January 22nd 2010
માનવતા
તાઃ૨૧/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સારા કામમાં સાથ આપવો,ને બનું હું કોઇનો ટેકો
બનવુ મારે માણસ જગ પર,જેનો હરખ છે અનેરો
……….સારા કામમાં સાથ આપવો.
જન્મ મરણ ના જીવને બંધન, સરળતાનો સહવાસ
મહેનત મનથી કરવી જગ પર,ના રહે કોઇ બાકાત
કર્મ બંધન મેળવવાજીવને,જન્મ અવનીએ અપાય
આવી ધરતી પરના બંધન,માનવતાએ મળી જાય
……..સારા કામમાં સાથ આપવો.
મારુએ સહજતા આપણુ એપ્રેમ,માનવી જન્મે જેમ
આગમને અણસારમળે,જ્યાં માનવી બુધ્ધિની દેન
કરતાં કામ સ્નેહની સાથે,ત્યાં સફળતા આવી જાય
બની કોઇનો સહારો જીવનમાં,પ્રભુનીકૃપા મેળવાય
………..સારા કામમાં સાથ આપવો.
____________________________________
January 22nd 2010
ભક્તિ,પ્રેમ અને કૃપા
તાઃ૨૧/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમય પારખી જગમાં ચાલતાં,જન્મ સફળ થઇ જાય
પાવનજગમાં ભક્તિ પ્રેમ મળતાં,પ્રભુકૃપા મળી જાય
………સમય પારખી જગમાં.
નિત્ય સવારે નિર્મળ ભક્તિ લેતા,ઉજ્વળતા લહેરાય
પામવા જગમાં લાગેજીવન,જ્યાં માનવતા મહેંકાય
ભક્તિકરતાં મન પણ હરખાય,જ્યાં પ્રેમે ભજનથાય
મળતી માયા પરમાત્માથી,શીતળ જીવન થઇ જાય
………સમય પારખી જગમાં.
આવીપ્રેમ મળે જીવનમાં,જ્યાં સંસ્કારના છે સોપાન
મળવા મનથી હૈયા તરસે,ના અપેક્ષાય કોઇ રખાય
ડગલે પગલે સહકારમળે,ત્યાં ઉજ્વળ પ્રેમ જ દેખાય
મળી જાય જગતમાં પ્રેમ સાચો, જીવન સાર્થક થાય
………સમય પારખી જગમાં.
દેખાદેખની માયા નાવળગે,ત્યાં પરમપિતા હરખાય
નિર્મળહૈયે ભક્તિ કરતાં,જીવને પ્રેમ સૌનો મળીજાય
રામનામની જીવને મળે કેડી,ત્યાં કૃપા અપાર થાય
આવી આંગણે પરમાત્મા પણ,જીવને મોક્ષ દઇ જાય
……….સમય પારખી જગમાં.
************************************
January 21st 2010
અજ્ઞાનતા
તાઃ૨૦/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જન્મ મળે જગત પર, કર્મનો એ સંકેત
અવની પર સતકર્મ લેતા,સુધરે જન્મ આ એક
………જીવને જન્મ મળે જગત.
કરુણાનો સાગર અવનીપર,પ્રભુ કૃપાએ દેખાય
માણી લેવો કે ના નસીબે,તે વર્તનથી મેળવાય
માનવજન્મ એસંકેત જીવને,સાર્થકએકરીજવાય
મારુતારુની અજ્ઞાનતા છોડતાં,પવિત્ર જન્મથાય
……..જીવને જન્મ મળે જગત.
લાગણી માયા મોહ કે દ્વેષ,એ અવનીપરના વેશ
ક્યારેકેમ ક્યાંથીઆવે,તે માનવની સમજના ભેદ
સાર્થક જન્મ મળે જગે,જ્યાં પ્રભુ કૃપા મળી જાય
નાઆવે કળીયુગ આંગણે,જ્યાં બંધ માનવીનુમુખ
………જીવને જન્મ મળે જગત.
સાચી કેડી મળે જીવને,પ્રાર્થના પુંજાનો મળે સંગ
મહેંક જીવનનીય પ્રસરે,જ્યાં થાય સાચો સત્સંગ
ના માગણી કરવી પડે,કે ના જગમાં પ્રસારે હાથ
મળી જાય આજીવને મોક્ષ,જ્યાંજલાસાંઇ ભજાય
………જીવને જન્મ મળે જગત.
