May 27th 2009
ભક્તિભાવને પ્રેમ
તાઃ૨૬/૫/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિ ભાવથી માળા કરુ છુ,ચરણે તમારે શીશ ધરુ હું,
ઉજ્વળજીવન શરણેધરીને,પાવનપ્રેમને માગી રહ્યો છુ.
…..ઓ ગણપતી બાપા તમને ભક્તિ ભાવથીનમન કરુ છુ.
સવાર સાંજ ને પારખી લેતા,ધુપદીપ ને વંદન કરુ છુ.
મળતી જગની માયા છોડીને, કાયાના કામણ છોડુ હું,
સ્નેહપ્રેમની જ્યોતજાગીને,લાગે મનથી ભક્તિ તમારી,
પરમદયાળુ અતિ કૃપાળુ,સ્વીકારજો પ્રભુ પ્રેમ અમારો.
…..ઓ ગણપતી બાપા તમને ભક્તિ ભાવથીનમન કરુ છુ.
રીધ્ધીસીધ્ધીના છોઅધીકારી,જગતજીવના બલીહારી,
પ્રાણથીપ્યારા તમો પ્રભુછો,અધમઉધારણ અવીનાશી,
અંતરથી હુ સ્મરણ કરીને, પ્રેમથી જીવનચરણે ધરુ છુ,
માગણી મનથી મુક્તિકાજે,રાખજો હૈયે અરજી અમારી.
…..ઓ ગણપતી બાપા તમને ભક્તિ ભાવથીનમન કરુ છુ.
+++++++++++++++++++++++++++++++++++++
May 25th 2009
સફળતાની ચાવી
તાઃ૨૫/૫/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઢોલ નગારા વાગે, ને ત્યાં શંખ જોરથી નાદે
હૈયે ટાઢક પણ લાગે, જાણે સફળતા મળી આજે.
ધીરજ હામ ને શ્રધ્ધા,જીવનમાં ત્યાં લાગી જાય,
મહેંકઆવીજાય જ્યાં સફળતાનીચાવી મળીજાય.
…….ઢોલ નગારા વાગે.
મહેનત માનવતાથી કરતાં,સિધ્ધિ દેખાઇ જાય
આવી મળે ઉજ્વળતા,જે મહેનતથી મળી જાય
સંગી સાથી રહે સંગે ને,મળે સાગર સરખો પ્રેમ
જ્યોતીપ્રેમની જલે હંમેશાં,જે દિલમાં લાવે હેત
…….ઢોલ નગારા વાગે.
સાર્થકજીવન છેઅવનીએ,જ્યાં પ્રેમનેમળે પ્રીત
કૃપાળુની થાય દયા,ને મળે માનવતાની રીત
આવતી કાલના આગમને, કિરણ લાવે પ્રકાશ
સરળતા ને સહજતાં મળે,જીવનમાં આવે હાશ
…….ઢોલ નગારા વાગે.
++++++++++++++++=+++++++++++++++++
May 25th 2009
मस्ताना मुसाफीर
ताः२४/५/२००९ प्रदीप ब्रह्मभट्ट
कदम जहां धरतीपे रख्खा,
मेरे साथ सभी चलते है
हर कदमपे राह दिखानेवाले,
मुझे मस्ताना मुसाफीर कहेते है
…….कदम जहां धरतीपे.
प्रेमकी मैने पाइ सीडीयां,
जहां हर इन्सानको चलना है
सुखदुःखसे भरा संसारी जगमे
मानवता ही एक बलीहारी है
…….कदम जहां धरतीपे.
ना जगमे कोइ रहेता है
ना कोइ जगमे रह पाया है
आना जाना एक चक्कर है
ना उससे कोइ बच पाया है
…….कदम जहां धरतीपे.
अजर अमर वो रह जाते है
जो भक्ति प्रेमसे जीते है
भक्तिकी मस्ती है जगमें निराली
जो जीव संग चली जाती है
…….कदम जहां धरतीपे.
???????????????????????????????????????????
May 24th 2009
વધામણા
તાઃ૨૩/૫/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ફુલડાંનો લઇને ગુચ્છો, હું આવી ઉભો છુ બારણે
મારાપુરા થયા છે શમણા,હું દઉછુતને વધામણા
…….ફુલડાંનો લઇને ગુચ્છો.
ભણતરનીદોર જ્યાં પકડી,હાલમ ડોલમ એ કરતી
જ્યાં પાટી પેન ને જકડી, ત્યાં સીડી પકડી લીધી
એક,બે પછીત્રણ થતાં,મળીઉજ્વળજીવનનીલીટી
આવી સફળતા મારા દ્વારે,જેમળી મહેનતથી મારે
…….ફુલડાંનો લઇને ગુચ્છો.
