February 24th 2017
હર હર મહાદેવ
તાઃ૨૩/૨/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બમ બમ ભોલે મહાદેવ સંગ,હર હર મહાદેવનુ સ્મરણ થાય
પાર્વતી પતિ ભોલેનાથનુ,ઑંમ નમઃ શિવાયથી પુંજન થાય
……..શિવરાત્રીના પવિત્રદીવસે,શિવલીંગની દુધથી અર્ચના થાય.
પવિત્ર કેડી જીવને મળે જગતે,જ્યાં ભોલેનાથની પુંજા થાય
નિર્મળભાવના સંગે રાખતા,માતાપાર્વતીનીય કૃપા મળી જાય
અજબશક્તિશાળી અવિનાશી,પવિત્ર ગંગા અવનીને દઇ જાય
એજ પિતા શ્રીગણેશજીના,જે જગતમાં શંકર ભગવાન કહેવાય
………શિવરાત્રીના પવિત્રદીવસે,શિવલીંગની દુધથી અર્ચના થાય.
અનેકસ્વરૂપ ભોલેનાથના અવનીએ,જેનુ શ્રધ્ધાએ પુંજન થાય
ભક્તિભાવની નિર્મળરાહે વંદન કરતા,પરમાત્માની કૃપા થાય
ગૌરીનંદન ગજાનંદનીકૃપાએ,માનવજીવનની મહેંક પ્રસરીજાય
એજ અજબ પિતા ભોલેનાથ છે,મહા શીવરાત્રીએ વંદન થાય
…………શિવરાત્રીના પવિત્રદીવસે,શિવલીંગની દુધથી અર્ચના થાય.
===========================================
February 20th 2017
મુક્તિ રાહ
તાઃ૨૦/૨/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવ જીવનની મહેંક પ્રસરતા,હૈયે અનંત આનંદ મળી જાય
સફળતાના સાગરમાં ઘુમતા,મળેલ જીવનીજ્યોત પ્રગટી જાય
…………..એજ કૃપા અવિનાશીની જગતમાં,માનવદેહથી પ્રસરી જાય.
કર્મના બંધન જે સ્પર્શે જીવને,એ મળેલ દેહથી સમજાઈ જાય
માયામોહ એ જકડે છે જીવને,જે અવનીપર સંબંધથી મેળવાય
અજબશક્તિશાળી પરમાત્મા,જીવનમાં નિર્મળ ભક્તિએ સમજાય
ના માગણી માનવીની અવનીએ,જે દેહને આવનજાવને દેખાય
………….એજ કૃપા અવિનાશીની જગતમાં,માનવદેહથી પ્રસરી જાય.
મારુતારુ એ જગતનુ સગપણ,મળેલ દેહનાસંબંધને જકડી જાય
નિર્મળભાવથી ભક્તિ કરતા,જીવપર સંત જલાસાંઈની કૃપાથાય
મળેલ દેહને સાર્થક કરી જગતમાં,સાચી નિર્મળરાહ આપી જાય
નામોહ કે નામાગણી રાખતા,જીવને પવિત્રમુક્તિ રાહ મળીજાય
………….એજ કૃપા અવિનાશીની જગતમાં,માનવદેહથી પ્રસરી જાય.
==========================================
February 12th 2017
ભુતકાળની કેડી
તાઃ૧૨/૨/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભુતકાળને ભુલી ચાલતા,આવતીકાલ નિર્મળ થતી ગઈ
સત્કર્મને સમજી જીવતા,જીવનમાં આફત ભાગતી થઈ
……..માન અને સન્માન નાસ્પર્શે,ત્યાં પરમાત્માની કૃપા મળતી અહીં.
પ્રેમભાવના પારખી ચાલતા,જીવને સમજણ આવી ગઈ
કર્મબંધન એ આજની કેડી,જે ભુતકાળ સંગે રહેતી થઈ
કરેલકર્મ એસમયથી સ્પર્શે,જે નિર્મળભક્તિએ મળે અહીં
જલાસાંઇની પવિત્ર રાહે,મળેલ જન્મ પાવન થશે ભઈ
……..માન અને સન્માન નાસ્પર્શે,ત્યાં પરમાત્માની કૃપા મળતી અહીં.
જન્મમળે છે જીવને અવનીએ,જ્યાં કર્મનીકેડી સંગે થઈ
ના જગતમાં તાકાતછે જીવની,ના છટકાય કોઇથી અહીં
સંબંધના બંધન સ્પર્શે છે જીવને,આવનજાવન કરે અહીં
અજબશક્તિશાળી છે પરમાત્મા,પાવનરાહે સમજાય ભઈ
……..માન અને સન્માન નાસ્પર્શે,ત્યાં પરમાત્માની કૃપા મળતી અહીં.
===================================================