September 29th 2013

ભિખારી

.                        .ભિખારી

તાઃ૨૯/૯/૨૦૧૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહ મળે જ્યાં અવનીએ જીવને,સઘળી બાજુથી લપટાય
ઉજ્વળતાની નાકોઇ કેડી મળતા,ભિખારી થઈને ભટકાય
.             ………………….દેહ મળે જ્યાં અવનીએ જીવને.
માગણી એ અપેક્ષા જીવની,ના કોઇ જીવથીય છટકાય
કોની કેટલી ને ક્યારે એ થાય,એતો સમયે જ સમજાય
પરમાત્માથી કૃપાની દેણ,એ સાચી ભક્તિએ મળી જાય
નામાગણી કરવી પડે જીવને,કે નાકોઇ અપેક્ષાય રખાય
.            ……………………દેહ મળે જ્યાં અવનીએ જીવને.
ભીખ માગીને જીવન જીવવુ,ના એને માનવતા કહેવાય
અખુટ સંપત્તીનો સહવાસ હોય,તોય જીવ ભિખારી થાય
મહેનતને જ્યાં નેવે મુકે,ત્યાં કળીયુગી આફતો અથડાય
દેહને કોઇ આધારના રહે,ત્યારેજ એ ભિખ માગતો થાય
.           …………………….દેહ મળે જ્યાં અવનીએ જીવને.

===================================

 

September 27th 2013

સંજોગનો સહવાસ

.               .સંજોગનો સહવાસ    

તાઃ૨૭/૯/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ લાગતા જીવનમાં,કળીયુગી કાતર આવી જાય
વણ માગેલ સંજોગમાં માનવી,અહીતહીં ભટકી જાય
.                     ………………….. સરળ લાગતા જીવનમાં.
પ્રેમ નિખાલસ પામી જીવતા,જીવન સાર્થક થઈ જાય
નિર્મળતાનો સંગ રાખતા,કુદરતની કૃપા મળતી જાય
ભાવના એકેડી અંતરની,જીવનમાં શ્રધ્ધાએમળીજાય
માનવતાની મહેંક પ્રસરતાં,સૌનોય સાથ મળતો જાય
.                    …………………….સરળ લાગતા જીવનમાં.
અવનીપરનુ આગમન,જીવની સાચી જ્યોત કહેવાય
મળે કર્મની કેડી નિર્મળ,એજ જીવના બંધન સમજાય
ભક્તિની સાચી કેડી પકડતા,ઘરમાં આનંદ મળી જાય
મોહમાયાના વાદળ છુટતા,જીવ મુકિત માર્ગેજ દોરાય
.                   …………………….સરળ લાગતા જીવનમાં.

===================================

September 26th 2013

કુદરતનો કોપ

India Floods

 

 

 

 

 

 

 

 

.                    .કુદરતનો કોપ                                     

તાઃ૨૬/૯/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ધર્મના નામે ધતીંગ ચાલતાં,હવે કળીયુગ પણ રૂઠી ગઇ
વણમાગેલી આફતે માનવી,અહીતહી ભટકતો થયો ભઈ
.                 …………………..ધર્મના નામે ધતીંગ ચાલતાં.
માનવતાને માળીયે મુકતા જ,જીવને કુદરત જકડતી ગઈ
નામાગેલી આફત મળતા,અંતે એ ઘરમાં ભરાઇ રહેતો જઈ
દેખાવની દુનીયાના સંબંધે,અચાનક આફતો ભટકાય અહીં
નિર્મળતાનો ના સંગ રહેતા,કુદરતનો કોપ વરતાય છે ભઈ
.                ……………………ધર્મના નામે ધતીંગ ચાલતાં.
વણ કલ્પેલ વરસાદ વરસે,ને વાવાઝોડુ ક્યારેકઆવી જાય
ભગવુ,સફેદ કે પીળુ પહેરેલ હોય,તોય મુંઝવણમાં એ ફસાય
નામળે જીવને શાંન્તિ દેખાવમાં,કે ના કોઇ આફતથી બચાય
કળીયુગની આકેડી છે એવી,જેમાં નિખાલસ પણ ફસાઇજાય
.                   …………………ધર્મના નામે ધતીંગ ચાલતાં.

