June 30th 2019

મળેલ શ્રધ્ધા

.              મળેલ શ્રધ્ધા  
તાઃ૨૮/૬/૨૦૧૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપરનુ આગમન છે જીવનુ,જે થયેલ કર્મના બંધનથીજ મળી જાય
પાવનકૃપા મળી પરમાત્માની જીવને,ત્યાં નિર્મળસંસ્કાર સમજીને જીવાય
.....એ મળેલ માનવદેહને પવિત્ર પાવનરાહે,જીવનમાં અનંત શ્રધ્ધા આપી જાય.
સમજણનો સંગાથ મળે જીવનમાં,જે દેહની ઉંમરને પાવનરાહે લઈ જાય
કુદરતની પાવનકેડી અવનીપરના આગમનને સ્પર્શે,જે કર્મ થકી સમજાય
અદભુતલીલાની અનેક રાહ મળે દેહને,જ્યાં નિર્મળશ્રધ્ધાએ ભક્તિ કરાય 
પાવનરાહ અને પાવનપ્રેમ જીવને મળે,એ પવિત્ર ભક્તિએજ મળી જાય
.....એ મળેલ માનવદેહને પવિત્ર પાવનરાહે,જીવનમાં અનંત શ્રધ્ધા આપી જાય.
શ્રધ્ધાભાવનથી સુર્યદેવના દર્શન કરી,ૐ હ્રીં સુર્યાય નમઃનુ સ્મરણ કરાય
મળે જીવનમાં અનંત શાંંતિ દેહને,જે મળેલ દેહને પાવનકર્મ આપી જાય
અનંતકૃપાળુ સુર્યદેવ અવનીપર,જે અનંત વર્ષોથી પ્રત્યક્ષ દર્શન દઈ જાય
નાસંબંધ રહે દેહને જીવનમાં,એજ કૃપા દેવની જે કર્મનાબંધન તોડી જાય
.....એ મળેલ માનવદેહને પવિત્ર પાવનરાહે,જીવનમાં અનંત શ્રધ્ધા આપી જાય.
==============================================================
June 30th 2019

કેડી કર્મની

.                   .કેડી કર્મની

તાઃ૩૦/૬/૨૦૧૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવનનો સંગાથ જીવને,જે થયેલ કર્મના સંબંધથી મેળવાય
સદમાર્ગની રાહ મળે જીવનમાં,એનેજ પાવન કર્મની કેડી કહેવાય
......એ અવનીપરની અદભુત પ્રક્રીયા,જે પરમાત્માની કૃપા જ કહેવાય.
સરળજીવનની રાહ મળે દેહને,જ્યાં નિર્મળભાવનાએ ભક્તિ કરાય
પાવનકર્મનો સંગાથ મળે જીવનમાં,જે દેહને સમય સંગેજ સમજાય
નિર્મળ ભાવના એ જીવન જીવાય,ના કોઇજ મોહમાયા અડી જાય
જે જીવને કળીયુગ અને કુદરતનીકેડીથી બચાવી,શાંંતિ આપી જાય
......એ અવનીપરની અદભુત પ્રક્રીયા,જે પરમાત્માની કૃપા જ કહેવાય.
અનેક સ્વરૂપે દેહ લીધો પરમાત્માએ,ભારતનીભુમી પવિત્ર કરી જાય
સરળ ભાવનાથી ભક્તિ કરતા જીવનમાં,સુખશાંન્તિ પણ મળી જાય
કર્મની કેડી એજ થયેલ કર્મ દેહના,જે જીવને સમય સમયેજ સમજાય
ના કોઇ અપેક્ષા રહે દેહની જીવનમાં,જ્યાં કુદરતની કૃપા વર્ષી જાય
......એ અવનીપરની અદભુત પ્રક્રીયા,જે પરમાત્માની કૃપા જ કહેવાય.
=======================================================

 

