July 28th 2010
શરણં મમઃ
તાઃ૨૮/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શરણુ લીધું મા અંબે તારું,જન્મ સફળ કરવાને કાજ
ભક્તિપ્રેમની સ્વીકારીને મા,મુક્તિ દેજો જીવનેઆજ
………શરણુ લીધું મા અંબે તારું.
કરુણા તારીમળે જ્યાં જીવને,ત્યાં ભક્તિમળે અપાર
માડી તારો પ્રેમ જીવને,દઇ દે મુક્તિ તણા સોપાન
આવ્યો આજે મંદીર તારે,પુંજન અર્ચન કરવા કાજ
ભક્તિ સ્વીકારી કરુણાકરજો,નાબીજી જીવનમાંઆશ
………શરણુ લીધું મા અંબે તારું.
શરણં મમઃ શબ્દ સાંભળતાં,મા દેજો કરુણા અપાર
જીવને મળે શાંન્તિજીવનમાં,જે મા કૃપાથી લેવાય
સ્નેહપ્રેમ મળતાં માતાનો,પાવનજન્મ થતો દેખાય
દેહની લીલા અજબનિરાળી,માપ્રેમે એ અટકી જાય
……….શરણુ લીધું મા અંબે તારું.
સહવાસ મળતાં સવારનો,કોમળ કિરણો મેળવાય
પ્રભાતનીપરખ મળતાંજીવને,સદમાર્ગે દોરી જાય
માની આરતી મનથી ગાતા,મા ભક્તિએ હરખાય
સદા શાંન્તિ મળીરહે,ત્યાં સૌ વ્યાધીઓ ભાગીજાય
………..શરણુ લીધું મા અંબે તારું.
******************************
July 27th 2010
આંધી
તાઃ૨૭/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિસાબ કૉડી કૉડીનો રખાય,ને બક્ષીસ લાખની થાય
પ્રભુકૃપાની અજબ પેઢીમાં,ક્યારેય આંધી ના દેખાય
……….હિસાબ કૉડી કૉડીનો રખાય.
નાવિક ચલાવે નાવડી,ત્યાં મુસાફરો મસ્તીમાં ખોવાય
સફરનોઆનંદ સૌને મણાવી,સાથે ચાલક પણ હરખાય
જગતની નાવડી પ્રભુ હંકારે,ને જીવો કર્મબંધને જોડાય
ભક્તિ એવી સાંકળછે,જીવને સુખ સંમૃધ્ધિએ લઇ જાય
………..હિસાબ કૉડી કૉડીનો રખાય.
સમય નાપારખે માનવી,ને મોહમાયામાં લબદાઇ જાય
પાઠ મળે ત્યાં પરમાત્માનો,જેને જગે આંધી છે કહેવાય
શીતળ પવનની જ્યાં ગતી વધે,ત્યાં ઘરગામ વેડફાય
મેધરાજાની નારાજગીએ તો,ધરતી બંબાકાર થઇ જાય
……….હિસાબ કૉડી કૉડીનો રખાય.
મતી મળીછે દેહનેજન્મે,કોની કેવી કેટલી સમયે દેખાય
ભેદભાવની નાલકીર નાની,જ્યાં ન્યાય સર્જનહારે થાય
આશરો જેને પરમાત્માનો,જગતમાં વાળ ના વાંકો થાય
આંધીની કોઇ ચિંતાસતાવે,કે નાઆવે કોઇ કુદરતનોકોપ
……….હિસાબ કૉડી કૉડીનો રખાય.
====*******====*******====******===
July 26th 2010
કળીયુગી કાતર
તાઃ૨૬/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કદમ કદમ પર કાતર છે,કળીયુગે ના સૌને દેખાય
નજર ફેરવતા એ નાદેખાય,વાગે ત્યારેજ સમજાય
……….કદમ કદમ પર કાતર છે.
અજબ લીલા કરતારની,જે સમય સમયે બદલાય
જીવના બંધન જગતના,જન્મ મળતા જ પરખાય
સતયુગ કળીયુગની દ્રષ્ટિ,કર્મના બંધનથી લેવાય
મળીજાય માર્ગ મુક્તિનો,જીવને સદગતીમળીજાય
……….કદમ કદમ પર કાતર છે.
ભજન કિર્તન એ ટેકોછે,કળીયુગી કાતર તુટી જાય
મળે આવી શાંન્તિ મનને,જે કૃપા થકી મળી જાય
ના મોહ રહે સંગે જીવની,તુટે માયા બંધન અપાર
જલા સાંઇની ભક્તિસંગે,થઇ જાય જીવનુ કલ્યાણ
……….કદમ કદમ પર કાતર છે.
