February 2nd 2021

. .મળ્યો પવિત્રપ્રેમ
તાઃ૨/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનલીલા જગતમાં,જે સમય સમયે સમજાઈ જાય
મળેલ માનવદેહને અનેક રાહ મળે,એ જીવનમાં મળતાજ દેખાય
.....એજ કુદરતની કૃપા જગતપર,જે અનેકરીતે પવિત્રપ્રેમ આપી જાય.
માનવ જીવનમાં અનેક રીતે સંબંધ મળે,કર્મનીરાહેજ મળતો જાય
એ કળીયુગની લીલા જીવનમાં,જે નિખાલસ અને સ્વાર્થેજ દેખાય
જીવને કર્મનો સંબંધ મળેલ દેહથી,એજ ગત જન્મથી મળતો જાય
સરળ જીવનથી જીવતા માનવદેહને,પ્રભુકૃપાએ પવિત્રપ્રેમ મેળવાય
.....એજ કુદરતની કૃપા જગતપર,જે અનેકરીતે પવિત્રપ્રેમ આપી જાય.
માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,ત્યાં શ્ર્ધ્ધાથીજ ભક્તિ કરાય
જીવનમાં ના કોઇજ અપેક્ષા રહે,કે નાકોઇનો સ્વાર્થી પ્રેમ મેળવાય
સમયની સાથે ચાલતા માનવીને,કૃપાએ અનંત શાંંતિ જ મળી જાય
અજબ શક્તિશાળી પરમાત્મા દુનીયામાં,તેમની કૃપા શ્રધ્ધાથી મળે
.....એજ કુદરતની કૃપા જગતપર,જે અનેકરીતે પવિત્રપ્રેમ આપી જાય.
========================================================
No comments yet.