October 31st 2017

શીતળતાનો સહવાસ

.                 . શીતળતાનો સહવાસ

તાઃ૩૧/૧૦/૨૦૧૭                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને મળેલ માનવદેહને અવનીપર,અનેક સંબંધ સ્પર્શી જાય
અદભુતલીલા અવિનાશીની,જે મળેલદેહને અનુભવથી સમજાય
......દેહને શીતળતાનો સહવાસ મળે,જે નિર્મળ ભક્તિએ મેળવાય.
મળેલદેહ એજીવથી થયેલ કર્મથી,અવનીપરના આગમને દેખાય
માનવદેહ મળે જીવને અવનીએ,જે દેહને સમજણ આપી જાય
નિર્મળ ભાવનાએ જીવન જીવતા,ના આશામોહ કદી અડી જાય
શ્રધ્ધા ભાવના એ દેહને સ્પર્શે,જે મળેલ દેહને પાવન કરી જાય
......દેહને શીતળતાનો સહવાસ મળે,જે નિર્મળ ભક્તિએ મેળવાય.
નિમિત બને છે માબાપ અવનીપર,જે સંતાનને દેહ આપી જાય
પાવનરાહને પામવા દેહથીજીવનમાં,કૃપાળુ પરમાત્માની પુંજા થાય 
મળેલ દેહની મહેંક પ્રસરે જીવનમાં,જ્યાં સન્માનનીરાહ મળી જાય
એજ કૃપા સંત જલાસાંઇની જીવનમાં,જીવને મુક્તિમાર્ગે લઈ જાય
......દેહને શીતળતાનો સહવાસ મળે,જે નિર્મળ ભક્તિએ મેળવાય.
=====================================================
October 30th 2017

નિર્મળપ્રેમની ગંગા

.           .નિર્મળપ્રેમની ગંગા

તાઃ૩૦/૧૦/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કર્મના સંબંધ એ દેહને સ્પર્શે,મળેલદેહના વર્તનથી એ દેખાઇ જાય
પાવનકર્મની કેડી સ્પર્શે દેહને,જે પવિત્રભક્તિએ પ્રભુકૃપા દઈ જાય.
.....જીવને મળેલ દેહપર પરમાત્માની કૃપાએ નિર્મળપ્રેમની ગંગા વર્ષી જાય.
અવનીપરનુ આવન જાવનએ સંબંધ જીવનો,મળેલ દેહથી સમજાય
કર્મનીકેડી એ દેહના વર્તનથી દેખાય,જે માનવજીવનને સ્પર્શી જાય
કુદરતની આ અજબલીલા અવનીએ,મળેલદેહથી જીવને અડી જાય
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,જ્યાં પવિત્રપ્રેમ મળતાજ સમજાય
.....જીવને મળેલ દેહપર પરમાત્માની કૃપાએ નિર્મળપ્રેમની ગંગા વર્ષી જાય.
અપેક્ષાને દુર રાખીને જીવન જીવતા,નાકદીય કોઈ મોહ સ્પર્શીજાય
ઉજવળ જીવનની રાહ મળતા દેહને,નિર્મળપ્રેમની ગંગા અડી જાય
ના અગણીતમાયા સ્પર્શે દેહને,કે ના માગણીની રાહ પણ મેળવાય
ઉજ્વળ જીવની રાહમળે જીવનમાં,જ્યાં સંતજલાસાંઇની કૃપા થાય
.....જીવને મળેલ દેહપર પરમાત્માની કૃપાએ નિર્મળપ્રેમની ગંગા વર્ષી જાય.
=======================================================

	
October 29th 2017

વ્હાલા જમાઈનો જન્મદીવસ

Image result for નિશીતકુમાર પારેખ .

.                      .વ્હાલા જમાઈનો જન્મદીવસ

તાઃ૩૦/૧૦/૨૦૧૭                                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રપ્રેમની કેડી મળી નિશીતકુમારને,પિતા પંકજભાઈ ને માતા નીલાબેનથી
સંત જલાસાંઇની પરમકૃપાએ મારી દીકરી દીપલના એ જીવનસાથી થઈ જાય
………….એવા વ્હાલા જમાઈ નિશીતકુમારના જન્મદીવસને આજે પ્રેમથી ઉજવાય.
કર્મ ધર્મને સમજી ચાલતા પાવનરાહને પકડી,જીવનમાં નિર્મળરાહે જીવી જાય
દીપલને મળીગયો અનંતપ્રેમ જીવનમાં,જે સુખશાંન્તિના વાદળ વરસાવી જાય
જીવનમાં નાકોઇ અપેક્ષા સ્પર્શે તેમને,કે નાકોઇ મોહ માયા પણ સ્પર્શી જાય
એજ કૃપા માબાપની મળી નીશીતકુમારને,સંગે અમારા આશીર્વાદ મળી જાય
…………એવા વ્હાલા જમાઈ નિશીતકુમારના જન્મદીવસને આજે પ્રેમથી ઉજવાય.
અનંત આનંદ મળે ભાઈ રવિને સંગે ભાભી હિમાને પણ મળે દીપલનો પ્રેમ
પરમાત્માની પરમ કૃપાએ મળે પ્રેમ જમાઈનો,જે પ્રદીપરમાને ખુશ કરી જાય
સંસ્કારને સાચવીને જીવન જીવતા,હ્યુસ્ટનમાં એપાવનરાહને મેળવીને હરખાય
જન્મદીવસની પ્રાર્થના સંત જલાસાંઇને,જે મેળવી ઉજ્વળ જીવન પામી જીવે
………….એવા વ્હાલા જમાઈ નિશીતકુમારના જન્મદીવસને આજે પ્રેમથી ઉજવાય.

