September 8th 2010

ભક્તિ પ્યાલો

                        ભક્તિ પ્યાલો

તાઃ૮/૯/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ સ્નેહ ભરેલી દુનીયા,છે ઉજ્વળ જીવન સંગે
ભક્તિ પ્યાલો મળે કૃપાએ,રંગીદે જીવને ભક્તિ રંગે
                      ………શીતળ સ્નેહ ભરેલી દુનીયા.
મળે કૃપા ભક્તિ સંગે,જેમ મળે દેહને પાણી ઘુંટેઘુંટે
તરસે જીવ મુક્તિ કાજે,જે માનવ જન્મ ભક્તિ સંગે
મળીજાય જલાસાંઇથી ભક્તિ,જીવને છોડાવે ધરતી
આવી આંગણે કૃપા મળે,જે અંતે જીવને દઇદે મુક્તિ
                      ………શીતળ સ્નેહ ભરેલી દુનીયા.
પ્યાલો અમૃતનો પીલેતાં,જગે મૃત્યુ દેહથી ભાગેદુર
ઝેરનો પ્યાલો મળીજાય,તો જીવન બને ત્યાં ભંગુર
આધાર દેહનો જીવ છે,જે જન્મમરણથી જ સહવાય
જગતપિતાની દ્રષ્ટિ લેવા,ભક્તિ પ્યાલો જ પીવાય
                      ………શીતળ સ્નેહ ભરેલી દુનીયા.

-===============================

September 7th 2010

ઇર્ષા આવી

                           ઇર્ષા આવી

તાઃ૭/૯/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

અહંમનો દરીયો વિશાળ છે,જે મનને નવરાવી જાય
સ્પર્શી જાય જેમાનવીને,તેનીઇચ્છા કદી પુરીનાથાય
                          ………અહંમનો દરીયો વિશાળ છે.
બારણુ એ ખખડાવતી ફરે,ને ભોળા મનને વળગીજાય
માનવીમન જો નાવિચારે,તો આજીંદગી વેડફાઇ જાય
એક સંભાળતા બગડે બીજુ,ને ત્રીજાનો ના કોઇ વિચાર
ઇર્ષા જગમાં એવી છે ભઇ,જે તમને કરી જાય બરબાદ
                          ……….અહંમનો દરીયો વિશાળ છે.
કલમને બંધન કક્કો બારાખડી,જે બુધ્ધિએ જ સમજાય
મળીજાય ત્યાં માનવતા,જ્યાં જીવપર કૃપામાની થાય
નિર્દોષ ભાવને પારખતાં,પ્રભુથી નિર્મળતાય મેળવાય
ઇર્ષા ભાગે દુર બારણેથી,ત્યાંતો સંગાથીઓ મળી જાય
                          ……….અહંમનો દરીયો વિશાળ છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

September 6th 2010

અમુલ

                               અમુલ

તાઃ૬/૯/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના માનવીની તાકાત જગતમાં,શોધી શકે કોઇ મુલ
શ્રધ્ધા ભક્તિ અને વિશ્વાસ,અવની પર એ છે અમુલ
                  ……….ના માનવીની તાકાત જગતમાં.
સાચીશ્રધ્ધા મનથીરાખી,કોઇપણ કામને હાથ દેવાય
રાહત રાખી સરળતાસંગે,એ કામ પુરણ કરી જવાય
મહેનત દેહથી ને નિર્મળ ભાવે,જ્યાં સંગ સ્નેહે થાય
થઈ જાય એ કામ જગતમાં,જેને અમુલ કહી શકાય
                   ………ના માનવીની તાકાત જગતમાં.
જીવને મળેલ ઝંઝટએવી,નાદેહ થકી કોઇથી છોડાય
સમજ સાચી મનનેમળતાં,ભક્તિનો સંગ છે લેવાય
ભક્તિનો સંબંધ તો જીવને,મુક્તિનો માર્ગ દઈ જાય
અંતરથી જે થાય ભક્તિ જીવથી,અમુલ તે કહેવાય
                  ………ના માનવીની તાકાત જગતમાં.
મનને રોકી વિચારકરતાં.અનેક રસ્તાઓ મળી જાય
સંયંમનો  સહવાસ મેળવતાં,સૌકામ સરળ થઈજાય
વિશ્વાસની આ કેડી પકડતાં,અડચણ દુર ભાગી જાય
મળી જાય સફળતા જગમાં.અમુલ તેને છે કહેવાય
                  ……..ના માનવીની તાકાત જગતમાં.

