December 9th 2008

૨૬ મી જાન્યુઆરી

                  ૨૬ મી જાન્યુઆરી

તાઃ૮/૧૨/૨૦૦૮                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંગણે મારે આવી રહ્યો ભઇ આઝાદી નો અવસર
હૈયે હેત અતીઉભરે જ્યાં હું માણી રહુ આ પળપળ
આજે મારી માતૃભુમીનો ઉજ્વળ દીન છે ઉજવાય

શહીદ થયા એ શુરવીરો કે જેના છે અગણિત નામ
દેશદાઝમાં બલિદાન દઇને કરી ગયા તે ઉત્તમદાન
માગણીમનથી આઝાદીની સંગઠને સૌ થયા સમાન
ના હા,ના હાની ના વાત જ કરતા માને કરે સલામ
એવી મારી માતૃભુમિનો આઝાદદીન આજે ઉજવાય

આવી આપણા દેશમાં રાજકરી ગયા બ્રીટીશ અંગ્રેજ
સાથ   આપણો સૌનો થતાં ભઇ છોડી ગયા આ દેશ
હાથમાં હાથ મળે જ્યાં  શક્તિનો ના રહે કોઇની ટેક
નારહી શક્યા કે નાટકી શક્યા નાકરી શક્યા આદેશ
એવી મારી ભારતમાની આઝાદીનો આનંદ મણાય

======================================
           ભારતદેશની આઝાદીના દીનને અનુલક્ષીને આ લખાણ ૨૬મી જાન્યુઆરીના
દીને દેશભક્તિ કાવ્ય તરીકે અર્પણ.

December 7th 2008

‘ભોજન’ની સરભરા

                 

                        ‘ભોજન’ની સરભરા

તાઃ૬/૧૨/૨૦૦૮                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

દોડો મારા દોસ્તો હ્યુસ્ટનમાં, જો ખાવું હોય મઝાનું
આવજો ‘ભોજન’માં,ને ખાજો ભઇ ભોજન ચટાકેદાર
હીરેનભાઇ ખુશ થાય, ને પ્રતીમાબેન પણ હરખાય
આવજો પ્રેમે ભોજનમાં જ્યાં ખાતા હૈયુ છે મલકાય
દોડજો મારા દોસ્તો, ખાવાની મઝા અહીં મળી જાય.

ઠાકોરભાઇ તો પ્રેમથી ખવડાવે, રોટલીને પુરણપુરી
ગરમાગરમ છે રોટલી ને સાથે બટાકારીંગણનુ શાક
પાણીપુરી કે સમોસા છે,વળી ખમણ ખાવ કે કચોરી
સ્વાદ મળશે ગુજરાતનો,ને શરીરે સ્ફુર્તી છે લહેરાય
દોડજો મારા દોસ્તો, ખાવાની મઝા અહીં મળી જાય.

ભાતદાળ કે ખીચડીકઢી,અરે લાડુખાવ કે મોહનથાળ
મસ્તી એવી મનમાં આવે,જાણે ભારતથી લઇઆવ્યા
બાજરી રોટલા કે પરોઠા,ભઇ ઘીમાં લદબદછે દેખાય
અરે કચોરી કેથેપલાં મઝાના,ચટપટ જીભે ચોંટીજાય
દોડજો મારા દોસ્તો, ખાવાની મઝા અહીં મળી જાય.

ખાંડવી સાથે દાલવડા ને ભઇ બટાકાવડા દહીં સાથે
ડાકોરના ગોટા મળી જાય અહીં ને ફાફડ ચટણીસાથે
લાડુ મોતી ચુરના ખાજો ,જે રમા બનાવે ખુબ પ્રેમે
સુશીલાબેનના હાથનુ શાક,રહી જશે જીવનમાં યાદ
દોડજો મારા દોસ્તો, ખાવાની મઝા અહીં મળી જાય.

ગોબીકેઆલુ પરોઠા,સ્વાતિબેનના મન લોભાવે એવા
ટેસ્ટ મઝાનો એવો મળે,કે આંગળીએ ચોંટે ભઇ એવો
સ્પ્રીગરોલ તો પાણીલાવે,ને કટલેસપણ મલકાવે મોં
સફેદ ઢોકળાને સાથેચટણી,ભઇ મનને સદાય ગમતી
દોડજો મારા દોસ્તો,ખાવાની મઝા અહીં જાય મળતી.

