પ્રમુખ સ્વામી મહારાજ
જય શ્રી સ્વામિનારાયણ
પધારો પ્રમુખ સ્વામી મહારાજ પધારો
ઓગસ્ટ ૩૧,૨૦૦૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અમારા અહોભાગ્ય કહેવાય,આપના દર્શન અમને થાય
પ્રદીપના ભાગ્ય ખુલ્યા છે આજ,આવ્યા પ્રમુખ સ્વામી મહારાજ.
અમારુ હ્યુસ્ટન પાવન થાય,આપના ચરણરજ લઈને આજ
ભારત ભુમીના ભરથાર,ભક્તો તમને વંદન કરતા વારંવાર
પધારો પ્રમુખ સ્વામી મહારાજ.
અમારા આંગણા પાવન થાય,જેનો હરખ અમોને થાય
અમારા ભાગ્ય ખુલ્યા કહેવાય,મળ્યા સ્વર્ગસમા સુખને દેનાર
અમારા પ્રમુખ સ્વામી મહારાજ.
કહેતા મનડું હરખપદુડું થાય,જેનું માપ નહીં જગમાંય
સ્વામિનારાયણ નામ સ્મરેછે,જેના રોમેરોમે શ્રીજીના શબ્દ મળેછે
આવ્યા એવા પ્રમુખ સ્વામી મહારાજ.
અહીંની ધરતી પાવન થાય,સાચા સંતોની ચરણરજ લઈ આજ
આવ્યા સંતોનાસરદાર,સદા ભક્તોમાંરહેનાર,પાવનમનડાને કરનાર
વ્હાલા પ્રમુખ સ્વામી મહારાજ.
શબ્દ મળેના મુજને આજે, હર્ષે આંસુ રમાને ઉભરે છે
રવિ,દીપલ પણ રાહ જુએ છે,આર્શીવાદ મલે તો ઉજ્વળ છે જીવન
આવ્યા અમારા પ્રમુખ સ્વામી મહારાજ.
આવ્યા જીવનમાં લેવાને લાલચ મોહ ભરેલી આ ધરતી પર
સુખવૈભવથી છકીજતી આનરક ભરેલી નગરીમાંથી ઉધ્ધારવાનેઆજ
પધાર્યા પ્રમુખ સ્વામી મહારાજ.
સંસ્કાર ભરેલા ઘર્મ જીવનથી મુક્તિના માર્ગને ચિંધીને
પાવન મનડાં સૌના કરનાર,ધર્મના સાચા રખેવાળ,ભક્તોમાં રહેનાર
આવ્યા પ્રમુખ સ્વામી મહારાજ.
—————