*************************************

September 5th 2010

સંસ્કારી જીવન

                        સંસ્કારી જીવન

તાઃ૫/૯/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

માબાપથી મળતા સંસ્કારે,પાવન જન્મ કરી જવાય
પિત્તળસોનુ પારખીલેતાં,અનેક જીવોને પ્રેરણા થાય
                            ………માબાપથી મળતા સંસ્કારે.
મમતા માની તરસી રહે,જ્યાં બાળક ઘોડીયે ઝુલાય
ઉંઆ ઉંઆ સાંભળવા માતા,પારણા પાસે બેસી જાય
દેહનાબંધન છે અનોખા,પાપાપગલીથી માને દેખાય
ઉજ્વળ આવતીકાલ બને,જે સંસ્કાર માતાથી લેવાય
                           ……… માબાપથી મળતા સંસ્કારે.
મહેનત સાચી મનથી કરતાં,ત્યાં સફળતાને સહેવાય
આશીર્વાદ મળતાં વડીલના,તકલીફો સૌ ભાગી જાય
શ્રધ્ધાથી ભક્તિ કરતાં,જીવ પર પ્રભુ કૃપા થઇ જાય
સંસ્કારી જીવન જીવતાંતો,આ જન્મ સફળ પણ થાય
                            ……….માબાપથી મળતા સંસ્કારે.

==============================

September 4th 2010

જીવની જરૂરીયાત

                  જીવની જરૂરીયાત

તાઃ૪/૯/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાપાપગલી ચાલતા દેહને,આંગળી પકડી ચલાવાય
સમયે જરૂરીયાત મળીજતાં,જન્મ સાર્થક કરી જવાય
                         ………પાપાપગલી ચાલતા દેહને.
મળે દેહ અવનીએ માનવીનો,જીવને તક મળી જાય
માનો પ્રેમ મળે બાળપણમાં,સંસ્કાર સિંચન થઇ જાય
સંગ મળે જ્યાંમહેનતનો,ત્યાં પિતાનોપ્રેમ મળી જાય
ઉજ્વળ સોપાન બને જીવનના,વ્યાધીઓ ભાગી જાય
                         ……….પાપાપગલી ચાલતા દેહને.
જુવાનીના દ્વારખુલે ત્યાં,સહવાસની જરૂરીયાત દેખાય
સાચો પ્રેમ અને મળે સાથ,ત્યાં પગથીયા પ્રેમે ચઢાય
માગતાપહેલાં મળેમાગણી,એ જીવના સંસ્કાર કહેવાય
મન કર્મ વચન ને સાચવતાં,સૌ કામ સરળ થઇ જાય
                         ………..પાપાપગલી ચાલતા દેહને.
ધડપણ આવે બારણે,ત્યા જરૂરીયાત દેહની વધી જાય
બાળપણ ને ધડપણ સરખા,એ તો ટેકાથી દેહને દેખાય
માયા છોડવા જીવની,ભક્તિ સાચી જરૂરીયાત કહેવાય
મળે કૃપા પ્રભુની જીવને,ત્યાં પુરી જરૂરીયાતો થઇ જાય
                           ……….પાપાપગલી ચાલતા દેહને.

