July 19th 2010

કર્મના સંબંધ

                            કર્મના સંબંધ

તાઃ૧૯/૭/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજર,અમર ને અકળલીલા,ના કોઇથીય એ પરખાય
મળતાદેહ અવનીએ જીવને,કર્મના સંબંધ છે સમજાય
                         …………અજર,અમર ને અકળલીલા.
પરમાત્મા તો છે પરમ કૃપાળુ,જ્યાં ભક્તિ પ્રેમથી થાય
શરીરના સંબંધ તો દેહથી,ક્યારે ક્યાં ક્યાંથી મળી જાય
અગમ નિગમના ભેદ ભ્રમમાં,માનવી તો અટવાઇ જાય
સંગ રાખતા માનવતાનો જીવે,જગે પાવનકર્મ  જ થાય
                           ………..અજર,અમર ને અકળલીલા.
પ્રાણી માત્ર દયાને પાત્ર જગતમાં,નિરાધાર એ કહેવાય
સંગે સ્નેહ ને પ્રેમરાખતાં,માનવતાએ સાચો પ્રેમ દેવાય
કર્મ કરેલા જગતમાં જીવે,ના મિથ્યા કોઇથીય એ કરાય
સંબંધ કર્મના આવે સંગે,જે સાચવવા જન્મ સાર્થક થાય
                          ………..અજર,અમર ને અકળલીલા.

+++++++++++++++++++++++++++++++++

July 18th 2010

સવારની સરળતા

                      સવારની સરળતા

તાઃ૧૮/૭/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

મીઠી મહેંક ધરતીની આવે,ને સુર્ય કિરણ સહવાય
ઉજ્વળ પ્રભાતના કિરણોથી,સવાર સરળ થઇજાય
                      ………..મીઠી મહેંક ધરતીની આવે.
મંદ પવનની લહેર મળે,ને પંખી કલરવ સંભળાય
આંખોને ઉજાસ મળે ધરતીએ,જે દેહથી અનુભવાય
મળે શાંન્તિ માનવ મનને,જે પ્રભુ કૃપાએ મેળવાય
જીવને મળે અનંત આનંદ,જે  ના શબ્દોથી કહેવાય
                      ………. મીઠી મહેંક ધરતીની આવે.
દેહે પડતાં પ્રભાત કિરણે,સુર્યના સ્પંદન મળી જાય
હૈયે મળતી જ્યોત આનંદની,ના દીવાથી મેળવાય
સુગંધ પ્રસરેપ્રેમની માનવીએ,જીવથીજ એ લેવાય
મળીજાય જ્યાં ટાઢકદેહને,ત્યાં પ્રભાત ઉજ્વળ થાય
                       ………..મીઠી મહેંક ધરતીની આવે.

===============================

July 17th 2010

ભાવથી ભક્તિ

                      ભાવથી  ભક્તિ

તાઃ૧૭/૭/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ કરી જ્યાં ભાવથી,ત્યાં જીવને શાંતિ મળી ગઇ
લાગણી પ્રેમ ને હેત જોતાં,જીંદગી ઉજ્વળ થતી જોઇ
                           ………..ભક્તિ કરી જ્યાં ભાવથી.
નિત્યસવારે અર્ચનકરતાં,ધુપકરતો દીવો હાથમાંલઇ
મનથી માગતો મનનીશાંન્તિ,ને વંદન કરતો હુંઅહીં
જલાસાંઇને તિલક કરતાં,જીવની મુક્તિ માગતો ભઇ
આશિર્વાદનો અણસારમળતાં,જીવેશાંન્તિ અદભુતથઇ
                           ……….ભક્તિ કરી જ્યાં ભાવથી.
જલાબાવની ને સાંઇધુનથી,ખુશ રહેતો ઘરમંદીરે ભઇ
કૃપાનો સહવાસ મળતાં,સૌ કામ સરળ થાય છે અહીં
દુનીયાની ના ચિંતા રહેતી,એ બારણેથી ભાગતી થઇ
મનની શાંન્તિને જીવની મુક્તિ,ભક્તિથી જોવાઇ ગઇ
                          ………..ભક્તિ કરી જ્યાં ભાવથી.

