January 1st 2009
પુણ્ય ભુમી ગુજરાત
તાઃ૧/૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જય જય ગરવી ગુજરાત,ભારતની પુણ્યભુમી ગુજરાત
જેની જગમાં છે જય જયકાર, ના જગમાં કોઇ મિશાલ
…….એવી ગરવી જય ગુજરાત.
પ્રેમ ભાવથી ભરેલ જીવન ને ભાવના હૈયે છે લહેરાય
માનવતાની મહેક મહેંકે નેજીવન ઉજ્વળ પણ દેખાય
રામનામના રટણમાં રહેતા પ્રભાતે અનંતપ્રેમ લેવાય
આંગણે આવે કિરણ સુર્યના જ્યાં આવકાર મળી જાય
…….એવી ગરવી જય ગુજરાત.
સુખદુઃખની સાંકળ છે નિરાળી મળતા હૈયે આવી જાય
ના માગણી જગમાં દીઠી લહેરમાં મહેંકે મારુ ગુજરાત
જોઇ લાગણી પ્રેમથી મળતી નાતેમાં કોઇ છે વિખવાદ
જ્યાં આવકારના શબ્દો સરે મહેંકે પ્રેમદ્વાર ખુલીજાય
…….એવી ગરવી જય ગુજરાત.
===============================================
January 1st 2009
સાચો ભક્તિપ્રેમ
તાઃ૧/૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જ્યાં હૈયે વસે હેત ને જીવનમાં આનંદ આનંદ થાય
મમતાની ના ખોટ રહે ને ભક્તિમાં મન મળી જાય
માનજો મારાસ્નેહીઓ ત્યાં સાચો પ્રેમ જ વસી જાય
…….જ્યાં હૈયે વસે હેત ને જીવનમાં.
સુખ દુઃખની સાંકળ તો ચાલે મનની મતી લઇ જાય
સાચી પ્રેમની જ્યોત જીવનમાં ના માગી મળી જાય
ભક્તિનો સથવાર મળે ને સાચાસંતનો આશરો થાય
મળશે માયા પ્રભુ થકીના સૃષ્ટિમાં કોઇખોટ રહી જાય
…….જ્યાં હૈયે વસે હેત ને જીવનમાં.
આશાના અપરાધમાં માનવમન જગમાં ઘુમી જાય
ના ઉમંગ કે કોઇ આનંદદીસે મનમાં માયા મળી જાય
દીલથી માનવતા જતી રહે ને ના ભક્તિએ મન જાય
જગજીવનથી મુક્તિ મળતા ના આશા કોઇ રહી જાય
…….જ્યાં હૈયે વસે હેત ને જીવનમાં.
આજકાલની આશા જુઠી માન અપમાનમાં રહી જાય
નાસાચો સહવાસ જીવનમાં ના કોઇ ઉમંગ મળી જાય
દેખાદેખની આ સૃષ્ટિમાં માનવી મનમુકી જડાઇ જાય
મળીરહે મનને શાંનિ ને ઉન્નત જીવનજગે આવી જાય
…….જ્યાં હૈયે વસે હેત ને જીવનમાં.
—————————————————–
December 31st 2008
લટકી ત્યાં અટકી
તાઃ૩૧/૧૨/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાયાની અનોખી લીલા ના સમજે માનવ મતી
દુનીયાદારીની આ રીત મોહમાયાથી મળતી અનોખી
કુદરતકેરા ન્યાયમાં નજરલટકી ત્યાં જીંદગી ગઇઅટકી
…… નજર લટકી ત્યાં ભઇ જીંદગી અટકી ગઇ.
મોહ મળ્યા જ્યાં કોમળતાના ને લાગે આંખો મળી ગઇ
જગની સૃષ્ટિ સજતીદીઠી ત્યાં મનની વાતો પ્રસરીગઇ
પાવક પ્રેમની મહેંક મળી એક જ્યોતજીવને જડી અહીં
……..ત્યાં માયાના બંધને જીંદગી ભટકી ગઇ.
સંસારસાગર ગાગર જેવો પ્રેમનો ઉભરો એક મલી ગયો
જ્યોતજીવનમાં પ્રગટીગઇ ત્યાં અંધકાર જગે ટળી ગયો
ના હા ના વ્યવહારમાં આજે પોકાર પ્રેમની લણી લીધી
…….જ્યાંપ્રેમની સાચીપ્રીત જીવને મળી ગઇ.
================================================
December 31st 2008
જાગી જજે
તાઃ૩૧/૧૨/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુર્યોદયના અણસારને સમજી જીંદગીને તુ પામી લેજે
મળતી માનવતાના સહવાસને જીવનમાં મેળવી લજે
………સુર્યોદયના અણસારને સમજી.
