November 8th 2009
મન કહે
તાઃ૭/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દીલમાં પ્રેમ રાખજે
ઉભરોના છલકાય
લગામ ઘોડાને બાંધજે
સાચી કેડીએ રહેવાય
મિત્રોને સંગ રાખજે
તકલીફોથી છુટાય
પ્રભુનુ શરણુ રાખજે
જીવતર સચવાઇ જાય
મહેનત મનથી કરજે
સફળતા સંગ ચાલશે
પ્રકૃતીને તુ પારખજે
ભીતિ તનથી ભાગશે.
ભણતરને પારખજે
જીવનના સોપાન મહેંકશે
કિર્તી ક્યાંકથી આવશે
જીવન ઉજ્વળ લાગશે
પારકાને પારખજે
શાંન્તિ દોડતી આવશે
========================
November 8th 2009
કામ,કર્મ અને વર્તન
તાઃ૭/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીંદગીની માનવીમાં સમયે, ઝેર અમૃત મળી જાય
કામ,કર્મ ને વર્તનસાચવતા,આ જીવન પાવન થાય
…….જીંદગીની માનવીમાં સમયે.
દેહ મળતા અવનીએ, જીંદગીમાં કામ આવી જાય
સમજી વિચારી કરી લેતા,સફળતાનો આનંદ થાય
અવનીપર ના બંધનમાં,સમજી વિચારી તરી જાય
શાંન્તિનો સહવાસ પણ મળે,ને જીવન ધન્ય થાય
………જીંદગીની માનવીમાં સમયે.
કર્મ છે સંસારનો પાયો, સંસ્કાર સિંચનમાં સહવાય
ભક્તિનો સાથલેતાં જીવનમાં,માનવતા મળી જાય
ડગલુ માંડતા દેખાવ નાઆવે,ત્યાં પ્રેમ આવીજાય
કર્મના બંધન છે જીવ સગપણ,મૃત્યુ એ મળી જાય
…….જીંદગીની માનવીમાં સમયે.
બાળપણ જુવાની સાચવતા,વડીલો ખુબ હરખાય
આદરમાન ને વળગી રહેતા,પ્રભુ કૃપા મળી જાય
વર્તનનીસાંકળછે ઉત્તમ,જગતમાં પ્રેમને મેળવાય
પરમાત્માની દયા મળે,ત્યાં જીવનો ઉધ્ધાર થાય
……..જીંદગીની માનવીમાં સમયે.
*********************************************
November 7th 2009
આંસુ આંખના
તાઃ૭/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીંદગી અને જીવન, એ તો કૃપા થકી મળી જાય
સફળને સાર્થક બની રહે,જ્યાં પ્રેમથી ભક્તિ થાય
…….જીંદગી અને જીવન.
પ્રેમ માતાનો પામવાને,બાળક ઉંવાઉંવા કરી જાય
ગોદમાં લઇ સંતાનને,માતાનુ વ્હાલ ત્યાં મળી જાય
પાપા પગલી જોઇ,માની આંખમાં આંસુ આવી જાય
સરળ રહેલ સંસારમાં,સાચાપ્રેમના બંધન મળી જાય
……..જીંદગી અને જીવન.
પ્રેમનીસાંકળ મળી જતાં,જગમાંપ્રેમ સાચો મળી જાય
હૈયામાં એ ઉભરાય એવો,જે કોઇથી ના સમજી લેવાય
શબ્દનો ના સહારોમળે,કે નારહે દુનિયામાં કોઇ દેખાવ
મિત્રતાના સહવાસમાં,આંખમાં પ્રેમનાઆંસુ આવીજાય
……..જીંદગી અને જીવન.
દેહ મળતા અવનીએ,લોહીના બંધન જીવનેમળી જાય
સગા સંબંધીઓના બંધનમાં,દેહને અવસર મળી જાય
જન્મ અને મૄત્યુનો અણસાર, જીવના બંધનથી લેવાય
અવસરઆગમન વિદાયનોજોતા,આંખ આંસુથીઉભરાય
………જીંદગી અને જીવન.
=+_+_+_+_+_+_+_+_+_++_+_+_+_+_+_+_+_+=
November 4th 2009
દુઃખની માગણી
તાઃ૩/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવજીવન મળતાં જગમાં,મહેનત મનથી કરતો
આવે આંગણે પરમાત્મા, તો દુઃખની માગણી કરતો
…….માનવ જીવન મળતાં.
દેહ મળે જ્યાં માનવીનો, સમજી વિચારી ચલાય
કામદામને વળગી રહેતા,જીવન સુખે જ જીવાય
દીલથી સતના સંબંધ એવા,સુખદુઃખ મળી જાય
લગની મનથી રાખી જલાની,મનને શાંન્તિ થાય
……….માનવ જીવન મળતાં.
