February 12th 2017

ભુતકાળની કેડી

                           ભુતકાળની કેડી
તાઃ૧૨/૨/૨૦૧૭                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભુતકાળને ભુલી ચાલતા,આવતીકાલ નિર્મળ થતી ગઈ
સત્કર્મને સમજી જીવતા,જીવનમાં આફત ભાગતી થઈ
……..માન અને સન્માન નાસ્પર્શે,ત્યાં પરમાત્માની કૃપા મળતી અહીં.
પ્રેમભાવના પારખી ચાલતા,જીવને સમજણ આવી ગઈ
કર્મબંધન એ આજની કેડી,જે ભુતકાળ સંગે રહેતી થઈ
કરેલકર્મ એસમયથી સ્પર્શે,જે નિર્મળભક્તિએ મળે અહીં
જલાસાંઇની પવિત્ર રાહે,મળેલ જન્મ પાવન થશે ભઈ
……..માન અને સન્માન નાસ્પર્શે,ત્યાં પરમાત્માની કૃપા મળતી અહીં.
જન્મમળે છે જીવને અવનીએ,જ્યાં કર્મનીકેડી સંગે થઈ
ના જગતમાં તાકાતછે જીવની,ના છટકાય કોઇથી અહીં
સંબંધના બંધન સ્પર્શે છે જીવને,આવનજાવન કરે અહીં
અજબશક્તિશાળી છે પરમાત્મા,પાવનરાહે સમજાય ભઈ
……..માન અને સન્માન નાસ્પર્શે,ત્યાં પરમાત્માની કૃપા મળતી અહીં.
===================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment