December 28th 2009
વિરહના વાદળ
તાઃ૨૭/૧૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જગતમાં પ્રેમ મળે,જ્યાં દેહ મળી જાય
કુદરતની આઅપારલીલા,ના જગતમાં સમજાય
………જીવને જગતમાં પ્રેમ મળે.
મળે દેહ માનવનો જગમાં,સગાવ્હાલા મળી જાય
પ્રેમ મળે માબાપનો જ્યાં, ત્યાં હૈયુ ઉભરાઇ જાય
કુદરતની આ લીલા અનેરી,કોઇથી ના પરખાય
સમયસમય ને પારખીલેતા,પાવનજન્મથઇજાય
……… જીવને જગતમાં પ્રેમ મળે.
પશુ,પક્ષીકેપ્રાણીમાં જ્યાં,જીવને જન્મ મળીજાય
આધારરહે પરમાત્માનો,ના સહારો કોઇનોલેવાય
અમરજીવના આબંધન,જેને કર્મનામળેછે સ્પંદન
છુટીજાય આ બંધનદેહના,જ્યાં જીવનીકળી જાય
……..જીવને જગતમાં પ્રેમ મળે.
માનવદેહની માયા એવી,જગે જીવને મળી જાય
એકમેકના પ્રેમ નિરાળા,જે વળગી ચાલે પળપળ
વિરહના વાદળ ઘેરીવળે,જ્યાં જીવદેહ છોડી જાય
પ્રભુભક્તિએ કૃપામળે,ને માનવજન્મસફળથઇજાય
……… જીવને જગતમાં પ્રેમ મળે.
===============================
December 27th 2009
ઠંડીની લહેર
તાઃ૨૭/૧૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શિયાળાની શીતળતામાં જ,મધુર મહેર મળી જાય
આજ અમારે આંગણે ભઇ,ઠંડીની લહેર આવી જાય
……….શિયાળાની શીતળતામાં.
બારણું ખોલતા મહેંક આવે,જાણે પ્રસરી પ્રેમે જાય
બંધ આંખે લહેર લાવે,જે મનમાં શાંન્તિ દે અપાર
ઉજ્વળ જીવન લાગે આજે,જાણે સ્વર્ગ આવ્યું દ્વારે
દીલ જીત્યુછે પરમાત્માએ,નાકોઇથી જગતમાં હારે
……….શિયાળાની શીતળતામાં.
શીતળ એવો વાયરો આ,જ્યાં પ્રેમનીપડે છે વર્ષા
હૈયામાંથી હેત વરસે એ, ના રોકી શકે કોઇ ઘરના
આનંદ આનંદ ચારે કોર,ને શીતળતાનો સહવાસ
નાઅપેક્ષા માનવીનીરહે,જ્યાં કુદરતલાવે સમતા
………શિયાળાની શીતળતામાં.
પ્રભુકૃપા ને પ્રેમજગમાં,સાચી માનવતાએ લેવાય
પ્રેમવરસે જ્યાં પરમાત્માનો,ના શબ્દોથી કહેવાય
લાગણીમાં માગણી રહી છે,જે દેહ ને વળગી આજ
લહેર મળતા ઠંડીની આજે,સૌ ભુલી ગયા ગઇ કાલ
……….શિયાળાની શીતળતામાં.
“”””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””
December 27th 2009
અપેક્ષા
તાઃ૨૬/૧૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કોની કેવી માગણી જગમાં, ના કોઇથી સમજાય
કેટલી કેવી કોની અપેક્ષા,સમયે પારખી લેવાય
……..કોની કેવી માગણી જગમાં.
સંતાન બનીને આવતા,માબાપનો પ્રેમમળી જાય
પવિત્રપાવન જીવનમાં,પરમાત્માનીકૃપામેળવાય
મહેનત અને લગન મળે,ત્યાં સફળતા મળી જાય
નારહે અપેક્ષાકોઇની,નેસંતાનનુ જીવનમહેંકી જાય
……….. કોની કેવી માગણી જગમાં.
ભણતરના દ્વારે આવતાં,મહેનત મનથી કરીલીધી
સફળતાના સહવાસે રહેતા,ઉજ્વળ જીંદગી આણી
સોપાનના હર પગથીએ,મહેનત સૌએ જાણીલીધી
ના અપેક્ષા મનમાંરહે,જ્યાં ભણતરે સફળતા મળી
……….. કોની કેવી માગણી જગમાં.
