November 26th 2009
અમી ઝરણાં
તાઃ૨૬/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
(૧) બાળકને પ્રેમ અને પ્રભુને ભક્તિ.
(૨) માતાનો પ્રેમ અને પિતાની પ્રેરણા.
(૩) જુવાનીમાં ભણતર અને ગૃહસ્થીમાં મહેનત.
(૪) વડીલને આદર અને સંતને વંદન.
(૫) વૃક્ષને પાણી અને જીભથી વાણી.
(૬) ઘોડાને લગામ અને જુવાનીમાં સંસ્કાર.
(૭) ભણતરમાં મન અને જુવાનીમાં તન.
(૮) ભક્તિમાં શ્રધ્ધા અને શરીરમાં શક્તિ.
(૯) સમય અને સહવાસ એ જીવનની પુંજી.
(૧૦) માગણી અને લાયકાત એ સંસ્કારને આધીન છે.
(૧૧) જન્મ એ કર્મને અને મૃત્યુ એ દેહને આધીન છે.
(૧૨) દેહ એ જીવના સુખદુઃખની કેડી છે.
(૧૩) સુગંધ અને દુર્ગન્ધ એ નાકની પારખ શક્તિ છે.
(૧૪) મોહ માયા એ દૈહીક છે જ્યારે પ્રેમ એ અનુભુતી છે.
(૧૫) ભક્તિ એ જીવ અને શીવની પ્રીત છે.
(૧૬) પોતે જ્વલીત રહી બીજાને પ્રકાશ આપે તે પ્રદીપ.
(૧૭) વાણી,વર્તન અને વિચાર એ દેહના બંધન છે.
(૧૮) મારુ એ મનુષ્યની માણસાઇ છે અમારુ એ પ્રભુ કૃપા છે.
(૧૯) સુખદુઃખએ તનને સ્પર્શે છે અને ભક્તિએ મનને સ્પર્શે છે.
(૨૦) દીવાની જ્યોત દ્રષ્ટિમાન છે,મનની જ્યોત અદ્રશ્ય છે.
@@@@@@@@@@@@@@@@@@@@@@@
November 26th 2009
सबका मालीक
ताः२६/११/२००९ प्रदीप ब्रह्मभट्ट
इन्सानी जीवनमें कभी धुप छांव आ जाती है
जब रहेमहो उपरवालेकी सबचिंता भागजाती है
………..इन्सानी जीवनमें कभी.
कर्मवचन ओर वाणीका इन्सानियतसे नाता है
जो समझ गयेहै उसको वो भक्तिमेंसुख पाते है
आनाजाना इस दुनीयामें कर्मोसे मील जाता है
सबका मालीक मीलजायेतो उज्वळजन्म होताहै
……….इन्सानी जीवनमें कभी.
करनी वैसी भरनी जगमें ना जगमें बच पाया है
भक्तिप्रेमका संदेशमीले तो प्रभुप्रीत मील जाती है
प्यारभरे इस संसारमें जव प्यार सभीका पाना है
श्रध्धाओरसबुरीमें जीवनमें प्रभुप्रेम मील जाता है
……..इन्सानी जीवनमें कभी.
+++++++++++++++++++++++++++++++++++
November 26th 2009
સંતોષી મન
તાઃ૨૫/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળી જાય મન માગ્યુ જ્યારે,ના કોઇ રહે વિચાર
પ્રેમ જગમાં ઉજ્વળ એવો,ના ક્યારે જુએ કોઇવાર
……..મળી જાય મન માગ્યુ.
એકલતાના ભઇ આશરે,જ્યાં માનવમન ભચકાય
સથવારાને એ શોધીરહે,તોય નાસાથકોઇ દઇજાય
મુંઝવણ આવે વણ માગેલી,જે બારણે ખકડી જાય
ઓવારો કે ના કિનારો મળે,ને જીવન ભડકી જાય
……..મળી જાય મન માગ્યુ.
હાથપ્રસારી માગણીનીકુટેવ,જે દેહમળતા મળીજાય
જોઇ લેતા જગના જીવનને,પાવન જીવ દુખી થાય
પ્રભુભક્તિને પકડીલેતાં જ,મુંઝવણ દુર ભાગી જાય
શાંન્તિ આવતાં જીવનમાં,મનને સંતોષ મળી જાય
…….મળી જાય મન માગ્યુ.
