August 17th 2008
ભોળાનો ભગવાન
તાઃ૧૭/૮/૨૦૦૮ …. પ્રદીપ બ્રહ્મભટ્ટ્
ભોળાભાવે કરેલ કામ જગમાં માનવતા કહેવાય
અંતર છે ઉભરાય સ્નેહસાથે મનમાં શાંન્તિ થાય
લાગણી આપી પ્રેમ મેળવી જગતમાં જીવી જાણો
શું લાવ્યાતા શું લઇજવાના મનમાં નિર્ણય રાખો
……..ને કરજો ભક્તિ ભોળાભાવે
કૃપા પ્રભુની મળશે ત્યારે સેવા મનથી કરશો જ્યારે
અગમનિગમના ભેદભ્રમણથી મુક્તિ મલશે ત્યારે
ઉભરો જ્યારે મનમાં આવે તો પ્રેમથી વહેંચી લેજો
અંતરમાં જો રહી ગયોતો મુક્તિથી તમે દુર રહેશો
……ને કરજો ભક્તિ ભોળાભાવે
આજકાલના આ ચકકરમાં પ્રભુ સ્મરણ જો ચુકશો
ના આરો કે ના કિનારો આ જન્મ એળે જાશે તારો
લઘરવઘર આ લાઇફમા ગાશો જલાના ગુણગાન
પ્રભુ ભક્તિમાં ના કોઇ ભેદ, છે ભોળાનો ભગવાન
……જ્યારે કરશો ભક્તિ ભોળાભાવે
++++++++++++++++++++++++++++++++++++++++++
August 17th 2008
શીખી ગઇ
તાઃ૧૬/૮/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાપાપગલી કરતી દીઠી દીકરી મનમલકાયુ ભઇ
અવની પરના આગમન પછી ચાલતી જોઇ અહીં
ભઇ દીકરી ચાલતી થઇ ગઇ
બાળપણના પહેલા પગથીયે બાલમંદીર પણગઇ
શીશુવિહારમાં જતીજોતા ત્યારે મોં મચકાતી નહી
હસતી ભણવાજતી ને ઘેર પણપ્રયત્ન કરતી જોઇ
આનંદમનમાં થાતો કે ભણીગણી તૈયાર થશેઅહીં
ભઇ દીકરી હવે ભણતી થઇ
મહેનત કરતી ને મમ્મીને મદદ પણ કરતી જોઇ
ત્યારે હૈયે ટાઠક થઇ સાથે મનને શાન્તિ થોડીથઇ
ભણતર સાથે સંસ્કાર સિંચન સાથે જોઇએ અહીં
ભવિષ્યસાથે ભણતર રાખી કામપણ ઘરમાંકરતી
ભઇ દીકરી હવે સમઝણી થઈ
બાલમંદીર બંધપછી હાઇસ્કુલપણ જલ્દીપતીગઈ
બારાખડી બાદથઇને હવે એબીસીડી પણ પુરીથઇ
કૉલેજનાસોપાન ચઢીને ભણતર પતાવી દીધુ ભઇ
આજે સંસારના સોપાને આવતાં રોટલી શીખી ગઇ
ભઇ દીકરી ખાવા બનાવતી થઇ.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
August 16th 2008
મુક્તિનો મેળાપ
તાઃ૧૬-૮-૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
એક દીવડો પ્રકટે પ્રેમનો, જીવનને જ્યોત મળે
સ્નેહ હશે જો હૈયે ઉજ્વળ,જીવનમાં મળશે પ્રેમ
ઓ માનવ મન તારી ચિંતા અપરંપાર
……………….. જેનો દુનિયામાં નહીં પાર
સંસાર મળ્યો છે તો ભક્તિ કરી લેજે પળવાર
સફળ માનવ જન્મ ને ઉજ્વળ કામ થશે હજાર
માગતા કાંઇ નહીં મળે પણ કૃપા મળશે લગાર
જેનો દુનિયામાં નહીં પાર
પ્રેમ વરસશે ને લાગણી સાથે સ્નેહ પણ અપાર
ભક્તિ કરજે મનથી ને દેજે હંમેશા પ્રેમના દાન
પરકાજે તુ દીપ બનીશ તો પરદીપ તુ દેખાશે
અંધારાના સહવાસમાં અહીં જગતપ્રકાશ શોધે
જેનો દુનિયામાં નહીં પાર
પ્રભુભજન ને પ્રેમ ભક્તિએ પરમાત્મા પણ રાજી
અંતકાળે સ્મરણ થાય તો આજીવ મુક્તિએ દિપે
રાઘવ રામ ને કૃષ્ણ શ્યામ સ્મરણ માત્રથી રીઝે
મનથીમાગ્યુ પ્રભુ ભક્તિમાં સ્નેહે પ્રભુ ભરીનેદેશે
જેનો દુનિયામાં નહીં પાર
———————————————–
August 16th 2008
अंतरकी अभिलाषा
ताः१६-८-२००८ प्रदीप ब्रह्मभट्ट
मेरे मनमें है,मेरे तनमें है
मेरे जीवनकी हर पलमें है भगवान
लेकर में आया,द्वार तुम्हारे..(२)
भक्तिसे भरा दिल ओर मनका ये विश्वास