મેંગો કે પાઇનેપલની બરફી, ભઇ મોં ને લાગે ચટકી
મોહનથાળ તો મઝાનો મળે ને ક્યારેક બુંન્દીના લાડુ
ઓરેંન્જ બાસુદી કે રસમલાઈ, ને શીખંડ રોટલી સાથે
અંગુર રબડીને ગાજરનો હલવો,લાગે છે મનને હળવો
દોડજો મારા દોસ્તો,ખાવાની આજેમઝા અહીંમળીજાય.

‘ભોજન’માં ભોજનસાત્વિક ને સારું હ્યુસ્ટનમાં મળીજાય
પ્રસંગ આવે કોઇ આપણો પ્રેમથી આવજો અમારે દ્વાર
ભોજન ખાજો,મીટીંગ કરજો, લેજો અનેરો આનંદ અહીં
ફરી ફરીને યાદ જ કરશો, પ્રેમ પણ અમારો જોજો ભઇ
દોડજો મારા દોસ્તો, ખાવાની મઝાજ મળી જશે અહીં.

યાદ સૌને રહેશે ભોજન,ને આનંદઅમનેઅહીંથશે ઘણો
ફરીઆવજો ને કરજો ફોન અમને ૭૧૩/૭૭૭-૬૯૦૦
આનંદ અમને મળશે ને પ્રસંગ તમારો યાદગારબનશે
એકલા આવો કે સાથે આવો સત્કાર અમારો સંગે રહેશે
દોડજો મારા દોસ્તો,હવેખાવાની મઝા અહીં પડી જાય.

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ

December 7th 2008

ભોજનનું ભોજન

                   

                          ભોજનનુ ભોજન

તાઃ૩૦/૧૧/૨૦૦૮                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

મન મહેનત ને લગન લગાવીને સમજી કામ કરતો
સદાય જીવનમાં આનંદ રહેતોને મનલગાવી મળતો
                         …..એવું આનંદીત જીવન પ્રેમે જીવતો.

ભુખ લાગે ત્યાં ભાખરીશાકને સાથે ભાતદાળ લઇ લેતો
મનમાં ખુશી કે ભારત બહાર હમેશા સાદુભોજન ખાતો
આવતા આવ્યો અહીં સંસ્કાર સાથે ભક્તિ લેતો આવ્યો
માનમર્યાદા સાચવીરાખી માનહમેશાં પ્રેમભાવથીદેતો
                         …..એવું આનંદીત જીવન પ્રેમે જીવતો.

કદીક તન મનથી થાકુ ત્યારે બહાર ખાવા હું વિચારુ
હ્યુસ્ટ્નમાં ખાવાનું તો ઘણું મળે પણ શાકાહારી ઓછુ
ફાવીગયો હું ત્યારથી જ્યારથીભોજન રેસ્ટોરન્ટખુલી
સાત્વીક સાદુ ભોજન ને સ્વાદ ભારતનો હું માણી લઉ
                           …..એવું આનંદીત જીવન પ્રેમે જીવતો઼

઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼

December 6th 2008

હું આધુનીક વૈરાગી

                       હું આધુનીક વૈરાગી

તાઃ૬/૧૨/૨૦૦૮                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

મારા હાથની માળા ભઇ જગત જુએ છે,
           મારા પેટના લારા ના કોઇ ભઇ જાણે
થાક્યો જગમાં ના મળે સહારો
           બની ગયો ભઇ હું સાધુ ત્યારનો
                            ……મારા હાથની માળા ભઇ.
આવતા જોતો મદમોહ ભરેલા જીવોને
            ઉભરાતો મારે હૈયે આનંદ અનેરો
પગે પડે ત્યાં હું મદ મોહિત થાતો
           આશિશ દેતો ના લાયકાત ના આરો
                            ……મારા હાથની માળા ભઇ.
મને ભગવા કપડે સૌ પ્રભુ જ માને
         આ જગતમાં મને ઘણુય સુઝેના આજે
ના સહારો ના કોઇ આરો જગમાં
             માળા હાથે ના વ્યાધી કોઇ જગતમાં
                            ……મારા હાથની માળા ભઇ.

