February 4th 2021
. 
.શ્રધ્ધા અને સબુરી
તાઃ૪/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રદેહ લીધો શ્રી શંકર ભગવાને,જે પાથરી ગામમાં જન્મ લઈ જાય
અવનીપરના આગમનથી મનુષ્યને,પાવનરાહે દોરે એસાંઇથી ઓળખાય
....એ પવિત્રદેહ લીધો જે નાતજાતનો મોહછોડી,માનવદેહને ભક્તિરાહ આપી જાય.
સાંઇબાબાના નામથી ઓળખાય જગતમાં,જે શેરડીમાં સ્થાન કરી જાય
પાથરી ગામથી શેરડીમાં આવી ગયાં,જ્યાં દ્વારકામાઈનો સાથ મેળવાય
અવનીપર પ્રેરણા કરવાજ એ દેહ લીધો,જે હિંદુ મુસ્લીમને પ્રેરતા જાય
હિંદુ ધર્મમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય,મુસ્લીમમાં સબુરીથી અલ્લાને પુજાય
....એ પવિત્રદેહ લીધો જે નાતજાતનો મોહછોડી,માનવદેહને ભક્તિરાહ આપી જાય.
શ્રધ્ધાથી પુંજન કરતા ૐ શ્રી સાંઇનાથાય નમઃથી દીવો કરી વંદનાથાય
પરમકૃપા મળે સાંઇબાબાની મુસ્લીમધર્મમાં,જ્યાં સબુરી રાખીને જીવાય
પવિત્રશક્તિશાળી દેહલીધો ભારતમાં,જે શંકરભગવાનથી જન્મલઈ જાય
જગતમાં ભારતની ભુમીજ પવિત્ર છે,જ્યાં પરમાત્મા અનેકદેહ લઈ જાય
....એ પવિત્રદેહ લીધો જે નાતજાતનો મોહછોડી,માનવદેહને ભક્તિરાહ આપી જાય.
#################################################################
February 3rd 2021
###
###
. મોહ સંગે માયા
તાઃ૩/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કળીયુગની અસરથી જગતમાં,કોઇજ જીવના દેહથી ના છટકાય
પરમકૃપા બજરંગબલી હનુમાનને,જે મોહ સંગે માયા છોડી જાય
....એ પાવનકર્મ કરવા શ્રી રામસીતા સંગે ભાઈ લક્ષ્મણને મદદ કરી જાય.
અજબલીલા અવિનાશીની જગતમાં,જે સમયનીસાથે ચાલતી જાય
જીવને મળેલદેહને કર્મનો સંબંધ,એ જીવને જન્મેજન્મથી મેળવાય
જન્મ મળ્યો માતા અંજનીથી,એ પવિત્રસંતાન હનુમાનજી કહેવાય
પિતા પવનદેવની કૃપાથઈ,જે શ્રીલક્ષ્મણ માટે સંજીવની લાવીજાય
....એ પાવનકર્મ કરવા શ્રી રામસીતા સંગે ભાઈ લક્ષ્મણને મદદ કરી જાય.
લંકાના રાજા રાવણને મોહ સંગે માયા મળી,જે સીતાને લઈ જાય
શ્રી રામની પત્નીસીતાને પરત લાવવા,હનુમાનજી ઉડીને લંકા જાય
સમયનો સંગાથ મળ્યો રાવણને,જે અભિમાનથી આ કર્મ કરી જાય
પાવનકૃપા થઈ શ્રીરામની હનુમાનપર,જેરાવણની લંકાને બાળી જાય
....એ પાવનકર્મ કરવા શ્રી રામસીતા સંગે ભાઈ લક્ષ્મણને મદદ કરી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
February 3rd 2021
*
*
. ભક્તિ રાહ
તાઃ૩/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
તાલી પાડીને ભજન કરતાજ,શ્રીરામ સંગે શ્રીક્ર્ષ્ણની કૄપા થાય
મળેલદેહના જીવને પવિત્રરાહ મળે,જે નિર્મળભક્તિ કરાવી જાય
.....એજ આશિર્વાદ શ્રી પરીમલભાઈના,સંગે મધુબેનનો પ્રેમ મળી જાય.
