April 11th 2009
મળેલ સંસ્કાર
તાઃ૧૦/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉઠી સવારમાં માબાપને,જે પગે લાગી હરખાય
ઉજ્વળતાના સોપાન ચઢે,નેજીવન પાવનથાય
……..ઉઠી સવારમાં માબાપને.
મળેજ્યાં અણસાર એક પ્રેમનો,ના રહે અભિમાન
આનંદ અંતરમાં ઉભરે,ના માગણી કોઇ રહી જાય
વંદન કરતાં વડીલને,મળે દીલથી આનંદીત હેત
પ્રભુકૃપાએ પાવનજીવન,ત્યાંઅવનીએ થઇ જાય
……..ઉઠી સવારમાં માબાપને.
માની મધુર વાણીમાં,વ્હાલ સંતાનને મળી જાય
પિતાના પ્રેમનીવર્ષા હરપળ, જ્યાંત્યાંમળી જાય
મળે સાથ ભગવાનનો, જ્યાં સંસ્કાર દેખાઇ જાય
મળેલ સંસ્કારની મહેંક,એ માનવતાએ મળીજાય
……..ઉઠી સવારમાં માબાપને.
————————————————————
April 11th 2009
सांइ दर्शन
ताः१०/४/२००९ प्रदीप ब्रह्मभट्ट
शेरडी आके महेंका ये मन
लगता पाया उज्वल जीवन
कृपामें पाइ द्रष्टि आकर
बाबा मेरे है प्रेमके सागर
भक्तिकी एक छोटी लकीरसे
बाबा मैने पाया शेरडी धाम
उंचनीचका ना कोइ बंधन
ना नातजातमें है विखवाद
प्यारे बाबा मैने आके पाया यहां सबका प्यार
दर्शन बाबा करके तुम्हारा
जगकी शांन्ति यहां है पाइ
मनमे मैने पाइ शांन्ति
तनसे बाबा करु मै वंदन
उज्वळ जीवन महेंक भक्तिकी
पाकर दर्शन तेरे मैं पाउ
कर्म जीवका मर्म तनका
समझ सभी कुछमैं पाया
प्यारे बाबा मैने आके पाया यहां सबका प्यार
====================================
April 11th 2009
દયાના સાગર
તાઃ૧૦/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિ પ્રીતની રીત નિરાળી,
જગત જીવથી એ છે સંધાણી
મનથી માયા જ્યાં મુકી કાયાની,
અનંત આનંદ હૈયે એ દેનારી
……ભક્તિ પ્રીતની રીત.
રટણ કરો રઘુવીર રામનું,કે કરો તમે કૃષ્ણ કાનનું
મનથી લાગશે માયા પ્રભુની,મળી જશે ત્યાં પ્રીત
આંગણે આવશે કૃપા હરિની,માયા જગતની છુટશે
કરુણાનાસાગર તો છે કૃપાળુ,એ છે દયાના સાગર
……ભક્તિ પ્રીતની રીત.
વાણીવર્તન જ્યાં બનેનિરાળા,લાગણી હૈયે ઉભરાય
મોહ માયાના બંધન ભાગે,કાયા મળતા જે ટકરાય
સાચાસંતની મળે જ્યાંછાયા,ત્યાં ભક્તિમળે સંસારે
ભક્તિ તૃપ્તિ એ મળશે પ્રીત,છેપ્રભુ દયાના સાગર
……ભક્તિ પ્રીતની રીત.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
April 10th 2009
ઉંમરના આરે
તાઃ૮/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉંમરનો આવે જ્યાં આરો, ત્યાં માયા છુટી જાય
અણસાર મળે અંતિમનો, પ્રભુ ભજન થઇ થાય
……… ઉંમરનો આવે જ્યાં.
મળેલી માયાને જાણી લેતા,સ્વજનો છે હરખાય
પ્રેમભાવના વહેંચતા, કુટુંબે આનંદઅનંત થાય
એક બે ડગલા ચાલતા, જ્યાં લાકડી ચાલે સંગે
મનથી માની લેજો ત્યાં, છોડજો દુનિયાના રંગ
……… ઉંમરનો આવે જ્યાં.
ઉમળકો નેવળી ઉત્સાહ હવે,દુરથી દેખે આદેહને
આવીસંગે માણી રહ્યાતા,પગથીયા સુખદુખે રહે
વાણી વર્તન સંગે ચાલે, મનમાં મક્કમતા હતી
આવી ઉભા ઉંમરનાઆરે સહારાનીમળી છે સૃષ્ટિ
……… ઉંમરનો આવે જ્યાં.
+++++++++++++++++++++++++++++++++++++=
April 9th 2009
અજ્ઞાનતાનો અંધકાર
–
તાઃ૮/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મેં કર્યુ મેં કર્યુ તેમ મનથી સમજાય છે પળવાર
કેવી રીતે ક્યારે થયુ, તેનો કંઇ ના મળે અણસાર
……….મેં કર્યુ મેં કર્યુ તેમ.