કરુણાનાઅવતાર પ્રભુએ,લીધા અવનીએઅવતાર
આવી જગમાં રાહ બતાવ્યો,કરવા જીવનો ઉધ્ધાર
સુખનીસાંકળ મળતાં જીવ,ભુલી જાય પ્રભુનું નામ
જન્મ મળતાં માનવીનો,દુઃખમાં જલાસાંઇ ભજાય
…….માનવ જીવન મળતાં.
માનવ દેહ અમુલ્ય બને, જ્યાં ભક્તિ પ્રેમથી થાય
દુઃખજ્યારે આવે જીવનમાં,ત્યાં શરણુ પ્રભુનુલેવાય
માગણીમનથી કરતાં દુઃખની,મળે જલાસાંઇનો પ્રેમ
ભક્તિના ડુંગર પકડી લેતો, જીવને મુક્તિ મળે જેમ
…….માનવ જીવન મળતાં.
====================================
November 3rd 2009
પ્રભુની શોધ
તાઃ૨/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દીવો લઇને દરીયો ઘુમ્યો,આકાશ પાતાળ મેં છંછેડ્યા
શોધવાનીકળ્યો સર્જનહારને,મળવાની થઇઅભિલાષા
……..દીવો લઇને દરીયો ઘુમ્યો.
કળીયુગમાં અણસાર મળ્યો,પ્રભુ પૃથ્વી એ મળનારા
ઉંચા તોતીંગ શીખરો જોઇ, પહોંચી ગયો હું પગપાળા
બારણુ ખોલતા ડબ્બાજોયા,જ્યાં દેખાય જગના લારા
રુપીયો પહેલા મુકતા હાલો,પછી ડૉલરનો આવે વારો
………દીવો લઇને દરીયો ઘુમ્યો.
મંત્રતંત્રની કલાને જોઇ,ભાગે ભુતપ્રેત જગે ભમનારા
મનની શાંન્તિને શોધવાસાથે,રાખે કંકુચોખાનાકુંડાળા
આવેલ બારણે નાછટકી શકે,જ્યાં જુએ જગે ચમકારા
ના મળે પરમાત્મા જગમાં,કે ના રહે કોઇ જગે સહારો
………દીવો લઇને દરીયો ઘુમ્યો.
***************************************
November 3rd 2009
પાપનો ભાર
તાઃ૨/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ડગલે પગલે મહેંક વરતાવે,ને સમજાવે જગમાંય
આ કરવાથી આ મળશે,ત્યાં જીવન જ ડોલી જાય
…….ડગલે પગલે મહેંક વરતાવે.
પ્રભુ કૃપા તો દુર રહે, જ્યાં મુક્તિના બતાવે દ્વાર
માણસાઇની ના મહેંક રહે,જ્યાં દાન પેટી દેખાય
જીવની જગમાં એક માગણી,મુક્તિ ખોલે જ દ્વાર
દેખાવની ઝંઝટ છે એવી,ભાર પાપનો દઇ જાય
……..ડગલે પગલે મહેંક વરતાવે.
માનવમનના ભોળપણાને,દેખાવથી એ ખેંચી જાય
ભક્તિના સંબંધ બીજાથી,એતો પવિત્રમનથી થાય
કુદરતના એ પવિત્ર નિયમ,જે ભક્તિ એ જ દેખાય
જગતજીવને શાંન્તિ દેતા,ના પાપ તમને અથડાય
………ડગલે પગલે મહેંક વરતાવે.
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
November 3rd 2009
પુણ્યનો પ્રતાપ
તાઃ૨/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શીતળતાની વર્ષા જ્યાં વરસે,ને આશિર્વાદે પ્રેમ
જીવન ઉજ્વળ લાગે જગે,એછે પરમાત્માની દેન
…….શીતળતાની વર્ષા જ્યાં.
જગજીવન તો વળગી ચાલે,ના એ મુકે કોઇ દેહ
આગળપાછળ ચાલતાં રહેતા,માનવ જગમાંજેમ
સવાર સાંજની સૃષ્ટિ એવી,જીવને જગેમળીજાય
ભક્તિની લગની અનોખી,જે લાવે જગમાં રહેમ
…….શીતળતાની વર્ષા જ્યાં.
માળા કરતાં મનની ભક્તિ,સદકર્મે જ લઇ જાય
સમય પકડી ચાલતા માનવ,પુણ્યકર્મ કરી જાય
જલાસાંઇની ભક્તિ લેતા,પાવન દ્વાર મળી જાય
પુણ્યપામી જીવજગતમાં,સાર્થક જીવનજીવીજાય
………શીતળતાની વર્ષા જ્યાં.
દાન દેખાવની પ્રણાલી, ના ભક્તિને વળગી જાય
ભક્તિદાન જગમાંનિરાળું,જીવનમાંએ દે અજવાળુ
આવી આંગણે જીવ જગતના,સ્નેહપ્રેમ મેળવીજાય
પ્રતાપ પુણ્યનો એવો,ના જગમાં એ શોધવા જેવો
…….શીતળતાની વર્ષા જ્યાં.