June 27th 2019

અનુભવની કેડી

.           .અનુભવની કેડી  

તાઃ૨૭/૬/૨૦૧૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને અવનીપર,પરમાત્માકૃપાએ અનેક અનુભવ થાય
સમજણનો સંગાથ રાખીને જીવતા,પવિત્રકર્મનો સંગાથ મળી જાય
......જે મળેલદેહના થઈ રહેલ કર્મથી,જીવને અનુભવની કેડીએ સમજાય.
કર્મનોસંબંધ છે દેહને,જે સમયની સાથે મળેલ દેહને એ દોરી જાય
પવિત્રકર્મ થાય માનવજીવનમાં,જ્યાં સંતજલાસાંઇની પાવનકૃપાથાય
નાકોઇ અપેક્ષાની કેડી અડે,કે નાકોઇ મોહમાયા પણ સ્પર્શી જાય
સરળજીવનની રાહ મળે દેહને,જે અંતે જીવને મુક્તિમાર્ગે લઈ જાય
......જે મળેલદેહના થઈ રહેલ કર્મથી,જીવને અનુભવની કેડીએ સમજાય.
આગમન અવનીપર જીવનુ થાય,જે ગતજન્મે કરેલ કર્મથી મેળવાય
સદમાર્ગથી થયેલ કર્મ માનવદેહને,સુખશાંંતિનો સંગાથ આપી જાય
અદભુતલીલા અવનીપર અવિનાશીની,જે જીવને સદમાર્ગે લઈ જાય
પ્રભુકૃપાએ મળેલદેહને અંતે મુક્તિમળે,જેથયેલકર્મ પ્રેરણા આપીજાય
......જે મળેલદેહના થઈ રહેલ કર્મથી,જીવને અનુભવની કેડીએ સમજાય.
=======================================================
June 21st 2019

જન્મનો દીવસ

  •  Image result for હિમા બ્રહ્મભટ્ટ
    .            .જન્મનો દીવસ
    તાઃ૨૧/૬/૨૦૧૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
    
    પવિત્રકૃપા મળી હિમાને શ્રીનાથજીની,જે રવિને જીવનસંગી કરી જાય
    અનંત શાંંતિની વર્ષા થઈ જીવનમાં,જે હિમાને લગ્ન થતા મળી જાય
    .....મળ્યો પ્રેમ હિમાને માબાપનો જીવનમાં,જે જન્મદીવસને યાદ આપી જાય.
    સમયને સમજીને ચાલતા જીવનમાં,દુબઈથી એ હ્યુસ્ટનમાં આવી જાય 
    પ્રેમનીપરખ એ નિર્મળ જીવનની રાહ છે,જે સંતાનના આગમને દેખાય
    પવિત્રજીવને દેહ મળ્યો અવનીપર,જે સંતાન વીરના નામથી ઓળખાય
    સરળજીવનની રાહ પકડી ચાલતો વીર,બાદાદાને પ્રેમથી વ્હાલ કરીજાય
    .....મળ્યો પ્રેમ હિમાને માબાપનો જીવનમાં,જે જન્મદીવસને યાદ આપી જાય.
    નિર્મળભાવના સંગે જીવનજીવતા,રવિપર સંતજલાસાંઇની પાવનકૃપા થાય
    ભણતરની પાવનરાહ મળી જીવનમાં,જે સુખશાંંતિનો સંગાથ આપી જાય
    રવિ સંગે હિમા પવિત્રરાહે જીવનજીવતા,પપ્પામમ્મીને અનંત આનંદ થાય
    પવિત્રપુત્ર વેદનુ આગમનથતા કુટુંબને,માકૃપાએ કુળ આગળ ચાલતુ જાય
    .....મળ્યો પ્રેમ હિમાને માબાપનો જીવનમાં,જે જન્મદીવસને યાદ આપી જાય.
    =================================================================
           મારા પુત્ર ચીં.રવિની પત્ની અ.સૌ.હિમાનો આજે જન્મદીવસ છે.તે દીવસની
    યાદ રૂપે આકાવ્ય અમારા તરફથી સપ્રેમ ભેંટ.           તાઃ૨૧/૬/૨૦૧૯.
    =================================================================
    
    
June 17th 2019

નિર્મળતાનો સંગ

.             .નિર્મળતાનો સંગ   

તાઃ૧૭/૬/૨૦૧૯                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