======================================================
.        .અમારી વ્હાલી દીકરી ચીં.દીપલના જીવનસંગી ચી.શ્રી નિશીતકુમારના જન્મ દીવસની
યાદ રૂપે આ લખાણ તેમને સપ્રેમ ભેંટ.

લી.પ્રદીપ,રમા પરિવારના આશીર્વાદ સહિત જય જલારામ,જય સ્વામીનારાયણ.

October 26th 2017

વિરપુરવાસી

…….Image result for જલારામ બાપા

. ………………વિરપુરવાસી

તાઃ૨૭/૧/૨૦૧૭ (કારતક સુદ ૭) પ્ર્દીપ બ્રહ્મભટ્ટ

વિરપુરવાસી નિર્મળ ભક્તિના સંગાથી,જગતમાં જલારામની નામના થાય
એવા રાજબાઈમાતાના સંતાન,પિતા પ્રધાનના એલાડલા સંતાન કહેવાય
….રામનામની માળાનો સંગ,એવા સંત જલારામનો આજે જન્મ દીવસ ઉજવાય.
અવનીપરના આગમનને ઉજ્વળ કરતાં,જગતમાં વિરપુરના સંત થઈજાય
અનેક જીવોને ભોજન આપતા પ્રેમથી,પરમાત્માનો અનંતપ્રેમ મળી જાય
પત્ની વિરબાઈની પવિત્રકેડી,મળેલ માબાપના સંસ્કારથી જીવન જીવાય
પરમાત્માની પરિક્ષાને સન્માનતા,ઝંડોઝોળી આપી પરમાત્મા ભાગી જાય
….એવા વિરબાઈ માતાના પતિદેવ શ્રી જલારામનો આજે જન્મ દીવસ ઉજવાય.
મનથી કરેલકર્મ જીવનમાં સાચીભક્તિએ,અન્નદાનની આંગળી ચીંધી જાય
અનેક જીવોને ભોજન આપતા જીવનમાં,પરમાત્માનો અનંતપ્રેમ મેળવા ય
નાકદી કોઇઅપેક્ષા જીવનમાં રાખી,કે નાકોઇજ મોહ જીવનમાં અડી જાય
એવા વ્હાલા નિખાલસ જીવન જીવેલ સંત જલારામનો આજે જન્મ દીવસ ઉજવાય.
===============================================================
…. પરમપુજ્ય સંત શ્રી જલારામનો આજે જન્મદીસ છે તે નિમીત્તે તેમના પરિવારને
પ્રદીપ બ્રહ્મભટ્ટ તરફથી સપ્રેમ ભેંટ.

October 25th 2017

પ્રેમની પ્રીત

.             .પ્રેમની પ્રીત   

તાઃ૨૫/૧૦/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

નિર્મળપ્રેમની વર્ષાએ અનંત આનંદ મળતા મારૂ મન મહેંકી જાય
કુદરતની અજબકૃપા મળે,જ્યાં હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓ મળી જાય
….એજ કૃપા મા સરસ્વતીની મળે,જે કલમ પકડતા કાગળને સ્પર્શી જાય.
વ્હાલા નિખાલસ પ્રેમીઓ મળીગયા,પવિત્રરાહે આંગળી ચીંધીજાય
એક બેને સમજી પકડતા જીવનમાં,ઉજ્વળપ્રેમની વર્ષા થઈ જાય
દીલ દીમાગને ના સ્પર્શે કોઇ માયા,નિર્મળપ્રેમની પ્રીત મળી જાય
અજબદેખાવની આદુનીયાને,પ્રેમની પાવનકેડીએ દુર ભગાડી જાય
….એજ કૃપા મા સરસ્વતીની મળે,જે કલમ પકડતા કાગળને સ્પર્શી જાય.
માન અભિમાન ના સ્પર્શે જીવનમાં,જ્યાં નિર્મળપ્રેમની વર્ષા થાય
કલમની પવિત્રકેડીએ ચાલતા,જીવને પવિત્ર ભક્તિમાર્ગ મળી જાય
આવી આંગણે મિત્રોનોપ્રેમ મળે,જે જીવને અનંતશાંંતિ આપીજાય
પ્રગટે પ્રેમની જ્યોત જીવનમાં,સુખ સાગરના વાદળ વર્ષાવી જાય
….એજ કૃપા મા સરસ્વતીની મળે,જે કલમ પકડતા કાગળને સ્પર્શી જાય.
=========================================================