================================

July 16th 2010

કુળની કૃપા

                           કુળની કૃપા

તાઃ૧૬/૭/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંસ્કાર જેનુ સિંચન છે,ને માબાપ એનો અરીસો
બ્રહ્મભટ્ટ એવુ કુળ જગતમાં,મેળવે એપ્રેમ અનેરો
                           ……….સંસ્કાર જેનુ સિંચન છે.
દેહ મળતા જીવને સંસારે,માગાયત્રીનુ જ્ઞાન મળે
જનોઇનો સહવાસ મળતાં,પવિત્રતા એદેહને મળે
પુંજનઅર્ચનના સંસ્કારથી,મોહમાયાના બંધન તુટે
મા સરસ્વતીની પુંજાથી જ,જ્ઞાનની ગંગા જીભેવહે
                             ……….સંસ્કાર જેનુ સિંચન છે.
પ્રભાત પહોરે પુંજાકરતાં,સુર્યનારાયણની કૃપા મળે
અર્ચનાએ પુષ્પ અર્પણ કરતાં,કુદરત પ્રેમ મળી રહે
વંદન મા સરસ્વતીને કરતાં,જીભે માનો વાસ મળે
સહયાત્રીના સહવાસે જીવનમાં,જગે વાહ વાહ મળે
                             ………..સંસ્કાર જેનુ સિંચન છે.
અભિમાન ને ઓવારે મુકતાં,માયા સૌની મળી રહે
અહંકારને અર્પણ કરતાં,મોહ જીવના જગે ઘણા છુટે
મારું તારું દુર ભાગતા,આંગણે પ્રેમ આવી ઉભો રહે
જન્મ સફળ થઇ જાય જીવનો,જેમાં સૌની મતી રહે
                             ……….સંસ્કાર જેનુ સિંચન છે.

==============================

July 15th 2010

મળેલી પ્રેરણા

                      મળેલી પ્રેરણા

તાઃ૧૫/૭/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

લહીયાઓના લેખ વાંચતાં,ભઇ લખાઇ ગયુ છે કંઇક
માનવીની આ માનવતાએ,સર્જન થઇ રહ્યુ છે અહીં
                        ……….. લહીયાઓના લેખ વાંચતાં.
બારાખડીના ભણતરમાં,ક ખ બોલતાં ગ ને ભુલતો તઇ
માસ્તર સાહેબની લાકડી પડતાં,હું અંગુઠા પકડતો ભઇ
                         ……….. લહીયાઓના લેખ વાંચતાં.
એકબે પછી ત્રણચાર શીખ્યો,ત્યાં મારી મમ્મી ખુશ થઇ
મને ભણતો જોતા મારા પિતાને,હૈયે ટાઢક આવીજ ગઇ
                            ……….લહીયાઓના લેખ વાંચતાં.
જીંદગીની આ ચાલતી ગાડી,હવે પાટા પર દોડતી થઇ
ભણતરની સીડી જોતાં વિચાર્યુ,મારે સોપાન ચઢવાભઇ
                           ………..લહીયાઓના લેખ વાંચતાં.
સંસ્કાર સિંચન માબાપથી,ને મહેનતથી ભણતર મળ્યુ
આવી ઉભા અમે મુકામપર,જ્યાં પરદેશીનુ નામ મળ્યું
                           ………. લહીયાઓના લેખ વાંચતાં.
સમયને નાપકડાય કોઇથી,પણ મહેનતે થોડો સાથ દે
સોપાન જીવનના સરળજોતા,મન લખવાનુવિચારી લે
                           ………..લહીયાઓના લેખ વાંચતાં.
કદમ કદમને સમજતાં,તો ચાલી ગાડી નાઅટકી અહીં
એક એકની સરળતા મળતા,સૌનો સાથ લેતી એ થઇ
                            ……….લહીયાઓના લેખ વાંચતાં.
લેખન વાંચનની નાની ટેવ,આવી સાથે મારી એ છેક
સાથમળતાં લહીયાઓનો,જીવને મળીગઇ જ્યોત એક
                            ………લહીયાઓના લેખ વાંચતાં.
એક બે ગણતાં વિશાળ કુટુંબ,સર્જનતાય  મળી ગઇ
મોહમાયાના બંધન છોડી,GSSનેમજબુત કરતી થઇ
                           ……….લહીયાઓના લેખ વાંચતાં.

