January 21st 2014

અભિનંદનની વર્ષા

Amee Patel

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                         અભિનંદનની  વર્ષા

તાઃ ૫/૧/૨૦૧૪                                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

વર્ષી વર્ષા પ્રેમની અમીબેન પર,ગુજરાતી સમાજે બતાવી અહીં
હ્યુસ્ટન વસતા ગુજરાતીઓએ,પ્રેમથી પ્રમુખ બનાવી દીધા ભઈ
.                    ………………………વર્ષી વર્ષા પ્રેમની અમીબેન પર.
પ્રેમ નિખાલસ સંગે રાખીને,સ્નેહસાચો સૌને સદાય દેછે એ અહીં
નિરાધારનો આધાર એ બનીને,વડીલોને વંદન પણ કરે છે જઈ
ઉજ્વળરાહ પતિ રાજુભાઇથી,પત્નીની કેડી લઈને આવ્યા અહીં
સંતાનને સાચી રાહ દીધી,ને સમાજને પ્રેમનીગંગા આપી અહીં
.                    ……………………….વર્ષી વર્ષા પ્રેમની અમીબેન પર.
અમીબેનની અમીવર્ષા લેતા,પ્રેમનીવર્ષાએ પ્રમુખ બનાવ્યાઅહીં
ઉજ્વળતાના પ્રસંગો સાચવી,ગુજરાતીઓને આનંદ કરાવશે ભઈ
મોહમાયા નાકદીય સ્પર્શે તેમને,જ્યાં સંત જલાસાંઈની દ્રષ્ટી થઈ
પ્રદીપને હૈયે આનંદ અનેરો,સંગે રમા,રવિ,દીપલ હરખાય છે અહીં
.                       ………………………વર્ષી વર્ષા પ્રેમની અમીબેન પર.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++
———જય જય ગરવી ગુજરાત….બોલો જય જય ગરવી ગુજરાત…………………….
++++++++++++++++++++++++++++++++++++++++++++++++
.      અમારા  આણંદના અંબાલાલ સાહેબના દીકરા શ્રી રાજુભાઇના પત્ની શ્રીમતી અમીબેન
હ્યુસ્ટનના ગુજરાતી સમાજના વર્ષ ૨૦૧૪ના પ્રમુખ થયા છે જે અમારા સૌ માટે એ ગૌરવ છે.
તેમનો નિખાલસ પ્રેમ અને સાચી લાયકાતે સમાજે તેમને દોર સોંપી છે.તેમના મોટાભાઇ
શ્રી વસંતભાઇ અને ભાભી વીણાબેને પણ સમાજની ઘણી સેવા કરી છે અને અત્યારે પણ કરે છે.
તે સૌને પ્રદીપ બ્રહ્મભટ્ટ પરિવાર તરફથી જયજલારામ અને જય સાંઇબાબા સહિત અભિનંદન.
લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ.

—————————————————————————————-

 

 

January 21st 2014

લાગણીની પળ

.                  લાગણીની પળ                  

તાઃ૨૧/૧/૨૦૧૪                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

લાગણી મળે જો મનથી જીવને,આજીવન ઉજ્વળ થાય
પ્રેમની સાંકળ સાચી મળતા,માનવ જીવન મહેંકી જાય
.              …………………લાગણી મળે જો મનથી જઈને.
સરળતાનો સહવાસ મળતા,જીવથી પાવન કર્મો થાય
અતુટબંધન જીવનાછુટતાં,આજીવન પણ નિર્મળ થાય
અંતરથી મળેલ સાચી લાગણી,રાહ સાચી એ લઈ જાય
અસીમકૃપા જલાસાંઇની મળતા,ના અશાંન્તિય દેખાય
.             ………………….લાગણી મળે જો મનથી જઈને.
મનથી થયેલ લાગણી સાચી,નિર્મળતાને આપી જાય
કળીયુગના છાયેલા વાદળને,પ્રેમથી દુર ભગાડીજાય
સાચી લાગણી ને સાચો સ્નેહ,જીવન આમહેંકાવી જાય
કુદરતનીલીલા અવનીએ,સમય સમયે બદલાઈ જાય
.         ……………………લાગણી મળે જો મનથી જઈને.

===================================