નિર્મળપ્રેમનો સંગાથ મળ્યો જીવનમાં,શ્રી બમબમ ભોલેનાથ મહાદેવનો
હ્યુસ્ટન આવ્યા પવિત્ર શ્રધ્ધા લઈને,ઇંદ્રવદનભાઈના નામથી ઓળખાય
......એવા પાવનરાહી અનેક જીવોને,પવિત્રકર્મનો સંગાથ પણ આપી જાય. 
કુદરતની પાવનકૃપા થઈ જીવ પર,જે તેમની પાવનકર્મની કેડીએ દેખાય
પરમાત્માનો પ્રેમ લઈને હ્યુસ્ટનઆવ્યા,એજ અમને પાવનરાહે દોરી જાય
મળેલ માનવદેહને પાવનરાહે લઈને ચાલતા,હરહર મહાદેવ પણ બોલાય
સરળજીવનનો સંગાથ મળ્યો,જે તેમની કલાનીરાહે કલાપ્રેમીઓને દેખાય
......એવા પાવનરાહી અનેક જીવોને,પવિત્રકર્મનો સંગાથ પણ આપી જાય. 
આવ્યામારે આંગણે પવિત્રપ્રેમ લઈ,એપિતા શંકરભગવાનની કૃપા કહેવાય
અનંત આનંદની વર્ષા થઈ જીવનમાં,જે નિખાલસ ભક્તિરાહ આપી જાય
મળ્યો નિખાલસ પ્રેમ કુટુંબનો,જે શ્રી ઇંદ્રવદનભાઇના સંગે જ આવી જાય
પાવનકૃપા ને પાવનપ્રેમ મળે જીવને,એજ પરમાત્માનો અનંત પ્રેમ કકેવાય
......એવા પાવનરાહી અનેક જીવોને,પવિત્રકર્મનો સંગાથ પણ આપી જાય.
કલાની પાવનરાહે હ્યુસ્ટનમાં દર્શકોને,અનેક કાર્યક્રમથી આનંદ આપી જાય
સરળજીવન સંગે પાવનકર્મની રાહમળે,જે માનવદેહને આંગળી ચીંધી જાય
પવિત્ર કૃપા મળે જીવનમાં દેહને,એ મળેલ દેહના વર્તનથી જગતપર દેખાય
મળેલ આશીર્વાદ આપના માનવદેહને,ઉજવળ જીવનસંગે શાંંતિ આપીજાય
......એવા પાવનરાહી અનેક જીવોને,પવિત્રકર્મનો સંગાથ પણ આપી જાય.
==========================================================
   પુજ્ય શ્રી ઇંદ્રવદનભાઈ ત્રિવેદીને શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટ તરફથી સપ્રેમ ભેંટ.
June 16th 2019

પિતાનો પ્રેમ

.             .પિતાનો પ્રેમ   
            
તાઃ૧૬/૬/૨૦૧૯                પ્રદીપ બ્રહ્નભટ્ટ   

નિર્મળ ભાવનાએ જીવન જીવતા,અવનીપરના આગમનને સમજાય
પાવનરાહનો પ્રેમ પારખીને જીવતા,પવિત્ર સંતાનનુ આગમન થાય
.....એજ મળેલ જીવનનો સંગાથ આપી જાય,જે કુળને આગળ લઈ જાય.
સમયને ના પકડાય જગતમાં કોઈથી,પણ સમજણના સંગે ચલાય
માતાપિતાના પાવનપ્રેમથી આગમનમળે જીવને,જે સંતાન કહેવાય
ભુતકાળને પાછળ મુકતા મળેલ દેહને,ઉંમરનો સંગાથ મળી જાય
સમય આવતા જીવનમાં મધર ડે પછી સમયે ફાધર ડેને ઉજવાય
.....એજ મળેલ જીવનનો સંગાથ આપી જાય,જે કુળને આગળ લઈ જાય.
પવિત્રભુમી ભારતછે જગતપર,જ્યાં સંતાન માબાપને પ્રેમઆપીજાય
બીજાદેશોમાં ફાધરડે મધરડે ઉજવે,જે વર્ષમાં એકવાર જ ઉજવાય
કુદરતની આ લીલા જગતપર પ્રસરે,જે ક્ળીયુગના આગમને દેખાય
જીવને મળેલદેહને સમયનો સ્પર્શ થાય,નિર્મળ ભક્તિએજ છટકાય
.....એજ મળેલ જીવનનો સંગાથ આપી જાય,જે કુળને આગળ લઈ જાય.
=========================================================
June 14th 2019

ગુજરાતની-શાન

.            ગુજરાતની-શાન
તાઃ૨૫/૫/૨૦૧૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર ભુમી ભારતમાં માન સન્માનની પાવનકેડી ગુજરાતીઓની દેખાય
પાવનરાહ પકડી ચાલતા દુનીયામાં,સદમાર્ગ પકડી દુનીયામાં ચાલી જાય
...એ ગુજરાતી શ્રી નરેંદ્રભાઈ મોદી,વડાપ્રધાન થઈ ગુજરાતીઓની શાન વધારી જાય
અપેક્ષાના ના વાદળ સ્પર્શે જે જીવનમાં,સફળતાનો સંગાથ આપી જાય
મળેલ માનવદેહને માતા હીરાબાનો અનંતપ્રેમ આશીર્વાદથી મળી જાય
સદમાર્ગને પકડી ચાલતા જીવનમાં,ભાજપનાએ ભાગ્યવિધાતા થઈ જાય
ગુજરાતને એ પાવનરાહ દેવા,,ગુજરાતના એ મુખ્યપ્રધાન પણ થઈ જાય
...એવા ગુજરાતી શ્રી નરેંદ્રભાઈ મોદી,વડાપ્રધાન થઈ ગુજરાતીઓની શાન વધારી જાય.
મળ્યો કુટુંબનો પ્રેમ જીવનમા, જે નિખાલસ ભાવનાથી પવિત્રરાહ આપી જાય
ના મોહ માયાની કોઇ  માગણી જીવનમાં,જે ગુજરાતીઓને સદમાર્ગે દોરી જાય
જયજય ગરવી ગુજરાત કહેતા પ્રદીપને,નરેન્દ્રભાઈથી ગુજરાતની શાન દેખાય
ઊજવળ જીવનની રાહ પકડી ચાલતા,ના કોઇજ પાર્ટીની આફત અડી જાય
...એવા ગુજરાતી શ્રી નરેંદ્રભાઈ મોદી,વડાપ્રધાન થઈ ગુજરાતીઓની શાન વધારી જાય.