=============================

September 3rd 2010

જન્મ થયો

                        જન્મ થયો

તાઃ૩/૯/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતના કરેલા ન્યાયમાં,નાકોઇ ભેદભાવનો મોલ
રાજા હોય કે ગરીબ કોઇ,કરે ન્યાયનોસાચો એતોલ
                          ………કુદરતના  કરેલા ન્યાયમાં.
નીર નદીના નિર્મળ હોય,ત્યાં નિર્મળતા વહી જાય
પડે ઝેરનું ટીપુ એક જળમાં,સંહાર દેહનુ કરતુ થાય
અતિનો જ્યાંઅણસારમળે,ત્યાં મુળ પ્રભુથી પકડાય
ગંગાના અમૃતજળથી,ઝેરનોનાશ સદંતર છે કરાય
                           ………કુદરતના  કરેલા ન્યાયમાં.
રાવણની ભક્તિ અનેરી,સૌ પ્રભુ કૃપાથી મળી જાય
અહંકારના વાદળ જોતાં,શ્રી રામનો અવતાર થાય
કંસની અતુટ નીતિથી,માનવ નરનારી ત્રાસી જાય
જન્મ થયો શ્રી કૃષ્ણનો,ગોકુળગામ પાવન થઇ જાય
                           ………કુદરતના  કરેલા ન્યાયમાં.

+++++++++++++++++++++++++++++

September 2nd 2010

સદબુધ્ધિ

                             સદબુધ્ધિ

તાઃ૨/૯/૨૦૧૦                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

સદબુધ્ધિની સોટી પડતાંજ,કુબુધ્ધિ તો ભાગી જાય
નાઆરો કે ઓવારો રહેતાં,બીજી મતી શોધતી થાય
                          ………સદબુધ્ધિની સોટી વાગતાં.
જીવન જીવતા દેહને જગમાં,ઘણી કડીઓ છે દેખાય
કઇ કડી ક્યારેવળગે કે મળે,એ કોઇથીય ના કહેવાય
માનવતાની કેડી જગતમાં,ઉજ્વળ જીવન કરી જાય
ભક્તિનાસહવાસને કાજે,પવિત્ર જીવને તેમળી જાય
                          ………સદબુધ્ધિની સોટી વાગતાં.
મહેનત મનથી કરતાં દેહે,યોગ્ય ફળ પ્રેમે મેળવાય
સદબુધ્ધિના સહવાસથી,ઝાઝા હાથ પણ મળી જાય
નાટેકાની કોઇ જરૂરપડે દેહને,જ્યાં કૃપા પ્રભુની થાય
ઉજ્વળ જીવન બની રહે,ને જીવ મુક્તિ એ જ દોરાય
                          ………સદબુધ્ધિની સોટી વાગતાં.
કુબુધ્ધિ આવે જો ઓટલે,તો ખેદાન મેદાન થઇ જાય
સમજ ના પડે માનવીને,જે દુષ્ટ મતીએ  દોરી જાય
સમજણનો સહવાસ મળે,ત્યાં જન્મ સફળ થઇ જાય
પળેપળને સાચવીચાલતાં,ના ખાડોખબડો મળી જાય
                         ……….સદબુધ્ધિની સોટી વાગતાં.

===============================

September 1st 2010

શીતળા-સાતમ

                         શીતળા-સાતમ

તાઃ૧/૯/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર શ્રાવણ માસમાં,જગતના હિન્દુધર્મી ખુશ થાય
આવી આંગણે પ્રભુકૃપા મળે,જે ધર્મપ્રેમથી મળી જાય
                                ………પવિત્ર શ્રાવણ માસમાં.
સોમવારની દરેક સવારે,શિવલીંગે દુધ અર્ચન થાય
ભોલેનાથની કૃપા મળે,મા પાર્વતીને ધુપદીપ કરાય
તુલસીજીના પાન સાથે,શીવજીને પ્રસાદ પ્રેમે ધરાય
ઉજ્વળ રાહ મળે જીવને,જ્યાં શ્રાવણે એક ટંક જમાય
                              ……….પવિત્ર શ્રાવણ માસમાં.
શ્રાવણ માસની વદ સાતમે,શીતળા માતાને પુંજાય
અગ્નિ દેવની કૃપા પામવા,આજે રાંધેલુ ના ખવાય
મળે જીવનમાં શીતળતા,ત્યાં જન્મ સફળ થઇ જાય
વરસે કૃપા કર્તારની જીવ પર,વ્યાધી સૌ ટળી જાય
                            ………..પવિત્ર શ્રાવણ માસમાં.
ભક્તિભાવ એ બુધ્ધિસંગે,ને કૃપા જીવસંગે સહેવાય
દેહને સંબંધ કર્મના જગમાં,જે જન્મ મળતા દેખાય
પવિત્રમાસની સાચી ભક્તિ,મુક્તિતણા ખોલે છે દ્વાર
આગમન વિદાયએ જીવનાબંધન,કૃપાએ છુટી જાય
                             ……….પવિત્ર શ્રાવણ માસમાં.