શીતળ સ્નેહની આશા રાખી,મોહ જગતમાં ફર્યા કરે
આંધીકેવ્યાધી નાસમજે,માગણી જીવનીકદીનાઅટકે
આજે આવશે કાલેમળશે,સદામોહમાંમન લટકીરહેશે
સદીયોમાં એ વિસરાઇ રહેશે,ના કદી આ દેહે મળશે
…….મળી જાય મન માગ્યુ.
———————————————————-
November 25th 2009
કર્મનો મર્મ
તાઃ૨૪/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વાવશો તેવુ લણશો જગમાં,
કરશો તેવું પામશો ઘરમાં
જગતનીમ છે આ અવિનાશી,
ના તેમાંથી કોઇ છટકી જાણે
……..વાવશો તેવુ લણશો જગમાં.
સંસ્કાર સિંચન ને વાણી વર્તન,
મળી જાય માબાપને કરતાં વંદન
બાળ બનીને અવની પર આવતાં,
સાથે લઇને પ્રેમ જગતમાં એ રહેતાં
જીવતરની જ્યાં પકડી કેડી,
બાળપણની ત્યાં છુટી પગલી નાની
દેહ થકી જ્યાં ઉમંગ આવે,
ત્યાં સમઝણ પળપળ સાથે ચાલે
………વાવશો તેવુ લણશો જગમાં.
ઉમંગ હરખ સંસારમાં આગળપાછળ ચાલે
કર્મ કરેલા જગમાંજીવન ઉજ્વળલાવે
પાવક પ્રેમની જ્વાળા મળતાં,
મોહ,માયા,મમતાને દેહથી દુરજ રાખે
મર્મની સાચીસમજ પ્રભુકૃપાએ આવે
જીવનેજ્યોત જલાસાંઇની મળે જ્યારે
કર્મ કરેલા દેહની મુક્તિ સાથે રહેશે
યોગ્યતાએ જીવકૃપાને પાત્ર બનશે
………વાવશો તેવુ લણશો જગમાં.
=====================================
November 24th 2009
પંખીની પાંખ
તાઃ૨૩/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાંખ જોઇ પંખીની મને,ઉમંગ મનમાં આવે
સમયને પારખી જગમાં,તરત ઉડી જાય એ
………..પાંખ જોઇ પંખીની મને.
નિર્મળમન ને ઉજ્વળજીવન,પ્રેમસદા લઇ આવે
રાખીશ્રધ્ધા રામનામમાં,જીવનમાં ઉમંગછે લાવે
કળીયુગના ચમત્કારમાં,નાવ્યાધી જીવનમાંઆવે
કરીકામ દયાના જીવથી,જીવ મુક્તિ નજીક લાવે
………પાંખ જોઇ પંખીની મને.
કરુણાસાગર અવિનાશીની,કૃપા જીવનેઅહીં લાવે
મનુષ્ય જીવન પામી લેતા,જીવન ઉજ્વળ માણે
પંખી કેરા જીવનમાં,પૃથ્વીએ પ્રભાત સુરજ લાવે
સમય પારખી ઉડીજતાં,ના તકલીફ જીવને આવે
………પાંખ જોઇ પંખીની મને.
આજકાલની ના ચિંતા,જેને સમય પકડતા ફાવે
રાહ જોવાની જેને કુટેવ,ના જીવનમાં ફળ લાવે
મન મહેનત ને લગનમાં, સદા રહેવામાં સતેજ
મળશે મોક્ષ પ્રભુથી,જે જીવને મળીજ જશે સદેહે
………પાંખ જોઇ પંખીની મને.
((((((((((((((૦૦૦૦૦૦૦૦૦)))))))))))))૦૦૦૦૦૦૦૦૦૦
November 23rd 2009
કળીયુગની કરામત
તાઃ૨૨/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વણ માગેલી માયા,ને સાથે મોહ મળી જાય
કળીયુગની લીલામાં,માનવતા ખોવાઇ જાય
………વણ માગેલી માયા.
સંબંધ જગતમાં એવો,જે જીવને જકડી જાય
દેહ મળતા જીવને જગે,વણ માગે મળી જાય
કુદરતનીઆ લીલામાં,એક બંધન આવી જાય
મળી જાય મોહમાયા,ત્યાંમાણસાઇ ચાલીજાય
……..વણ માગેલી માયા.
જકડી જાય જીવનને જે,તેને મોહ છે કહેવાય
શરીરના આબંધન એવા,ના કોઇથીય છોડાય
ભાગવા જ્યાં માનવ કરે,ત્યાં જીવન જકડાય
માર્ગ મુક્તિનો મળે,જ્યાં પ્રભુભક્તિ થઇ જાય
……..વણ માગેલી માયા.
