February 24th 2018
. .સિધ્ધી
તાઃ૨૪/૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અનેક જીવનુ આગમન અવનીપર,ના કોઇ જીવથી દુર રહેવાય
કર્મની કેડી એજ સ્પર્શે જીવને,જેજીવને દેહ મળતા અનુભવાય
.......એજ કૃપા મા રિધ્ધીસિધ્ધીની,જે વિઘ્નવિનાયક દેવની કૃપાએ સમજાય
કુદરતની એ લીલા અવનીપર,જીવને કળીયુગ સતયુગથી દેખાય
પાવનરાહને પકડી જીવતા,જીવનમાં સફળ કર્મની રાહ મેળવાય
નાકોઇ માગણી પરમાત્માથી,કે નાજીવને કોઇઅપેક્ષા અડી જાય
નિર્મળ ભાવથી ભક્તિ કરતા જીવનમાં,સત્કર્મ દેહને સ્પર્શી જાય
.......એજ કૃપા મા રિધ્ધીસિધ્ધીની,જે વિઘ્નવિનાયક દેવની કૃપાએ સમજાય
રામનામની નિર્મળભક્તિ જીવનમાં,સદમાર્ગની પાવનરાહ આપીજાય
મળેલ માનવદેહ એજકૃપા પ્રભુની,નાકળીયુગ કે સતયુગ સ્પર્શી જાય
જીવને બંધન છે કર્મના જગત પર,અનેક દેહ મળતા અનુભવ થાય
પ્રેમની પાવનરાહે જીવન જીવતા,સંબંધીઓનો નિર્મળપ્રેમ મળી જાય
.......એજ કૃપા મા રિધ્ધીસિધ્ધીની,જે વિઘ્નવિનાયક દેવની કૃપાએ સમજાય
===========================================================
February 24th 2018
. .માનવકર્મ
તાઃ૨૪/૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ ભાવનાએ ભક્તિ કરતા,પરમાત્માનો પ્રેમ મળી જાય
મળેલ માનવદેહને કૃપા મળે,જીવને અનંત શાંંન્તિ મળીજાય
......એજ સાચી ભક્તિ જીવનમાં,સંત જલાસાંઇને રાજી કરી જાય.
અનેક સંબંધ છે મળેલ દેહને,જે જીવનમાં સમયે મળતો જાય
માનવદેહ એજીવને સ્પર્શે,ના કોઇજ જીવથી જગતમાં છટકાય
કર્મનાબંધન એ કુદરતની કૃપા,જે નિખાલસ કર્મથી અનુભવાય
ના માગણી ના અપેક્ષા અડે દેહને,જે મળેલ દેહથીજ સમજાય
......એજ સાચી ભક્તિ જીવનમાં,સંત જલાસાંઇને રાજી કરી જાય.
અદભુતશક્તિ અવિનાશીની,અબજો જીવોને નિર્મળતા આપી જાય
શ્રધ્ધા રાખીને જીવન જીવતા જ,કૃપાએ શાંંન્તિની વર્ષા થઈ જાય
સફળતાનો સહવાસ સ્પર્શે દેહને,જીવને સત્કર્મની રાહ મળી જાય
ઉજવળ જીવન એ બંધન કર્મના,જ્યાં નિખાલસતાથી પુંજન થાય
......એજ સાચી ભક્તિ જીવનમાં,સંત જલાસાંઇને રાજી કરી જાય.
====================================================
February 21st 2018
. .શ્રધ્ધા ભક્તિ
તાઃ૨૧/૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ માનવદેહ અવનીપર,પરમાત્માની પરમકૃપા કહેવાય
કર્મસંબંધ તો સ્પર્શે જીવને,જે અનેક જીવોને જન્મમરણ દઈ જાય
......નિર્મળ ભાવથી કરેલ ભક્તિ,જીવને પરમાત્માની કૃપાએ સમજાય.
