January 31st 2014
. ભક્તિ રસ
તાઃ૩૧/૧/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં ભક્તિ રસ મેળવાય
શાંન્તિનો સહવાસ મળે જ્યાં,નાઆંટીધુટીકોઇ અથડાય
. ……………….માનવ જીવનની મહેંક પ્રસરે.
ભક્તિ કરે જ્યાં શ્રધ્ધાએ માનવી,કુદરતની કૃપા થાય
મળેલ માનવ દેહ જીવને,ઉજ્વળરાહે જ ચાલતો જાય
પ્રેમ નિખાલસ આપી દેતા,સાચાપ્રેમની જ વર્ષા થાય
સંતોનો સહવાસ મળે જીવને,સાચીરાહ પણ મળીજાય
. ………………..માનવ જીવનની મહેંક પ્રસરે.
કુદરતની જ્યાં કૃપા વર્ષે,ત્યાંજ જીવ શાંન્તિએ હરખાય
મળતા પ્રેમ જગતમાં સાચો,ના કળીયુગી અસર થાય
નિર્મળતાના સંગે જીવતા,સંત જલાસાંઇની કૃપા થાય
મળતી મોહમાયાની ચાદર,સાચીભક્તિએ ભાગી જાય
. ……………….માનવ જીવનની મહેંક પ્રસરે.
==================================
January 30th 2014
.
. .ભક્તિ દ્વાર
તાઃ૩૦/૧/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ ભાવથી જલારામને ભજાય,પ્રેમથી જય જલારામ કહેવાય
શ્રધ્ધાભાવથી ભક્તિ કરતાં,જલારામનામથી ભક્તિદ્વાર ખુલી જાય
. …………………..નિર્મળ ભાવથી જલારામને ભજાય.
પ્રભાતે સુર્યદેવને અર્ચના કરી,જલારામની ભક્તિએ આરતી થાય
પ્રેમથી રામનામના સ્મરણ સંગે,સંત જય જલારામની માળા થાય
શ્રધ્ધા અંતરમાં રાખી જીવનમાં,પરમાત્માની પુંજા ઘરમાં જ થાય
આવી આંગણે કૃપા રહે જલાની,જે મળેલ આજન્મ સફળ કરી જાય
. ………………….નિર્મળ ભાવથી જલારામને ભજાય.
મોહમાયા છે આ કળીયુગની કેડી,જે નિર્મળ જીવનનેજ જકડી જાય
નિખાલસ પ્રેમને સંગે રાખીને જીવતા,સંત જલાસાંઇની કૃપા થાય
અવનીપરનુ આગમન જીવનુ,જે કર્મના બંધનની સાંકળ કહેવાય
ભક્તિનો સંગ રાખીને જીવતા,અંતે જન્મમરણના બંધન છુટી જાય
. ………………….નિર્મળ ભાવથી જલારામને ભજાય.
========================================
January 29th 2014
. શબ્દ વર્ષા
તાઃ૨૯/૧/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કયા શબ્દની ક્યારે વર્ષા,એ માનવીના વર્તનથી મેળવાય
અજબકૃપા અવિનાશીની જગે,જે શબ્દની વર્ષાએ સમજાય
. ………………….કયા શબ્દની ક્યારે વર્ષા.
નિર્મળતાનો સંગ રાખીને જીવતા,પાવનરાહ સાચી મળી જાય
કુદરતની જ્યાં કૃપા મળે જીવને,પ્રેમના શબ્દોનીજ વર્ષા થાય
ના ઉભરો કે ના ઓવારો જીવનમાં,સરળતાનો સંગ મળી જાય
સંત જલાસાંઇની કૃપા મળતા,જીવને જય જલાસાંઇ સંભળાય
. …………………. કયા શબ્દની ક્યારે વર્ષા.
આડી અવળી રાહ પકડતા જીવને,શબ્દોથી ઝાપટ પડતી જાય
ડગલેડગલુ ભરતા જીવનમાં,આડકતરી આફતોજ મળતી જાય
માનવતાની ના મહેંક રહે,કે ના જીવનમાં કોઇ ઉત્સાહ મેળવાય
માનવજીવન વ્યર્થ બની જતાં,શબ્દોથી ઠોકર વાગતી જ જાય
. …………………….કયા શબ્દની ક્યારે વર્ષા.
====================================
January 28th 2014
. जीवके अरमान
ताः२८/१/२०१४ प्रदीप ब्रह्मभट्ट
मेरे दीलमे है अरमान,में पाउ जीवनमे सन्मान
करु जीवनमे ऐसा काम,प्रभु क्रुपा करे बलवान
. …………..मेरे दीलमे है अरमान.
