May 20th 2010
લાકડી,ના લફરુ
તાઃ૨૦/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મર્કટ મન ને માનવીમન,કળીયુગમાં લબડી જાય
લાકડી લેવા નીકળ્યો અહીં,ત્યાં લફરુ વળગ્યુ ભઇ
……..મર્કટમન ને માનવીમન.
સદગુણનો સથવાર લઇને,હું મહેનત મનથી કરતો
આંગળી માગતો કોઇ આવે,તેને ટેકો દે તો હું અહીં
સ્વાર્થને હું નેવે મુકી જીવનમાં,જીવતો માનવી થઇ
પ્રભુ ભક્તિમાં પ્રેમ રાખતાં,મુંઝવણો દુર ભાગતીરહી
………..મર્કટમન ને માનવીમન.
સંસારી સાંકળના સહારે,મળે પ્રીત પ્રેમનો સહવાસ
લાકડીનો જ્યાં સાથ મળે,ત્યાં બદલાય સૌ વહેવાર
કળીયુગમાંતો સમજીલેવુ,ને રાખવો બગલમાં ભંડાર
વળગી જાય વણ માગ્યુ લફરુ,ના મળે કોઇ અણસાર
……….મર્કટમન ને માનવીમન.
================================
May 20th 2010
કર્મનો હિસાબ
તાઃ૨૦/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાચી શક્તિ પ્રભુ ભક્તિમાં,શ્રધ્ધાથી જ મેળવાય
મરણ આંગણે આવે જ્યારે,ના સ્મરણ પ્રભુનુ થાય
……….સાચી શક્તિ પ્રભુ ભક્તિમાં.
હિસાબ કોડી કોડીનો થાય,ના કોઇથીય છે છટકાય
કર્મ કરેલા સંગે ચાલે,રાજા રંક ગરીબ કે ધનવાન
જન્મ મળેલ જીવને જગમાં,મૃત્યુ જરૂર મળશે એક
વાણી વર્તન દેહને સ્પર્શે,જે આવશે જીવનમાં છેક
………..સાચી શક્તિ પ્રભુ ભક્તિમાં.
માળા કરતાં જો મોહ નાછુટે,તો જીવન થાશે વ્યર્થ
અંતરથી જ્યાં થાય ભક્તિ,ત્યાં પ્રભુ કૃપા સહવાય
દુનીયાના દેખાવ અનેક,જે અધોગતીએ લઇ જાય
મોહમાયા છે કળીયુગનીદ્રષ્ટિ,ભક્તિથી ભાગી જાય
……..સાચી શક્તિ પ્રભુ ભક્તિમાં.
કરુણા મળશે શ્રી રામની,જ્યાં સાચા સંત મેળવાય
જલાસાંઇની ભક્તિસાચી,જ્યાં જીવને મુક્તિ દેખાય
અતુટ બંધન સંસારની સાંકળના,ના કોઇથી તોડાય
આવે આંગણે શ્રીરામ,એ જ કર્મનો હિસાબ કહેવાય
………સાચી શક્તિ પ્રભુ ભક્તિમાં.
###############################
May 19th 2010
પ્રેમનુ વળતર
તાઃ૧૯/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયની ચાલતી ગાડીમાં,સહવાસ મળતો જાય
અંતરથી સાચી લાગણીથી,આજીવન મહેંકી જાય
……….સમયની ચાલતી ગાડીમાં.
જીવને ના ઓળખાણ જગે,જન્મ મળતા સમજાય
કર્મનાબંધન પારખે જીવ,જ્યાં મળીજાય માબાપ
આંગળી પકડતા પહેલા,માથી સ્વાસ્થ્ય મેળવાય
માતાના પ્રેમનું વળતરે,સંતાન ચરણે નમી જાય
………સમયની ચાલતી ગાડીમાં.
પિતા પ્રેમનીસીડી છે,માતાના પ્રેમથીએ જોવાય
પગલી ભરવા સંતાનની,જ્યારે આંગળી પકડાય
જન્મ સાર્થક કરવા દેહે,પિતાથી જ દોરવણી થાય
પિતાપ્રેમનુ વળતરએ,કે બુધ્ધીબળથી જીવી જાય
………સમયની ચાલતી ગાડીમાં.