==================================
January 21st 2010
સરળ શબ્દ
તાઃ૨૦/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભાષા મારી ભઇ ગુજરાતી,ને હુંય ગુજરાતી સંતાન
મળીજાય જ્યાં સ્નેહના શબ્દ,ત્યાં મળીજાય ઘરબાર
………..ભાષા મારી ભઇ ગુજરાતી.
આવતાં જતાંનો સહવાસ જીવને,જે જીવનમાં દેખાય
આવે જ્યાં હૈયેથીપ્રેમ,ત્યાં સહવાસ મેળનો મળીજાય
વાણી વર્તન બંન્નેને સાચવી,શબ્દ જીભથી જે બોલાય
આવેલ આગમન દેહનું જગે,જતાં ના લાગે કદી વાર
………..ભાષા મારી ભઇ ગુજરાતી.
સ્નેહના શબ્દ સરીજાય,જ્યાં હૈયામાં ઉભરે અનંત હેત
માગણી ના પ્રેમની કરવી પડે,જ્યાં શબ્દોને સચવાય
શબ્દે શબ્દની સાંકળ છે ન્યારી,શબ્દપ્રેમે એ સમજાય
મળે માગેલ પ્રેમ,અપેક્ષાને સ્નેહ,જ્યાં સરળતામાં હેત
……….ભાષા મારી ભઇ ગુજરાતી.
પ્રેમ શબ્દ છે સરળને સીધો,જે અનેકરીતે અનુભવાય
પ્રભુ પ્રેમથી જન્મ સુધરે,પત્નીપ્રેમથી ધર મહેંકી જાય
સંતાનપ્રેમમળે માબાપથી,ને પૈસાપ્રેમમાં મહેનતથાય
ભણતર પ્રેમજગે છે ઉત્તમ,જ્યાંજીવન ઉજ્વળ થઇજાય
………ભાષા મારી ભઇ ગુજરાતી.
++++++++++++++++++++++++++++++++++
January 20th 2010
ગૌરવ
તાઃ૧૯/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મમળે જ્યાં અવનીએ,ત્યાં સાર્થક જીવન કરી શકાય
ગુર્જર માટીની મહેંકમળે મને,જ્યાં ગુજરાતી મળી જાય
………..જન્મ મળે જ્યાં અવનીએ.
વિશ્વવ્યાપી છે અવનીપર,એ હિંમતવાન જગમાં કહેવાય
આધી વ્યાધીમાં માર્ શોધી,સરળ જીવનએ મેળવી જાય
સરળ સ્નેહને મધુરવાણીએ,જીવનના માર્ગો એ તરી જાય
ભાષાજગતમાં ગુજરાતીઉત્તમ,અંગ્રેજીને પણએ ટપી જાય
…………જન્મ મળે જ્યાં અવનીએ.
મીઠીમધુરને મોહક વાણી લાગે,જ્યાં શબ્દોમાં એ સજાય
હ્યુસ્ટનમાંએ આવી પ્રેમે,જ્યાં ગુજરાતી સર્જકો મળી જાય
શબ્દોનાસહવાસનેલેવા,ગુજરાતી સાહિત્ય સરીતા સર્જાય
એકએકના સહકારના સ્પંદન,હૈયેથી દરમીટીંગે મળીજાય
………. જન્મ મળે જ્યાં અવનીએ.
===================================
January 19th 2010
જય મહાદેવ
તાઃ૧૮/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
છો ત્રિશુલધારી,ઓ ભોલે ભંડારી,
છો જગતઆધારી,ઓ વિશ્વવ્યાપી;
સુણજો અમારી વિનંતી આધારી,
નિશદીન કરીએ છીએ પુંજનઅર્ચન;
પ્રેમે સ્વીકારી દો ઉજ્વળ જીવન,
મુક્તિ જીવની એ આશા ઉમંગથી.
………છો ત્રિશુલધારી,ઓ ભોલે ભંડારી.
મૃદંગ વાગે ને ડમરુ પણ વાગે,
શિવલીંગ પર દુધ અર્ચન સાથે
ધંટારવ ને વળી ઢોલ પણ વાગે,
આરતી પુંજા સૌ ભક્તો છે સાથે
ૐ નમ શિવાયના સ્મરણ સંગે,
પાવન ભક્તિ કરીએ વંદન સંગે
……..છો ત્રિશુલધારી,ઓ ભોલે ભંડારી.
