જન્મદીને પ્રાર્થના
જન્મદીને પ્રાર્થના
તાઃ૫/૬/૨૦૧૦ (૫/૬/૧૯૪૯) પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ મળ્યો માનવીનો,આજીવ પર પ્રભુ કૃપા કહેવાય
માબાપ,ભાઇ બહેનની સાથે,સ્નેહાળપ્રેમીઓ છે હરખાય
અવનીપર આવતાંદેહને,નામ પ્રદીપ બ્રહ્મભટ્ટ મળીજાય
………..જન્મ મળ્યો માનવીનો.
બાળપણમાં મળ્યોપ્રેમ,જે સંતાન બની મેં માણી લીધો
ઘોડીયામાં આનંદ મળ્યો,મા જશોદાનો મળ્યો કનૈયાને
પ્રાર્થના અને પ્રેમ સ્વીકારી,પ્રભુએ કર્યો ઘણો જ ઉપકાર
ભણતરના સોપાને સિધ્ધી દીધી,મને મળીગયા સોપાન
……….જન્મ મળ્યો માનવીનો.
જન્મ જીવના બંધન છોડી પ્રભુ,આજીવને મુક્તિ જ દેજો
અખંડ ચરણની સેવા હું માગી,કર્મના બંધનથી જ નીકળુ
માનવતાની મહેંક પ્રસરે,ને નારહે આ જીવનની અપેક્ષા
દેહના બંધનથી દુરજ રહેતા,જીવ રહે જલાસાંઇને શરણે
………..જન્મ મળ્યો માનવીનો.
=================================