પાવનરાહની આંગળી ચીંધી હ્યુસ્ટનમાં,ભક્તોના નશીબ કહેવાય
ભક્તિ એ કૃપા પરમાત્માની,જે શ્રીરામ સંગે શ્રીકૃષ્ણથી મેળવાય
જગતમાં પવિત્ર શક્તિશાળી ભગવાન,જે ભારતમાં દેહ લઈ જાય
નિર્મળભાવથી ભક્તિકરતા,જીવપર અનંતશાંંતિની વર્ષા થઈ જાય
.....એજ આશિર્વાદ શ્રી પરીમલભાઈના,સંગે મધુબેનનો પ્રેમ મળી જાય.
ભક્તિની પાવનરાહ મળી,જે તાલીઓ સંગે ભજન ગાતા સંભળાય
મળી કૃપા સીતારામની ભજનથી,સંગે રાધાકૃષ્ણનો પ્રેમ મળી જાય
જીવને મળેલ દેહનો સંબંધ કર્મનો,જે ભક્તિથી મુક્તિ આપી જાય
અવનીપર આગમન વિદાયને છોડાય,જે પવિત્રભક્તિથી મળી જાય
.....એજ આશિર્વાદ શ્રી પરીમલભાઈના,સંગે મધુબેનનો પ્રેમ મળી જાય.
========================================================
February 2nd 2021

. .મળ્યો પવિત્રપ્રેમ
તાઃ૨/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનલીલા જગતમાં,જે સમય સમયે સમજાઈ જાય
મળેલ માનવદેહને અનેક રાહ મળે,એ જીવનમાં મળતાજ દેખાય
.....એજ કુદરતની કૃપા જગતપર,જે અનેકરીતે પવિત્રપ્રેમ આપી જાય.
માનવ જીવનમાં અનેક રીતે સંબંધ મળે,કર્મનીરાહેજ મળતો જાય
એ કળીયુગની લીલા જીવનમાં,જે નિખાલસ અને સ્વાર્થેજ દેખાય
જીવને કર્મનો સંબંધ મળેલ દેહથી,એજ ગત જન્મથી મળતો જાય
સરળ જીવનથી જીવતા માનવદેહને,પ્રભુકૃપાએ પવિત્રપ્રેમ મેળવાય
.....એજ કુદરતની કૃપા જગતપર,જે અનેકરીતે પવિત્રપ્રેમ આપી જાય.
માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,ત્યાં શ્ર્ધ્ધાથીજ ભક્તિ કરાય
જીવનમાં ના કોઇજ અપેક્ષા રહે,કે નાકોઇનો સ્વાર્થી પ્રેમ મેળવાય
સમયની સાથે ચાલતા માનવીને,કૃપાએ અનંત શાંંતિ જ મળી જાય
અજબ શક્તિશાળી પરમાત્મા દુનીયામાં,તેમની કૃપા શ્રધ્ધાથી મળે
.....એજ કુદરતની કૃપા જગતપર,જે અનેકરીતે પવિત્રપ્રેમ આપી જાય.
========================================================
February 2nd 2021
***
***
. .ગજાનન શ્રી ગણેશ
તાઃ૨/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માતા પાર્વતીના લાડલા દીકરા,સંગે પિતા શંકર ભગવાન પણ કહેવાય
પવિત્ર જીવનનીરાહ સંગે કૃપા મળતા,જગતમાં ભાગ્યવિધાતાય કહેવાય
.....એવા વ્હાલા સંતાન થયા પ્રભુના,જેમને હિંદુધર્મમાં સન્માન મળી જાય.
શ્રીગણેશને વંદન કરતા માતા પાર્વતી,પિતા ભોલેનાથનીકૃપા થઈ જાય
મળેલ માનવદેહપર ગજાનંદ શ્રીગણેશની,શ્રધ્ધાએ પુંજનકરતા કૃપા થાય
જગતમાં એમને સિધ્ધી વિનાયક કહેવાય,જેજીવને પાવનરાહ આપીજાય
પવિત્રનામથી ઓળખાણ હિંદુમાં,તેમની અનેક કામમાં પુંજા કરાવી જાય
.....એવા વ્હાલા સંતાન થયા પ્રભુના,જેમને હિંદુધર્મમાં સન્માન મળી જાય.
ૐ ગં ગણપતયે નમો નમઃના સ્મરણથી,દેહ પર શ્રી ગણેશની કૃપાથાય
સંસારમાં કાર્તીકભાઈના ભાઇ હતા,સંગે બેન અશોકસુંદરીના ભાઈ થાય
જીવનમાં સરળતાનો સાથ મળતા,રીધ્ધી અને સિધ્ધીના પતિ પણ થાય
પિતા શંકરભગવાન સંગે માતાપાર્વતીની કૃપાએ,જગતમાં એ આવી જાય
.....એવા વ્હાલા સંતાન થયા પ્રભુના,જેમને હિંદુધર્મમાં સન્માન મળી જાય.