===================================

December 6th 2008

જલાસાંઇના સંગે

                    જલાસાંઇના સંગે
                  
તાઃ૬/૧૨/૨૦૦૮                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

રટણ કરીશ હું રામરામનું,ને ભજ્યા કરીશ જલારામ
સાંઇરામ સાંઇરામ મનન કરીશ,
                         ને ભક્તિ સંગે વળગી રહીશ હું.
                             ….એવું રટણ કરીશ હું રામરામનું
મન નાકદી માયા ને વળગે, ના લાગે કાયાને મોહ
શાંન્તિ મનને મળી રહી ત્યાં,
                        જ્યાં ભક્તિભાવની કડી મળી છે
                             ….ત્યાં રટણ કરીશ હું રામરામનું
લાગી માયા રામનામની,સમજ મળી જ્યાં સંસ્કારની
રવિ,રમાને દીપલની સાથે,
                       પ્રદીપ પણ કરે ભક્તિ મુક્તિ કાજે
                         ….કાયમ રટણ કરીશ હું રામરામનું
આજકાલની રાહ ના જોતા,પળપળને નિરખી હું રહેતો
જલાસાંઇના આવીને સંગે,
                       મુક્તિ લેવા જગતના આ રંગે
                          ….એવું રટણ કરીશ હું રામરામનું.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

December 6th 2008

અપેક્ષા પ્રેમની

                      અપેક્ષા પ્રેમની 

તાઃ૧૮/૮/૧૯૮૫                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે મને પ્રેમ જો તારો, લાગે મને જીવન વ્હાલુ
માગ્યું મને એટલુ મળે તો,જીવનમાં જીવી હુજાણું
                                  ……મળે મને પ્રેમ જો તારો.
જશો કદીના તમે રુઠીને, મને તો તમારો બનાવો
કદીના મનમાં લાગશે,મને છોડી બીજુ અપનાવો
                                  ……મળે મને પ્રેમ જો તારો.
તમારા પ્રેમની જ્વાળાને, હુ તરસી આજ રહ્યો છુ
જીવનમાં માગુ સાથ તમારો,લો પકડી હાથ મારો
                                  ……મળે મને પ્રેમ જો તારો.
અવની પરના આ સંબંધને,દીલમા આજ વસાવો
ના ના કરતા ભુલી જગને, મારા હૈયે સાથ લાવો
                                   ……મળે મને પ્રેમ જો તારો.

==========================================

December 6th 2008

ભક્તિ કેરી ચાવી

                            ભક્તિ કેરી ચાવી      

તાઃ૫/૧૨/૨૦૦૮                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

હું આવી ઉભો છુ દ્વાર તમારે ,લઇ ભક્તિ કેરી ચાવી
પ્રેમભાવના લેજો સ્વીકારી,કરજો ઉજ્વળ જીંદગીમારી
                  …….ઓ જલારામ બાપા,ઓ વ્હાલા સાંઇબાબા.

મનથી માળા રોજ કરુ છુ,ને સવાર સાંજ ધુપ દીપ
ભક્તિ હરપળ સંગે રાખી,રાખુ છુ પ્રભુ રામથી પ્રીત
શ્રધ્ધારાખી સ્મરણકરુ જ્યાં,લાગે ઉજ્વળ જીવનદીપ
મુક્ત જીવનેજ્યાં મળે શાંન્તી,ત્યાંછુટે જગતની રીત
                 …….ઓ જલારામ બાપા,ઓ વ્હાલા સાંઇબાબા.

સાચા સંતથીમળી દ્રષ્ટિજ્યાં,મોહમાયા થયા વિદાય
ના લાલચ કે લોભ મને, ભક્તિ મનને વરી કહેવાય
બાબાની જ્યાં કૃપા મળે, ને મળે જલાબાપાનો પ્રેમ
સાધુઓનો ના સાથ જોઇએ કે ના મોહ ભરેલા મંદીર
                 …….ઓ જલારામ બાપા,ઓ વ્હાલા સાંઇબાબા.

સંસાર સમાગમ સાથેહતો,તોય પ્રભુની મળીછે પ્રીત
સંતાનનો સહવાસ રાખીને,ભક્તિ મળી જીવને નીત
ના ભેખ લીધો કે ના જીદ,તોયમળી સાચી પ્રભુપ્રીત
સાચી રાહ મળે જીવનમાં,ના જીંદગી બને ભયભીત
                …….ઓ જલારામ બાપા,ઓ વ્હાલા સાંઇબાબા.

