August 27th 2008
ખાલી હાથ
તાઃ૨૬/૮/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ્
સાચી શક્તિ ભક્તિમાં, છે પ્રભુનો અણસાર
માગુમનથી પ્રભુનીપાસે મુક્તિ દો ભગવાન
અવની પરના આગમન ને, કર્મ તણા છે બંધન
સુખદુખનીસહયારી જીંદગીમાં,ભક્તિનો છે સંબંધ
સાચી માયા પ્રભુથી કરવી જગની માયા મિથ્યા
આવ્યા અવનીપર જ્યારે,મળી જગમાં આ માયા
માળાની ના જરુર જગને, હ્રદયમાં રાખો શ્રીરામ
અંતરથી જ્યાં સ્મરણ થાયત્યાં મળે છે જલારામ
આવ્યા આ ધરતી પર, હાથમાં કાંઇ ન લાવ્યા
ના લઇ જવાના જગથી,ખાલી હાથ જ જવાના
દેજો મનથી પ્રેમ પ્રભુને, શીવની પામશો કૃપા
અવસર ફરી નાઆવે આ,જ્યાં પરમપિતાની ભક્તિ
઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼
August 27th 2008
આરતી મહાદેવની
તાઃ૨૫/૮/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જય જય જય ભોલે,શિવ જય શંકર ભોલે;
આરતી અર્ચન કરીએ..(૨) વંદન નીત કરીએ
….પ્રભુ જય જય જય ભોલે
પાર્વતી પતિ પરમેશ્વર..(૨) શીર ગંગા ધારી, પ્રભુ..(૨)
નીલકંઠ,વિષધારી..(૨), નાગેશ્વર મહાદેવ..પ્રભુ..(૨)
….પ્રભુ જય જય જય ભોલે
ત્રિશુલધારી,જગત આધારી..(૨)વંદન નીત કરીએ..પ્રભુ..(૨)
સૃષ્ટિ આધારી,પ્રમકૃપાળુ..(૨)લેજો નીજ ચરણે..પ્રભુ..(૨)
. ….પ્રભુ જય જય જય ભોલે
કરુણાસાગર દયાનાદાની..(૨), ભોલાના ભગવાન..પ્રભુ..(૨)
સહવાસ સર્પનો ,કરી નંદી સવારી,ગૌરીના ભરથાર..પ્રભુ..(૨)
…..પ્રભુ જય જય જય ભોલે
વંદન કરીએ નીત સવારે..(૨) સાંજે સ્મ્રણ થાય..પ્રભુ..(૨)
પ્રદીપ વંદે,રમા પણ વંદે..(૨)લઇ ભક્તિનો સંગાથ..(૨)
…..પ્રભુ જય જય જય ભોલે
___________________________
August 24th 2008
.. નર કે નારી
તાઃ૨૩/૮/૨૦૦૮ ………………………….. પ્રદીપ બ્રહ્મભટ્ટ્
નરનારીના ભેદની વાત જગમાં કોઇએ નથી જાણી
જગત પિતાની આ છે લીલા કોઇથી નથી અજાણી
…….આ છે પરમાત્માની બલીહારી
કર્મની લીલા જગતમાં ન્યારી, ના તેમાં કોઇ દ્વીધા
પ્રેમ સંબંધનો તાંતણો નાનો છે જગ તેમાં બંધાયુ
પરમાત્માના સાચા પ્રેમમાં ના જગના કોઇ બંધન
……સાચી ભક્તિ પ્રેમથી નિતરતી
મુક્તિ જ્યાં જીવને મળે ના મળે દેહ નર કે નારી
આત્માનુ આગમન એ તો દેહ થકી જગમાં દીસે
ભક્તિ નો બંધાય તાંતણો દેહ ના છુટે આ બંધન
……..જે થાય સંસારી સંતોમાં દર્શન
રામ શ્યામનો દેહ ધરી પરમાત્માએ દીધા દાન
માર્ગ મુક્તિ નો દર્શાવી થયા પ્રભુ અંતર ધ્યાન
નર નારહે કે નારી પણ જ્યાં જીવે મુક્તિ આવે
…….એવી છે શક્તિ પરમાત્માની