સંસારની સોટી સીધી, જે સાચા પ્રેમ ભાવથી લીધી
સંતાન સંગીનીનો પ્રેમમળ્યો,મેં ઉજ્વળ જીંદગીદીઠી
ફુલોનો સથવાર સગા લઇ,આવે પ્રેમને પાવન કરવા
મહેંકપ્રેમની ને સુગંધપુષ્પની,સાથે ઉભરાતા હૈયાલાવે
…….ફુલડાંનો લઇને ગુચ્છો.
જીવ જન્મની જ્યાં સમજ પડી,ભક્તિ પકડી લીધી
મંજીલ મળી મને જલાસાંઇની, સાચી રાહ મેં દીઠી
ઉજ્વળજીવન ને સાર્થકજન્મ,જ્યાં ભક્તિપ્રીતકીધી
આંગણે મારે ભક્તિ આવે,સાથે સંતો સ્નેહ વરસાવે
…….ફુલડાંનો લઇને ગુચ્છો.
+++++++++++++++++++++++++++++++++++
May 23rd 2009
માનવીનો પ્રેમ
તાઃ૨૩/૫/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે જો પ્રેમ માનવીનો,તો માનવતા કહેવાય
મળે જો પ્રેમ પ્રાણીનો, તો મનુષ્ય છે કહેવાય.
……..મળે જો પ્રેમ માનવીનો.
જન્મ મળે જ્યાં અવનીએ,દેહ મળ્યો કહેવાય
જીવ,જન્મને સગાંમળે,ત્યાં પ્રેમ સદા ઉભરાય
દેખીદર્પણનેમુખજોતાં,જેમઆંખોઆનંદેઉભરાય
મળેશક્તિ જ્યાંભક્તિને,ત્યાં ભક્તો છે મલકાય
……..મળે જો પ્રેમ માનવીનો.
સંબંધસ્નેહની જાળમળે,ત્યાં જીવનઉજ્વળથાય
માયામમતાની મહેંકમાં,કિલ્લોલક્યાંક થઇજાય
મળતી લાગણીકૃપાદેહને,સાર્થકજન્મ મળીજાય
ના નાની માયામળતાં,સઘળુ આનંદેઆવીજાય
……..મળે જો પ્રેમ માનવીનો.
_________________________________________________-
May 23rd 2009
સ્નેહની સાંકળ
તાઃ૨૨/૫/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કડી કડીના બંધનછે એવા;વળગી વળગીને ચાલે,
બંધન એવા છે બંધાયેલા;જે મળે મળે મળી જાય.
……..કડી કડીના બંધન.
જીગરનુબંધન જગમાંન્યારુ;આગળ હિંમતે લઇજાય,
સાચી મહેનત સાથે રહેતા;કડી કડી એક થઇ જાય,
એક એકની કડી મળે જ્યાં;સાંકળ સોની એક થાય.
……..કડી કડીના બંધન.
મનમક્કમને ધ્યેય વણેતો;વર્ષા સફળતાનીથઇજાય
એક હાથમાંજ્યાં મળેબીજો,ત્યાં સાહસનીથાય કતાર
મળતોપ્રેમજગમાં અચાનક,ત્યાં સ્નેહની સાંકળ થાય.
……..કડી કડીના બંધન.
=================================
May 22nd 2009
ટેવ,રાહ જોવાની
તાઃ૨૧/૫/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવમનને આનંદ આવે,
મળી જાય જે મનમાં આવે;
ચારે કોર દીવા દીસે ભઇ,
જ્યાં મળી જાય મનગમતુ અહીં.
…….માનવમનને આનંદ.
માતાની મમતા લેવાને,
સંતાન સદા સળવળ છે થાય;
રાહ જોવાની જ્યાં ટેવ પડે,
સમય આવે મમતા મળી જાય.
…….માનવમનને આનંદ.
કૃપા પામવા પરમાત્માની,
હામ રાખી જ્યાં ભક્તિ થાય;
કરુણાસાગરનો પ્રેમ મળે,
જ્યાં રાહત મનમાં રખાય.
…….માનવમનને આનંદ.
સમયને જોઇ ચાલતો માનવ,
બોટ,ગાડી,પ્લેન ને પકડી જાય;
રાહ જુએ જો દેખાવની જગે,
તો જીવનમાં બધુ ચાલી જાય.
…….માનવમનને આનંદ.
###################################
May 21st 2009
મહેનત
તાઃ૨૦/૫/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મહેનત કરતાં માનવીને,જગે બધુ મળી જાય;
બારણે આવી ઉભુ રહે એ, ને પ્રેમે આપી જાય.