આગમનનોઅણસાર જીવનમાં પરમાત્મા તને કરી દેશે
સાચી કમાણી તારી મળી જતાં જગતજીવથી છુટી જશે
કરતાં સારા કામ જીવનમાં મહેંક માનવતાની દઇ જશે
નારહેશે અવનીએઆશ જીવનમાંજ્યાં સવાર મળી જશે
………સુર્યોદયના અણસારને સમજી.
કરજે કામ દાન જીવનમાં ને દેજે અવનીધર આધારીને
સફળતાના સહવાસને માણી લેજે કર્મતણા બંધન જાણી
અવની તણા અવતારની મહેંક મેળવી મુક્તિ માણીલેજે
ના આશા કે નિરાશા રહેશે ધરતી પર સહવાસરહી જશે
………સુર્યોદયના અણસારને સમજી.
++++++++++++++++++++++++++++++++++++++++
December 31st 2008
નૈન અને નજર
તાઃ૩૦/૧૨/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નૈન ખુલ્યા ત્યાં નજર મળી,
નજર મળી ત્યાં પ્રીત સાચી થઇ
મનગમત વાદળીઓ વચ્ચે
અંતરમા પ્રીતની હેલી પણ થઇ
……..ભઇ પ્રીતની હેલી થઇ
કમળ ખીલેને સુગંધ પ્રેરે
સુગંધ પ્રેરે ત્યાં મૃદુતા વહેતી થઇ
પાગલ પ્રેમની એક ઝલક
જીંદગીમાં એક મહેંક મળી ગઇ
……..જ્યાં પ્રીતની હેલી થઇ
સાગર સરખી ઉભરે લહેર પ્રેમની
લહેર પ્રેમની ઉભરે જીવે શાંતિ થઇ
હાથમાં હાથ મળી ગયાં.
ને પ્રેમની પાવક જ્વાળા મળી ગઇ
…..જ્યાં હૈયાથી પ્રીત વહેતી થઇ
હૈયામાં હામ ને મળે પ્રેમની દોર
પ્રેમની દોરથી લાગણી જાગી ગઇ
ઉમંગ જાગે ને મહેંકે જીવન
ત્યાં જીવનમાં ટાઢક પણ આવી ગઇ
…….ને જીંદગીની ચાહત મળી ગઇ
###############################################
December 27th 2008
संभलके रहेना
ताः२७/१२/२००८ प्रदीप ब्रह्मभट्ट
सुनो सुनो ओ यारो , आज ये मन कुछ कहेता है
तुम सुन शको तो सुनना, ये अपनापन बेगाना है
फिर भी रहेता ये दिवाना है
……. सुनो सुनो आज ये मन कुछ कहेता है
लकीर न देखी दीलकी, और प्यारकी ना कोइ सीडी
अपना मानके कहे दीया जो बादमे समझ ना पाया
भुलगया मै अपना और बेगाना साथ मेरे जो आया
…….. इसी लीये तो आज ये दील बेगाना है
समझ सका ना प्यार और दील वैसे ही दे दीया
लेकर लकडी प्यारकी ओयारो अपने पैर में खडा
ना कोइ साथ रहा मेरे जब दीलको मैने दे दीया
…….इसी लीये तो आज मै अकेला हु
नजरमीली तो समज नापाया दीलमेरा था पागल
दीलकी बाते दीलमें रखके प्यार से तुम संभलना
आगया प्यार कीसीका तुमपे लेकरसाथ नाचलना
…….ओ यारो सबकुछ साथ समझके चलना.
=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=
December 26th 2008
મોહ,માયા ને સૃષ્ટિ
તાઃ૨૬/૧૨/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનથી ભક્તિ કરતો તો ત્યાં
મોહ માયાએ મતી ગઇ મારી અટકી
એક ડગલુ શરણે પરમાત્માને ભરતો
ત્યાં સંસારે ગયો ભઇ લટકી
……એવી અજબ જગતપિતાની આ સૃષ્ટિ.
પાપા પગલી કરતો હતો ત્યારે
વ્હાલથી મને પપ્પા પકડી લેતા
આગળ પાછળ કોઇ વ્યાધી જુએ ત્યાં
મમ્મી દોડી આવી બાથમાં જકડી લેતી
……એવી અજબ જગતજનનીની આ સૃષ્ટિ.
મધુર મિલન થયા અવની પર
ત્યાં જીંદગી સંસારે જકડાઇ ગઇ
એક તકલીફ પાર થાય ત્યાં
બીજી આવીને મળવા રાહ જ જોતી
……એવી અજબ જગતપિતાની આ સૃષ્ટિ.
?>?>?>?>?>?>?>?>?>?>?>?>?>?>?>?>?>?>?>?>?>?>?>?>?>
December 25th 2008
સવાર,એક અણસાર
તાઃ૨૫/૧૨/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પંખીનો મધુર કલરવ મળી ગયો જ્યાં કિરણોએ ઉજાસ કર્યો
મધુર લહેરની મહેંક થતાં જ માનવ જીવને સહવાસ મળ્યો
…..એવા સુરજના આગમને આનંદ આનંદ થઇ ગયો.