હૈયુ હરખે કૃપા પામવા જીવન સંગે,
તનમનથી વંદન કર્મપાવન કાજે
દેજોપ્રેમ કૃપાળુ આજીવ શાંન્તિ ઝંખે,
હાથ પ્રસારુ પ્રેમ હૈયુ છે તરસે
આધાર તમારો અવનીપર હું માગું,
પ્રેમે તનમન ઉજ્વળ પણ કરજો
……..છો ત્રિશુલધારી,ઓ ભોલે ભંડારી.
=================================
January 18th 2010
સલામ
તાઃ૧૭/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હૈયામાં ઉમંગ થાય અનેરો,ને જીવનમાં સાચીરાહ મળે
સલામ એ જીવને થાય,જેની કૃપાએ જન્મના ફેરા ટળે
………હૈયામાં ઉમંગ થાય અનેરો.
સલામ પરમાત્માને થાય,જેની કૃપાએ જીવને દેહ મળે
મુક્તિ પામવા જન્મ મરણથી,માનવ જન્મ સાર્થક રહે
ભક્તિ સાચી શ્રધ્ધાએ કરતાં,પાવક જીવન માર્ગ મળે
પળપળનોસહવાસ ભક્તિથી,જીવનેજન્મથી મુક્તિ મળે
………હૈયામાં ઉમંગ થાય અનેરો.
સલામ માબાપને થાય અંતરથી,જેનાથકી આદેહ મળે
જીવને મુક્તિનો માર્ગ લેવા,માન જન્મથી શુધ્ધિ મળે
ઉપકારઅતિ માબાપનો જીવપર,જેનાથકી આતકમળે
સાર્થક જીવનો જન્મ કરતાં જ,કાયમ પ્રભુનુ શરણું મળે
……….હૈયામાં ઉમંગ થાય અનેરો.
સલામ દેહના શિક્ષકને કરીએ,જેમના થકી ભણતર મળે
મહેનત સાચીરાહે કરતાં,મનુષ્યજીવન પાવન બની રહે
ભણતરનાસોપાન પામતા,જીવનમાં માનવતાસંગ મળે
ઉજ્વળ જીવન જીવી જતાં,સાર્થક માનવ જન્મ બની રહે
……….હૈયામાં ઉમંગ થાય અનેરો.
સલામ સાચાસંતને તનમનથી,જેનાથકી પાવનરાહ મળે
ભક્તિનો સંગાથ મળતાં જીવને,જીવની મુક્તિના દ્વાર ખુલે
મહેંકી જાય આમાનવ જીવન,જ્યાં પ્રભુકૃપાની વર્ષાવરસે
આધી વ્યાધી ટળીજતાં,જગતમાં માનવજન્મ સાર્થક બને
………..હૈયામાં ઉમંગ થાય અનેરો.
+++++++++++++++++++++++++++++++++++++++
January 18th 2010
શ્રધ્ધાનું બળ
તાઃ૧૭/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જલારામ મને ભક્તિ દેજો,જ્યાં મળવા આવે પ્રભુ રામ
સાંઇબાબા મને પ્રેમ દેજો,જ્યાં પરમપિતા પણ હરખાય
………જલારામ મને ભક્તિ દેજો.
નિત્ય સવારે પ્રાર્થના કરતાં,મનને શાંન્તિ મળી જાય
પ્રભાતના પહેલા કિરણોથી,ઉજાસ ઘરમાંય થઇ જાય
મોહમાયાના બંધન પણ તુટે,નારહે અપેક્ષા મનમાંય
પવિત્ર જીવન પામવા કાજે,સંત જલાસાંઇને ભજાય
………જલારામ મને ભક્તિ દેજો.
માનવ જીવન સાર્થક કરવા,નાકોઇ દેહને દુઃખી કરાય
પ્રેમ પામવા પ્રેમદેતાં જગમાં,પરમાત્મા પણ હરખાય
એક દ્રષ્ટિએ પ્રભુને જોતાં,ના ભેદભાવ કોઇજગે દેખાય
માનવતાનો સંકેતમળેજીવને,જ્યાં સાંઇબાબાને ભજાય
………જલારામ મને ભક્તિ દેજો.