October 24th 2017

ભાઈબીજ

. …………….ભાઈબીજ

તાઃ૨૪/૧૦/૨૦૧૭ …………….. પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુંટુંબની કેડી એ સંબંધ દેહનો,જે માબાપની કૃપા એ મેળવાય
મળે દેહ સંતાનનો જીવને,જે જગતપરના આગમનથી સમજાય
…..પતિપત્નીનો સંગાથ સાચવતા જીવનમા,કુટુબનીકેડી ચાલતી થાય.
મળેલ દેહ સંતાનનો અવનીએ,જેને પુત્ર પુત્રીનો સંબંધ કહેવાય
પવિત્રરાહનો સંગમળે માબાપનીકૃપાએ,નિર્મળભાવનાઆપી જાય
પ્રેમથી વંદન કરતા સંતાનને,આશીર્વાદની વર્ષાએ રાહ મળીજાય
મનથી કરેલ સત્કર્મ જીવનમાં,ઉજ્વળ રાહની કેડીએ લઈ જાય
…..પતિપત્નીનો સંગાથ સાચવતા જીવનમા,કુટુંબનીકેડી ચાલતી થાય.
પુત્રીનો દેહ મળે જીવને કૃપાએ,જે કુટુંબને સત્માર્ગ આપી જાય
ભક્તિરાહને પવિત્રરાખીને જીવતા,મળેલદેહને સુખશાંન્તિદઈજાય
મળેલદેહને સત્માર્ગે રાખતા,ઉજ્વળ કુળનીરાહ કૃપાએ મળીજાય
મળેલમાબાપના આશિર્વાદેદીકરી,પાવનરાહે કુટુંબઆગળ લઈજાય
…..પતિપત્નીનો સંગાથ સાચવતા જીવનમા,કુટુબનીકેડી ચાલતી થાય.

=======================================================

October 24th 2017

મુકેલ મોહ

. ……………….મુકેલ મોહ

તાઃ૨૪/૧૦/૨૦૧૭ ……………….પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપરના જીવને એ જકડે,જે મળેલ દેહના વર્તનથી મળી જાય
કરેલ કર્મ એ દેહ આપે જીવને,એ અવનીપર જન્મ મળતા દેખાય
……એજ અદભુતલીલા પરમાત્માની,જે જીવને મોહથી કર્મ આપી જાય.
નિર્મળ ભાવના એ જીવન જીવતા,દેહથી મોહમાયા દુર ચાલી જાય
મળેલદેહથી કુદરતને વંદન કરતાં,જીવને પાવનરાહ પણ મળી જાય
ભક્તિપ્રેમ એજ કૃપાછે પરમાત્માની,જે નિખાલસ જીવનથી સમજાય
કર્મના સંબંધ તો જીવને સ્પર્શે,જે મળેલ દેહથી જીવને દેખાઈ જાય
……એજ અદભુતલીલા પરમાત્માની,જે જીવને મોહથી કર્મ આપી જાય.
મારૂતારુ એ દેહના સંબંધ અવનીએ,જે થકી કર્મની કેડી મળી જાય
મોહમાયા તોછે કુદરતની લીલા,વાણી વર્તનથી દેહને એ જકડી જાય
કૃપામળે જ્યાં જલાસાંઇની જીવને,ત્યાં દેહથી અનેક સત્કર્મ થઈ જાય
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,અંતે જીવને મુક્તિમાર્ગે દોરી જાય
……એજ અદભુતલીલા પરમાત્માની,જે જીવને મોહથી કર્મ આપી જાય.