…..ओ सर्जनहार तेरी कृपा है अपरंपार
धरती पे आया,ये जीवन पाया…(२)
कृपाथी अपरंपार जीसकी ना है कोइ मिशाल
…..ओ सर्जनहार तेरी कृपा है अपरंपार
दीलमे है आशा दर्शनकी अभिलाषा..(२)
ओ जगतपिता भगवान देदो मुक्ति मुझे करतार
…..ओ सर्जनहार तेरी कृपा है अपरंपार
ना कोइ अपेक्षा ना कोइ लालच…(२)
ये जीवन मागे मुक्ति,करदो आत्माका कल्याण
…..ओ सर्जनहार तेरी कृपा है अपरंपार
परदीप बनु मै,पावन ये जीवन…(२)
ना मागु कुछ ना कोइ आशा ना मोह है मनमे
…..ओ सर्जनहार तेरी कृपा है अपरंपार
८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८
August 13th 2008
મહેંક મળી જાય
તાઃ૧૩-૮-૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પુષ્પ મહેંકે જ્યાં કળી ખીલી જાય
માનવી વખણાય જ્યાં મહેનત મળી જાય
સ્નેહ દીસે જ્યાં અંતર ઉભરાઇ જાય
પ્રેમ દીપે જ્યાં સહવાસ મળી જાય
માબાપ હરખાય જ્યાં સંતાન મળી જાય
લાગણી ઉભરાય જ્યાં પ્રેમ મળી જાય
જીવન ઉજ્વળ થાય જ્યાં મન મલકાય
હૈયા મળી જાય જ્યાં પાવન પ્રેમ થાય
આંસુ આંખોમાં દેખાય જ્યાં હૈયા મળી જાય
આંખો આંસુથી છલકાય જ્યાં લાગણી દુભાય
પ્રદીપ પ્રેમથી હરખાય જ્યાં GSS મળી જાય
હૈયુ ખુબ મલકાય જ્યાં સર્જકો આવી જાય
જીવનમાં શાંન્તિ થાય જ્યાં સાચી ભક્તિ થાય
જન્મ સફળ થાય જ્યાં જલાબાપા મળી જાય
સંસાર,સંતાન ને સહવાસ જ્યાં સારો મળી જાય
માનવ મનને જીવનમાં ત્યાં મહેંક મળી જાય.
઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼
(GSS -Gujarati Sahitya Sarita,Houston)
August 13th 2008
પરમાત્માને પ્રાર્થના
તાઃ૧૨/૮/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઓ સકળ જગતનાકર્તા સર્જનહાર,તારી આ દુનીયા છે મહાન
સૃષ્ટિના ખુણે ખુણે તારી લીલા, જેનો જગમાં નહીં કોઇ પાર
…… ઓ સકળ જગતના કર્તા સર્જનહાર
આ માનવ મનને ભટકતુ રાખ્યું,જ્યાં ત્યાં મને ચેન ના લ્હાતુ
સદબુધ્ધિનો લઇ સહારો ફરતો,તોય મનને શાંન્તિ ના મળતી
…… ઓ સકળ જગતના કર્તા સર્જનહાર
તારી માળા જપતો તને હૈયે ધરતો, તોય લપટાયો આ સંસારે
મળતી માયા ને મોહ ભટકાયો,પ્રાર્થના પરમાત્માને મનેઉગારો
…….ઓ સકળ જગતના કર્તા સર્જનહાર
આ વળગી માયા ના જેને છે કાયા, તોય મોહ મને કેમ લાગે
જીવતર સાર્થક જીવી જગમાં ,પ્રાર્થુ પ્રભુને મુક્તિદે અંતકાળે
…….ઓ સકળ જગતના કર્તા સર્જનહાર
——————————————————
August 12th 2008
लटक गया
ताः११-८-२००८. प्रदीप ब्रह्मभट्ट
लग गइ ठेस गीर गया में
जाने क्यु भटक गया मै
दिलमे तु लटक गइ क्यु
नखरे भी तु करती है क्यु
…………………….ओ जाने मन मेरा प्यार है तु हरपल
दील लीया प्यार दीया
प्यार लीया फीर दील दीया
खो गया मै भटक गया मै
बोलु क्या अब लटक गया मै
…………………..ओ जाने मन मेरा प्यार है तु हरपल
तेरी राह देखता हरपल
ना जाने क्यों खो जाता में
याद तेरी तसवीर बनी है
दीलसे ना अब भुल पाउ में
…………………….ओ जाने मन मेरा प्यार है तु हरपल
मेरी सांसोमें मेरी धडकनमें
याद मेरे ख्वाबोमें आती है.
