August 11th 2010
સંતોષી મા
તાઃ૧૧/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કરુ આરતી મા સંતોષીની,ભક્તિ પ્રેમની લઇ
ધુપદીપને અર્ચનાકરતો,વંદુ માને ચરણે જઇ
……….કરુ આરતી મા સંતોષીની.
નિત્ય સવારે વંદી માને,પ્રેમે દીવો કરુ હું અહીં
નિર્મળ પ્રેમ મળતો જગતમાં,માની કૃપાને લઇ
ઉજ્વળ જીવન દેજો માડી,જીભે મધુરવાણી દઇ
સુખદુઃખમાં સંભાળજો મા,આજીવને બચાવીલઇ
………કરુ આરતી મા સંતોષીની.
સ્મરણ કરતાં ઓમાડી તારું,ઘરમાં હું ભજન કરું
દેજો મા સહવાસ જીવનમાં,ભક્તિ ભાવથી સ્મરું
કરુણાકારી મા અતિ દયાળુ,પ્રેમે ધુપ અર્ચન કરું
સ્વીકારી ભક્તિને વંદના,ઉજ્વળ જીવન હું માગુ
……….કરુ આરતી મા સંતોષીની.
============================
August 10th 2010
મોગરાની મહેંક
તાઃ૧૦/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મીઠી મહેંક મોગરાની મળતાં,પ્રભુ કૃપા વરતાય
શીતળતાની આ સીડીએતો,જીવન ઉજ્વળ થાય
……..મીઠી મહેંક મોગરાની મળતાં.
સુવાસ મળતાં દેહને,મનને અનંત શાંન્તિ થાય
બંધ આંખ રાખી મહેંક મળે,ત્યાં સ્વર્ગ મળી જાય
સુગંધ પ્રસરતાં નસનસમાં,આજગની ઝંઝટજાય
પરમાત્માની દીવ્ય દ્રષ્ટિએ,જન્મ સફળ થઇજાય
…….. મીઠી મહેંક મોગરાની મળતાં.
શીતળ જીવન સહવાસથી,જે પ્રાર્થનાએ દેખાય
મનને શાંન્તિ મળી જાય,ને તનને મળે વિશ્રામ
મોગરાની મહેંક મળતાં,વિરપુર યાદ આવીજાય
ઝુંપડી જલાબાપાની જોઇ,માનવતા મળી જાય
……..મીઠી મહેંક મોગરાની મળતાં.
*********+++++++*********+++++++
August 10th 2010
આવ્યો શ્રાવણ
તાઃ૧૦/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવ્યો શ્રાવણ શીતળતા લઇ,સાથે ભક્તિનો સથવાર
મળે જગે કરુણાઅપાર,જ્યાં મળીજાય પ્રભુનો દરબાર
………..આવ્યો શ્રાવણ શીતળતા લઇ.
ધર્મ ધ્યાનને પુંજન અર્ચન,પ્રેમે ઘરમાં જ ભક્તિ થાય
શાંન્તિનો સહવાસ જીવનમાં,જે પ્રભુ કૃપાએ મળી જાય
નિર્મળજીવન બનેસહવાસે,એ સાચી ભક્તિથી મેળવાય
શ્રાવણમાસની આ નિર્મળભક્તિએ,જીંદગી પાવન થાય
………..આવ્યો શ્રાવણ શીતળતા લઇ.
સોમવારે શંભુની પુંજા,ને મંગળવારે ગજાનંદને પુંજાય
બુધે મા અંબાની ભક્તિ,ને ગુરુવારે જલાસાંઇને ભજાય
શુક્રવારે માસંતોષીની પુંજા,ને શનીએ હનુમાન પુંજાય
માતા દુર્ગામાં રવિએ શ્રધ્ધા,જે સાચી ભક્તિએ લઇજાય
………..આવ્યો શ્રાવણ શીતળતા લઇ.
સંસ્કાર સિંચન માબાપના,એતો આશિર્વાદે મળી જાય
પવિત્રમાસની પાવન ભક્તિએ,વ્યાધીઓ ભાગી જાય
નાઆવે આધી કે વ્યાધી,એતો પ્રભુ કૃપાએ ટળી જાય
સાર્થક જીવને જીવન મળે,ના જગે કોઇથી એ દેવાય
……….આવ્યો શ્રાવણ શીતળતા લઇ.
=++++++++++++++++++++++++++++=
August 9th 2010
બંસીનાદ
તાઃ૯/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મધુર શીતળ નાદ મળે,જ્યાં આંગળીઓ ફરીજાય
આ તરંગ હવાના સાંભળીને,માનવી મન મલકાય
………મધુર શીતળ નાદ મળે.