કર્મના બંધન જીવની સાથે,જે માનવદેહને દોરી જાય
માનવતાની મહેંક સંગે રહે,જ્યાં સંતને શરણે જવાય
માયામુકી જ્યાં ભક્તિથાય,ત્યાં પરમાત્મા આવી જાય
ઉજ્વળ દેહના દર્શન થાતાં,જીવનો જન્મ સુધરી જાય
………જલારામ મને ભક્તિ દેજો.
***********************************************
January 17th 2010
દીપુ,દીપુ…..
તાઃ૧૭/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દીપુ,દીપુની બુમ સાંભળતા, દીપલ ઘરમાં આવે દોડી
સરોજબેનની લાડલી દીકરી,પાપા પગલી કરતી જ્યારે
પગલું ભરતાં પહેલા એ વિચારે,ઉજ્વળ જીવનને લેવા
સંસ્કાર ભરેલા કુંટુંબની દીકરીને, સૌ પ્રેમ દીલથી દેતા
અશોકકુમારની દીકરી વ્હાલી,ને વૈભવનીએ વ્હાલીબેન
માતાપિતાની પ્રેમની હેલી,દીકરીને વ્હાલ દઇદે દીલથી
ડાહ્યાભાઇ ને કમળાબાના દીકરા,અશોકભાઇની આદીકરી
માતા સરોજબેનની વ્હાલી,કુટુંબીઓનો પ્રેમપણ એ લેતી
ઉજ્વળ વેળા આવી આંગણે,દીપુએ સંસારની કેડી પકડી
ડીસેમ્બરની ૨૨મી ૨૦૦૯ની,આવ્યા સગા સંબંધીને સ્નેહી
મહેળાવથી પ્રેમેપધાર્યા,દીપુને દેવાજીવનની ઉજ્વળકેડી
જીતેન્દ્રભાઇને ચેતનાબેનના, સંસ્કારી દીકરા કલ્પેનકુમાર
લગ્નના પવિત્રબંધન લઇને,દીપુનોસંગાથ જીવનમાંલેવા
દીકરીના દ્વાર છોડી,પત્ની બનીએ,અને ઘરની વ્હાલી વહુ
———-+++++++————++++++++———–
તાઃ૨૨/૧૨/૨૦૦૯ મંગળવાર હ્યુસ્ટન.
જીવતરની કેડી પકડવા ચી.દીપુ તાઃ૨૨/૧૨/૨૦૦૯ ના રોજ
મહેળાવના ચી.કલ્પેનકુમાર સાથે લગ્નબંધનથી સગાંસંબંધીઓની
સાક્ષીએ મંગળફેરા ફરી બંધાઇ.આ પવિત્ર પ્રસંગનીયાદ સ્વરૂપે આ
લખાણ અમારા તરફથી ભેંટ.
લી.પ્રદીપ,રમા બ્રહ્મભટ્ટ તથા પરિવાર તરફથી જય જલારામ સહિત.
January 17th 2010
સિંદુરની કિંમત
તાઃ૧૬/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ જીવનોસફળ બને,જ્યાં દેહને ઉજ્વળ કુળમળે
પવિત્ર પાવન ભક્તિ મળે,ને હિન્દુકુળમાં જન્મ મળે
………જન્મ જીવનો સફળ બને.
માતાપિતાનો હરખ મળે,જ્યાં સંતાનને સાચી રાહ
નિર્મળ પાવન પ્રેમ વહે,ને માનવજીવનમાં ઉજાસ
શીતળ જીવનનો સહવાસ લેવા,દીકરી સાસરે જાય
સંસારનાસહવાસી પતિથી,ત્યાં સેંથામાંસિંદુર પુરાય
………જન્મ જીવનો સફળ બને.
શ્રધ્ધા અને વિશ્વાસમાં જ્યાં અંતરે પ્રેમ આવી જાય
ચપટી સિંદુર કપાળમાં મુકતા,સૌભાગ્યવતી થવાય
ચપટીની ગપટી ના સમજાતા,શ્રીહનુમાનજી મુંઝાય
શરીરે સિંદુરલગાવી,પ્રભુરામનાચરણનું શરણુ લેવાય
………જન્મ જીવનો સફળ બને.
==================================