======================================================

October 24th 2017

જાગૃત જીવન

……………….જાગૃત જીવન

તાઃ૨૪/૧૦/૨૦૧૭ ……………. પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને મળેલ દેહ અવનીપર,કરેલ કર્મના બંધનથી જ મળી જાય
સમય એ કુદરતની કેડી,જે અવનીપર મળેલ દેહથી સમજાઈ જાય
……..પવિત્ર કર્મનો સંબંધ દેહથી,જે અવનીપર દેહના વર્તનથી જ દેખાય.
અપેક્ષાના વાદળ તો અવનીપર,સદાય મળે દેહના સંગે ચાલી જાય
વર્તનવાણી ને વિચારી જીવતા,મળેલ જીવનને એ જાગૃત કરી જાય
પળેપળને નાપકડાય કોઇથી જગતમાં,પણ કુદરતની કૃપાએ બચાય
કરેલકર્મ એ જીવનાછે બંધન,જે જગતપર દેહનાસંબંધને સ્પર્શી જાય
……….પવિત્ર કર્મનો સંબંધ દેહથી,જે અવનીપર દેહના વર્તનથી જ દેખાય.
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,જ્યાં શ્રધ્ધાએ પવિત્ર ભક્તિ થાય
કુદરતનીકૃપાએ પકડેલ કેડીએ,સંસારમાં દેહને સુખશાંન્તિ મળીજાય
મળેલ માનવદેહને સદમાર્ગે લઈજાય,જ્યાં જલાસાંઇને શ્રધ્ધાએ વંદાય
દીધેલ માર્ગ જલાસાંઇનો અવનીએ,માનવ જીવનને સાર્થક કરી જાય
……..પવિત્ર કર્મનો સંબંધ દેહથી,જે અવનીપર દેહના વર્તનથી જ દેખાય.

=================================================

October 24th 2017

.લાકડીનો ટેકો

………………લાકડીનો ટેકો

તાઃ૨૪/૧૦/૨૦૧૭ …………….. પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવદેહને મળે સંબંધ લાકડીનો,જે ઉંમર અડતા દેહને મળી જાય
કુદરતની આ અજબકેડી,જે સહવાસ સંગે દેહને દુઃખજ આપી જાય
…….એવી આ લાકડી જગતપર,અદભુત પ્રસંગેજ દેહને દેખાઈ જાય.
સાથમળે ઉંમર મળતા માનવીને,જેદેહને ધરતીપર ચાલન આપી જાય
કુદરતની કૃપાએ મળેલ પગલાં,માનવદેહને સમય સંગે ચલાવી જાય
મળે જ્યાં દેહને સંગાથ આવતીકાલનો,ત્યાં જ લાકડી પકડાઈ જાય
અહીંતહીંનો સંગાથ મેળવવા,ત્રીજા પગનોસાથ લાકડીએ મળી જાય
…….એવી આ લાકડી જગતપર,અદભુત પ્રસંગેજ દેહને દેખાઈ જાય.
ના સમયના સંગની જરૂર કોઇને,જ્યાં અચાનક લાકડી પકડાઈ જાય
કોઈપણ દેહને જકડી નાખવા જીવનમાં,હાથમાં લાકડીજ આવી જાય
તેજલાકડી શક્તિદે દેહને,જે કોઇકવાર બીજા દેહને ઝાપટઆપી જાય
દુર રહીને ભાગતા રહેવાથી જીવનમાં,કોઇ દુશ્મન થઈને સ્પર્શી જાય
…….એવી આ લાકડી જગતપર,અદભુત પ્રસંગેજ દેહને દેખાઈ જાય.
=====================================================

October 24th 2017

લીલા કુદરતની

. ………………..લીલા કુદરતની

તાઃ૨૪/૧૦/૨૦૧૭ ………. …….. પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબશક્તિ શાળી પરમાત્મા જગતપર,જે અદભુતલીલાથી દેખાય
ક્યારે ક્યાં ને કેવી રીતે આવે અવનીએ,ના કોઇ જીવને સમજાય
…..એજ લીલા અવિનાશીની ધરતીપર છે,જે સમયથીજ સ્પર્શી જાય.
પવનદેવની અજબતાકાત છે,જે તેમના આગમનથી સમજાઈ જાય
આવે અચાનક એ અવનીપર,ના કોઇ જીવથી છટકીને દુર જવાય
ઝાડ પાનને તોડી નાખતા,નાકોઇ દેહથી કદીય આઘુપાછુ રહેવાય
અવનીપર તેમની તાકાત છે,જે તેમના પુત્ર હનુમાનજીથીજ દેખાય
…..એજ લીલા અવિનાશીની ધરતીપર છે,જે સમયથીજ સ્પર્શી જાય.
કુદરતી તાકાતથી બચવા,શક્તિશાળી મેઘરાજાના આગમને સમજાય
આવે અચાનક ધરતી પર,જે જીવોને પાણીદેતા દરીયાપર લઈ જાય
ના કોઇ દેહથી છટકાય જગતપર,પ્રાણી પશુ કે માનવીનો દેહ હોય
છત્રી પકડી ચાલતો માનવદેહ,ભીની ચાદરથી અવનીપર પલળીજાય
…..એજ લીલા અવિનાશીની ધરતીપર છે,જે સમયથીજ સ્પર્શી જાય.
======================================================

Next Page »