December 21st 2008
ઉડેલા તણખલા
તાઃ૨૦/૧૨/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કદી સામુ તો જુઓ નૈનોમાં નૈન મેળવી તો જુઓ
મળી જશે મહેંક જીવનની કદીક માણી તો જુઓ
ના ના કહેતા હતા જ્યારે જ્યારે મુલાકાતો થઇ
મનની માગણીઓ મનમાં રહી ના કહેવાઇ કોઇ
જતા જતા મને કહેતા ગયા આજ મારો વારો છે
ના સમજાયા શબ્દો કે અણસાર કાલ મારો વારો છે
માની લીધા મનથી પણ ના અણસાર કોઇ મેં કર્યો
વીતી ગઇ પળ આજ જેનો મને ભણકાર મળ્યો
કદીક મનની મુઝવણ મનથી નીકળી પણ જતી
જીવનની કીમતી પળોમાં સાથ મને એ દઇ જતી
માયા મારી મમતા મારી મારી મારી કહેવાઇ ગઇ
છુટે નહીં આ બંધન જેથી મનમાં મોટાઇ જડાઇ રહી.
————————————————–
December 21st 2008
दीलका प्यार
ताः२०/१२/२००८ प्रदीप ब्रह्मभट्ट
सरगमकी एक तालपे चलके हो जाओ तैयार
प्यार भरे दो लब्झ कहेके बन जाओ गुणवान
….ओ यारो ले जाओ दीलका प्यार
कोन है अपना कौन पराना समझे ना इन्सान
मनमेप्यार उभररहा है फीरभी बनजाये अन्जान
देख रहाहै जगये सारा ना कीसीकी कोइ पहेचान
करके जाता काम दीलसे कर जाता पुरे अरमान
….ओ यारो ले जाओ दीलका प्यार.
आनाजाना इस दुनीयामें छोडके जाते अपनेघरबार
ना कहे सकता कोइ जगमें जो आता है पलवार
देख रहा है उपरवाला ना जगमें कोइ देख पायाहै
अपने कर्म वचन ओर प्यार जगतको दे जाते है
….ओ यारो ले जाओ दीलका प्यार
मेरा तेरा रहे जाताहै होकर भी हो जाते है बेजान
मुझको पाना मुस्कील है जब दुनीयासे लगन रहे
तेराम्रेरा जब छुटताहै महेर प्रभुकी होजाती है अपार
बंधन सब छुटजाते है ओर मोह कही खो जाता है
….ओ यारो ले जाओ दीलका प्यार
ॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱॱ
December 20th 2008
ઓ પવનપુત્ર
તાઃ૨૦/૧૨/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઓ પવનપુત્ર હનુમાન તમારી કૃપા જગે છે અપાર
નીશદીન વંદન કરીએ દ્વાર ગાઇએ ભક્તિથી ગુણગાન
કરજો કરુણા અમોપર આજ દેજો જન્મ સફળનુ દાન
ઓ બજરંગ બલી હનુમાન તમને છે વંદન વારંવાર
….દેજો રામનામમાં સાથ કરજો ભક્તિમાં ઉજાસ.
તનથી વંદન કરુ પ્રભુને સાથે મનથી કરુ હુ માળા
ભક્તિમાં રાખુ પ્રેમ તમોથી લેજો સ્વીકારી હેત ભરી
અવની પરના આ આગમનને સાર્થક કરજો પ્રેમે
નામોહ મને વળગે કે ના માયાના કોઇ અભેદ બંધન
….દેજો રામનામમાં સાથ કરજો ભક્તિમાં ઉજાસ.
રામનામની ભક્તિ કરી ને કીધા ભક્તિના ગુણગાન
પ્રદીપનુ જીવન સાર્થક કરજો ને મુક્તિએ દેજો સાથ
જગતનીમથી દુર રહીને રામનામ માં રહુ ભગવાન
કરજો મતી નિરાળી ને મુક્ત કરજો જગના બંધન
….દેજો રામનામમાં સાથ કરજો ભક્તિમાં ઉજાસ.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
December 19th 2008
મધુર સ્મીત
તાઃ૧૮/૧૨/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
તારુ મધુર સ્મીત જોઇને, મારી આંખો ભરાઇ ગઇ
ઉજ્વળ પ્રેમનીભાવના જોઇ ત્યાં હેત ઉભરાયુઅહીં
…….તારુ મધુર સ્મીત જોઇને.
નિર્મળ ભાવના ને કોમળ મન સ્વાર્થ જરીયે નહીં
લાગણી દિલની ને સાથે મહેંક વરસાવી હૈયાથી
મનમાં ઉમંગ ઉભરે ને ખોબે આપે છે દીલનો પ્રેમ
ના શંકા ને સ્થાન કોઇ ને ના લાગે મનમાં સ્વાર્થ
…….તારુ મધુર સ્મીત જોઇને.
