October 21st 2012

વંદન

.                         વંદન

તાઃ૨૧/૧૦/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રથમ વંદન જલાસાંઇને,દ્વીતીય વંદન માબાપને થાય
ત્રીજાવંદન થાય ગુરૂજીને,અને ચોથા સાચાસંતને થાય
.                       …………………પ્રથમ વંદન જલાસાંઇને.
રાહ મળે છે મુક્તિ માર્ગની,જ્યાં જલાસાંઇની પુંજા લીધી
પરમાત્માની પકડ  છુટી,ને ભાગ્યા એ વિરબાઇ માતાથી
શ્રધ્ધા રાખીને સેવા કરતાં,અન્નદાનની રાહ સાચી લીધી
ભુખેલાની ભુખભગાડી,તેમણે જીંદગી ઉજ્વળ કરીદીધી
.                       …………………પ્રથમ વંદન જલાસાંઇને.
સાંઇબાબાની જ્યોત નિરાળી,અલ્લા ઇશ્વરથી ઓળખાઇ
માનવતાની મહેંકને  પ્રસરાવી,જે જન્મ સફળ કરી લેતી
સંસારની સાચી રાહ મળતાં,માનવ જીવન સફળ કરતી
મુક્તિ માર્ગની અદભુત કેડી,સાચી શ્રધ્ધાએ મળી રહેતી
.                       …………………પ્રથમ વંદન જલાસાંઇને.
વંદન પ્રેમે માબાપને કરતાં,આશીર્વાદની ગંગા વહેતી
આગમન અવનીપર જીવને,માબાપની કૃપાએ મળતી
મળે પ્રેમથી આશીર્વાદ માબાપના,સુખની વર્ષા થાતી
મોહમાયાના વાદળને છુટતાં,ધન્ય જીવન જાય આપી
.                      …………………પ્રથમ વંદન જલાસાંઇને.
ગુરૂને વંદન પ્રેમથી કરતાં,દેહને સાચી રાહ મળી જાય
ઉજ્વળ જીવનની કેડી બતાવી,સાર્થકજીવન કરી જાય
ભણતરની આકેડી નિરાળી,ગુરૂના આશીર્વાદે મેળવાય
વંદન ગુરૂને પ્રેમે કરતાં,પાવનકર્મ જીવનમાં થઇ જાય
.                      …………………પ્રથમ વંદન જલાસાંઇને.
ભગવાની જ્યાં માયા છે દેહને,ના કળીયુગથી છટકાય
વણમાગેલી આફતમાં રહીને,નાઉધ્ધાર કોઇનો કરાય
સાચાસંતની ઓળખમળતાં,વંદનપ્રેમથી તેમને થાય
આશીર્વાદ અંતરથી મળતાં,માનવ જન્મ મહેંકી જાય
.                     ………………….પ્રથમ વંદન જલાસાંઇને.

***************************************************

October 21st 2012

ચરણ પાદુકા

.                      ચરણ પાદુકા

તાઃ૨૧/૧૦/૨૦૧૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગમાં મળતા માનવ દેહ,જીવ પર પ્રભુ કૃપા કહેવાય
સમજણ સાચી જાણીજીવતાં,આજન્મ સફળ થઈ જાય
.                      …………………જગમાં મળતા માનવ દેહ.
શરણું પરમાત્માનું લેવા,સાચા સંતને પ્રેમે વંદન થાય
જલાસાંઇનીજ્યોત છે ઉત્તમ,જે પ્રભુચરણમાં લઈજાય
ભક્તિ દોર મળે જ્યાં સાચો,જીવે માનવતા પ્રસરીજાય
જન્મ મરણની અકળ લીલા,સાચી શ્રધ્ધાએ છુટી જાય
.                       ………………..જગમાં મળતા માનવ દેહ.
ચરણ પાદુકા જલાસાંઇની સ્પર્શતા,જીવન પવિત્ર થાય
મળેપ્રેમ જગતમાં માનવતાનો,જે સાચીરાહ  આપીજાય
નિર્મળતાની એક જ કેડી મળતા,પ્રભુની કૃપા વર્ષા જાય
સરળજીવનમાં સાચીકેડી,એ જીવની ઉજ્વળતા કહેવાય
.                       ………………….જગમાં મળતા માનવદેહ.

+++++++++++++++++++++++++++++++