કર્મનીએવી ગતી કે જેમાં જીવ ધરતી પર આવે
માનવ મનની શક્તિ એવી મુક્તિ એમાં સમાણી
પ્રદીપ વંદે પરમાત્માને નામળે દેહ નર કે નારી
…….પ્રભુની કૃપા ના જગથી અજાણી
+++++++++++++++++++++++++++++++++++++++++
August 22nd 2008
બારાખડી કે એબીસીડી
તાઃ૨૨/૮/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બારાખડીનો કક્કો ને ભજનની એબીસીડી
ક્યાંથી મેળ પડે જ્યાં પડી ગઇ ભઇસીડી
જીવનના પહેલા સોપાને સમઝણ પડીગઇ
ગુજરાતનો હુ ગુજ્જુ ને ગુજરાતી માતૃભાષા
કખગઘ મળ્યુ ગળથુથીમાં નામારુ ભઇફાંફા
પફબભમાં ખચકાતો ત્યાં પપ્પા તેડી લેતા
સશષહઃ પહોચી ગયો પછી સ્કુલ છુટી ગઇ
બીજા સોપાને ચઢી હાઇસ્કુલમા ચાલ્યો ભઇ
મહેનત મનથી કરીલેતાં બીક પણજતી રહી
ભુતકાળમાં નાભરમાતો આગળ હંમેશા જોતો
કૉલેજ કૉલેજ બોલતો ત્યાંતો કૉલેજપતીગઇ
મળ્યુ ભણતર જીવનમાં ત્યાં સાચી મતી થઇ
લાગી માયા સંસારની ત્યાં મહેનત કરુ ભઇ
જીદગીના સોપાનો ચઢતા ભક્તિ ભુલાઇ ગઇ
સંસારનો સહવાસ થતાં કામની ઝંઝટ શરુથઇ
સવારસાંજની ખબરપડે ના એવી જીદગીઅહીં
એબીસીડી અહી મળતા ભજનની ભુલાઇ ગઇ
——$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$——-
August 22nd 2008
સોનેરી કીરણ
તાઃ૨૨/૮/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુરજના સોનેરી કીરણ,પ્રભાતને સોહાવે
કલરવ કરતાં પંખીઓ પણ મધુર સ્વર રેલાવે
….સુરજના સોનેરી કીરણ
વાદળ કાળા વિદાય લેતા, જ્યાં પ્રભાતનો પોકાર થતો
નિર્મળ જગતના આસાગરમાં,માનવ મસ્તબનીને ન્હાતો
…..સુરજના સોનેરી કીરણ
કોયલની કુઉ કુઉ સંભળાતી ને ચકલી ચીં ચીં કરતી
દાણો એક અનાજનો મળે ત્યાં જીવનનો લ્હાવો લેતી
…..સુરજના સોનેરી કીરણ
સંતાન જગતના જાગી કુદરતની અજબકૃપાને જોતા
પ્રભાતનો જ્યાંસહવાસ મળે ત્યાં નિંદરને ત્યજી દેતાં
…..સુરજના સોનેરી કીરણ
ખળખળ વહેતા પાણી નદીના. મધુર મિલનમા રહેતા
પનીહારીના બેડલામાં સમાઇ, જગતને તૃપ્ત કરતા
…..સુરજના સોનેરી કીરણ
_________________________________________
August 22nd 2008
સાર્થક જન્મ
તાઃ૨૧/૮/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ્
ના મને જીવનમાં ખોટ, જ્યાં મળી જલારામની જ્યોત
ઉજ્વળજીવન જીવી જવાશે,ભક્ત જલારામના સહવાશે
મળશે શાન્તિ મનને આજે,સાર્થક જન્મ આ મારો થાશે
મતી ગતી સૌ સાથે રહેશે,ને પ્રેમથી જીવન આ મહેંકશે
…….જ્યાં મનથી સાચી ભક્તિ થાશે
કર્મનુ બંધન સૌને વળગે, જ્યાં જીવને આ દેહ મળે
