February 26th 2009

શરણે વિરપુરવાસીને

                      શરણે વિરપુરવાસીને

તાઃ૧૯/૧૧/૧૯૮૫                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવ્યો તમારે શરણે, ઓ જલાબાપા
             વિરપુર ધામના છો તમો વાસી
                                ……..ઓ જલારામ બાપા.
નીત સ્મરણ થાય મારા મનમાં
            જાય પડતાં તન પરના દુઃખો
શરણાનો છે સંગ એવો
             ભુલુ બધા હું તનને પડતા દુઃખો
                               ……..ઓ જલારામ બાપા.
શીતળ છાયા અમ પર તમારી
             લાગે જ્યાં ત્યાં જ્યારે ત્યારે
મુજ પર છે આપની છાયા
             જન્મ સુધરશે જ અમારો.
                               ……..ઓ જલારામ બાપા.
લગની તમારી મને છે લાગી
             બીજી બધી લાગે મને વૈરાગી
શરણુ તમારુ લીધુ છે મનથી
            બાળ ગણીને બચાવો આભવથી
                              ……..ઓ જલારામ બાપા.

——————————————–

February 22nd 2009

મહા શિવરાત્રી

                  

                         મહા શિવરાત્રી

તાઃ૨૨/૨/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

બમબમ ભોલેમહાદેવ બોલો બમબમ ભોલે મહાદેવ
હર હર ભોલે મહાદેવ  બોલો હર હર  ભોલે મહાદેવ
ૐ નમઃ શિવાય બોલોં નમઃ શિવાય ભોલે નમઃશિવાય
                                  ……..બમબમ ભોલે મહાદેવ.
મહા શિવરાત્રીના પવિત્ર દીને, ડમરુ ડમડમ થાય
શંખનાદની સરીતામાં,જ્યાં મૃદંગ તાલ લઇનેઆવે
ભોળાનાથના તાંડવમાં મસ્ત માનવમન થઇ જાય
આવે આજે મધુર મહેંક લઇ માપાર્વતીજી પણસાથે
                                     ……..બમબમ ભોલે મહાદેવ.
ભુત પલીતની ટોળી આવે, સાથે સર્પ તણો ભંડાર
મુક્ત મને નાચે સૌ આજે, ગાય શુભરાત્રીના ગાન
બમબમ ભોલે કરતા ભક્તો, ભાંગ પીને મસ્ત થાય
ચંન્દ્ર શીરે લઇને શીવજી આજે,ગંગાધારી થઇ નાચે
                                      ……..બમબમ ભોલે મહાદેવ

————————————————–
         આવતી કાલે તાઃ૨૩/૨/૨૦૦૯ ને સોમવારના મહાશિવરાત્રીના પવિત્ર દીવસે
શ્રી શંકર ભગવાનના ચરણમાં ભક્તિ ભાવથી આ પર્વ પ્રસંગે કાવ્ય અર્પણ.

લી.પ્રદીપ તથા રમા બ્રહ્મભટ્ટ તાઃ૨૨/૨/૨૦૦૯

February 20th 2009

ગાંધીજી

                                 

                                                               (સૌજન્યઃ નિર્મીશ ઠાકર)

                                         ગાંધીજી

તાઃ૨૧/૧૦/૧૯૯૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

આઝાદીના એક વીરને,છાજે તેવા ગાંધીજી
માતાપિતા બની રહ્યા એ,ભારત દેશના આજેજી

સાચી માનવતાના પુંજારી,સ્નેહ કરીને જીવ્યાજી
અસ્પૃશ્યતાને કાજે તેઓ, સાદુ જીવન જીવ્યાજી

આવી આઝાદી અમ દ્વારે,પામ્યા સ્વતંત્રતાનેજી
અહીંસાનો પાઠ ભણાવ્યો,સાચુ જીવન જીવ્યાજી

મૃત્યુ ભેટ્યા દેશકાજે,સ્મરણ રામનામ મનમાંહેજી
દીપબની દીપીગયા એ,દેશદાઝ એ પ્રદીપનીજી

આવી આવી સાચી કેડી, પ્રેમે જીવન જીવવાજી
મળીમાનવતા માનવીને,પ્રેમજગતમાંપામ્યાજી

_____________________________________________

February 20th 2009

सांइबाबासे स्नेह

                         