ભક્તિ કરતાં ભાવથી,પ્રભુ કૃપા જીવનમાં લેવાય
મુંઝવણનો જ્યાં માર્ગમળે,ત્યાં ભક્તિપ્રેમ કહેવાય
સરળ થાય સંસારીજીવન,જે સંતની કૃપાએ થાય
સંતના પ્રેમનુવળતર,જગતમાં નાકોઇથી ચુકવાય
……….સમયની ચાલતી ગાડીમાં.
===============================
May 18th 2010
બારણે ટકોરા
તાઃ૧૮/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મોહ માયા ને મમતા મુકતાં,પ્રભુ ભજન થઇ જાય
ઉજ્વળતાના સોપાને જીવનો,જન્મ સફળકરી જાય
………મોહ માયા ને મમતા મુકતાં.
મોહ આવી ઉભો બારણે,ખોલવા આ કળીયુગના દ્વાર
ચારે દીશાએથી તૈયાર છે એ,લઇ સાંકળનો સથવાર
પકડાઇગઇ જો પળજીવનની,ઝેર પ્રસરીજાય તત્કાળ
અમૃત જેવું જીવન જગતમાં,એકપળમાં વેડફાઇ જાય
……….મોહ માયા ને મમતા મુકતાં.
માયાનાબંધન નિરાળા,જ્યાં સમજીપારખીનેજ ચલાય
પ્રેમમળે જગતમાંસૌનો,ને જીવનપણ ઉજ્વળ કરીજાય
સંતાને સહવાસ માબાપથી,ને આશીર્વાદની વર્ષાથાય
પરમાત્માનો પ્રેમમળે,જ્યાં આશીશમનથી દેવાઇ જાય
……….મોહ માયા ને મમતા મુકતાં.
દેહને માયા સંસારની મળે,પણ કયા જીવની છે જોવાય
મળે માયા પ્રભુની,તો સાચા સંતની ભક્તિને અનુસરાય
કર્મના બંધન જગે સહુને સ્પર્શે,ના મુક્તિ કોઇથી લેવાય
કૃપા મળે જલાસાંઇની જીવપર,જ્યાં મોહમાયા છુટીજાય
………મોહ માયા ને મમતા મુકતાં.
મમતા એછે અંતરનો પ્રેમ,ના કોઇથી એ જગમાં જોવાય
આંખો ભીની થતી જાય,જ્યાં હૈયાથી સ્નેહ ઉભરાતો જાય
માની મમતા ઉજ્વળતાદે,ને જગની મમતા દે અભિમાન
સરળતાનો સહવાસ જ જગમાં,ખોલી જાય જીવનના નૈન
……….મોહ માયા ને મમતા મુકતાં.
નશ્વર દેહનો અંત આવતાં,જીવને બારણે ટકોરા સંભળાય
જલાસાંઇનું શરણુ જ્યાં જીવનુ,ત્યાં પરમાત્માય હરખાય
ધરતી પરના બંધન છોડતાં,જીવને પ્રભુ કૃપા મળી જાય
ભુતપલીત ભાગે ત્યાંથી,જ્યાં જીવનોજન્મસફળ થઇજાય
……….મોહ માયા ને મમતા મુકતાં.
+++++++++++++++++++++++++++++++++=
May 17th 2010
સરળ સ્નેહ
તાઃ૧૬/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સપ્તરંગી આ દુનીયામાં ભઇ,અજબ ગજબના વ્હેણ
સમજ નાઆવે આમાનવીને,ક્યારે સાપ મારશે ફેણ
………સપ્તરંગી આ દુનીયામાં.
સાથેચાલે સહયાત્રી બની,સહારો સૌથીવધુ લઇજાય
મનમાં એમકે માનવતાએ,જીવને સથવારોજ દેવાય
કળીયુગની આ કામણ લીલા,તમને એ ના સમજાય
ભોળપણની આસરળતા છે,જે સ્નેહથીજ અપાઇ જાય
………સપ્તરંગી આ દુનીયામાં.
દાણા નાખેલ ચબુતરે,જે પક્ષીને સરળ સ્નેહ દેખાય
આવે પ્રેમથી ચણીય જાય,ત્યાં પકડી પિંજરે પુરાય
માનવતાના સહવાસમાં,મળી જાય નિસ્વાર્થી પ્રેમ
શ્રધ્ધા ભક્તિના સહવાસે,સ્નેહે જન્મસફળ થઇજાય
………..સપ્તરંગી આ દુનીયામાં.
