October 30th 2018

જન્મદીનનો સંગ

.            .જન્મદીનનો સંગ

તાઃ૩૦/૧૦/૨૦૧૮                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનકર્મની રાહ પકડી ચાલતા,ચી.નિશીતકુમારનો જન્મદીવસ આવી જાય
પવિત્રરાહનો સંગાથ મળ્યો તેમને,જ્યાં પિતા પંકજભાઈનીજ રાહ મળી જાય
.......એવા વહાલા નિશીતકુમાર અમારી દીકરી દીપલના પતિદેવથી ઓળખાય.
શ્રધ્ધાભાવથી ભક્તિકરે શ્રી સ્વામીનારાયણની,જે પવિત્રરાહે જીવન જીવી જાય
મળેલ દેહની માનવતા પ્રસરે જીવનમાં,જ્યાં ભણતરનો સંગાથ લઈ ચાલી જાય
માતા નીલાબેનના આશીર્વાદ મળે,જે જીવનમાં તનમનધનનો સંગાથ દઈ જાય
નાઅપેક્ષા કોઇ જીવનમાં રાખે,કે ના કોઇ અભિમાનની કોઇકેડી કદીય પકડાય 
...  ...એવા વહાલા નિશીતકુમાર અમારી દીકરી દીપલના પતિદેવથી ઓળખાય.
મળેલ માનવદેહને પવિત્રરાહની કેડી મળી,જ્યાં વડીલના આશીર્વાદ મળી જાય
પ્રદીપ રમાની વ્હાલી દીકરી દીપલના પતિદેવ થયા,પાવનરાહે જીવન જીવીજાય
ભાઈ રવિ સંગે હિમાભાભી પણહરખાય,વ્હાલા વીર,વેદ ફોઈને જોઇ રાજી થાય
સંત જલાસાંઇની કૃપા થાય દીપલ નિશીતકુમાર પર,પવિત્રરાહે પેઢીને લઈ જાય
........એવા વહાલા નિશીતકુમાર અમારી દીકરી દીપલના પતિદેવથી ઓળખાય.
==============================================================
    અમારા વ્હાલા જમાઈ નિશીતકુમારનો આજે જન્મદીવસ છે તે પ્રસંગની યાદ
રૂપે આ કાવ્ય લખી મારી દીકરી દીપલના તરફથી તેમને ભેંટ આપુ છુ.
લી.પ્રદીપ સંગે પરિવાર તરફથી સપ્રેમ ભેંટ.  તા ૩૦/૧૦/૨૦૧૮ 
=============================================================