કળીયુગની આ કાતર એવી,માનવી મન લબદાય
સમય ચુકતા વાગે એવી,ના કોઇથીય બચી શકાય
દેખાવની લંબાઇ લાંબી,નાતેનો છેડો થોડો પકડાય
છુટીજાય જગના આબંધન,જે મૃગજળ જેમ દેખાય
……….કદમ કદમ પર કાતર છે.
એક કદમ માંડતાં ભઇ,બીજો તરત ફસાઇ જાય
સમાજ સહવાસને સંબંધ,એ જીવને જકડી જાય
નાઆરો કે ઓવારોરહે,ત્યાં સાચીભક્તિને શોધાય
જીવને કેડી ક્યાંકથીમળતાં,જગથી ઉન્નતિ દેખાય
……….કદમ કદમ પર કાતર છે.
===******=====*****=====******===
July 25th 2010
કદીક મળશે
તાઃ૨૫/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિરખી જગતના જીવને,ખુદ પરમાત્મા હરખાય
દેહ મળેલ જીવ જ્યાં,આંટીઘાંટીથી નીકળી જાય
………નિરખી જગતના જીવને.
સરળ લાગતું જગતનુંજીવન,મોહમાયાએ બંધાય
ડગલેપગલે સમજણરાખતાં,જગે તેનાથી છટકાય
શ્રધ્ધા રાખતાં મનમાં,ને જ્યાં વિશ્વાસને સહેવાય
કુદરતની એક અસીમ કૃપા,કદીક મળશે પળવાર
………..નિરખી જગતના જીવને.
સોપાન જીંદગીના જોતાં,તો ઉતારચઠાવ છે દેખાય
સમજ નાઆવે દેહથીજીવને,ક્યાં મળશે કેવો મુકામ
વિશ્વાસ રાખવો મહેનતમાં,ને શ્રધ્ધાએ ભક્તિ થાય
જલાસાંઇનીભક્તિએ,કદીક મળશે સંતના આશિર્વાદ
……….નિરખી જગતના જીવને.
)))) ))))) ))))))) ))))))(((((( (((((( ((((( (((
July 24th 2010
એક આંખ
તાઃ૨૪/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કોણ કહે હું કાંણો છું,એક આંખે દુનીયા દેખુ ભઇ
બે આંખો કરતાંય મનેતો,સ્પષ્ટ દેખાય છે અહીં
……….કોણ કહે હું કાંણો છું.
કુદરતનો આ કરીશ્મો,ના જગમાં સમજાય કંઇ
એક આંખ રાખે પાસે,ને બીજીદેહને દીધી અહીં
બે આંખોએ બધુ જોતાં,મનથી નાસમજાય કંઇ
નવું જોતાંજ જુનુ ભુલાય,ના જગમાં જરૂર ભઇ
………કોણ કહે હું કાંણો છું.
પ્રીત પ્રેમઅને લાગણી,એતો સ્પર્શે દીલનીમઇ
ઉભરો ના અંતરમાંઆવે,કે ના આંખોથી દેખાય
એક આંખ કે બે આંખો,જગમાં જોવાની એ રીત
બંધ આંખે તો પ્રભુ મળે,ના એકેયની જરૂર ભઇ
………..કોણ કહે હું કાંણો છું.
++++++++++++++++++++++++++++
July 23rd 2010
ગઇકાલ
તાઃ૨૩/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગને જીતવા ચાલતો માનવ,હરે ફરે અહીં તહીં
મળી રહેલ સફળતા જોવા,ગઇકાલને ભુલતો જઇ
………..જગને જીતવા ચાલતો.
મારીની જ્યાં માયા વળગે,ત્યાં અવરોધ આવે સૌ
એકને દુર કરતાં જીવનમાં,બીજા ચાર મેળવી લઉ
મનની મહેનત સંગે લેતાં,સરળતાય જન્મે દેખાય
સફળતાનો સાથમળે,જ્યાં ગઇકાલનો આશરો જાય
……….જગને જીતવા ચાલતો.
ભુતકાળને ભુલતાં સાધકને,ઉજ્વળ સોપાન દેખાય
મળેલ મહેંક માનવતાની ,તે ગઇકાલને ના ભુલાય
સિધ્ધિના સોપાન મેળવતાં,મિત્રોને કદીના છોડાય
ભુલવી એ ગઇકાલને,જેનાથી માનવતા હણાઇજાય
…………જગને જીતવા ચાલતો.