અવનીપર ના આગમને,જીવ દેહધરીને આવે
કૃપા પરમાત્માની મળે, તો માનવ દેહને લાવે
સમજીવિચારી શરણુ લેતા,જગના બંધન ભાગે
મુક્તિનોમાર્ગ મોકળોથતાં,પરમાત્મા લેવાઆવે
……..વણ માગેલી માયા.
================================
November 22nd 2009
શ્રી ગણેશાય નમઃ
(ચી.હીતેશને તેના લગ્નદીનની શુભેચ્છા સાથે)
(તાઃ૨૨/૧૧/૨૦૦૯)
પિતા શ્રી હસમુખભાઇ દિવેચા
અને માતા કુસુમબેનના મુખેથી……
સુખ સમૃધ્ધિ
જન્મ લઇ અવની પર આવ્યો, સંતાન બની અમારો
ભણતરનો સહવાસજીવનમાં,ને સંસ્કારસંગે રહેનારો
અમારો લાડલો વ્હાલો હિતેશ,સદા હૈયામાં નિરખુ હેત
વિશાલનો છે નાનોભાઇ,ને બહેન અવનીનો એ ભૈલુ
સંસારની પગદંડીએ ચાલવા,૨૨/૧૧ના રોજ એ બંધાશે
સુખી સંસારની સરગમ પર,હવે મળીગયો સથવારો
ભદ્રેશભાઇનીએ લાડલી,ને નિકીતાબેનનીસંસ્કારી દિકરી
વ્હાલીપાયલઆજે,પુત્રવધુ બનીજ્યોત અમારાઘરની
સફારીહૉલમાં પ્રભુ કૃપાએ,સ્વજનના આશીર્વાદ મેળવી લેશે
સંસ્કારસિંચનને પ્રભુભક્તિએ,સહવાસસંમૃધ્ધિનોરહેશે
મળે માનવતા સંગે ઉજ્વળતા,ના મોહ રહે અવનીએ
આશિર્વાદની સદા વરસેવર્ષા,ને જન્મ સફળ દેખાય
આંખો ભીની ને હૈયુ ઉભરે, જ્યાં સંતાને રહે સંસ્કાર
પરમાત્માની અસીમકૃપા અમોપર ઉજ્વળ છે સંતાન
આવ્યા સગા આંગણે અમારે,લઇ પ્રેમ તણો સથવાર
આભારની લાગણી ના મુખથી, એતો આંખોમાં દેખાય
મળે સ્વજનના આશીર્વાદ જ્યાં,ત્યાં સગપણમાં બંધાયો
માબાપની માયા સંગે રાખી,હરપળ હ્દયમા રહેનારો
સુખ સાગરમાં સદા રહે,ને વરસે પ્રભુ પ્રેમની વર્ષા
સમૃધ્ધિના સોપાન મેળવે, ને પામે પ્રભુ કૃપા અપાર
---------++++++--------+++++-------
((((((માબાપના પ્રેમને દર્શાવ્યા કરતા શબ્દમાં મુક્યા છે))))))
…..પ્રદીપની કલમે
November 22nd 2009
શ્રી હસમુખભાઇ ભગવાનદાસ દીવેચા તરફથી
ચી.હીતેશ ના લગ્નદીને હ્ર્દયના આશીર્વાદ સહિત સપ્રેમ
કૌટુંમ્બીક વૃક્ષ
તાઃ૨૨/૧૧/૨૦૦૯ સફારી હૉલ
દીવગામના દીવેચા ભગવાનદાસ,આવ્યામોઝામ્બિકમાં
સંગેપત્ની ગુણવંતીબેનને,લાવ્યા કરવા સાર્થકજન્મ
મન મહેનત ને માનવતા સંગે, એ ભક્તિ પ્રેમથી કરતા
કેડીમળીસંતાનોનેજ્યાં,આશીર્વાદનીવર્ષા પ્રેમેકરતા
રસીકભાઇ મોટા દીકરા ને પછી અમારા હસમુખભાઇ
ત્રીજાવ્હાલા હરેશભાઇ નેચોથા સંતાનદીનેશચંન્દ્ર
સૌથી નાના ચંન્દ્રકાન્તભાઇ ,જાણે પાંડવોની આ ટોળી
પ્રીતપાંચે ભાઇઓની,વ્હાલા ભારતીબેનને મળનારી
સંસારની કેડી પકડી લેતા પહેલા પુત્રવધુ છે હંસાબેન
બીજા પુત્રવધુ કુસુમબેન નેપછીઆવ્યા છે જયાબેન
ચોથુ આગમન જ્યોત્સનાબેન નુ, ને પાંચમા છે દક્ષાબેન