कैसे मं भुल पाउ तुझको
अब नींद भी नही आती है
…………………….ओ जाने मन मेरा प्यार है तु हरपल
—————————————————-
August 11th 2008
ગૌરી શંકર
તાઃ૧૧/૮/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગંગાધારી જગત આધારી, કરુણાકારી ગૌરીશંકર
ડમરુધારી,ત્રિશુલધારી,પાર્વતીપતિ ઓ પરમેશ્વર
ઓ ભોલેશંકર ઓ બમબમ ભોલે
છે કૃપા તમારી આ જગમાં સુંદર
નંદી કેરી છે કરી સવારી, ને સર્પોનો છે સહવાસ
માયા કે ના મોહ મલે ક્યાંય, છે સંગે ગૌરી મૈયા
સકલવિશ્વનાસર્જનહાર ને ભક્તોના ઓપાલનહાર
ભક્તિકેરા બંધનમાં પ્રભુ જીવનેમુક્તિ દોપલવાર
ઓ ભોલેશંકર ઓ બમબમ ભોલે
છે કૃપા તમારી આ જગમાં સુંદર
ભુતપલીતના સહવાસે, છે જગની માયા અળગી
પ્રેમથી એકપોકાર ભક્તનો, જગમાંમળ્યો પ્રભુપ્રેમ
વિઘ્નવિનાયક જેના સંગે,ને મળે મા ગૌરીના હેત
પરદુઃખભંજન છે દયાળુ, માગે ભક્તિતણો જ પ્રેમ
ઓ ભોલેશંકર ઓ બમબમ ભોલે
છે કૃપા તમારી આ જગમાં સુંદર.
+++++++++++++++++++++++++++++++++++++++
ૐ નમઃ શિવાય,ૐ નમઃ શિવાય,ૐ નમઃશિવાય,ૐ નમઃ શિવાય
August 10th 2008
દ્રષ્ટિ મળી
તાઃ૧૦/૮/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અરે વાહ ભઇ ,આજે મારી દ્રષ્ટિ ચોખ્ખી થઇ
ચીંતા કરતો અહીં જ્યારથી ઝાંખુ દીસે ભઇ
આડુંઅવળું વાકુંચુકુ ગમેતેમ કશું કહ્યુનાઅહીં
ચાલતો ગયો બહાર બેઠો દવાખાનામાં જઇ
મોં બંધરાખી શરુકરાવ્યું આંખો તપાસવાનું
નાકાંઇ હું બોલ્યો કે નાકોઇએ કોઇનેકંઇ દીધુ
વગર મફતનું કામથાય ત્યાં બોલવાનુ નહીં
આંખો સુધરશે મારી તેમ વિચારતો હું અહીં
ડેન સાંભળી દીનુ સમજી ગયો રુમની મહીં
ના નામની ચિંતા કોઇને,પેશન્ટ જોઇએ અહીં
ગયોતો આંખચૅકકરાવવા ત્યાં સર્જરીથઇગઇ
ટળી ચિંતા દિકરાની અહીં દવા મફતનીથઇ
ખર્ચો થયો ડેનનો ને દીધો સરકારે ચૅક દઇ
દીનુભઇ જો બોલ્યો હોતતો કંઇકામ થાત નહીં
પરમાત્માની ખરી કૃપા કે ખર્ચો બચ્યો અહીં
દીવો કર્યો ભગવાનને મફતમાં દ્રષ્ટિ સુધરીગઇ
======================================
August 9th 2008
હાય,ક્યાં થાય
તાઃ૮/૮/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બેટા આ હાય કનુભાઇ, હાય મનુભાઇ
હાય રોબી,હાય બોબી, હાય ડોલી કેમ બોલે
પગ જ્યારથી મુક્યો આ ધરતીપર મન મુઝવણમાં ડોલે
અહીં જ્યાં સાંભળુ ત્યાં હાય સૌ પહેલુ બોલે
બેટા દરરોજ આવું કેમ બોલે
જ્યાં મળ્યા સંસ્કાર અમોને, ત્યાં હાય હાય કોઇના બોલે
મૃત્યુ પામે સગાસ્નેહી જ્યાં,લાગણી સૌ સ્નેહીઓને થાય
બહેનો આવે દુઃખી હૈયેને આંસુ સાથે હાયહાય કરી જાય
લાગણી હૈયે રાખી મુક્તિમાટે પ્રેમથી પ્રભુને વિનંતીથાય
પણ બેટા અહીં આવુ કેમ થાય
દીઠા બાપુ ચોતરે ગામના, હાથ મેળવી ખુબ મલકાય
અંતરમાં જ્યાં આનંદ ઉભરે ત્યાં બૈડે થપ્પો દેતા જાય
પ્રેમ દેખાડવો જગને ના કોઇ, એ તો હૈયે વસતો હોય
માગતા ના એ મળતો, ખોટ જ્યાં તમારા દીલમાં હોય
બેટા અહીં હાય હાય કેમ બોલાય
++++++++++++++++++++++++++++++++++++++++++++