કળીયુગના આ વાવડમાં,ના કોઇથી કાંઇ પરખાય
દેખાવની આદુનીયા એવી,સમય આવે ઓળખાય
પિતા પુત્રની પ્રીત આઘી,જ્યાં સ્વાર્થજ જકડી જાય
સહવાસ રાખતાં ભક્તિનો,જીવની ઝંઝટ ટળીજાય
………..સપ્તરંગી આ દુનીયામાં.
——————————————————-
May 16th 2010
મોહ માયા
તાઃ૧૬/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મોહ મને ભઇ પરમાત્માથી,ને માયા તો છે ભક્તિથી
માનવી જીવન સરળચાલે,ને કળીયુગે શાંન્તિ લીધી
…..મોહ મને ભઇ પરમાત્માથી.
સવાર સાંજનો સંયમ રાખી,જગમાં હું પ્રેમે જીવી લઉ
આદી અંતનો ધ્યાન રાખીને,પરમાત્માને હું ભજી લઉ
કરુણાસાગરની કૃપા પામવા,જલાસાંઇનું હું શરણું લઉ
ભક્તિ સાચી દીઠી જગતમાં,ના કોઇની સલાહ હું લઉ
…….મોહ મને ભઇ પરમાત્માથી.
કળીયુગી સંતની લીલા ન્યારી,જે લાભદાયી જ દેખાય
પાશેર પાણી પામવા જગમાં,કુવો ખોડવાને લઇ જાય
શ્રધ્ધાનો સહારોલેતાં આ યુગમાં,સુખદુઃખ આવી જાય
માયારાખતા ભક્તિનીમનથી,વ્યાધીઓ સૌ ભાગીજાય
…….મોહ મને ભઇ પરમાત્માથી.
**********************************
May 15th 2010
ગર્જના
તાઃ૧૫/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભીતી અનોખી જગમાં ભાસે,ના કોઇથી રોકાય
સર્જનહારની અનોખી દ્રષ્ટિ,જે ગર્જનાએ દેખાય
………..ભીતી અનોખી જગમાં.
ગર્જના સાંભળી સાવજની,જંગલમાં હલચલ થાય
પ્રાણી પશુ કે માનવી,બચવાકાજે ભાગંભાગ થાય
સૃષ્ટિનુ સર્જન જંગલમાં,સિંહની ગર્જના એ દેખાય
સમયને પારખી સંતાઇજતાં,દેહને બચાવી લેવાય
……….ભીતી અનોખી જગમાં.
મેઘગર્જના સાંભળતા અહીયાં,બારણુ ઘરનું ખોલાય
ના આરો કે ઓવારો મળતાં,ટીવીનેજ તાકી રહેવાય
કાલાભમ્મર વાદળજોતાં,અહીંયાં ખુલ્લઈ ચાલીજાય
દીવસે અંધારુજોતાં,દેખાવની દુનીયા સમેટાઇ જાય
………..ભીતી અનોખી જગમાં.
માનવ જીવન સંતોષ પામવા,આનંદે ખુબજ હરખાય
મેઘગર્જના સાંભળતા ખેડુતો,હળ સાથે ખેતરમાં જાય
મલકમાં મારા મેધગર્જના,એ દેહનેઅમૃત આપી જાય
અન્નની કૃપા પામવા ખેતરથી,પ્રભુ મેધવર્ષા કરીજાય
………ભીતી અનોખી જગમાં.
+++++++++++++++++++++++++++++++
May 14th 2010
દુશ્મન
તાઃ૧૪/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સર્જનહારની લીલા જગે એવી,જે બુધ્ધિથી જ સમજાય
અકળવાણીને પારખી લેવી,નહીં તો દુશ્મન ફાવી જાય
……..સર્જનહારની લીલા જગે એવી.
મારું મારું સમજ રાખતાં,કળીયુગમાં જીવન ના જીવાય
સરળ સ્વભાવ રાખી જીવતાં,ઘણીજ તકલીફો મેળવાય
એક કામની સરળતા મળતાં, બીજા અનેક છે અકળાય
વણ માગેલી તકલીફો લઇને,દુશ્મન સામેજ આવીજાય
……..સર્જનહારની લીલા જગે એવી.
તનથી ટેકો લઇને ચાલતાં,ડગમગ ચાલી પણ જવાય
સોટીનો સહારો મળતો રહે,જ્યાં સુધી ના તુટીએ જાય
મિથ્યા મોહ જીવનના શોધતાં,દેહને વ્યાધીઓ દેખાય
સરળ જીવન જ્યાં પામીએ,ત્યાંતો દુશ્મન આવી જાય
……..સર્જનહારની લીલા જગે એવી.