======================================================

 

 

 

June 12th 2019

પવિત્રજીવન

.               .પવિત્રજીવન 

 તાઃ૧૨/૬/૨૦૧૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રપ્રેમ મળ્યો પરમાત્માનો જીવનમાં,જે સુખશાંંતિનો સહવાસ આપી જાય
મળેલ માનવદેહને પાવનકર્મની રાહ મળે,એજ જીવર્ને મુક્તિમાર્ગેજ લઈ જાય
.....શ્ર્ધ્ધાભાવથી ભક્તિ કરતા જીવનમાં,નિર્મળભાવનાએ અનંતશાંંતિ મળી જાય.
જન્મમરણ એ સંબંધ અવનીપર જીવનો,જે અનેક સ્વરૂપે જીવને મળતો જાય
થયેલકર્મ એજ કુદરતની લીલા અવનીપર,દેહમળતા જીવને અનુભવ થઈ જાય
માનવદેહ એકૃપા પરમાત્માની જીવપર,જીવનમાં સમજણનો સંગાથઆપી જાય
પવિત્રભુમી ભારત છે જગતપર,જ્યાં પરમકૃપાએ પરમાત્મા દેહ લઈ પ્રેરી જાય
.....શ્ર્ધ્ધાભાવથી ભક્તિ કરતા જીવનમાં,નિર્મળભાવનાએ અનંતશાંંતિ મળી જાય.
સત્કર્મનો સંગાથ મળે દેહને જીવનમાં,જ્યાં નિખાલસ ભાવનાએ ભક્તિ કરાય
પાવનરાહની કેડી મળતા નિર્મળભાવનાએ,જીવનમાં ભક્તિનો સંગાથ મેળવાય
કળીયુગ અને કુદરતનીલીલાથી બચવા,મળેલદેહને પવિત્રરાહ કૃપાએ મળીજાય
નિર્મળ ભાવનાથી જીવન જીવતા,જીવને પરમાત્માનો પાવનપ્રેમ પણ મળીજાય
.....શ્ર્ધ્ધાભાવથી ભક્તિ કરતા જીવનમાં,નિર્મળભાવનાએ અનંતશાંંતિ મળી જાય.
===============================================================

	
June 7th 2019

પવિત્રપાવન રાહ

.            .પવિત્રપાવન રાહ         

તાઃ૭/૬/૨૦૧૯                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 

ભક્તિભાવના પારખી ચાલતા જીવનમાં,અનંત કૃપા પરમાત્માની થઈ જાય
ના મોહની માયા અડી જાય,કે ના કોઇજ અભિમાનની ચાદર સ્પર્શી જાય
......એ પાવનરાહ મળેલ દેહની કહેવાય,જે મળેલ દેહને સુખશાંંતિ આપી જાય.
શ્રધ્ધાભાવથી ભક્તિકરતા પરમાત્માની,મળેલ જીવનમાં પાવનકૃપા મળીજાય
કળીયુગથી ના બચે કોઇજ જીવ અવનીપર,એજ સમયની સાંકળ કહેવાય
મળેલ માનવદેહને સમજણનો સંગાથ મળે,જ્યાં નિખાલસ ભાવથી જીવાય
અનેક કર્મનીકેડી છે અવનીપર,જે સરળજીવનસંગે આફતોપણ આપી જાય
......એ પાવનરાહ મળેલ દેહની કહેવાય,જે મળેલ દેહને સુખશાંંતિ આપી જાય.
દેખાવની ચાદર અડે જીવનમાં,જે અનેકના કાર્યને સફળતાથી દુર લઈ જાય
મળેલ માયાને ના પારખતા જીવનમાં,અભિમાનસંગે માતાની કૃપા મેંળવાય
પાવનરાહની કેડી મળે જીવને,જે પવિત્રજીવનનો સંગાથ મળતા અનુભવાય
એજ કૃપામળી સંત જલાસાંઇની મને,જેસત્કર્મના સંગાથે પ્રેરણા આપી જાય
......એ પાવનરાહ મળેલ દેહની કહેવાય,જે મળેલ દેહને સુખશાંંતિ આપી જાય.
===============================================================