નિંદર ત્યજીને માનવી કુદરતની અજીબ કળાએ વણાઇ ગયો
આગમનના અણસારમાં ને જગતના પલકારમાં હરખાઇ રહ્યો
મંદમંદ લહેરે જગત જીવો અવનીપર પ્રભાતે મલકાઇ ઉઠ્યા
કુદરતના એક તાંતણે મહેંક મળતાં જીવન ઉજ્વળ બની રહ્યા
…..એવા સુરજના આગમને આનંદ આનંદ થઇ ગયો.
શાંન્ત જગતમાં કુદરતની મહેંક મળતા પ્રેમનો સહવાસ થયો
આગમનઅવનીએ થતાં સોનેરીકીરણોએ ધરતીએ ઉજાસદીધો
સોડમ દેતા મધુર વાયરે માનવ મનના હ્રદયે ધબકાર લીધો
પશુપક્ષીનાકલરવ મધ્યે હૈયેહામધરી સંસારે પ્રેમભાવનાપીધી
…..એવા સુરજના આગમને આનંદ આનંદ થઇ ગયો.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
December 23rd 2008
ત્રિલોક નાથ
તાઃ૨૨/૧૨/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રી બ્રહ્માજીની કૃપા થાય ત્યાં, જીવ અવનીએ આવી જાય
આગમન અવનીએ થતાં, પ્રભુકૃપાથી માનવજીવ મલકાય
મા સરસ્વતીની ભક્તિ કરતાં,માનવ જન્મ સફળ થઇ જાય
ના હા ના હા કરતાં જીવને,મુક્તિ આ જગમાંથી મળી જાય
……જ્યારે સાચી શ્રધ્ધાથી જગત પિતા પુંજાય.
ભક્તિ કરતાં જીવને નિરખી, પ્રભુ શ્રી વિષ્ણુ પણ હરખાય
નારાયણ નારાયણ સ્મરણતાં, જીવને આનંદ આનંદ થાય
મા લક્ષ્મીની મહેંર મળતાં, જગની વ્યાધી સૌ ટળી જાય
લક્ષ્મી પુંજન જગમાં જોતાં, શ્રી નારાયણ પણ રાજી થાય
……જ્યારે સાચી શ્રધ્ધાથી જગત પિતા પુંજાય.
માનવજીવનમાં મહેંક મળે તો, અંત જન્મનો ઉજ્વળ થાય
સંહાર સૃષ્ટિનો હાથમાં જેના,તેવાપ્રભુ શ્રીભોળાનાથ હરખાય
કરતાં મનથી ભક્તિ કાયમ,નારહે બાકી જગમાંકોઇ અરમાન
માતા પાર્વતીની કૃપા થાય,ને શ્રીગૌરીનંદન પણ રાજી થાય
……જ્યારે સાચી શ્રધ્ધાથી જગત પિતા પુંજાય.
રીધ્ધી સીધ્ધીને સાથમાં લઇને, જ્યાં જીવનમાં આવી જાય
ના વ્યાધી જગતમાં જીવને,સદામહેંક માનવતાની મળીજાય
સિધ્ધિવિનાયક ને વિઘ્નહરતા,માનવજીવનને મહેંકાવી જાય
અંત માનવદેહનો સફળ થાય,ત્યાં સ્વર્ગ જીવને જ મળી જાય
……જ્યારે સાચી શ્રધ્ધાથી જગત પિતા પુંજાય.
ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ
December 21st 2008
તલવાર જેવી
તાઃ૨૦/૧૨/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના હાથમાં એ મારા તોય સૌ મને જોઇને ભાગતા ભઇ
તલવાર દીઠી મેં ના જીવનમાં પણ જીભ મારી છે એવી
……જાણે તલવાર વીઝુ ભઇ એવી.
અગડમ બગડમ ના સમજાય પણ બબડુ નાનુ મોટુ
જડબુ મારા હાથ નારહે કે ના મારી સામે કોઇ અનોખુ
સમય ના સમઝુ કેના સન્માન મને લાગે સૌ અલબેલુ
એકલવાયુ જીવન ના લાગણી ને જીભ મારી વિખરેલી
……જાણે તલવાર વીઝુ ભઇ એવી.
સાચુ ખોટુ સમજ પડે ના મતી મારી નાનાબાળક જેવી
કોઇકહે કાંઇ ને સમઝુ કંઇ તોય જીભજવાબ ઝડપી લેતી
નાઆરો કે નાદેખાય કિનારો ભઇ સમજુ પ્રેમપડીકીજેવો
એકવાર મળે તે નાફરી મળશે તેમ સમજી જીભ હલાવી
……જાણે તલવાર વીઝુ ભઇ એવી.
+++++++++++++++++++++++++++++++++++++++++