===========================
July 22nd 2010
વ્યાકુળ મન
તાઃ૨૨/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અરે ઝંઝટ બંઝટ છોડી જગતની,તને હું પરણી લઉં
આધી વ્યાધીને તોડવા તો,મારી જીંદગી વેડફી દઉ
……અરે ઝંઝટ બંઝટ છોડી જગતની.
પ્રેમ મારો છે મોતી જેવો,અને ના તેમાં છે કોઇ ડાધો
ઘરના મારા સૌ રાજીજ છે,ને નાકોઇ લેશે તેમાં વાંધો
બારણે અમારે આવશે સાથે,ત્યાંપોંકશે કંકુચોખા સાથે
મમ્મી મારી તો માયાળુછે,ને પપ્પા તો પ્રેમનોદરીયો
…….અરે ઝંઝટ બંઝટ છોડી જગતની.
કલમ લીધી છે હાથમાં મારે,ને ખડીયો મુક્યો બાજુમાં
પ્રેમનો આપત્ર મારો છેલ્લો,ના રહેતી જગની લાજમાં
નાપરણી મને કે ના જોયો મારોપ્રેમ,બારણે ઉભો એમ
છેલ્લા શબ્દો કલમ લખશે,ના રાખીશ કોઇ તેમાં વ્હેમ
……..અરે ઝંઝટ બંઝટ છોડી જગતની.
################################
July 21st 2010
મિલનની મધુરતા
તાઃ૨૧/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પળપળ પારખી જીવતાં,જગમાં નિર્મળ જીવન થાય
પરમાત્માની દ્રષ્ટિ પડતાં તો,મધુર મિલન મેળવાય
……… પળપળ પારખી જીવતાં.
જન્મનું બંધન જીવને જડે,જ્યાં લગી કર્મને સહેવાય
અજર અમર આ જીવને,દેહ મળતાં મૃત્યુ મળી જાય
નાશંકા ના કોઇ વિચાર,એતો જન્મ મળતાં સમજાય
કૃપાનેપાત્ર થતાં જગમાં,મળે જીવને મૃત્યુનાસોપાન
………પળપળ પારખી જીવતાં.
આંગણુ એતો અણસાર છે,જ્યાં આગમન સૌના થાય
વાણી વર્તન ને વહેવારમળતાં,સમયેજ એ સમજાય
સાચોપ્રેમ પરમાત્માનો,જે સંત જલાસાંઇથી મેળવાય
મધુર મિલનના સહવાસમાં,તો ભક્તિસાચી મળીજાય
………..પળપળ પારખી જીવતાં.
+++++++++++++++++++++++++++++
July 20th 2010
જીવના બંધન
તાઃ૨૦/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની એકેય લકીર,ના કોઇથી ય જોવાય
કળીયુગી કરુણામાં જીવે તોય,ના તેમાંથી ફંટાય
………પરમાત્માની એકેય લકીર.
મળેલ જીવના સંબંધને,ના દેહે કોઇથીય પરખાય
રાજા,રંક,ફકીર કે તવંગર,માનવદેહે ના સમજાય
મૃત્યુ ને મુક્તિના બંધન,જીવને દેહે જ મળી જાય
આ પરમાત્માની અકળલીલા,ના મંદીરે મેળવાય
………પરમાત્માની એકેય લકીર.
જન્મ મળ્યો જ્યાં જીવને,ના કોઇથીએ ઓળખાય
સમયનીગાડી ચાલતાં,જીવને ધીરજથી સમજાય
આગમન વિદાયની કેડી પાકી,ના કોઇથી છોડાય
મુક્તિના બારણાં ખુલતાં,જીવનાબંધન છુટી જાય
……….પરમાત્માની એકેય લકીર.
===============================
July 19th 2010
અજબ ગજબ
તાઃ૧૯/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ આ દુનીયા છે,ગજબ આ ધરતી છે
અજબ આ કુદરત છે,ગજબ આ સાગર છે
અજબ આ આકાશ છે,ગજબ આ તારલા છે
અજબ આ પ્રેમ જ છે,ગજબ આ ડંડો પણ છે
અજબ આ મેઘનાદ છે,ગજબ આ ગર્જના છે
અજબ આ વિજળી છે,ગજબ આ વરસાદ છે
અજબ આ માનવી છે,ગજબ આ દાનવ છે
અજબ આ ભક્તિ છે,ગજબ આ એની શક્તિછે
અજબ આ કલમ છે,ગજબ આ એની લીલા છે
અજબ એ અજબ જ છે,ગજબ એ ગાયબ પણછે
@@@@@@@@@@@@@@@@@@@