પશુ પક્ષીકે પછી મનુષ્ય, ના અળગુ તેનાથી બંધન
સર્જનહારની આછે સૃષ્ટિ,દોરે જીવને મેળવવા મુક્તિ
ભજનથાય કે ભક્તિ થાય,જીવને શાંન્તિ મળતીજાય
…….જ્યાં સેવા સાચા દીલથી થાય
મન થકી મળતી માનવતા, ને હૈયાથી મળતા હેત
ભક્તિથી મળતા ભગવાન જ્યાં જલાસાંઇથી પ્રીત
મિથ્યા માયા મોહ લાગે,જે જીવને વળગી છે ચાલે
મળતી મુક્તિ જ્યાં છુટે સૃષ્ટિ,ના રહે કાયાના મોહ
……જ્યાં પ્રેમથી પ્રેમની ભક્તિ થાય
=======================================
August 21st 2008
જીવની શાન્તિ
તાઃ૨૦/૮/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દીલ મારુ દરીયા જેવું, ને પ્રેમ છે આકાશ જેવો
વિશાળતાના આ સંબંધમાં,નથી કાંઇ કહેવા જેવુ
હસતો હમેશા,પ્રેમ મેળવતો ને પ્રેમથી પ્રેમ દેતો
આ માનવજીવનમાં હું હમેશા જીવને શાન્તિદેતો
….. હું પ્રેમથી પ્રેમ વહેંચી લેતો
મમતા મને મળી હતી, ને હેતથી હરખાઇ લેતો
સંબંધના એક મીણ તાંતણે બંધનમાં હું બંધાતો
લાગણી સાથે રાખતો હંમેશા ને પ્રેમ હૈયે રહેતો
જ્યાં ઉભરો જોતો વધારે ત્યાંથી હું છટકી જાતો
…… હું પ્રેમથી પ્રેમ વહેંચી લેતો
ના માયામાંમુઝાતો કે ના લાગણીમાં ડગી જાતો
માનવજીવનને મહેંક મળે ત્યાં ભક્તિમાં બંધાતો
સારુ નરસુ સમાન જોતો પરમાત્માની જ્યાં દ્રષ્ટિ
કર્મતણા બંધનથીનીકળવા હું જયજલારામ કહેતો
….ને પ્રેમને હું પ્રેમથી વહેંચી લેતો
ગાગરસાગરના ભેદ ના જાણુ મનથી હુ પ્રેમ રાખુ
જ્યામ સ્વાર્થનો અણસાર મળે ત્યાં હુ ખસી જાતો
પરમકૃપાળુની કૃપાપામવા સંત જલાસાંઇ ભજતો
થયોજ્યાં ભક્તિનો અણસાર ત્યાંજીવે શાંન્તિ જોતો
…..ને જલાસાંઇ જલાસાંઇ ભજી લેતો
_____________________________________________
August 19th 2008
માયા મહાદેવની
તાઃ૧૮/૮/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મને માયા મહાદેવની, ના કાયા કે આ દેહની
લાગી લગની મનથી,ને માયા છુટીઆજગની
ઓ ભોલેશંકર, ઓ ત્રિશુલધારી,ઓ ગૌરીશંકર
……..છો ભક્ત આધારી, છો મુક્તિદાતા, ઓ પરમેશ્વર
સાંજ સવારે,નીત દર્શન કાજે,મંદીરમાં હું જાતો
પ્રભુ ભક્તિમાં રહેવા કાજે, માળા હાથમાં કરતો
કૃપાપામવા ભજનકરતો ને શીવશીવ હું ભજતો
……..લો સ્વીકારો ભક્તિ અમારી, મુક્તિ દો આ જીવને
સાચીશક્તિ પ્રભુભક્તિમાં જ છે ના એમાં કોઇ શંકા
લગનીલાગી જ્યારથી મનને મળી શાંન્તિ ત્યારથી
આવી ઉભો બારણે મંદીરના પ્રેમે આવકારજો મને
…….કરજો સાર્થક જીવન આવજો અંતકાળે ઓ શિવજી