અંધારામાં ઉજાસને શોધવા,માનવતાય મોકળી થાય
અજબ અનોખી શક્તિ જગમાં,પ્રભુ ભક્તિએ મેળવાય
માયાના બંધન જો છુટે,ત્યાં તો કળીયુગી તુટે લગામ
કૃપાની એક બુંદ પડતાં દેહે,દુશ્મન પણ ખોવાઇ જાય
………સર્જનહારની લીલા જગે એવી.
====================================
May 13th 2010
લગ્ન તીથી
તાઃ૧૩/૫/૨૦૧૦ પ્રદીપ/રમા બ્રહ્મભટ્ટ
જીવનમાં વર્ષે વર્ષે આવે,ને મોટી જ થતી જાય
સંસ્કૃતીની આસાંકળ,જેપતિપત્નીએ સંધાઇ જાય
………..જીવનમાં વર્ષે વર્ષે આવે.
એક બે કરતાં આજે સંગે,વીત્યા છે અઠ્ઠાવીસ વર્ષ
સાથ દેતાં મને સથવારે,જીતીયે જીવનનો આજંગ
સુખ દુઃખને નેવે મુકીને,કમરે મહેનતને લઇ લીધી
આધીવ્યાધિ દુર ભાગતાં,અમે અનંત શાંન્તિ દીઠી
………..જીવનમાં વર્ષે વર્ષે આવે.
ભક્તિ તો માબાપથી મળી,જે મનથી કરી લઇએ
સંતનીસાચી ઓળખમળતાં,ના જીવનમાંભટકીયે
શરણે જલાસાંઇને રહેતાં,જન્મ સફળ જોઇ લઇએ
ભક્તિ ધરમાં જ કરી લેતાં,ના મંદીરે કોઇ જઇએ
……….જીવનમાં વર્ષે વર્ષે આવે.
માતા વીરબાઇની મમતા,નેઆશીશ જલારામની
મળી ગઇ અમને વિરપુરથી,જે સંતાનોમાં દેખાય
રહેમનજર પડી બાબાની,જે જીવનમાં અનુભવાય
સહવાસ જીવનમાં મળી જાય,જે દર્શનથી લેવાય
………..જીવનમાં વર્ષે વર્ષે આવે.
=========================================
આજે લગ્ન જીવનને અઠ્ઠાવીસ વર્ષ પુરા થયા.વિના તકલીફે
જીવન જીવવાનીકૃપા સાચાસંતો શ્રી જલારામ બાપા,શ્રી સાંઇબાબાની
ભક્તિએ જ મેળવી છે.આ લગ્નતીથીએ મારાવાંચક વડીલોના આશીર્વાદ,
વાંચક મિત્રોનો પ્રેમ અને સહાધ્યાયીનો સ્નેહ મળે તે પવિત્ર ભાવનાથી
પરમાત્માની કૃપાએ જ આ કાવ્ય લખેલ છે તો પ્રેમથી મને તથા મારી
પત્ની રમા સાથે મારા બંન્ને વ્હાલા બાળકો દીપલ તથા રવિને પવિત્ર
જીવન અને આપ સૌનો પ્રેમમળે તે ભાવનાસહ જય જલારામ,જય સાંઇરામ.
=+++++++++++++++++++++++++++++++++++++++++=
May 13th 2010
સાચી લીટી
તાઃ૧૩/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શરણુ લેતા ભક્તિનું,મારા મનને શાંન્તિ થઇ
વિચારી ચાલતાં જીવનમાં,જીંદગી મહેંકી ગઇ
……….શરણુ લેતા ભક્તિનું.
ઉદય અસ્તની દુનીયામાં,જીવ વણાય છે અહીં
મતીમાનવી સાચવીલે,તો જીવન ઉજ્વળ ભઇ
કરુણાસાગર તો છે દયાળુ,સમયને જો તું પકડે
શાંન્તિ આવે જીવનમાં,જ્યાં ભક્તિ પ્રસરી ગઇ
…………શરણુ લેતા ભક્તિનું.
સંતતણો સહવાસમળતાં,વ્યાધીઓ ભાગતી થઇ
પ્રેમે આશીર્વાદમળતાં,જીંદગી શીતળ મળી ગઇ
સંસારી સંતોનો સહવાસ,સાચી ભક્તિછે કહેવાય
જલાસાંઇની સેવાનિરાળી,જે સંસારીથી મેળવાય
……….શરણુ લેતા ભક્તિનું.
============================