નામળે તરંગો જો હવાના,તો બંસીનાદ ના સંભળાય
આંગણીઓ તો ચાલી શકે,પણ નામર્મ કોઇ સમજાય
પસારથાય જ્યાં વાયરો,વાંસળી સ્વર કાને દઇજાય
જીંદગી એવી જગતપર,ના સહવાસી વગર જીવાય
……… મધુર શીતળ નાદ મળે.
સારેગમની આ સરળતા,જે મધુર સ્વરે કાન લલચાય
જીંદગીની સરગમ આ ન્યારી,જે સુખદુઃખમાં સહેવાય
કાનનેમધુર સ્વરમળે ત્યાં,માનવી મનથી છે હરખાય
ભક્તિનો એકઆશરો જીવને,કૃપાએ બંસીનાદ દઇજાય
………..મધુર શીતળ નાદ મળે.
=============================
August 8th 2010
રસ્તાની શોધ
તાઃ૮/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બકરી જોઇને હું બેં બેં કરતો,ને વાઘને જોઇને મ્યાંઉ
દેખાવની દુનીયામાં જીવનારો,તકલીફમાં ક્યાં જાઉ
……….બકરી જોઇને હું બેં બેં કરતો.
સતયુગના સંસારની વાત,ના કળીયુગમાં સમજાય
જીવનના ઉજ્વળ સોપાન,જે આજકાલમાં નાદેખાય
મળતી દેખાવની લીલીસોટી,ત્યાં ગલીપચી થઇજાય
પડે ડંડો જ્યાંમાથે,ત્યાં જીંદગીનો રસ્તો શોધવા જઉ
……….બકરી જોઇને હું બેં બેં કરતો.
મારીતારીની અલબેલી ચાલ,જોઇ લેતાંતો નાસમજાય
સમજ વિચારની કેડીથી,એ થોડી થોડીય સમજતો થઉ
ડુંગરથી દરીયાને જોતાં,ચારેકોર શીતળતા એમ દેખાય
પડતાં જ પાણીમાં દેહને,ત્યાં છઠ્ઠીનુ ધાવણ સ્મરી જઉ
………બકરી જોઇને હું બેં બેં કરતો.
++++++++++++++++++++++++++++++
August 7th 2010
ગુલામી
તાઃ૭/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગુલામીની ચાદર એવી,જીંદગી ભારમાં લબદાય
સ્વતંત્રતાની શોધવા સીડી,સૌના હાથ મળી જાય
………ગુલામીની ચાદર એવી.
દેહ,દેશ કે જીંદગીપર,કોઇનો જ્યાં ભાર આવી જાય
અટકે જીવનની સરળતા,નામાર્ગ કોઇ સીધો દેખાય
ડગલે પગલે દબાણનો દાવો,ત્યાં સીધ્ધીય દુરજાય
સામે હોય સરળતા જીવનમાં,તોય નાતેને મેળવાય
………ગુલામીની ચાદર એવી.
રાજનીતિની કાળી ચાદર,જ્યાં મુર્ખાઓ ઓઢી જાય
ઇર્ષાદ્વેશને અભિમાનને લેતાં,સમજના ઝગડા થાય
નિરાધાર ને બેકારી બતાવી,માનવતા હણાઇ જાય
મળીજાય ગુલામી સૌને,ના સહકારવિના બચાવાય
………ગુલામીની ચાદર એવી.
============================
August 7th 2010
કરેલ કર્મ
તાઃ૭/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ દેહને સંબંધ અનેરો,અદભુત એ અભિયાન
વિચારના વમળમાં મળેએ,કરેલ કર્મના બલીદાન
………. મળેલ દેહને સંબંધ અનેરો.
સારા નરસાની ના સમજ,જ્યાં બુધ્ધિ ના વપરાય
ઉજ્વળ જીવનની જ્યોતદીસે,ત્યાંસજ્જનતા દેખાય
સરળતાનો સહવાસ મળે,એદેહે માનવતાજ વર્તાય
કર્મનો હિસાબ કોડીજેવો,જે દેહના વર્તને મળી જાય
……….મળેલ દેહને સંબંધ અનેરો.
છાનુછપનું કે જાહેરમાં,માનવી કોઇ કામ કરી જાય
તેમાંનું ઘણું છે એવુ,જે સાદી આંખોથી ના દેખાય
પરમાત્માની દ્રષ્ટિ નિર્મળ,સઘળુ સાદુ સૌ જોવાય
જીવના બંધન એ કરેલ કર્મ,ના કોઇથીય છટકાય
………મળેલ દેહને સંબંધ અનેરો.