——————————————————-

December 5th 2008

અલૌકિક હિસાબ

                              અલૌકિક હિસાબ
                                                
તા:૧૬/૫/૨૦૦૮                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ્   

ના હાથમાં મારા કે ના હાથમાં તેના
              એતો વ્હાલા જીવે,કરેલ કર્મ ગત જન્મે કેવા   
આગળ ના જ્યારે તું જોતો અહીં પળવાર
            મિથ્યા બનશે પામર દેહ ના મળશે અણસાર
મળી જીંદગી માનવની માનજે તું ઉપકાર
            સમજી થોડું દેજે હરિને જેણે દીધું તને અપાર
સર્જનહાર કદી ના ભુલે કરે દયા ક્ષણવાર
             માણવા તારે મહેનત કરી ભક્તિ દેવી લગાર
ક્યાં જવુ કે ક્યાં ના જવું સૃષ્ટિ કરે હિસાબ
             કરજે કામને લેજે હામ,તને જલો કરેઅણસાર
દીધા બંધન માયાના જે સ્નેહ ભરેલ અનેક
            પળપળ તારી જમાથશે જ્યાં ભક્તિમાં વિવેક
અવની પરનું આગમન નહીં મળે અનેક
            જીવજે સાર્થક જીવન જે ,દે શાન્તિ જીવને છેક
————————————————————-

December 5th 2008

વ્હાલા જલાબાપા

                     વ્હાલા જલાબાપા                

તાઃ૪/૧૨/૨૦૦૮                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગરવી ગુજરાતમાં, વિરપુર ગામમાં;
            લોહાણા નાતમાં, ભક્તિ લઇ સાથમાં,
અવનીએ આવ્યા,મારા વ્હાલા જલાબાપા
           જેની ભક્તિ જગતમાં નિરાળી વર્તાય.
બોલો જય જલારામ,ભક્તો જય જય જલારામ.

રાજબાઇ માતાના, પ્રધાનજી પિતાના;
          સંતાન થઇને અવનીએ આગમન કીધુ,
ભક્તિમાં મન રાખી,પ્રીત પ્રભુથી રાખી;
          રામનામનુ રટણનેવળીહૈયે ચીંતનલીધુ.
બોલો જય જલારામ,ભક્તો જય જય જલારામ.

લાગી નામાયા જગની,કે નાકાયાના મોહ;
          સંતોના શરણે રહી; લાગણી હૈયેને હેત,
ભોજાભગતની આશીશ;ને લીધીપ્રભુથીપ્રીત,
           મનથીભોજનદેતા;ને પ્રેમપ્રભુનો લેતા.
બોલો જય જલારામ,ભક્તો જય જય જલારામ.

સંતાનને સાથે રાખી,પ્રભુ ભક્તિ પણ કીધી;
         ભુખ્યાનેભોજન દઇને;કૃપા રામનીલીધી,
પ્રભુ આવ્યા ભિક્ષાલેવા,વિરબાઇમાને દીધા;
         દંડોઝોળીછોડી પ્રભુએ વાટસ્વર્ગનીલીધી.
બોલો જય જલારામ,ભક્તો જય જય જલારામ.

========================================

November 30th 2008

નજરના તીર

                 

                                     નજરના તીર

તાઃ૨૯/૧૧/૨૦૦૮                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

તિરછી નજર ભઇ મારી, તમે રહેજો દુર તેનાથી
જો આવ્યા એક નજરમાં,તો ના છટકી શકવાના
……..ભઇ નજર મારી છે એવી,જાણે તીર વાગવા જેવી

નાની મારી છે કાયા,પણ નજર મારી ખુબ લાયક
એક વખત જે દીઠા તે લાગે જન્મો જન્મથી  સાથે
વણ માગતી વ્યાધી આવે ત્યારે આંખો લુછી લેતો
ને મન મુકીને હસતો,જ્યાં સામે પાગલને હું જોતો
…….ભઇ નજર મારી છે એવી,જાણે તીર વાગવા જેવી

મનમાં માયા જ્યાં વળગી,ત્યાં ધીમે ધીમે હું ચાલુ
પગલુ ના હુ ભરતો એક ,જ્યાં ઠેલનગાડી હું બેસતો
મોટી મોટી કાયા આજગમાં જ્યાં ત્યાં હાલતી જોતો
મોટી બડાસની વાતો હાલ ક્યાંય નથી હુ સાંભળતો
…….ભઇ નજર મારી છે એવી,જાણે તીર વાગવા જેવી

@%@%@%@%@%@%@%@%@%@%@%@%@%@%

« Previous PageNext Page »