…..મહેનત કરતાં માનવીને.
ચમકેસીતારો સફળતાનો,ને સધ્ધરતા મળીજાય
ભણતરની કેડીએ ચાલો ત્યાં સૌની આગળ જાવ
મહેનત મનથી કરતાં તો, આશીશ મળતી જાય
આવે ત્યાં સફળતા દોડી,ના માગવી પડે લગાર
…..મહેનત કરતાં માનવીને.
કૃપા મળે મા લક્ષ્મીની,ને થાય જગમાં સન્માન
જુવાનીના સોપાન પર જ્યાં જ્યોતપ્રેમની થાય
મહેનત,પ્રેમના બંધનમાં,ભઇ મન આનંદે લ્હાય
મિથ્યા માયા ભાગે દુર,ને જગેસંકટ તરી જવાય
…..મહેનત કરતાં માનવીને.
જેમ કદજોઇને મદભાગે,જેમ ભક્તિ જોઇને પાપી
આવેમાનઅનેસન્માન,જ્યાંમહેનત થાયલગનથી
ના મસ્તક નમે નીચુ,કે ના ભાગવુ પડે ભઇ દુર
આગળની જ્યાં દીઠી કેડી, ત્યાં ના રહે કોઇ વેરી
…..મહેનત કરતાં માનવીને.
====================================
May 19th 2009
માગણી,અપેક્ષા કે ભીખ
તાઃ૧૮/૫/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની કેવી આ લીલા, ના જગત જીવથી સમજાય
મન,મહોબ્બત નેમાયા, જગમાં જન્મેજીવને મળી જાય
……..કુદરતની કેવી આ લીલા.
મળ્યો દેહ માનવીનો,પારખે કૃપાળુપરમાત્મા પળવાર
માગણી ભક્તિની મનથી થાય, ત્યાં સર્જનહાર હરખાય
મુક્તિ કેરા માર્ગની કેડી જીવને,પ્રભુ કૃપાએ મળી જાય
ના રહે અપેક્ષા જગમાં, કે ના માગવી પડે દેહને ભીખ
……..કુદરતની કેવી આ લીલા.
અવની પરના આગમનમાં, માબાપનો મળે છે પ્રેમ
સાર્થકસંતાન થઇજાય,જ્યાં અપેક્ષા આશીશનીદેખાય
માગણી નાકરવી પડે,માબાપનો પ્રેમ સંતાને ઉભરાય
ના રહે અપેક્ષા જગમાં, કે ના માગવી પડે દેહને ભીખ
……..કુદરતની કેવી આ લીલા.
દાન અને દાતારની ના દીસે ભઇ, અવની એ કોઇ ખોટ
માગો જ્યાં ભીખ હાથપ્રસારી,ત્યાં શરમ નેવે ચાલીજાય
લાયકાત ના કોઇ સહારો,જ્યાં હાથ ભીખમાગવા લંબાય
નારહે અપેક્ષા પ્રભુકૃપાએ,ને ના માગવી પડે દેહને ભીખ
……..કુદરતની કેવી આ લીલા.
++++++++++++++++++++++++++++++++++++++
May 18th 2009
जलासांइ दरबार
ताः१७/५/२००९ प्रदीप ब्रह्मभट्ट
भक्तिके ये राजमहलमें, दो संत है जगमे महान
करुणासागर अविनाशीकी, जहां कृपा हो अपरंपार.
……. भक्तिके ये राजमहलमें.
सागर जैसी भक्ति निराली, करुणा मीले अपार
डुब गये जब भक्तिभावमें,मीले स्वर्ग सा प्यार
उंचनीचका नाभेद कोइ,ना आमदामका वरताव
पहेचान जहां प्रेम भावकी,ना मागणी है लगार
……..भक्तिके ये राजमहलमें.
विरपुरके जलाबापाकी,भक्ति जगमें एक मिशाल
दान दिया विरबाइ माताका,भाग चले तारणहार
दीन हीनको राह दीखाई, दीया भक्तिका अणसार
मानवताकी महेंकसे कीया, जगमें जीवन महान
……. भक्तिके ये राजमहलमें.
शेरडीवाले सांइबाबाने,जगमे मानवताहै महेंकाइ
नातजातका भेदभरम,जो जगमें हिंसाको लेआइ
प्रेमभावना मानवमनमें जगाकेधृणाको दुरभगाइ
प्रेमके दरबारमें आके, भक्तिप्रीत जगमे है जगाइ
……. भक्तिके ये राजमहलमें.
+==================================