જીંદગીની અનજાન પળોને પામી રહ્યો હું અહીં
કેવી ઉન્ન્ત ભાવના ને હૈયે રહ્યો નિખાલસ પ્રેમ
મળતા મળી ગયો એ ભાવ ભરેલો ને ઉજ્વળસ્નેહ
આવી બારણે તરસી રહ્યોતો ત્યાં મળ્યુ મને સ્મીત
…….તારુ મધુર સ્મીત જોઇને.
===========================================
December 17th 2008
સુર્યોદય
તાઃ૧૬/૧૨/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મીઠો કલરવ સાંભળી નિંદર ચાલી ગઇ,
સુર્યોદયનો સહવાસ થતાં જીંદગી જાગી ગઇઃ
આવતી લહેર પવનની મહેંક લાવી અહીં
મળી ગઇ માનવતા જ્યાં સવાર ઉજ્વળ થઇ
…….મીઠો કલરવ સાંભળી
લાગી માયા માનવને મહેર પ્રભુની થઇ
જાગી જગ જીવનમાં મળી કૃપા રામની અહીં
લગની પ્રેમની લાગી જ્યાં પરોઢ જગે થઇ
મહેનત સાથેઉજ્વળ જીવનને હૈયે લાગણીથઇ
…….મીઠો કલરવ સાંભળી
સવારની એક લહેરમાં મળે આનંદીત પ્રેમ
મારુ તારુ મટી જતાં અહીં જીંદગી જાગી જેમ
તરસે માનવી પામવા જગમાં ફરતો છેક
સુર્યોદયના એક કિરણમાં માનવતામળે અનેક
…….મીઠો કલરવ સાંભળી
++++++++++++++++++++++++++++++++++++++++++++++
December 16th 2008
મુલાકાતની વેળા
તાઃ૧૬/૧૨/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનની જ્યોતમાં એક દિવડો મળી જાય
હૈયામાં આનંદથાય જેનો ઉભરો ના કહેવાય
શીતળતાનો સહવાસ બ્રીજ લઇને આવે આજ
ના મને શબ્દો મળે જે મુલાકાતે મળીજાય
…….જીવનની જ્યોતમાં.
આવ્યાપ્રેમને પારખી આજે આનંદઅનંત થાય
રહેજો પ્રેમ બનીને જેમાં જીવન મહેંકીજાય
ના લાલચ જગતમાં જ્યાં હૈયે પ્રેમ ઠલવાય
રાખજો ભાવના મનથી ને દેજો સાચોપ્રેમ
…….જીવનની જ્યોતમાં.
આતુરતાને આણી સાથે આવ્યા ભાવના સાથે
મળીગયા જગતમાં નાજેની કલ્પના આજે
દુઃખમાં સુખનોસાથ મળે તો અનંત લાગે હામ
હૈયે મને આનંદ છે આજે ના બીજુ છે કામ
…….જીવનની જ્યોતમાં.
આવ્યા પ્રેમે લેજો પ્રેમને રાખજો હૈયે તમારે હેત
સંગીતકલાની કૃપા પામીને ઉજ્વળ દેજો પ્રેમ
મારુ તારુ અળગુ થતાં પ્રેમ મળશે તમને છેક
નાતેમાં કોઇ બ્રેકવાગશે મળશે મુલાકાત અનેક
…….જીવનની જ્યોતમાં.
++++++++++++++++++++++++++++++++++++++++++
December 13th 2008
માબાપ પ્રભુ રૂપ
તાઃ૧૨/૧૨/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંસુ આંખમાં આવી જાય,ને હૈયે સદા આનંદ ઉભરાય
બચપણ યાદ કરું હું ત્યારે,સાચો પ્રેમ માબાપનો દેખાય
કેવુ હાલરડું મા પ્રેમે ગાતી,જે આંખમાં નિંદરને દઇ જાય
ઝુલણા ઝુલતો નાનો આ દેહ, માની મમતાથી હરખાય
આંગળી મારીપકડી પિતાજી,નીરખે નાનીપગલી પળવાર
ગબડુપારણેથી ત્યાં માતા દોડી,પકડે દેવાપ્રેમનો સથવાર
એવો હતો મારા માબાપનો પ્રેમ, જેને હૈયે રહે સદાય હેત
અંબરને ના પામી શક્યો કે,નાપામી શક્યો જગના દેખાવ
મમતાની માયાના બંધન,મળ્યા મને જે પ્રેમ રીતે અપાર
આંખમાં માબાપની હુજોતો,સંતાનની ઉજ્વળ જીવનજ્યોત
ના હું ચુકવી શકુ રુણ આ ભવે,મળ્યામને માબાપ પ્રભુરુપ
એવો હતો મારા માબાપનો પ્રેમ, જેને હૈયે રહે સદાય હેત
========================================
December 12th 2008
પ્રેમની પીપુડી
તાઃ૧૧/૧૨/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પીપુડી વાગી ટેં ટેં કરતી, જગની આ સૃષ્ટિ મહીં
મનની ના સીટી કોઇવાગી,ને પ્રેમની પપુડીથઇ
……..પીપુડી વાગી ટેં ટેં.