===============================

July 14th 2010

મળેલ દેહ

                               મળેલ દેહ

તાઃ૧૪/૭/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીંદગી જાણી જીવતા જીવને,જગતમાં કેડી મળી જાય
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં,જીવનો જન્મસફળ થઇ જાય
                            ……….જીંદગી જાણી જીવતા જીવને.
દેહ મળે જ્યાં હિન્દુમાં જીવને,ત્યાં મંદીરે પ્રાર્થના કરાય
સવાર સાંજનો ખ્યાલ રાખીને,પ્રભુને ચરણે વંદન થાય
સુખદુઃખનો સહવાસ દેહને,જે અન્નઆચમને જ મેળવાય
શરણું સાચુ પ્રભુ રામનું લેતા,મળેલ દેહનો ઉધ્ધાર થાય
                            ……….જીંદગી જાણી જીવતા જીવને.
મુસ્લીમ કુળમાં જન્મ મળતાં,દેહે અલ્લાહનુ સ્મરણ થાય
પરવરદીગારની કૃપા મેળવવા,બંદગી મસ્જીદે પોકારાય
રહેમ નજર જ્યાં પડે  દેહ પર,જીવને શાંન્તિ મળી જાય
ઉજ્વળ જીવન મળેજીવને,ત્યાં દેહનો જન્મ સફળ દેખાય
                            ……….જીંદગી જાણી જીવતા જીવને.
બારણા ખોલી ચર્ચના દેહે,જ્યાં ઇસુ ખ્રિસ્તના ચરણે જાય
જન્મે મળેલ ખ્રિસ્તી ધર્મ,પાવન બાઇબલ પઠનથી થાય
સહન કરેલા સંસારના સુખદુઃખ,જે  ઇસુના દેહથી દેખાય
દેહને મળતી સાર્થકતા જગતમાં,સાચી શ્રધ્ધાથી ટેકાય
                              ……..જીંદગી જાણી જીવતા જીવને.
દુનીયાતો એક ડંડો છે,જે જીવને જન્મ મળતાં જ દેખાય
ભક્તિના સહવાસને સાથે રાખતાં,જીવ ડંડાથી બચી જાય
પ્રાણી પશુ એ નિરાધારી દેહ,અહીં તહીં ભટકી પુર્ણ થાય
માનવ જન્મ સફળતાની દોરી,સાચી ભક્તિ એજ પકડાય
                            ……….જીંદગી જાણી જીવતા જીવને.

***************************************

July 13th 2010

કળીયુગી બેન

                      કળીયુગી બેન

તાઃ૧૩/૭/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

માયા છે મારી ઘરવાળી,ને મમતા છે એની બેન
કળીયુગની આ કાયાને ભઇ,આ બે વળગેલા વ્હેણ
                        ……….માયા છે મારી ઘરવાળી.
વિચાર કરતાં વાર લાગે,ત્યાં માયા બબડી જાય
ના સમયની સમજ રહે,ત્યાં ઘણુંજ વેડફાઇ જાય
જ્યાં હાથપકડી ચાલેમાયા,ના આજુબાજુ જોવાય
સ્વાર્થનો અરીસો સામેરહેતાં,નાકાંઇ આંખે દેખાય
                          ………માયા છે મારી ઘરવાળી.
મમતા જ્યારે પડખે આવે,ત્યાં માયા ખુશ દેખાય
કળીયુગની આલીલા એવી,ના સઘળા સુખી થાય
માયા વળગી ચાલે જીવને,દ્વાર સુખના બંધ થાય
અને મમતાનો સહવાસ મળતાં,જન્મ વ્યર્થ થાય
                         ……….માયા છે મારી ઘરવાળી.
સંસારની કેડી કળીયુગમાં,ના સરળતાથી સમજાય
માયાનો સંગ મળતાં દેહને,વ્યાધીઓ વધતી જાય
થોડી અળગી તેને કરતાં,ત્યાં મમતા ભટકાઇ જાય
સાચી ભક્તિનોસંગ મળતા,જીવથી બંન્ને છુટી થાય
                          ……….માયા છે મારી ઘરવાળી.