મનુષ્ય જીવનમળે અવનીએ,પળમાં પરખાઇજાય
પ્રાણીમાંથી મુક્તિ મળતાં,કૃપાએ માનવી થવાય
મતિની ગતીને માણતાં,સાચી સમજ આવી જાય
શુધ્ધ બુધ્ધિએ વિચારીએ,ત્યાંઅજ્ઞાનતા દુર થાય
……….મેં કર્યુ મેં કર્યુ તેમ.
એક ભાવના ટેકમાં રહેતા,સાચી દ્રષ્ટિ મળી જાય
ઓળખી લેતા માનવ મનને,પવિત્ર જીવન થાય
ભજન ભક્તિને સંગે રાખતાં,પ્રભુ કૃપા મળી જાય
સાચીસમજ આવતાં,અજ્ઞાનતાનો અંધકારદુરથાય
……….મેં કર્યુ મેં કર્યુ તેમ.
++++++++++++++++++++++++++++++++++++++
April 9th 2009
લાયકાત
તાઃ૮/૪/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુત છે આ લીલા, જે સમજી ના સમજાય
કેવી વૃત્તિ આ મનની,ના પારખી ના પરખાય
………અદભુત છે આ લીલા.
આંગણેઆવી ઉભીરહી,ઉજ્વળ જીવનની જ્યોત
મનની મુંઝવણમાં મળી રહે,નાજાણી જીવે ખોટ
અવનીપર જ્યાં દેહ મળે,ત્યાં સૃષ્ટિને સમજાય
ઉત્તમ જીવનની આ કેડી,લાયકાતે જ મળીજાય
………અદભુત છે આ લીલા.
તનમનથી વિચારતાં, છે સકળ જગત પરખાય
ભક્તિના એક તાંતણો,જીવને શાંન્તિ મળી જાય
આગળનો વિચાર કરેત્યાં, ભુતકાળ ગળી જવાય
સમજીસાચવી જીવેજીવન,કૃપાલાયકાતે મળીજાય
………અદભુત છે આ લીલા.
મેળવી લેવી માનવતા,તો જગતપ્રેમ મળી જાય
ના માગવી કોઇ માગણી,પ્રભુ કૃપાએ આવી જાય
સંતની સાચી સેવા મળે,ત્યાં સંસાર ઉજ્વળ થાય
જલાસાંઇની ભક્તિ નિરાળી,લાયકાતે પ્રેમમળીજાય
………અદભુત છે આ લીલા.
=======================================
April 7th 2009
સવારથીસાંજનો
કક્કો
તાઃ૬/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ક કર્મ એવા કરો કે જે જીવને શાંન્તિ આપે.
ખ ખાતી વખતે હંમેશાં પરમાત્માને યાદ કરો.
ગ ગયેલી વાતને ભુલી આવતીકાલનુ વિચારો.
ઘ ઘરને મંદીર બનાવવા જીવથી પયત્ન કરો.
ચ ચતુરાઇનો ઉપયોગ હંમેશા માણસાઇમાં કરો
છ છુપાવવુ એ ગુનો છે
જ જરુર પુરતું જ બોલવું તેમાં માણસાઇ છે.
ઝ ઝગડવુ એ પાપ છે,રસ્તો કાઢવો તે હોશિયારી છે.
ટ ટકોર થાય તેવુ આચરણ કરવું નહીં.
ઠ ઠોકર વાગતા પહેલા સંભાળીને ચાલો
ડ ડગલુ ભરતાં પહેલા વિચારવુ તે જ્ઞાન છે.
ઢ ઢગલો પ્રેમનો રાખો, પૈસાનો નહીં
ત તમારા સંતાનોને ભક્તિ તરફ વાળો.
થ થાય એટલી જ વિશ્વાસથી ભક્તિ કરવી.
દ દયા પરમાત્માની મેળવવાનો આગ્રહ રાખો.
ધ ધનનો ઉપયોગ જીવોના કલ્યાણ માટે કરો.
ન નથી તે શબ્દ ભુલી જાવ પરમાત્માએ લાયકાત પ્રમાણે બધુ આપેલ છે.
પ પારકુ એ પારકુ છે પોતાનુ એ પોતાનુ છે.
ફ ફરી પૃથ્વી પર ભટકવુ હોય તો દુશ્કર્મોને વળગી રહો.
બ બને ત્યાં સુધી ઘરમાં મંદીર રાખી સેવા કરો.
ભ ભટકવાના ઘણા રસ્તા છે શોધવા નહીં પડે.
મ મળેલ જન્મ સફળ કરવો તમારા હાથમાં છે.
ય યજમાનને હંમેશા આવકાર આપો.
ર રટણ હંમેશાં મનથી કરો આશરો શોધવો નહીં પડે.
લ લખેલા લેખ સાચી ભક્તિથી બદલાય છે.