निर्मल राह मीले जीवको,हो जीवन दुःखसे पार
रहेम सांइबाबाकी मीले,और क्रुपा करे जलाराम
भक्तिके संग जीवनचले,हो जाये सुखीये संसार
मोहमायाको दुर फेंक के,खुल जाये मुक्तिद्वार
. …………….मेरे दीलमे है अरमान.
मिला देह मानवका जीवको,येहै जीवकी ज्योत
श्रध्धाके संग ज्योतको रखके,जीवको देदो मोक्ष
सच्चे प्रेमसे भक्तिकरके,लेलो प्रभु क्रुपाही एक
मुक्ति मार्गका द्वार खोलने,वंदन करो अनेक
. ……………..मेरे दीलमे है अरमान.
============================
January 27th 2014
. આવજો
તાઃ૨૭/૧/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ પકડી હું બારણે ઉભો.નિખાલસતા સંગે લઈને આજ
નિર્મળ ભાવના મનમાં રાખીને,ઘરમાં પ્રેમે પધારો આપ
. ……………………પ્રેમ પકડી હું બારણે ઉભો.
ના પકડ્યો મેં મોહ જીવનમાં,કે ના માયાની ખોટી કેડી
અભિમાનને આઘો રાખીને,નિર્મળતાએ હું સૌને જોતો
આવી જાવ પ્રેમના સાગરમાં,નિખાલસતા લઈ જાજો
શાંન્તિના અતુટ સહેવાસે,મળેલ જીવન નિર્મળ કરજો
. …………………..પ્રેમ પકડી હું બારણે ઉભો.
કર્મ અડે જ્યાં જીવને જગે,ત્યાં અવનીએ આગમન થાય
પાવનકર્મની રાહ મળતાં,જીવ પર પ્રભુ કૃપા થઈ જાય
લાગણી મોહને દુર રાખતાં,દેહના જીવનેય શાંન્તિ થાય
રામનામનાસ્મરણ માત્રથી,પરમાત્મા આંગણેઆવીજાય
. …………………….પ્રેમ પકડી હું બારણે ઉભો.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%
January 27th 2014
. .સ્નેહ સાંકળ
તાઃ૨૭/૧/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સ્નેહની સાંકળ શીતળતા વરસાવે,દુઃખને ભગાડી જાય
ઉજ્વળતાની રાહ લેવા,શ્રધ્ધાએ ભક્તિ સાંકળ પકડાય
. …………………..સ્નેહની સાંકળ શીતળતા વરસાવે.
અવનીપરનુ આગમન જીવનુ,એતો દેહ થકી જ દેખાય
મળેલ દેહને પાવન કરવા,માબાપની કૃપાએ મેળવાય
શ્રધ્ધારાખી સમજીચાલતાં,અંધશ્રધ્ધા નાકદી અથડાય
પાવનકર્મની કેડીમળે જીવને,આશીર્વાદે ગંગા વહીજાય
. …………………..સ્નેહની સાંકળ શીતળતા વરસાવે.
સ્નેહની સાંકળ કર્મનાબંધન,જીવ અવનીએ જકડાઇ જાય
જન્મમરણના બંધનમળતા,જીવનુ વિદાય આગમનથાય
ભક્તિપ્રેમની નિર્મળ રાહે,જીવ પર જલાસાંઇની કૃપાથાય
મોહમાયાની સાંકળ છુટતાં જ, આ જીવ પવિત્ર થઈ જાય
. ………………….સ્નેહની સાંકળ શીતળતા વરસાવે.
+++++++++++++++++++++++++++++++++++
January 27th 2014
. શ્રવણ
તાઃ૨૭/૧/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંતાનને શીતળ કેડી દેતાં,માબાપને અનંત આનંદ થાય
ઉજ્વળજીવનનીરાહ લેતાં,સતયુગના શ્રવણથી ઓળખાય
. …………………..સંતાનને શીતળ કેડી દેતાં.
પ્રભાત પહોરે વંદન કરી,સુર્યદેવને અર્ચના પ્રેમથી થાય
માતાપિતાના પ્રેમની ચાદર,શીતળ જીવન આપી જાય
મનને શાંન્તિ તનને શાંન્તિ,સાચી ભક્તિભાવે મળી જાય
કૃપા મળે જલાસાંઇની જીવને,જીવ મુક્તિ માર્ગે જ દોરાય
. ……………………સંતાનને શીતળ કેડી દેતાં.