                              सांइबाबासे स्नेह                  

ताः१९/२/२००९      गुरुवार      प्रदीप ब्रह्मभट्ट

जयजय जय सांइराम,बोलो जयजय जय सांइराम
भक्ति भावसे करु आरती, करदो जीवनका कल्याण
                      ……..बोलो जयजय जय सांइराम.
स्नेह प्रेमसे रटण करु मैं, पावन करदो द्वार
                      बाबा पावन करदो द्वार
अनंत आनंद पाकर मैंने,पाया शेरडी धाम
                     बाबा पाया शेरडी धाम
मुक्तिदेकर प्यारदेना,करना जीवनका कल्याण
                      बाबा जीवनका कल्याण
                      ……..बोलो जयजय जय सांइराम
शामसवेरे रटणकरु मैं,दीलमे मेरेसदा रखुमै
                      बाबा दिलमे मेरेसदा रखुमै
स्मरण करु मै स्नेहभावसे, मुक्तिमे देना साथ
                           बाबा मुक्तिमे देना  साथ
शेरडी वाले सांइबाबा, सदा मेरी भक्तिमेआना
                        बाबा सदामेरी भक्तिमैआना
                       ……..बोलो जयजय जय सांइराम
रटण करुमै मालालेकर,साथरहेना सदाहमारे
                       बाबा साथरहेना सदाहमारे
मोह मायाका बंधन छुटे, आकर देना प्यार
                          बाबा आकर देना प्यार
पानाहमको प्यारतुम्हारा, सुखदुःखमें रहो साथ
                         बाबा सुखदुःखमै रहो साथ 
                          …….बोलो जयजय जय सांइराम.

 =========बाबा जय जय जय सांइ राम=============

February 19th 2009

આરતી જલાબાપાની

                  

                     આરતી જલાબાપાની

તાઃ૧૯/૨/૨૦૦૯     ગુરુવાર         પ્રદીપ બ્રહ્મભટ્ટ

આરતી કરીએ જલારામનીને ભક્તિપ્રેમથી કરીએ
રામનામની માયા રાખી પ્રભુ સ્મરણ નીત કરીએ
                             ….ભઇ આરતી કરીએ જલારામની.
પ્રેમથીમાગણી ભક્તિનીકરીએ,જીવને શાંન્તિથાય
રહેજો સંગે સદા અમારે,ઉજ્વળ જીવન થઇ જાય
વિરબાઇમાતા સંગે રાખી,મમતા દેજો હૈયે લગાર
આરતી સંગે હેત નીત રાખી ધુપદીપ કરુ હું આજ
                             ….ભઇ આરતી કરીએ જલારામની.
જીવને શાંન્તિ પ્રેમે દેજો ને ઉજ્વળ કરજો અવતાર
માગણી પ્રેમથી ભક્તિની કરુ,જે વંદનથી મળીજાય
ચરણકમળમાં રાખી શીશ,કરીએ પ્રાર્થના નીશદીન
ભક્તિ દેજો એવી અમને,જ્યાં શ્રીરામની મળેપ્રીત
                              ….ભઇ આરતી કરીએ જલારામની.

=====જય જય જલારામ બોલો જય જય જલારામ=======

February 19th 2009

જીવની જ્યોત

                                જીવની જ્યોત

તાઃ૧૮/૨/૨૦૦૯                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભાવથી ભક્તિ કરતાં જગમાં જીવને જ્યોત મળે
પાવક જીવન બનીજાય ને ઉજ્વળ મન હરખાય
                                     ……..ભાવથી ભક્તિ કરતાં.
પ્રભુ કૃપા જ્યાં મળીજાય,ત્યાં સ્નેહ સદા લહેરાય
હૈયેહેત ને ઉભરેપ્રેમ,વળી ઉજ્વળ જીવનથઇજાય
અવની પરના આગમને, પરમપિતા મળી જાય
ના માયા ના મોહ રહે ,જ્યાં મનને શાંન્તિ થાય
                                     ……..ભાવથી ભક્તિ કરતાં.
જગજીવનમાં પ્રેમ મળે, જ્યાં સંતો સાચા પુંજાય
જલારામની જ્યોત મળે,ને વળીસાંઇબાબાનો સ્નેહ
સાચી ભક્તિ સંસાર થકી,જે સાર્થક જન્મે લઇ જાય
જીવ જગતથી મુક્તિ પામે,થશે અવનીથી ઉધ્ધાર
                                      ……..ભાવથી ભક્તિ કરતાં.
માનવજીવન મહેંકશે,ને વળી મનને મળશે શાંન્તિ
ભક્તિપ્રેમ ને માનવપ્રેમ,મળી જશે જીવનને રહેમ
ના વ્યાધી કે કોઇ ઉપાધી, ભક્તિએ જશે સૌ ભાગી
માગણી માનવમન થકી,નથી પરમાત્માથીઅજાણી
                                      ……..ભાવથી ભક્તિ કરતાં.