ભક્તિએ ના દેખાવ દીસે,ત્યાં મનથી ભક્તિ થાય
ના મંદીરનાદ્વાર શોધવાપડે,જ્યાંઘરમાંપ્રભુભજાય
શ્રધ્ધાના માર્ગે ચાલતા,જીવનમાં ના અગવડ નડે
નાઅપેક્ષા કૃપાનીરહે,એતો સાચીભક્તિએ મળીરહે
……….. કોની કેવી માગણી જગમાં.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
December 26th 2009
સમયના સોપાન
તાઃ૨૬/૧૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લીલી વાડી જોઇ લેતા,સૌ સગા વ્હાલા છે હરખાય
પ્રેમની પોટલી પામી લેતા,આ ઉજ્વળ જીવનથાય.
………લીલી વાડી જોઇ લેતા.
જન્મ મળતા જીવને,મા બાપના પ્રેમની વર્ષા થાય
ઘોડીયાની દોરી હલાવતા,માતાનીમાયા વળગીજાય
બાળપણમાં આનંદ પામીને,વ્હાલ સૌનું મેળવીજાય
જીંદગીના પ્રથમસોપાને,બાળકને આશીશમળી જાય.
……..લીલી વાડી જોઇ લેતા.
ડગલું માંડી જ્યાં ચાલતા,બાળક પગલું માંડતુ થાય
એક બે પાંચ ચાલતાં,આંગળીનો ટેકો હવે છુટી જાય
ભણતરનીકેડીને પકડતાં,તેનું ભાવિ ઉજ્વળછે દેખાય
બીજા જીવનના સોપાનથીજ, જીવન પણ મહેંકી જાય.
………લીલી વાડી જોઇ લેતા.
મોહ માયાના બંધન છોડી,જ્યાં પકડી જીવનની કેડી
સાથ અને સહકારનીકેડીએ,માબાપનોપ્રેમ આવીજાય
જુવાનીના સોપાનમાં હવે,મળે લગ્ન જીવનની જોડી
જીવનાબંધન એ કર્મનુલેણુ,જન્મે ભાગીદારથઇઆવે.
………લીલી વાડી જોઇ લેતા.
ઉંમરના આગમનમાં,સમજી વિચારી જીવનજીવી રહે
મન મહેનતના ફળ રુપે,કુદરત જીવ પર નજર કરે
શ્રધ્ધા રાખી મક્કમ મને,ગૃહ સંસારને વળગી ચાલે
ભક્તિના સોપાનનો સમય,જે અંતે પાવન જન્મ કરે.
……….લીલી વાડી જોઇ લેતા.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
December 25th 2009
બંધન સાંકળના
તાઃ૨૫/૧૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
એક કડીથી બીજી કડીનો તાંતણો બંધાઇ જાય
તુટે કદીના એ બંધન,એતો અતુટ બંધન થાય
…………એક કડીથી બીજી કડીનો.
હૈયેથી જ્યાં વરસે હેત,ત્યાં લાગણી મળી જાય
પ્રેમ વરસે જ્યાં પ્રીતમનો ત્યાં પ્રેમીકા હરખાય
પાપા પગલી માંડતા બાળે,લાગણીઓ વરસાય
પ્રેમના બંધન પતિ પત્નીના, બાળક મળી જાય
……….એક કડીથી બીજી કડીનો.
જીવનની સાંકળનાબંધન,ના કોઇથીય ગણીશકાય
સ્નેહનાબંધન કુટુંબના,સહવાસના પ્રેમમાંમળીજાય
મહેનતનીકડી ભણતરથી,જે ઉજ્વળજીવને લઇજાય
ભક્તિની સાંકળછે ન્યારી, જીવને મુક્તિએ દોરીજાય
……… એક કડીથી બીજી કડીનો.
શ્રધ્ધા અને વિશ્વાસની કડીએ,પાવન જીવન થાય
આંવી આંગણે પ્રેમ મળે,ને પ્રભુ કૃપાય મળી જાય
સાંકળના બંધન અનેરા,મળી જાય જ્યાં દેહ મળે
પકડી ચાલતા તાંતણે,એ તો મહેંક મહેંક થઇ જાય
……….એક કડીથી બીજી કડીનો.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
December 25th 2009
નથી રહ્યું
તાઃ૨૪/૧૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નથી રહ્યું જગતમાં
કોઇ મારું,
તમારું,આપણું
કે પારકુ.
માનીતુ
કે અજાણ્યુ
ઘરનું
કે બહારનું
સાત્વીક
કે નાસ્તીક
જળચર
કે વનચર
માનવી
કે પ્રાણી
પશુ
કે પક્ષી.
/////////////////////////////
December 24th 2009
આવજો વ્હેલા
તાઃ૨૩/૧૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઘરવાળાની વાટ હું જોતી, સંધ્યાકાળને ટાણે
આવશે વ્હેલા કામથીજ્યારે,પ્રેમ મેળવું ત્યારે
……..ઘરવાળાની વાટ હુ જોતી.
