેડી સીધી મળતાં,મહેંકે જીવન સાથી સંગે
નિર્મળ જીવન ભક્તિ સંગે,દેહને સભાનતા દઇજાય
મૃદુ જીવનમાં પ્રેમ મળે,જે જીવન સાર્થક કરી જાય
………પ્રેમનો પત્થર પડે દેહ પર.
===============================
September 10th 2010
સુગંધ
તાઃ૧૦/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુગંધ પ્રેમનીપ્રસરે જગતમાં,માનવતા મહેંકી જાય
સ્નેહ પ્રેમની આ સાંકળથી,વિશ્વે શાંન્તી પ્રસરી જાય
……..સુગંધ પ્રેમની પ્રસરે જગતમાં.
કેડી જીવનની સરળ પ્રભુથી,જો મળી જાય સહવાસ
આંગળી એતો ટેકો છે,જે જીવનને દઇજાય અણસાર
પ્રસરે જીવનમાં સુગંધ ભક્તિની,મળી જાય સન્માન
ઉજ્વળબને દેહથીજીવન,ના પડાય મોહમાં પળવાર
……..સુગંધ પ્રેમની પ્રસરે જગતમાં.
મળે સુગંધ મોગરાની ઘરમાં,સંત જલારામ હરખાય
પ્રસરેસુગંધ ગુલાબનીજ્યાં,ત્યાંસાંઇબાબા આવી જાય
મળીજાય જ્યાં મહેંક પ્રેમની,ત્યાં માણસાઇ મેળવાય
મળે સહવાસ સંસ્કારનો સંગે,જીવન ત્યાં મહેંકી જાય
……..સુગંધ પ્રેમની પ્રસરે જગતમાં.
+++++++++++++++++++++++++++++
September 9th 2010
સહારાની સમજ
તાઃ૯/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કથ્થક ભાંગડા કરતોતો,ત્યાં પગે મોચ આવીગઇ
ક્યારે બદલે સમય જીવનને,સહારે સમજાયુ ભઇ
……….કથ્થક ભાંગડા કરતો તો.
હિંમત રાખી કસરત કરતો,શરીર સારું રાખવા અહીં
લાંબુ દોડી પગને મજબુત કરતો,સીધુ ચાલવા ભઇ
મનથી હિંમત રાખી કરતો,તનની ચિંતા કરતો નહીં
મનની સાથે તન મજબુત,સહારાની જરુર મારેનહીં
……… કથ્થક ભાંગડા કરતો તો.
અહમ ને આબરૂ ના ચાલે સાથે,બંન્ને દુર ચાલે ભઇ
એક મળે મનથીદેહને,જે જીવનમાં લાબું ચાલે નહીં
લાયકાત મેળવતા જેમળે,તેને આબરૂ કહેવાય અહીં
મળેદેહને લાયકાતે આબરૂ,અહંમતો સહારો માગે ભઇ
……..કથ્થક ભાંગડા કરતો તો.
દેહમળેલ જીવને,સહારો સાર્થક જીવનમાં મળી જાય
ટેકો એ આધાર બને જીવનમાં,ના આરો કોઇ દેખાય
તુટેલા પગને ટેકો લાકડીનો,જે જરૂરી સહારો કહેવાય
સાચી સમજ એ સહારાની,સમય આવે જ સમજાય
………કથ્થક ભાંગડા કરતો તો.
૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦
September 8th 2010
દુર ભાગે
તાઃ૮/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતપર જીવનુ અસ્તિત્વ એદેહ છે જેને આંખોથી જોઇ શકાય છે
અને આંખોથી જોઇ શકાય એ જ પરમાત્માની લીલા પણ છે.પણ
ઘણું એવુ પણ છે જેનો અનુભવ થાય અથવા તો અનુભુતી થાય.
નીચેની બાબતો વિચારવા જેવી લાગતા વિચારવા મુકુ છુ.
***વાંચી વિચારજો અને તેનો જવાબ તમારા વિચારને આપજો.
૧. જ્યારે માનવીને સાચી સમજ આવે ત્યારે જ કુબુધ્ધિ દુર ભાગે.
૨. જ્યારે ભણતરને મહત્વ અપાય ત્યારે જ અભણતા દુર ભાગે.
૩. જ્યારે મન મોહ માયામાં પરોવાય ત્યારે જ સંસ્કાર દુર ભાગે.
૪. જ્યારે સંયંમ નારહે ત્યારે જ ભગવું પહેરનાર નારીથી દુર ભાગે.
૫. જ્યારે માતાના દુધની કદર ના કરી શકાય ત્યારે તેને સન્માનથી દુર રાખે.
૬. જ્યારે મહેનત કરી કમાવાની તાકાત ના હોય ત્યારે સંસારથી દુર ભાગે.
૭. જ્યારે માનવી જેને ભગવાન બનાવે તેને દાન પેટીથી ભીખ માગવા માટે
ભગવાનો સહારો આપી સાચા જ્ઞાનીઓથી દુર રાખે.
૮. જ્યારે પરમાત્માની સાચી ઓળખ થાય ત્યારે તે જીવથી ભીખ માગવાના
રસ્તાઓ દુર ભાગે.
૯. જ્યારે પ્રભુની સાચી ઓળખ જીવને થાય ત્યારે ઘરમાં ભક્તિ થાય કળીયુગી
મંદીર દુર ભાગે.
૧૦. જ્યારે જીવને પરમાત્માની કૃપા મળે ત્યારે જન્મ મરણ દુર ભાગે.
૧૧. જ્યારે માબાપની આજ્ઞાને માથે ચઢાવાય ત્યારે જ દુઃખ દુર ભાગે.
૧૨. જ્યારે મા થકી જીવને દેહમળે ત્યાર બાદ સૌ પ્રથમ તેને વંદન કરતાં
આશીર્વાદથી જ વ્યાધીઓ દુર ભાગે.
૧૩. જ્યારે માતાથી સંસ્કાર અને પિતાના આશીર્વાદ મળે ત્યારે આવતી બધી
વ્યાધીઓ દુર ભાગે.
અને છેલ્લે
૧૪. જ્યારે સાચા સંતનુ માર્ગદર્શન મળે ત્યારે જ દેખાવની ભક્તિ દુર ભાગે.
++++++++++++++++++++++++++++++++++++++++++