 +++++++++++++++++++++++++++++++++++++++++

February 18th 2009

ભક્તિનો તાલ

                          ભક્તિનો તાલ

તાઃ૧૭/૨/૨૦૦૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ્

તાલીઓના તાલમાં,ને મંજીરાના રણકારમાં
ગુંજે જગમાં નામ જે, તે ભક્ત જલાસાંઇ છે
                              ………તાલીઓના તાલમાં ને.
પ્રેમ મહેંકને માનવમન, ઉજ્વળ જીવન છે હરદમ
મળેપ્રભુની ન્યારીપ્રીત,જ્યાં શ્રીરામની ભક્તિનીત
લીધી એક લકીર પ્રેમની, સાર્થક જન્મ એ છે રીત
મુખ માયાને રટણ હૈયે,ને જ્યોત પ્રભુથી સદા જલે
                               ………તાલીઓના તાલમાં ને.
જીવ જગતમાં સાચીરીત,પ્રભુ સ્મરણથી કરવીપ્રીત
લીધી માળા બદલે કાયા, મોહ માયાની જશે છાયા
સંત સમાગમ મળે સાચો,ના આવે જગે કોઇ વાંધો
પ્રેમ થયો જ્યાં જલારામને,સાંઇબાબાનો મળે સ્નેહ
                                ………તાલીઓના તાલમાં ને.

ઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽ

February 17th 2009

ભુલાઇ ગઇ

                   ભુલાઇ ગઈ              

તાઃ૧૬/૨/૨૦૦૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ

કામ કામની રામાયણમાં ભક્તિ ભુલાઇ ગઇ
જગજીવનની ઝંઝટમાં માનવતા હણાઇ ગઇ
                            ……કામ કામની રામાયણમાં.
દુનીયાદારી વળગી મને હવે નામળે કોઇ આરો
શાંન્તિ શોધવા નીકળુ ત્યાં ચઢી જાય ભઇ પારો
આગળ પાછળનો નાકોઇ મને મળે અણસારહવે
ભુલી ગયો ઉપકાર જેમળ્યો જીવન ઉજ્વળકાજ
                           ……..કામ કામની રામાયણમાં.
માનવતાની એક મહેંકથી પ્રેમમાબાપનો મળ્યો
આંગળી ચીંધી મહેંકવાજીવન ભક્તિનો અણસાર
લાગણી મળીગઇ મને ત્યાં સંસારે લપટાઇ ગયો
જન્મ માનવનો મળ્યો પણ ભુલી ગયો શ્રી રામ
                            ……. કામ કામની રામાયણમાં.

+++++++++++++++++++++++++++++++++++

February 16th 2009

ભાઇ બહેન

                ભાઇ હેન
તાઃ૧૨/૨/૨૦૦૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ જગતમાં ભાઇ બહેનનો અજર અમર કહેવાય
જગજીવનમાં એ મળેસાચો ને જીવન સદાલહેરાય
                                        ……..પ્રેમ જગતમાં ભાઇ
સજળ નેત્ર સદા થઇ જાય જ્યાં બહેન પધારે દ્વારે
અંતરથી આનંદ ઉભરે ના શબ્દ ના મળે કોઇ લહેર
હૈયાથી ઉભરે હેતસદા ને મનમાં થાય અતીઆનંદ
મળે માબાપના પ્રેમથકી,જે જગમાં દે મતી પ્રેમની
                                        ……..પ્રેમ જગતમાં ભાઇ
બંધન પ્રેમના સાર્થક થાય,ને ટાઢક હૈયે મળી જાય
પુષ્પ પથારી પ્રેમની બહેન ભાઇના હેતમાં લઇજાય
ના મોહ કેમાયા દેખાય ને જીવન ઉજ્વળ થઇ જાય
પ્રેમજગતમાં નીરખીલેવો જે મળે જગે ક્યાંક લગાર
                                        ……..પ્રેમ જગતમાં ભાઇ

=========================================

February 13th 2009

જીવ અને જગત

                   જીવ અને જગત

 તાઃ૧૨/૨/૨૦૦૯                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભવસાગરથી છે જીવને બંધન,
                 અવનીએ મળે એક જ અવસર
માનવદેહની માયા મળતા,
                  ભટકવુ અહીં તારે ફરતા ફરતા
                                  ……ભવસાગરથી છે જીવને
સૃષ્ટિની જ્યાં મળે માયા ત્યાં ના જગે કાંઇ સુઝે
મોહમાયા ને મમતા લઇને,ત્યાં ફરીએ ચૉરે ચૉરે
આવે આંગણે ભક્તિ દોડી,ના કાંઇ સુઝે અણસાર
માયાના બંધન લાગે મીઠા,ના છુટે ભઇ એકેવાર
                               ………ભવસાગરથી છે જીવને.
માયા જકડે જીવને જ્યાં ના સમજી કાંઇ શકાય
દુઃખપરદુઃખ એક દીસે અહીં મનને ના સમજાય
મિથ્યા જીવન ટળીજશે જ્યાં ગાંઠ સાચી બંધાય
મક્કમ મન ત્યાં મેળવે ભક્તિ કૃપા પ્રભુની થાય
                                ………ભવસાગરથી છે જીવને.

+++++++++++++++++++++++++++++++++++++++

Next Page »