સવારના સથવારમાં,ચા નાસ્તો સાથે કરતા
પ્રેમથી પાપડ પુરી ખાતા,ઘુંટડો ચાનો લેતા
જીવનમાં આનંદ મહેંકતા,પ્રભુ કૃપાને જોતી
ભાગ્ય ખુલ્યા મારા,જ્યાં જલાસાંઇને ભજતી
………ઘરવાળાની વાટ હુ જોતી.
મળી ગયો પ્રેમમાબાપનો,હું લગ્ન કરીને આવી
વહુ,પુત્રીની મળીદ્રષ્ટિ,ત્યાં સિંદુર શીતળ લાગ્યુ
પ્રેમ પતિનો દિલથીમાણી,ખુશી જીવનમાંઆવી
આવશે વ્હેલા વ્હાલામારા,જીવનમાં મહેંક લાવી
……..ઘરવાળાની વાટ હુ જોતી.
===============================
December 24th 2009
પ્રેમ માબાપનો
તાઃ૨૩/૧૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે જો પ્રેમ માબાપનો,તો ઉજ્વળ જીવન થાય
ઉજ્વળ જીવન થઇ જતાં,જન્મ સફળ થઇ જાય
………મળે જો પ્રેમ માબાપનો.
મનમંદીરના દ્વાર ખુલે,જ્યાં આશીર્વાદ મળી જાય
પ્રભુ કૃપાની પાવનવર્ષા,માબાપની સેવાએ થાય
એક મહેંક માનવતાનીમળે,જ્યાં જીવે શાંન્તિ થાય
ના માગણી કે અપેક્ષા રહે,માનવજન્મ મહેંકી જાય
………મળે જો પ્રેમ માબાપનો.
અવનીપરના આગમનમાં,જો માનવદેહ મળી જાય
સમજ વિચારી જીવન જીવતાં,પાવન આંગણું થાય
બાળપણની માયાઅનોખી,જ્યાં કૃપા માબાપનીથાય
ઉજ્વળ જીવન પામવા જીવને,પ્રભુ કૃપા મળી જાય
………મળે જો પ્રેમ માબાપનો.
જન્મ મળતાં દેહનો જગમાં, સહવાસ સથવારનો છે
ગતી મતિની જગમાં ન્યારી,ના કોઇથી એ પરખાય
પ્રેમ માબાપનો નિર્મળ મળતાં,જીવને સમજાઇ જાય
ભાગ્યવિધાતા પરમાત્માની,સાચીભક્તિ મનથીથાય
………મળે જો પ્રેમ માબાપનો.
+++++++++++++++++++++++++++++++++++
December 23rd 2009
Merry Christmas
Dt:5/12/1983 Pradip Brahmbhatt
Happy,Happy,Happy days are never again
Years and years passed never come back
enjoy,enjoy,enjoy lovely Christmas days
It will never come back…(2)
………Happy,Happy,Happy.
O my lovely child,never be wild in a life
You will be great in a human being
Never come back,never be fail
Always stay in the head..(2)
……..Happy,Happy,Happy.
Love looks pure,but it’s not as water pure
It is thy good, when it’s from the heart
It will remain in the world until the life
You exist till your love…(2)
………Happy,Happy,Happy.
================================
December 22nd 2009
નવમુ નોરતુ
તાઃ૧૦/૧૦/૧૯૮૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માડીને ગરબે,દઇને બે તાળી
ગરબે ઘુમતી,જગની આ નારી
ઓ મા,મારી અંબે,મારી કાળકા,માડી બહુચર
રમવા આવોને મારે ગરબે રે ઓ માવડી
………માડીને ગરબે,દઇને બે.
મા અંબા પધારે…(૨), રુમ ઝુમ કરતી
સાથે સહેલીઓ, ગરબે મારે
શોભા અનેરી,કહી શકાય ના
નાકે છે નથણી,ને હાથે ગુલાલ છે
પગમાં….(૨) ઝાંઝર ઝમકે રે
……….માડીને ગરબે,દઇને બે.
પાવા તે ગઢથી…(૨) ઉતરી મા કાળકા
આંખે અનેરુ તેજ છે
શીતળ છે તારા, હાથની રે કૃપા
ભવસાગર તરનારને
જગની ઓ મા..(૨), તુ તારણહાર રે
………માડીને ગરબે,દઇને બે.
મા બહુચર તારી ..(૨) ભક્તિ લાગી
ગરબે મારે પધારજે
ચુંદડી તારી, લાલ ગુલાલ છે
ભાલે તારે તેજ અનેરુ
તું આવી …(૨) ગરબે ઘુમજે માડી
……..માડીને ગરબે,દઇને બે
…..જય જય અંબે,જય જય કાળકા,જય જય બહુચરમા…….
_______________________________________