મળી ગઇ રીત પ્રીતની,ભાગોળે ભટકાતી અકેલી
આડીઅવળીમતીનામારી,સાદીસીધીહતીનિરાલી
આવી એકઝલક પ્રેમની નાહતી સમજમાંઅજાણી
પકડી પીપુડી વાગી ગઇ, ટેં ટેં કરતી જતી રહી
……..પીપુડી વાગી ટેં ટેં
ડગમગ ડોલતી નાવડી,જાણે જીવ સંગે મળી ગઇ
હાલમડોલમ કરતીતી,ત્યાં પકડીપ્રેમે જકડાઇઅહીં
ના આરો કે ઓવારો ત્યાં જુઠસચમાં સચવાઇ ગઇ
હાથમાંહાથ મળી ગયો પણ સાચીપ્રીત મળી નહીં
……..પીપુડી વાગી ટેં ટેં.
લઇ લઇને પ્રેમને માથે,સંસારમાં હુ ઘુમી જ રહ્યો
મળશે અંત ક્યારેક તો એનો,રાખી આશાહું ભમ્યો
લબડી લટકી માયા પ્રીતની,ના મળ્યો કોઇ આરો
જીવ આ પગ દંડીને ભઇ મેં જોઇ લીધી પગપાળા
……..પીપુડી વાગી ટેં ટેં.
+++++++++++++++++++++++++++++++++++++++
December 12th 2008
હુ તુતુ
તાઃ૧૧/૧૨/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હું તુતુની માયા ને અળગી કરતા
ભઇ કાયાને શાંન્તિ થઇ
જગતજીવની ના કોઇ અસર મળી
જ્યાં ભક્તિ સાચી મળી ગઇ.
……. હું તુતુ ની માયા ને.
હું તુતુ, હું તુતુ કરતાં જીંદગી જકડાઇ ગઇ
આ મારુ કે આ તારુ રહેતા મોહ ના છુટશે અહીં
અલખ ધરીને ઓઢી ચાદર તોય માયાજ વળગીરહીં
લાલચલોભને માયારહેતા જીંદગી ઝુંટવાઇ ગઇ
……. હું તુતુ ની માયા ને.
મનમાં લારા ને હાથમાં માળા જગને બતાવી અહીં
હુ કહેતા આંખો ઉઘડીને તારી મારી વાતો થઇ
ક્યારે છુટશે મોહ જગતના ના તેમાં કોઇ ક્ષોભ એક
પ્રેમેસ્મરણ સાચાસંતના મુક્તિ તરફ દોરશે છેક
……. હું તુતુ ની માયા ને.
રમત જગતમાં માનવી ખેલે,સૃષ્ટિનો સથવારો લઇ
હું તુ,હું તુ કરી રહે તોય હૈયે ના લાગણી દેખાય કાંઇ
મળતા મળ્યો આમાનવદેહ,સમજી કરજે ભક્તિ ભઇ
લગની થોડી લાગી જશે તો ,વ્યાધીથી બચીશ અહીં
…….હું તુતુ ની માયા ને.
###########################################
December 10th 2008
સુખ અને દુઃખ
તાઃ૯/૧૨/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુખદુઃખની સાંકળમાં જીવન જકડાઇ જાય
પ્રેમ ભક્તિની લગન મળે ત્યાં જીવને શાંન્તિ થાય
સકળ વિશ્વના જીવ જગતમાં માનવ છે મલકાય
અવનીપરના આગમનમાં જ પાવનકર્મ છે થાય
લગની મનને લાગે જેની જીવ સંગે જ તે જોડાય
કર્મતણા બંધન તો જીવને જન્મમળતા મળીજાય
……….સુખદુઃખની સાંકળમાં.
ભક્તિના બંધન તો સૌને સમજે તે જ તરી જાય
પરમપિતાની કૃપા જ મળે ને જીવને શાંન્તિ થાય
મારુ તારુ અળગુ થાય અને જીવ મુક્તિએ જોડાય
સુખદુઃખનાબંધનનાવળગે જ્યાંભક્તિમાં લીનથાય
……….સુખદુઃખની સાંકળમાં.
આજકાલની મનની લાગણીએ જીંદગી એળે જાય
સમયની પગલી ના પારખે તો મૃત્યુ આવી જાય
જીવભટકે જગત મહી જેનો ના જગમાં કોઇઆધાર
જન્મ સાર્થક થઇજશે જ્યાં પ્રભુથી અંતરપ્રેમ થાય
……….સુખદુઃખની સાંકળમાં.
========================================