નીરખીબનેવી રાજેશકુમારનેસાળાઓ હૈયેથી હરખાય
કુટુંબની લીલીવાડી જોતાં,દાદા,કાકા,મામા ખુબ હરખાય
આંગણે આવતા દરેક પ્રસંગને સૌ સાથે ઉજવી જાય
હાથમાં હાથ મીલાવી બાળકો માબાપને પગેલાગી જાય
ભગવાનદાદાને ગુણવંતીબા વ્હાલા પૌત્રોથી હરખાય
હસમુખભાઇ ને કુસુમબેનના સંતાન બે પુત્ર ને એક પુત્રી
ઘરમાં સૌથીમોટોદીકરો વિશાલ ને સોનલ તેનીપત્ની
બીજુ સંતાન અવનીબેન છે જેમના પતિ છે હાર્દીકભાઇ
સૌથીનાના હીતેશભાઇ જે પાયલથીલગ્ન કરેછે આજે
વિશાલભાઇ,સોનલના ત્રણ સંતાન રીયા,દીયા ને જીયા
અવનીબેનને હાર્દીકકુમારને એકપુત્ર નામએનુ માનવ
હીતેશ, પાયલના લગ્ન આજે પ્રેમી પાવનજીવન કાજે
આશિર્વાદની વર્ષાવરસે ને જીવનમાં સુખસમૃધ્ધિ માણે.
######################################
………પ્રદીપની કલમે
November 22nd 2009
દીકરી-વહુ
તાઃ૨૧/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નારીના આ બે સ્વરૂપથી,સંસારમાં મહેંક આવી જાય
એકને વિદાયદેતા,બીજાનેસ્વીકારતાઆંખોભીનીથાય
……..નારીના આ બે સ્વરૂપથી.
કુદરતની કૃપા થતાં,જગમાં મળે જીવને માનવજન્મ
સમજ વિચારને સંસ્કારમાં,જીવ તણા બંધન છે કર્મ
મહેંક મહેકતા જીવનમાં,ગૃહસંસાર જીવનમાં સંધાય
પતિપત્નિના ઉજ્વળ પ્રેમમાં,સંતાનથી જીવ બંધાય
બાળકનીપગલીમાણતાં,માબાપને ઉજ્વળકાલદેખાય
દીકરો દર્પણ બની રહેશે,ને દિકરી સંસ્કારનો અરીસો
……… નારીના આ બે સ્વરૂપથી.
સમયની પકડી ચાલચાલતા,જીવનમાં ખુશી મળનારી
આજકાલની મંજીલ છેનિરાળી,સમજે તેને સુખ દેનારી
સંતાનના પાયાને પકડી,જ્યાં માબાપ બતાવે છે કેડી
આગળ ચાલતા દીકરાને,ત્યાંપત્ની મળી ફેરા ફરીજાય
પતિનાપગલા પારખી ચાલતીદિકરી લગ્ને વિદાયથાય
સૃષ્ટિનોસહવાસ જગતમાં,બન્ને સ્વરૂપે આંખો ભીનીથાય
………નારીના આ બે સ્વરૂપથી.
***************************************
November 22nd 2009
पाया तीर्थधाम
ताः१८/११/२००९ प्रदीप ब्रह्मभट्ट
राम नाममे पाया जगमे, अडसठ तीर्थधाम
भक्तिभावकी सोनेरी किरणे,उज्वल मेरे काम
………रामनाममे पाया जगमे.
प्रभात पहोरकी कोमलताका, मिल जाये सहारा
शांन्तीमनमें आ जाती ओर भक्तिसे होता नाता
प्रभुप्रेमकी वर्षा होती,जीवको मील जाये किनारा
ना इच्छा ओर अपेक्षा,जब जलासांइ मील जाये
………रामनाममे पाया जगमे.
जन्म मीला अवनी पे,तब ना कोइ था किनारा
जीव जगतमें आया लेके,आसमानका ही सहारा
मंझील पाना हाथ तुम्हारे,भजनभक्ति है बटवारा
हाथ पसारे खडे जहां पर,संतका हो वहां इसारा
………रामनाममे पाया जगमे.
————————————————————