===================================
November 1st 2009
वतन प्रेम
ताः१/११/२००९ प्रदीप ब्रह्मभट्ट
जन्ममीला जीस धरतीपे,मेरा उससे नाता है
पावन भुमी बनी रहे, ये सच्चा मेरा वादा है
……..जन्म मीला जीस धरती.
अवनीको अपनी बाहोंमे,परमात्माने ही रख्खी है
जन्ममीले जब धरतीपे,अलग अलग कहेलाते है
नातजातका येबचपन,इन्सानीयत को भरमाते है
समझ मीलेजब मानवको,प्यार प्रेम भर आते है
…….. जन्म मीला जीस धरती.
वतन है मेरा भारत,जीसपे रामकृष्णभी आये थे
पवित्र पावन धरती है,जहां रुषीमुनी मीलजाते थे
भक्तिप्रेमका बंधन न्यारा,जीवन पावन करजाता है
वंदन मेरी जन्मभुमीको,मेराजन्म सार्थककरना है
……..जन्म मीला जीस धरती.
कळीयुगकी ना कोइ चिंता,सुखदुःख संग रहेते है
वाळी वर्तन प्रेम भक्तिसे,वो मनको शांन्ति देतीहै
जीवनजीवकानाता पुराना,ना इन्सान समझपायेगा
भेदभावको छोड चले तब,वतन प्रेम मील जायेगा
………. जन्म मीला जीस धरती.
+++++++++++++++++++++++++++++++++++++
November 1st 2009
ભક્તિની લગની
તાઃ૧/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અણસાર દીઠો ભક્તિનો,જ્યાં ઉજ્વળ જીવન થાય
પવિત્રપ્રેમ મળે માબાપનો,ને જીવને શાંન્તિ થાય
……..અણસાર દીઠો ભક્તિનો.
બાળપણની બારાખડીમાં,ભક્તિનો કક્કો મળી જાય
ભણતર સંગે ચણતર ચાલે,ત્યાં પાવન જીવનથાય
મળતી માયા દ્વારે દ્વારે,ના જીવથી અળગીએ થાય
પરમેશ્વરની કૃપા પામતા,દુર જીવથીએ ભાગી જાય
……..અણસાર દીઠો ભક્તિનો.
સંસારનો સંગાથ રહે જીવે,ને ભાઇભાંડું પણ હરખાય
સાર્થક જન્મ જીવનો કરવાને, પ્રભુ ભક્તિ પ્રેમે થાય
લગનીલાગે મનથી રામની,જે ભક્તિથીજ ઓળખાય
મૃત્યુમાં પણ મહેંક મળે,જ્યાં ભક્ત જલાસાંઇ ભજાય
……..અણસાર દીઠો ભક્તિનો.
અંતરથી જ્યાં પ્રકટે પ્રેમ,ના જગના મળે કોઇ વ્હેમ
મનનીશાંન્તિ ને માનવતાએ,આજીવન ખીલી જાય
સદા સાથ રહે ભક્તિનો,ત્યાં માનવતા મહેંકી જાય
ઉજ્વળ માનવ જન્મ થતાં,ના અવનીએ ફરી મળે
……..અણસાર દીઠો ભક્તિનો.
$$$$$$$=======//////////////———-###########
October 28th 2009
ગોકુળીયુ ગામ વિરપુર
તાઃ૨૭/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના આગગાડીના ધબકારા,કે ના મોટરગાડીના ધુમાડા
ક્યાંક સાયકલ ચલાવનારા,અહીંમાનવીચાલેપગપાળા
………ના આગગાડીના ધબકારા.
ભક્તિનો રણકાર ગુંજે,ને રોજ પ્રભાતે આરતી સંભળાય
ઢોલ નગારા સંગે મંજીરા,જ્યાં સંત જલારામને ભજાય
પોકારપ્રેમનો ચારે કોર સંભળાય,ને અન્નદાનનો ભંડાર
જગતજીવ અહીં આવી જતાં,એ દેહ શાંન્તિએ સહવાય
……….ના આગગાડીના ધબકારા.
કુદરતની કરુણા જ્યાંવરસી,એ વિરપુર નામે ઓળખાય
પાવન સૌરાષ્ટની ધરતી, જગતમાં પવિત્રતા મહેંકાય
ભક્તિનો સથવારો મળે,જ્યાં માનવી અન્ન મેળવી જાય
જલાબાપાને માતા વિરબાઇના,પવિત્ર બારણામળીજાય
………ના આગગાડીના ધબકારા.
કળીયુગમાં સીતારો બનતા,મહેનત દેહને પડે અપાર
લાગણી,માયા,મોહ છોડતા,દેહઅનહદ તકલીફે ભેંટાય
પ્રભુપરીક્ષા દેહની દેતા,સહનશીલતા ભક્તિએ લેવાય
સફળજીવન બની જતાં,પ્રભુ પ્રેમે ઝંડો ઝોલી દઇ જાય
………ના આગગાડીના ધબકારા.
+++++++++++++++++++++++++++++++++++++