July 23rd 2016

પરમાત્માનો પ્રેમ

.                  .પરમાત્માનો પ્રેમ

તાઃ૨૩/૭/૨૦૧૬                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવની જ્યોત પ્રગટે જગતમાં.જ્યાં નિર્મળ પ્રેમથી જીવાય
મળે પ્રેમની ગંગા જીવને,જ્યાં પરમાત્માનો પ્રેમ મળી જાય
…………એજ મળેલ દેહને અવનીએ,પાવનરાહે જીવ મુક્તિએ દોરાય.
ભક્તિ રાહ અનેક  અવનીએ,કુદરતની અસીમ લીલા કહેવાય
દેખાવની દુનીયાને છોડતા,મળેલ જીવને રાહસાચી મળીજાય
ના માગણી પરમાત્માથી મંગાય,કે નાકોઇ ખોટી રાહ મેળવાય
મળે પ્રેમની કૃપા જલાસાંઇની,જે જીવનમાં  શાંન્તિ આપી જાય
…………એજ મળેલ દેહને અવનીએ,પાવનરાહે જીવ મુક્તિએ દોરાય.
માનવજીવનની મહેંક પ્રસરતા,અનેક જીવોનો પ્રેમ મળી જાય
નાઅપેક્ષા મનમાં કોઇ રહે,કે ના જીવને કોઇ આફત  સ્પર્શી જાય
આંગણે આવી પુંજા કરતા,પાવનકર્મ સંત જલાસાંઇ આપી જાય
અનંત શાંન્તિ મળે અર્ચનાએ,જ્યાં સુર્યનારાયણના દર્શન થાય
…………એજ મળેલ દેહને અવનીએ,પાવનરાહે જીવ મુક્તિએ દોરાય.

=========================================

July 17th 2016

રાંદલમાતા

 Randalma

                       રાંદલમાતા

તાઃ૧૭/૭/૨૦૧૬                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર પ્રેમની રાહ પકડી,પુંજા હ્યુસ્ટન આવી ગઈ
પ્રદીપની પાવનકેડીએ,રાંદલમાતાની આરતી થઈ
……એજ કૃપા મા રાંદલની,જે પવિત્ર ભક્તિ આપી ગઈ.
માડી તારા ચરણમાં રહેતા,ઉજ્વળરાહ મળતી થઈ
પાવનકર્મની કેડી મળતા,જીવનેકૃપા મળી ગઈ
શ્રધ્ધાને પ્રેમથી વંદન કરતા,સુર્યદેવનીય કૃપા થઈ
મળેલ જન્મની નિર્મળ રાહે, અજબ પ્રેરણા થઈ
….એજ કૃપા મા રાંદલની,જે પવિત્ર ભક્તિ આપી ગઈ.
માડી તારી પરમકૃપાએ જ,પ્રદીપને પુંજા મળી ગઈ
હ્યુસ્ટન આવી સ્નેહમળતા,સાચી ભક્તિસંગીની થઈ
સિધ્ધી વિનાયકદેવથી,શ્રી ભોલેનાથનીય કૃપા થઈ
પાવનકર્મની સાચી રાહે,જીવને સુખશાંન્તિ મળીગઈ
….એજ કૃપા મા રાંદલની,જે પવિત્ર ભક્તિ આપી ગઈ.

+++++++++++++++++++++++++++++++++

..           .પવિત્ર ભક્તિના માર્ગે રહી આજે માતા રાંદલની પુંજા આરતી કરતા
હ્યુસ્ટનમાં સર્વે ભક્તોને ભક્તિની રાહ આપતા શ્રી પ્રદીપ પંડ્યા અને તેમની
પત્ની પુંજાની પવિત્રસેવાનો લાભ આજે માતા રાંદલનો પ્રસંગ ઉજવતા
આપી રહ્યા છે  તે માટે તેઓનો આભાર.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટના જય જલારામ.

July 5th 2016

શ્રી ગણેશ

th

.                  .શ્રી ગણેશ

તાઃ૫/૭/૨૦૧૬                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમકૃપાળુ ભોલેનાથના,પરમ શક્તિશાળી સંતાન
ભાગ્યવિધાતા ગજાનંદ છે,જે શ્રી ગણેશજીય કહેવાય ………..એવા વ્હાલા ગણપતિજી,ગૌરીનંદનથીય ઓળખાય.
માતાપાર્વતીના એવ્હાલા,ને પિતાનાય છેએ લાડીલા
જગતજીવોના ભાગ્યવિધાતા,સિધ્ધીવિનાયક કહેવાય
કર્મનાબંધન એ જીવનેસ્પર્શે,જે ગજાનંદનથી મેળવાય
મળે પ્રેમ કૃપા ભોલેનાથની,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ  થાય ………..એવા વ્હાલા ગણપતિજી,ગૌરીનંદનથીય ઓળખાય. હરહર ભોલેનાથની ભક્તિકરતાં,માતા પાર્વતી હરખાય શ્રી ગણેશાય નમઃના સ્મરણથી,મળેલ દેહ પાવન થાય
નિર્મળ ભક્તિ પ્રેમથી કરતા,કૃપાએ જીવન ઉજ્વળથાય મંગળવાર એ પવિત્રદીવસ,જે સાચીભક્તિએ મળીજાય ………..એવા વ્હાલા ગણપતિજી,ગૌરીનંદનથીય ઓળખાય.

====================================================