ધરતીના છે બંધન દેહને,ના પ્રભુથીએ તરછોડાય
પરમાત્માની કૃપાળુદ્રષ્ટિમાં,આ દુનીયા આવીજાય
સાચાસંતના સહવાસે જીવને,પ્રભુભક્તિ મળીજાય
મળે જીવને અનંતશાંન્તિ,જેમાં સતકર્મો થઇ જાય
……..મળેલ દેહને સંબંધ અનેરો.
===========================
August 6th 2010
વર્ષા
તાઃ૬/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઓઢી ચાદર જીંદગીની,જીવ ધરતીએ આવી જાય
કૃપા પામતાપરમાત્માની,અનેક વર્ષાઓ થઇ જાય
………ઓઢી ચાદર જીંદગીની.
આંખખુલે જ્યાં સંતાનની,ત્યાં માબાપ ખુબ હરખાય
પુરણ થાય મનોકામના,જ્યાં પ્રભુકૃપાની વર્ષા થાય
આંગણે આવેલાને આવકારતા,માનવતા પ્રસરીજાય
દુઃખી જીવનુ હૈયુ ઠરતાં,સ્નેહાળ શબ્દની વર્ષા થાય
……….ઓઢી ચાદર જીંદગીની.
મળેલ જીંદગી સાચવવા,સોપાન ભણતરના લેવાય
મનથી મહેનત સંગે ગુરુજી,આશીર્વાદની વર્ષા થાય
નિશ્વાર્થસ્નેહ ને નિર્મળપ્રેમ,સદા હેત પ્રેમથી ઉભરાય
જલાસાંઇનો આશરો લેતાં,સાચી ભક્તિની વર્ષા થાય
……….ઓઢી ચાદર જીંદગીની.
લખી જાય બેશબ્દ કલમના,જાણે હિમાલય ચઢી જાય
અભિમાનની નાની કેડીએતો,ઇર્ષાનીવર્ષા મળી જાય
સિંચન એ સહવાસનો નાતો,મળીજાયછે નિર્મળતાએ
મુલાકાતની દરેક પળે.થાયછે પ્રેમની વર્ષા વારંવાર
……… ઓઢી ચાદર જીંદગીની.
%%%%%%%%%%%%%%%%%%%%%%%
August 5th 2010
સુખદુઃખ
તાઃ૫/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કર્મનો મર્મ સમજતા જીવ,ઝટપટ જીવી જાય
સુખદુઃખ એસંસારી પ્રીત,દેહ મળતા મેળવાય
……….કર્મનો મર્મ સમજતા જીવ.
દિવસ રાતનો સંગાથ અનેરો,ના એ તરછોડાય
દેહ મળતા જીવને અવનીએ,સૌને એમળી જાય
પાવનકર્મ એ મળે જીવને,જે ભક્તિએ મેળવાય
સરળતા નો સહવાસ કૃપાએ,પ્રભુની મળી જાય
………કર્મનો મર્મ સમજતા જીવ.
અવનપરના આગમને જ,કર્મનાબંધન છે દેખાય
મળેદેહ પશુ,પક્ષી કેમાનવ,ના કોઇથી તરછોડાય
પ્રભુસેવા મનથી કરતાં,મળે છે મુક્તિના સોપાન
સંસારની પતઝડમાં રહેતા,જીવન ઉજ્વળ થાય
………કર્મનો મર્મ સમજતા જીવ.
સમજણ આવે દેહને જ્યાં,ત્યાં પગલાં ભરે ચાર
એક,બે નેપછી ત્રણ સચવાતા,રાહજ મળી જાય
દુઃખનીદોરી દુર જતાં,સુખની નજીક આવી જાય
સમજીસાચવી જીવનજીવતાં,બંન્નેય ભાગી જાય
……….કર્મનો મર્મ સમજતા જીવ.
*******************************
August 4th 2010
मेरे हाथ
ताः४/८/२०१० प्रदीप ब्रह्मभट्ट
मेरे हाथ करते फुलोकीवर्षा,जहां प्यार ही मिलता है
बन जाते वो तलवार,जहां देशके दुश्मन दिखते है
…….मेरे हाथ करते फुलोकी वर्षा.
देता सच्चे दीलसे प्रेम,मेरादिल जहां खुश होता है
दोनो हाथ प्रसारके अपने,सारीखुशीयां बांट देता हुं
दीलमे जागे जोअरमान,उसे प्रभुप्रेम गिन लेता हुं
मिल जाये दिलसे प्यार जहां,मेरे हाथ पैर छुते है
……..मेरे हाथ करते फुलोकी वर्षा.
मानअपमान अभिमानको,जीवनमें समझ मै पाया
मानदेकर दिलसे बडोको,अपमानको मै दुर भगाता
अभिमान अपने वतनका करके,देशकी शान बढाता
जन्मलिया जीसधरतीपे,उसका रुण कदीना भुलना
………मेरे हाथ करते फुलोकी वर्षा.
_________________________________