વ વર્તન અને વાણી જીવનના બે પૈડા છે.
શ શાણપણ એ મૌનમાં સમાયેલ છે.
ષ ષોષણ કરવુ તે પાપ છે.
સ સદા સાચા સંતના આશરે રહેવુ સાચો રસ્તો તે બતાવશે.
હ હમણા નહીં કાલે તેમાં આખી જીંદગી પુરી થઇ જશે.
ક્ષ ક્ષણને પારખશો તો કદી નીચુ નહીં જોવુ પડે.
ત્ર ત્રણે લોકમાં પરમાત્માનો વાસ છે.
જ્ઞ જ્ઞાન એ જીંદગીનો પાયો છે.
+++++++++++++++++++++++++++++++++++++++++
April 6th 2009
અખંડકૃપા
તાઃ૫/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માડી તારી અખંડકૃપાએ, મહેંકી રહ્યા ઘરબાર
પામી તારી જ્યોત નિરાળી,ઉજ્વળ છે સંસાર
ઓ દીનદયાળુ,ઓ પરદુઃખ ભંજન
તારી લીલા અપરંપાર,જેનોદુનીયામાંનહીંપાર
……માડી તારી અખંડકૃપા.
ધુપદીપ સંગ વંદીએ પ્રેમે,સદા હૈયે રાખીએ હેત
ગંગાજળની ઝારી લઇએ પવિત્રપાવન કરવાદેહ
વંદન કરીએ દેહ થકી,ક્યાંક અમીદ્રષ્ટિ મળીજાય
……માડી તારી અખંડકૃપા.
માનવમનથી હેત રાખતા,તારો મળી રહે માપ્રેમ
ભજન ભક્તિની પ્રીત છે એવી, મળે દ્રષ્ટિએ હેત
કૃપાસાગરની તુ માદેવી તારાઝાંઝર સુણીએ છેક
……માડી તારી અખંડકૃપા.
=========================================
April 6th 2009
દેખાઇ ગઇ
તાઃ૫/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંખોને ના અણસાર મળે,કે ના કોઇથી પણ સમજાય
એવી આ દેખાવની વૃત્તિ,તમને ક્યાંથી ક્યાં લઇ જાય
…….આંખોને ના અણસાર.
લીપ્સ્ટીક,લાલી ને પાવડર, તમને લાગે દેખાવે સુંદર
લટક મટક તો આવી જાય,જ્યાં આવે અમેરીકા અંદર
નાની કે ના મોટી ઉંમર,સૌની દેખાય જુવાની પગભર
…….આંખોને ના અણસાર.
આંખમાંથી જ્યાં લેન્સ પડે,ત્યાં જુવાની જણાઇ ગઇ
વરસાદની એક બુંદ પડે, ને વાળ સફેદ દેખાઇ જાય
મટે મૅટ,મનુ કે મનુભાઇ, ત્યાં તો મનુકાકા થઇ જાય
…….આંખોને ના અણસાર.
કુદરતનો એક અણસાર મળે,કે ના જુવાની એળે જાય
સમયનેપારખી સમજી લેતાં,શાંન્તિ મનને આવીઅહીં
છાનુછપનું સૌ રહીજ ગયું,ને આખરે ઉંમર દેખાઇ ગઇ
…….આંખોને ના અણસાર.
##############################################
April 5th 2009
મળ્યા મનુભાઇ
તાઃ૪/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કાનજીભાઇ તો કુંજ વિહારી, સૌનો પામે પ્રેમ
મળી જાય જ્યાં મનુભાઇ,ત્યાં હૈયે ઉભરે હ્રેત
…….કાનજીભાઇ તો કુંજ.
જીવનની આ પગદંડી પર,મળી મિત્રની મહેર
ચાલી સાથે માણી લીધી,બચપણની એ નહેર
ઉજ્વળતાના સોપાન પર, આશીર્વાદની લહેર
કેવી લીલા પરમપિતાની,જીવનમાં આવે પ્રેમ
…….કાનજીભાઇ તો કુંજ.
સુખદુઃખની સાંકળમાં, લીધી કાનજીભાઇ એ ટેક
સફળતાના સોપાન મળે,જ્યાં મહેનત સાથેદીલ
એક,બે કરતાં કરતાં જીવે, મેળવી પ્રભુની પ્રીત
મળ્યા પ્રેમને મળી કૃપા, ઉજ્વળ જીંદગી દીઠી
…….કાનજીભાઇ તો કુંજ.
મનુભાઇની ભક્તિન્યારી,મહેર જલાબાપાની થઇ
ભક્તિ કરતાં મહેનત કીધી,જીવન જીવવા અહીં
મળ્યામાન સંતાનથી,મળ્યો અર્ધાન્ગીનીનોપ્રેમ
જીવ્યાજીવન અવનીએ,ને મેળવ્યા દીલથી હેત
…….કાનજીભાઇ તો કુંજ.
+++++++++++++++++++++++++++++++++++++++