=============================

July 12th 2010

પારકી પાંખો

                         પારકી પાંખો

તાઃ૧૦/૭/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

વાદળ વાદળ જોતાં જોતાં,વિમાનમાં બેઠો ભઇ
પાંખોની ના જરૂર પડી,તોય ઉડવા લાગ્યો અહીં
                      ……….વાદળ વાદળ જોતાં જોતાં.
પૃથ્વી પર ચાલવાને,સૌને પગની જરૂર પડે છે ભઇ
ના તાકાત કોઇની જગે,કે તેના વગરએ ચાલે અહીં
નાપંખી કહેવાય કે દેખાય,તોય ઉડી શકે અહીં તહીં
એવી શોધ માનવીની જગે,જે  કરે સાગર પાર જઇ
                          ……….વાદળ વાદળ જોતાં જોતાં.
પંખીને પ્રીત પાંખોથી,જે તેને જ્યાં ત્યાં લઇને જાય
પાંખ પ્રસારી ઉડતાં જગે,મુકામ પણ મેળવી લેવાય
માનવીને બે હાથછે,જે મહેનતે દે જીવનને એકમહેંક
પારકીપાંખોનો સહવાસ તો,ના સાથ દે જીવનમાંછેક 
                         ………વાદળ વાદળ જોતાં જોતાં.

==============================

July 12th 2010

ભક્તિનો ટેકો

                       ભક્તિનો ટેકો

તાઃ૧૨/૭/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

બડાસ મારે બારણે આવી,ક્યારનીય ખખડાવે
જલાસાંઇની ભક્તિ સાચી,ના અંદર આવવાદે 
                ………..બડાસ મારે બારણે આવી.
કિર્તન સાંભળુ સવારમાં,ને મનથી સ્મરણ કરું
નાહી ધોઇને પવિત્રદેહે,સંતોને વંદન કરી લઉ
સુર્યોદયના પવિત્ર કિરણોને,અર્ચન કરવા જઉ
માળા કે ના મણકાની ચિંતા,મનથીહું ભજનકરું
મનને શાંન્તિ મળીજાય,જ્યાં આરતી કરી લઉ
                   ……….બડાસ મારે બારણે આવી.
કળીયુગમાં કદર થાય,જ્યાં દેખાવને પકડી લઉ
આવે દોડી મોહ આંગણે,ત્યાં મનથી હું  ડરી જઉ
બડાસની ના જરૂર દેહે,તેને હું બીજે મોકલી દઉ
નાજરૂર મારે મોહમાયાની,જે જીવને જકડે અહીં
આવે આંગણે શાંન્તિદોડી,જીવનેમુક્તિ દેવા ભઇ
                     ……….બડાસ મારે બારણે આવી.
મોહ તોછે દેહના બંધન,ને ભક્તિનો સંગ જીવથી
સાચી છે સંસારી ભક્તિ,દઇદે કર્મબંધનથી મુક્તિ
જીવને છે કર્મનાસંબંધ,નાકોઇ જીવથી એ છોડાય
નાણાં કે ના માયા પ્રભુને,એતો ભક્તિથીમેળવાય
જલાસાંઇનુ શરણુ લેતાં,જીવને મુક્તિ એજ દોરાય
                       ……….બડાસ મારે બારણે આવી.

============================

July 11th 2010

ઘંટાકર્ણ મહાવીર

 

 

 

 

 

 

                        ઘંટાકર્ણ મહાવીર

તાઃ૧૧/૭/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

વ્હાલુ મહુડી એવું  છે ગામ,કે જે છે મહાવીરનું ભક્તિધામ
લેવાય જ્યાં ઘંટકર્ણનું નામ,ત્યાં થાયજીવના સઘળાકામ
                               ………..વ્હાલુ મહુડી એવું  છે ગામ.
દેહની ઉજ્વળતા દેખાય,સ્મરણ સવાર સાંજ  જ્યાં થાય
મુક્તિ જીવને મળીજાય,ને મળેલ જન્મ સફળ પણ થાય
કામધામનો નાઅણસાર,લેવાય જ્યાંમનથી તેમનુ નામ
નિર્મળ જીવન થતું જ જાય,ને પળપળ પણ મહેંકી જાય
                              ……….. વ્હાલુ મહુડી એવું  છે ગામ.
શ્રધ્ધાની જ્યાં જ્યોતજલે,ત્યાં સદા મહાવીરનો પ્રેમ મળે
યુગ કળીયુગનો અણસાર ત્યજે,ને પાવનજીવને રાહ દીસે
ભાગે ભુત અને પલીત,જ્યાંહોય ધંટાકર્ણ મહાવીરનું નામ
ઉજ્વળજીવન બને દેહનું,ના રહે કોઇ બંધન આ અવનીનું
                                ………..વ્હાલુ મહુડી એવું  છે ગામ.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

« Previous PageNext Page »