માનવ દેહનો સંબંધ છે કર્મથી,જે સમય સમયના સ્પર્શેજ મેળવાય
કરેલ કર્મ એજ જીવનો સંબંધ બને,ના કોઇ માનવ દેહથી છટકાય
પાવનકર્મની રાહ મળે માનવીને,જ્યાં નિર્મળ ભાવથી ભક્તિ કરાય
મોહમાયાથી દુર રાખે જીવને,નાદેહને કોઇ અપેક્ષા કદી અડી જાય
......નિર્મળ ભાવથી કરેલ ભક્તિ,જીવને પરમાત્માની કૃપાએ સમજાય.
અનંતકૃપાળુ છે પરમાત્મા અવની પર,જ્યાં શ્રધ્ધા રાખી પુંજન થાય
કળીયુગની અજબશક્તિ છે યુગપર,સુર્યદેવની પુંજાએજ બચાવી જાય
મળેલદેહ એ કરેલકર્મથી મળે,જે જીવનમાં સાચીસમજણ આપી જાય
શ્રધ્ધારાખી પુંજન અર્ચન કરતા ઘરમાં.પરમાત્માનો સહવાસ મળીજાય
......નિર્મળ ભાવથી કરેલ ભક્તિ,જીવને પરમાત્માની કૃપાએ સમજાય.
====================================================
February 13th 2018
. .પરમપિતા પરમાત્મા
તાઃ૧૩/૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બમબમ ભોલે મહાદેવ હર,જગતપર અજબ શક્તિશાળીથી ઓળખાય
પાવનકર્મની રાહે ભક્તિ કરતા,કૃપાએ જીવને મુક્તિ માર્ગજ મળી જાય
......એ પવિત્રકૃપા શંકર ભગવાનની,જે ૐ નમઃશિવાયના મંત્ર જાપથી મેળવાય.
અવનીપરનુ આગમન પરમાત્માનુ,જે મહાશિવરાત્રીના દીવસે દેહ લેવાય
પવિત્ર રાહ જીવોને આપવા સંગે પાર્વતી માતાનો પણ સાથ મળી જાય
ત્રિશુલધારીછે એ હિમાલયવાસી,જે ભારતમાં પવિત્રગંગા વહેવડાવી જાય
જીવને મળેલ દેહને અવનીપર,શ્રીભોલેનાથની ભક્તિએ મુક્તિ મળી જાય
......એ પવિત્રકૃપા શંકર ભગવાનની,જે ૐ નમઃશિવાયના મંત્ર જાપથી મેળવાય.
માનવદેહને રાહ મળે જીવનમાં,એ અવનીપર કર્મની કેડી એમ કહેવાય
કર્મનાબંધન એ ભાગ્ય કહેવાય,જે જગતપર ભાગ્યવિધાતાથીજ મેળવાય
શ્રી ભોલેનાથના છે પુત્ર ગણેશ,જે જીવને અવનીપર ભાગ્ય આપી જાય
એ ગણપતિજી વિઘ્નવિનાયક કહેવાય,જે રિધ્ધીસિધ્ધિના પતિદેવ કહેવાય
......એ પવિત્રકૃપા શંકર ભગવાનની,જે ૐ નમઃશિવાયના મંત્ર જાપથી મેળવાય.
************************************************************
February 12th 2018
. .મહા શિવરાત્રી
તાઃ૧૩/૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માતા પાર્વતીના પતિ શ્રી ભોલેનાથ,જગતમાં અજબ શક્તિશાળી કહેવાય
પવિત્ર ગંગાનુ આગમન ભારતમાં હિમાલયપર કરી,પવિત્રજળ આપી જાય
.......જે જીવોને જન્મમરણના બંધનથી મુક્તિ આપી,પાવનરાહ આપી જાય.
ૐ નમઃ શિવાયના સ્મરણ સંગે,શિવલીંગ પર શ્રધ્ધાએ દુધ અર્ચના કરાય
મહા શિવરાત્રી એ શંકર ભગવાનનો,અવનીપર પ્રાગટ્ય દીનથી ઓળખાય
વંદન કરી પ્રાર્થના કરતા પિતા ભોલેનાથની,જીવ પર પાવનકૃપા થઈ જાય
અજબકૃપા મળે માતાપિતાની જીવને,જે માપાર્વતી પિતાભોલેનાથ કહેવાય
.......જે જીવોને જન્મમરણના બંધનથી મુક્તિ આપી પાવનરાહ આપી જાય.