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
August 18th 2008
નાગેશ્વર મહાદેવ
તાઃ૧૮/૮/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
છે સર્પોનો સહવાસ એવા કૃપાળુ નાગેશ્વર મહાદેવ
લીધો વિષ તણો સહવાસ જેના કંઠે છે મુક્તિના દ્વાર
થાય આ જીવનો ઉધ્ધાર એવો છે ભક્તિનો અણસાર
……………………….હર હર બોલાય ને પ્રભુ નાગેશ્વર પુજાય
શક્તિ જેની દ્રષ્ટિમાં ને જગે કૃપાળુ કહેવાય
ભક્તિ કરતાં મનથી પ્રભુની જીવને મુક્તિ દ્વર દેખાય
દુધ અભિષેક શ્રાવણ માસે પ્રેમે પ્રભુને થાય
મનની શાંન્તિ સદાઅ મળે ને અંતે ભક્તિ મળી જાય
………………………જ્યારે હર હર બોલાય ને નાગેશ્વર પુજાય
જગતપિતા પરમાત્મા ને પાર્વતી પતિ પુજાય
સોમવારની સવારમાં જ્યારે ૐ નમઃ શિવાય બોલાય
કર્મબંધન છુટી જશે ને ભક્તિની શાંન્તિ મળશે
નામોહ કે માયા જગતની વળગે જે જોતા મિથ્યાલાગે
……………………….મનથી હરહર બોલાય ને નાગેશ્વર પુજાય
ઓ કરુણાકારી ઓ જગત વિહારી શંકર ભગવાન
લો જીવની સાચી સેવા દો મુક્તિના દરવાજા ખોલી
મન માગે પ્રભુની કૃપા જેને જીવનિ સાથે લેણા
આવજો અંતે લેવા સ્વીકારી સાચી શ્રાધ્ધાથી સેવા
……………….પ્રદીપ,રમાથી હરહર બોલાય ને નાગેશ્વર પુજાય.
ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ
August 17th 2008
નામની રામાયણ
તાઃ૧૭/૮/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ્
મારું નામ છે શાન્તિભાઇ,પણ મારે જીવનમાં શાન્તિ નહીં
ફાંફા મારુ અહીં તહીં, પણ ઘરમાં કંઇ આવક થતી નહીં
…………..આ વાત ના કહેવા જેવી થઇ જેની મુઝવણ રહેતી ભઇ
આ સામે આવ્યા ચતુરભાઇ જેમની વાત મેં સાંભળીઅહીં
નામ ચતુરભાઇ પણ કોઇ જગ્યાએ ચતુરાઇ વપરાયનહીં
જ્યાં ત્યાં વીલામોઢે મોં ખુલ્લુ રાખે ના જવાબ આપે કંઇ
..આ વાત ના કહેવા જેવી ભઇ
આ મળ્યા મને સ્વરુપભાઇ, જેમને જોઇ બીતા અનેકઅહીં
નામ સ્વરુપ પણ દેખાવને નાસંબંધ ત્યારે આવુ બને ભઇ
અરજીવાંચી સાહેબ ખુશ,પણતેમને જોઇને બીક લાગીગઇ
…આ વાત ના કહેવા જેવી ભઇ
મનોહરભાઇને જોઇને લાગે કે આ કામ મન લગાવી કરશે
મનમાં ના કોઇ મનોરથ કે ના ભણતરને કાંઇ લાગે વળગે
પૈસા આપી પાસથયા ત્યાં અહીં આવી નોકરી કેમની કરશે
…આ વાત કેમ કરીને કહેવી અહીં
મોં દબાવી નીચે જોઇ અહીં ઓફિસમાં ચાલતા દીઠા આજે
નામ હસમુખભાઇ પણ મોં દીવેલ પીને આવ્યા લાગે અહીં
ના લાગે વળગે જ્યાં નામને ત્યાં બહેનોને કામ કરતી દીઠી
…આ વાત તમારે જાણવા જેવી ભઇ
=======================================