==+++++++==+++++++==+++++++==

August 31st 2010

અતિની અસર

                          અતિની અસર

તાઃ૩૧/૮/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

દુનિયા પરના દેહને જોતા,માનવ દાનવ ના પરખાય
નિર્મળ દેહે અતિ સહવાતા,જગે સાચી ઓળખાણ થાય
                           ………. દુનીયા પરના દેહને જોતા.
પરમાત્માની પ્રકૃતિને,ના જગતમાં દેહ થકી સમજાય
ભક્તિસંગ રાખતા જીવનમાં,અનંત શાંન્તિ મળી જાય
અતિના આગમને દેહ,પ્રેમ,પૈસો ને માયામાં લબદાય
સ્નેહ સંબંધને વર્તન બદલાતા,ભવેભવ ભટકતો થાય
                            ………દુનીયા પરના દેહને જોતા.
સરળ સીધી દ્રષ્ટિ પ્રભુની,સતકર્મી જીવો દુઃખી દેખાય
અતિવાયરો બને વાવાઝોડુ,ને અતિ વર્ષા મેધતાંડવ
જળ બંબાકાર ધરતી દીસે,ને લાગે અગ્નીદેવથી આગ
અતિના અણસાર માત્રથી,માનવી ભીખારી થઇ જાય
                            ………દુનીયા પરના દેહને જોતા.
અતિ અન્ન ને ઉપવાસથી,દેહને દવાખાનુ મળી જાય
અતિનો આગ્રહ કળીયુગે સ્વાર્થનાસહવાસે જ લેવાય
જરૂરતનો જ્યાં ડંડો હટે,દોસ્ત દુશ્મન બનીને ભટકાય
નામળે અણસાર કે ક્યારે,અતિની અસરનોઅંત થાય
                            ………દુનીયા પરના દેહને જોતા.

++++++++++++++++++++++++++++++++

August 30th 2010

શિવજીપ્રેમ

 

 

 

 

 

 

 

 

 

                                  શિવજીપ્રેમ

તાઃ૩૦/૮/૨૦૧૦                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

અંતરથી મળતા પ્રેમને જગતમાં,ના કોઇથીય જોઇ શકાય
શિવજી પ્રેમ મળતા જીવથી,મોક્ષના દ્વારને ખુલતા જોવાય
                                    ……… અંતરથી મળતા પ્રેમને.
મળતી કૃપા જગતમાં સાચી,જેને દેહ મનથી અનુભવાય
પુંજન અર્ચન શ્રધ્ધાથી કરતાં,ભક્તિ પ્રેમને પામી જવાય
શીતળ શ્રાવણમાસના સોમવારે,પ્રભુ શિવજીની પુંજાથાય
મોહમાયા કળીયુગના છુટતાં,માતા પાર્વતીજી રાજી થાય
                                     ………અંતરથી મળતા પ્રેમને.
પવિત્ર માસમાં શ્રધ્ધા સ્નેહે,ૐ નમઃશિવાય જ્યાં સ્મરાય
જન્મમરણના ત્યાં છુટેબંધન,ને જીવ અંતે મુક્તિએ દોરાય
ભાગ્ય વિધાતાની સ્નેહવર્ષાએ,જીવનુ ભાગ્ય બદલાઇજાય
માગંગાના અમૃતજળથી,જગના સૌ બંધનથી છુટી જવાય
                                    ……….અંતરથી મળતા પ્રેમને.

*************************************

« Previous PageNext Page »