શ્રધ્ધાસંગે પગે લાગીને વંદન કરતા,પ્રદીપ,રમાને સુખશાંંન્તિનો અનુભવ થાય
ભક્તિમાર્ગે જીવન જીવતા કૃપાએ,સંતાનને નિર્મળ પવિત્રરાહ પણ મળી જાય
એજ કૃપા પિતાશિવજીની સંગે માપાર્વતીની,જગતપર અનેક નામે ઓળખાય
એ પવિત્રદીવસ છે મહાશિવરાત્રી જગતપર,જ્યાં પિતાનુ શ્રધ્ધાએ પુંજન થાય
.......જે જીવોને જન્મમરણના બંધનથી મુક્તિ આપી,પાવનરાહ આપી જાય.
***********************************************************
February 11th 2018
. .મળે સહવાસ
તાઃ૧૧/૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને સંબંધનો સ્પર્શ,જે સરળ જીવનમાં મળતો જાય
પરમ પાવનરાહ મળે દેહને અવનીપર,નિર્મળ સહવાસે મળી જાય
.....ત્યાંજ ઉજવળ જીવનની રાહ મળે દેહને,જે માનવતા મહેંકાવી જાય.
દરેક જીવને કરેલ કર્મનો સંબંધ અવનીએ,જે દેહ મળતા સમજાય
અનેકદેહો મળે જીવોને જે બંધન આપી જાય,ના કોઇથી છટકાય
કુદરત કેરી રાહને સમજવા જીવનમાં,નિર્મળરાહે જ જીવન જીવાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુભક્તિ કરાય
.....ત્યાંજ ઉજવળ જીવનની રાહ મળે દેહને,જે માનવતા મહેંકાવી જાય.
મનથી કરેલ જપન પરમાત્માનુ પ્રભાતે,સુર્યદેવની અજબકૃપા મેળવાય
ના કોઇ અપેક્ષા અડે જીવનમાં જીવને,કે ના મોહનો સ્પર્શ પણ થાય
પરમ નિખાલસ પ્રેમનો મળે સહવાસ,જે સંબંધીઓને ઓળખાવી જાય
પવિત્ર કર્મની રાહે જીવન જીવતા,મળેલ દેહને પરમાત્માના દર્શન થાય
.....ત્યાંજ ઉજવળ જીવનની રાહ મળે દેહને,જે માનવતા મહેંકાવી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
February 10th 2018
. .માનવ જીવન
તાઃ૧૦/૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરના આગમનનો સંબંધ છે જીવનો,દેહ મળતા અનુભવ થાય
પરમાત્માની આ અજબલીલા છે જગતપર,જે કર્મના બંધનેજ મેળવાય
.......પવિત્ર કર્મની કેડી મળે માનવજીવનમાં,સાચી શ્રધ્ધાભક્તિએ મળી જાય.
કુદરતની આ અજબલીલા અવનીપર,જીવને મળેલ દેહને સમજાઈ જાય
આગમન વિદાયનો સંબંધ છે જીવનો,કરેલ કર્મથી જ જન્મ આપી જાય
પાવનરાહ એ પવિત્રકેડી છે દેહની,જીવને સરળતાનો સંગાથ મળી જાય
ના અપેક્ષા અંતરમાં રહે જીવનમાં,કે ના કોઈ મોહનો સંબંધ પણ થાય
.......પવિત્ર કર્મની કેડી મળે માનવજીવનમાં,સાચી શ્રધ્ધાભક્તિએ મળી જાય.