ઉજ્વળ સેવા માબાપની કરે,એ જ દીકરો શ્રવણ કહેવાય
સુખ સાગરને પકડીચાલતા,માબાપને અનંત આનંદથાય
મળે આશીર્વાદનીકેડી જીવને,ત્યાં આધીવ્યાધી ભાગીજાય
રામનામના સ્મરણ માત્રથી,જીવથી પાવન કર્મ થઈ જાય
. ……………………સંતાનને શીતળ કેડી દેતાં.
=====================================
January 26th 2014
.
. ૨૬/૧/૧૯૨૯
તાઃ૨૬/૧/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અભુત પર્વને આંબી લે જગતમાં,તેને જ ભારતીય કહેવાય
અંગ્રેજોને હરાવી દેતા,૨૬ જાન્યુઆરી૧૯૨૯સે ભાગી જાય
..એને દેશપ્રેમી કહેવાય,એવા ગાંધીજી ને વલ્લભભાઇ ઓળખાય.
ના પકડી લાકડી કે તલવાર,તોય અજબ શક્તિએ દઈ જાય
સાચીશ્રધ્ધાએ દેશને પ્રેમકરતા,શુરવીરોનો સાથ મળી જાય
રાવી નદીના પવિત્ર કિનારે,જવાહરલાલને પ્રમુખ બનાવાય
દોર પકડી સ્વતંત્ર ભારતની,એ સૌને સાચા દેશપ્રેમી કહેવાય
. ……………………અભુત પર્વને આંબી લે જગતમાં.
ગુજરાતીની ગાથા ગરવી છે જગતમાં,જે લાયકાતે દેખાય
અમેરીકા આવીને ઉજ્વળ રાહે,ચંન્દ્ર પર પણ એ લઈ જાય
ગુજરાતીઓને જ જગત ઓળખે,નાબીજા કોઇની છે તાકાત
શુભ દિનને યાદ કરીને જીવનમાં,માનવતા મહેંકાવી જાય
. …………………….અભુત પર્વને આંબી લે જગતમાં.
.++++++++++++++++++++++++++++++++++++++
January 25th 2014
. સ્વતંત્ર ભારત
તાઃ૨૬/૧/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રભુમી ભારતની,જ્યાં પરમાત્માનુ અવતરણ થાય
મોહમાયાને છોડી દેવા,રામ કૃષ્ણના રૂપ ધરતીએ લેવાય
. …………………….પવિત્રભુમી ભારતની.
સતકર્મને સાચવી ચાલતા,જીવની તકલીફો ભાગતી જાય
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં શુરવીરોના અવતરણ થાય
અંગ્રેજોની હાંકી દીધા મહાવીરોએ,ના હથીયાર કોઇ લેવાય
શબ્દની શીતળ કેડી સંગે હીંમત રાખી,દેશને સ્વતંત્ર કરાય
. ……………………પવિત્રભુમી ભારતની.
જય હિન્દના એકજ નારે,લાખોના હાથો હિંમતથી પકડાય
શહીદ થયા શુરવીરો દેશ કાજે,જેને આજે પણ વંદન થાય
ઉજ્વલ કુખ માતાની કરતા,આજે પણ તેમને યાદ કરાય
સ્વતંત્ર ભારત પવિત્ર ભુમી,જીવનો જન્મ સફળ કરી જાય
. ……………………પવિત્રભુમી ભારતની.
=================================
January 25th 2014
. કળીયુગનો પ્રેમ
તાઃ૨૫/૧/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શીતળ પ્રેમની ગંગા મળતા,માનવ જીવન આ મહેંકાય
કળીયુગી પ્રેમની કાતર ફરતાં,આ જીવન વેડફાઇ જાય
. ………………….શીતળ પ્રેમની ગંગા મળતા.
મળે માબાપનો પ્રેમ અંતરથી,જીવન સરળ થઇ જાય
શ્રધ્ધા રાખી સેવાકરતા,માબાપની લાગણી ના દુભાય
કળીયુગના પ્રેમને લઇ સંતાન ફરતા,દુઃખજ મળી જાય
આશીર્વાદની કેડી છુટતા,જીવનમાં આફતો આવી જાય
. …………………શીતળ પ્રેમની ગંગા મળતા.
જીવને મળતી ઝંઝટો પણ ભાગે,જે કળીયુગમાં મેળવાય
આવી આંગણે શાંન્તિમળે,જે કળીયુગમાં નામળતી હોય
સમજી સાચી રાહ પકડતા,જીવ પર પ્રભુ કૃપા થઈ જાય
જીવને મળેલ કર્મબંધન,જલાસાંઇનીભક્તિએ છુટી જાય
. …………………શીતળ પ્રેમની ગંગા મળતા.
===================================