===========================================================
February 2nd 2021
###
###
. .શક્તિશાળી હનુમાન
તાઃ૨/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભારતદેશમાં હિંદુધર્મને પવિત્રકરવા,પરમાત્મા અનેકદેહથી આવી જાય
મળેલ માનવદેહને સંબંધ ધર્મનો,જે શ્રધ્ધાએ જીવને મુક્તિ મળી જાય
....અજબ શક્તિશાળી દેહ લીધો,માતા અંજની સંગે પવનપુત્ર પણ કહેવાય.
જગતમાં પવનપુત્ર હનુમાનથી ઓળખાય,એ શ્રીરામના ભક્ત કહેવાય
ભક્તિની પવિત્રરાહે જીવતા,ગદા પકડીને પરમાત્માને મદદ કરતાજાય
જગતમાં શક્તિને નાકોઇ પકડીશકે,દેહપર પરમાત્મા કૃપાએ મેળવાય
પવિત્રકૃપા થઈ હનુમાનજી પર,જે સીતારામના જીવનમાં મદદકરીજાય
....અજબ શક્તિશાળી દેહ લીધો,માતા અંજની સંગે પવનપુત્ર પણ કહેવાય.
પાવનપ્રેમથી શ્રીરામને પ્રણામ કરી,તેમના જીવનમાં શક્તિ વાપરી જાય
રામના ભાઈ લક્ષ્મણ બેભાન થતા,સંજીવનીવટીને પર્વતથી લાવી જાય
જાગ્રુત કર્યા દેહથી જે અજબ શક્તિશાળી,હનુમાનની કૃપા જ કહેવાય
લંકાના રાજારાવણ સીતાને ઉઠાઈગયા,તોહનુમાનજી લંકાને બાળી જાય
....અજબ શક્તિશાળી દેહ લીધો,માતા અંજની સંગે પવનપુત્ર પણ કહેવાય.
*************************************************************
February 1st 2021

. . ભજનથી ભક્તિ
તાઃ૧/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકર્મની રાહ મળે દેહને,જે જીવને જન્મમરણથી છોડી જાય
પરમાત્માની પાવનકૃપા મળે,જ્યાં શ્રધ્ધાએ ભજનથી ભક્તિ થાય
.....જન્મ મળે જગતમાં અનેકદેહથી,એ ગતજન્મના કર્મથી મેળવાય.
પવિત્રધર્મ હિંદુછે જગતમાં,જે પરમાત્મા અનેકદેહથી આવી જાય
ભારતની ભુમીને પવિત્ર કરી,જ્યાં માનવદેહથી પાવન કર્મ કરાય
સમયની સાથે ચાલતા દેહને,ભણતર સંગે માનસન્માન મળીજાય
અવનીપરના આગમનને સમજી ચાલતા જ,શ્રધ્ધાથી ભક્તિ કરાય
.....જન્મ મળે જગતમાં અનેકદેહથી,એ ગતજન્મના કર્મથી મેળવાય.
બાળપણ,જુવાની,ઘડપણ,એ સંબંધદેહનો જે જન્મમરણથી દેખાય
પાવન ભાવનાથી ભક્તિ કરતા,જીવનમાં ના મોહમાયા અડી જાય
મળેલ માનવદેહને પવિત્રકૃપા મળે,જે સત્કર્મનો સંગાથ આપી જાય
નિર્મળભાવથી જીવન જીવતા,જીવને જન્મમરણ્થી મુક્તિ મળી જાય
.....જન્મ મળે જગતમાં અનેકદેહથી,એ ગતજન્મના કર્મથી મેળવાય.
=======================================================
January 31st 2021
***
***
. જય દુર્ગા માતા
તાઃ૩૧/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભારતની ભુમીને પવિત્ર કરવા,માતા દુર્ગામાતાથી આવી જાય
પવિત્ર શક્તિશાળી એ માતા થયા,શ્રધ્ધાભાવથી ભક્તિ કરાય
....પરમકૃપાળુ એ માતા હતા,જે નિર્મળભાવનાથી પુંજન કરાવી જાય.
મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,જે અનુભવથી દેખાય
પાવનકર્મ કરવા માતાને વંદન કરતા,મળેલ દેહને પ્રેરણા થાય
અજબ શક્તિશાળી માતા,જે દુશ્કર્મી મહીશાસુરને મારી જાય
એજ કૃપા થઈ અવનીપર માતાની,જે સમાજને સુખ દઈ જાય
....પરમકૃપાળુ એ માતા હતા,જે નિર્મળભાવનાથી પુંજન કરાવી જાય.
પરમાત્માએ અનેક પવિત્રદેહ લીધા,જે માનવદેહપર કૃપા કરાય
અનેકદેહથી આગમન થયુ,જે હિંદુધર્મને દુનીયામાં પ્રસરાવીજાય
માનવદેહના જીવને પાવનરાહે,જન્મમરણથી મુક્તિજ મળી જાય
પાવનકૃપાથી માતાજી પધાર્યા,જેમને જય દુર્ગેમાતાથી વંદનકરાય
....પરમકૃપાળુ એ માતા હતા,જે નિર્મળભાવનાથી પુંજન કરાવી જાય.
#########################################################
January 30th 2021
+++
.+++
. .વ્હાલા પવનપુત્ર
તાઃ૩૦/૧/૨૦૨૧. પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રી રામ ભક્ત હનુમાન,જગતમાં વ્હાલા પવનપુત્રથીય ઓળખાય
અજબ શક્તિશાળી લાડલા દીકરા,માતા અંજનીના પણ કહેવાય
.....પવિત્ર ભક્તિરાહ શ્રીરામકૃપાએ મળી,જે રાજા રાવણના દહનથી દેખાય.
પરમાત્માનુ આગમન ભારતમાં,જે ભુમી પવિત્ર કરવા જન્મી જાય
પવિત્રકૃપા મળી હતી શ્રીરામની,જ્યાં હનુમાનજી ઉડીને લંકા જાય
સીતામાતાને એ શોધી લાવ્યા,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
પિતા પવનદેવની કૃપાથઈ,જે રામના ભાઈ લક્ષ્મણને બચાવી જાય
.....પવિત્ર ભક્તિરાહ શ્રીરામકૃપાએ મળી,જે રાજા રાવણના દહનથી દેખાય.
શ્રી હનુમાનજી એસુર્યદેવની દીકરી,સુવર્ચલાના પતિદેવ પણ કહેવાય
મળેલદેહને પાવનરાહ મળી,જે માતાપિતાના આશિર્વાદથી મેળવાય
પ્રભુ શ્રી રામના જીવનમાં,આવેલ તકલીફને દુર કરવા એદોડી જાય
જગતમાં ઓળખાણ પવિત્ર ભક્ત તરીકે,જે તેમના કર્મથીજ દેખાય
.....પવિત્ર ભક્તિરાહ શ્રીરામકૃપાએ મળી,જે રાજા રાવણના દહનથી દેખાય.
############################################################
January 30th 2021
###
###
. .મળી માયા
તાઃ૩૦/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળી માયા દેહને અવનીપર,જે જીવને મળેલદેહને સ્પર્શી જાય
કુદરતની આ લીલા જગતમાં,જે કર્મધર્મનો સંગાથ આપી જાય
....મળે પરમાત્માની પાવનકૃપા દેહને,એ જીવને જન્મમરણથી દેખાય.
અવનીપર મળેલદેહને સંગાથ મળે,જે સમયસંગે જીવને સમજાય
મળેલ માનવદેહના જીવને પાવનરાહમળે,એ ધર્મકર્મથી મેળવાય
મળી માયા જો દેહને જીવનમાં,જે કાયાને અનેકરાહે લઈ જાય
એ જીવને જન્મમરણના બંધનથી,અનેક કર્મનીકેડી આપી જાય
....મળે પરમાત્માની પાવનકૃપા દેહને,એ જીવને જન્મમરણથી દેખાય.
નિખાલસપ્રેમ જગતમાં પરમાત્માનો,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
કૃપામળે દેહને જે જીવનેસંબંધ આપીજાય,એ પાવનરાહે દેખાય
ના અડે મોહમાયા જીવનમાં,જ્યાં પાવનકૃપા પ્રભુની મળી જાય
જીવને આવનજાવનથી છોડાય,જ્યાં જીવથી મુક્તિમાર્ગ મેળવાય
....મળે પરમાત્માની પાવનકૃપા દેહને,એ જીવને જન્મમરણથી દેખાય.
*******************************************************