અનેકદેહ અવનીપર છે જીવના,જે પશુપક્ષીપ્રાણી કે માનવથી જ દેખાય
મળેલ માનવદેહ એજ સમજણની કેડી,જે જીવનમાં થતા કર્મથી સમજાય
પવિત્રરાહનો સંબંધ મળે જીવને,જે દેહથી થતી નિર્મળ ભક્તિએ મેળવાય
આવનજાવનએ થયેલ કર્મનોસંબંધ,કરેલ સત્કર્મ જીવને મુક્તિમાર્ગે લઈજાય
.......પવિત્ર કર્મની કેડી મળે માનવજીવનમાં,સાચી શ્રધ્ધાભક્તિએ મળી જાય.
===========================================================
February 3rd 2018
. .નિર્મળપ્રેમ જ્યોત
તાઃ૩/૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે જીવને દેહ અવનીપર,કર્મસંબંધે કુદરતની કૃપાએજ મેળવાય
જન્મમરણ એ દેહના સંબંધ,જે જગત પર મળેલ દેહથી સમજાય
.....પાવનકર્મની રાહે જીવતા,પ્રભુકૃપાએ નિર્મળપ્રેમની જ્યોત પ્રગટી જાય.
જીવને સ્પર્શે કરેલ કર્મ અવનીએ,જે કુદરતને પ્રેરણા આપી જાય
સંબંધ બંધન એ દેહની કેડી અવનીએ,અનેક કર્મથી ર્સ્પશી જાય
માનવતાની મહેંક પ્રસરે અવનીએ.જ્યાં નિર્મળરાહે જીવન જીવાય
મળે જીવનમાં પ્રેમનિખાલસ,જ્યાં અપેક્ષાના વાદળથી દુર રહેવાય
.....પાવનકર્મની રાહે જીવતા,પ્રભુકૃપાએ નિર્મળપ્રેમની જ્યોત પ્રગટી જાય.
મળે માબાપનોજ પ્રેમ સંતાનને,જ્યાં નિર્મળ ભાવનાથી વંદન થાય
પતિપત્નીના નિર્મળ પ્રેમે કુટુંબમાં,જીવને સંતાનનો દેહ મળી જાય
સમયના સંગને પકડી દેહે જીવતા,સુખ સાગરની વર્ષાય થઈ જાય
જે જીવનમાં નિર્મળ પ્રેમની રાહ આપે,દેહને સત્કર્મનો સંબંધ થાય
.....પાવનકર્મની રાહે જીવતા,પ્રભુકૃપાએ નિર્મળપ્રેમની જ્યોત પ્રગટી જાય.
=======================================================
February 1st 2018
.ચંદ્રગ્રહણ
તાઃ૧/૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ શક્તિશાળી કુદરતની બેકૃપા છે,અવનીપર અનુભવે દેખાય
સુર્યનારાયણનુ આગમન થતા પ્રભાતે,આખી દુનીયાને જગાડી જાય
.... ..જગતપર ના કોઇનીય શક્તિ છે,કે જે આ તાકાતને તોડી જાય.
માનવદેહને પ્રેરણા મળે પ્રભાતે,જે સુર્યોદય થતા શરીરને પ્રેરણા થાય
સુર્ય કિરણના આગમને દેહને સવાર દેખાય,જે જીવને કર્મે જોડી જાય
સંધ્યાકાળે સુર્યદેવ અવનીથી દુર જતા,દુનીયાને રાત્રીનો સહવાસ થાય
એઅજબલીલા અવીનાશીની આવનીએ,મળેલ દેહને સંબંધ આપીજાય
.......જગતપર ના કોઇનીય શક્તિ છે,કે જે આ તાકાતને તોડી જાય.
ઉદય અને અસ્તના સંબંધી છેબે,જે સુર્યદેવ અને ચંદ્રદેવથી ઓળખાય
દુનીયાપર એમની આગમન વિદાય,સવાર સાંજ અને રાત્રી આપી જાય
ચંદ્રદેવનુ આગમન થતા આકાશે,અવનીપર રાત્રીનો સહવાસ શરુ થાય
વિદાયલેતા સવારમાં સુર્યદેવનુ આગમનથતા,દીવસમાં પ્રભાત મળીજાય
.......જગતપર ના કોઇનીય શક્તિ છે,કે જે આ તાકાતને તોડી જાય.
=======================================================