=======================================

September 25th 2013

આપતી ગઈ

.                   .આપતી ગઈ

તાઃ૨૫/૯/૨૦૧૩                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનને મળેલ શાંન્તિ જીવનમાં આનંદ આપતી ગઈ
સમજણ સાચી પામી લેતા નિર્મળતા આપતી ગઈ

તનથી કરેલ  મહેનત  ઘરમાં લક્ષ્મી આપતી  ગઈ
નિર્મળતાનો  સંગ રાખતા મને શાંન્તિ આપતી ગઈ

સ્નેહની સાચીસાંકળ પકડતા જગે પ્રેમ આપતી ગઈ
પ્રીતનીકેડી મનથી પકડતા સાચોસ્નેહ આપતી ગઈ

સરળ ભાવનાએ પેન પકડતા લખાણ આપતી ગઈ
મળી હ્યુસ્ટનમાં લેખકોની પ્રીત પ્રેરણા આપતી ગઈ

ઉજ્વળતાની રાહ મળતા જીવને  સ્નેહ આપતી ગઈ
પ્રેરણા આવી દ્વાર ખોલતા કલમને રાહ આપતી ગઈ

આજકાલની ચિંતા છોડતા જીવને કેડી આપતી ગઈ
જલાસાંઇની સાચીભક્તિ નિખાલસતા આપતી ગઈ

મોહમાયાની કેડીને છોડતા સુખશાંન્તિ આપતી ગઈ
સાચી રાહ જીવને મળતા પ્રભુની કૃપા આપતી ગઈ
===============================

 

September 24th 2013

મંગલકારી

.                    મંગલકારી

તાઃ૨૪/૯/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મંગલકારી છે વિઘ્નહારી,ગૌરીનંદન  ગજાનંદ કહેવાય
ભક્તિસાચી પ્રેમથીકરતા,પાવનકર્મ જીવથી મેળવાય
.                       ………………….મંગલકારી છે વિઘ્નહારી.
ઉજ્વળ રાહ મળે છે  જીવનમાં,જે પ્રભાતનેય પારખી જાય
પ્રેમની સાંકળ પ્રભુથી મળતા,નાકર્મનાકોઇ બંધન બંધાય
ગજાનંદને પ્રેમથી વંદન કરતા,ભાગ્યની રેખા સુધરી જાય
મંગળવારની શીતળ સવારે,જ્યાં ૐ શ્રી ગણેશાય બોલાય
.                    …………………….મંગલકારી છે વિઘ્નહારી.
માતા પાર્વતીનો પ્રેમમળે,જ્યાં સાચી શ્રધ્ધાએ પુંજનથાય
પુત્ર ગણપતિની અસીમકૃપા મળે,જોતા ભોલેનાથ હરખાય
ભક્તિ જગતની એકજ વાણી,પ્રેમની જ્યોત પ્રગટાવીથાય
મળે જીવને અનંત શાંન્તિ,જે જીવને મુક્તિ માર્ગે લઈ જાય
.                   ……………………..મંગલકારી છે વિઘ્નહારી.

++++++++++++++++++++++++++++++++++++

September 23rd 2013

સત્યના બારણે

.                       . સત્યના બારણે          

તાઃ૨૩/૯/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની આ અતુટલીલા,સાચી માનવતાએ જ મેળવાય
સત્યના બારણે આવી રહેવા,જીવનમાં નિર્મળતાસચવાય
.                      ……………………કુદરતની આ અતુટલીલા.
ક્રોધ મોહ છે ક્ળીયુગના બંધન,શીતળતાને ભગાડી જાય
માનવી થઈને જીવન જીવવા,સાચી ભક્તિ પ્રેમથી થાય
લીધેલ કેડી જીવનમાં દેહે,લાગણી મોહને એદર્શાવી જાય
સુખશાંન્તિ છેકૃપાનાવાદળ,જલાસાંઇનીભક્તિથીલેવાય
.                      ……………………કુદરતની આ અતુટલીલા.
લાગણી એતો અંતરથી નીકળે,જ્યાં સાચો પ્રેમ વર્ષી જાય
સગાસંબંધી એ જગનાબંધન,કર્મબંધને જીવનેજકડીજાય
અવનીપરના આગમનને પકડી,જીવ અવનીએ ભટકાય
સત્યનાબારણા જીવનાખુલે,જ્યાં અસત્યના બંધ થઇજાય
.                      ……………………કુદરતની આ અતુટલીલા.

======================================

 

September 22nd 2013

સાંકળ

.                      સાંકળ

 તાઃ૨૨//૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાંકળનો સંબંધ છે દેહને,અવનીએ ક્યારે ક્યાં એ બાંધી જાય
સ્નેહની સાંકળ શાંન્તિને વરસાવે,લોખંડની દેહને જકડી જાય
.                         …………………..સાંકળનો સંબંધ છે દેહને.
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં જીવનમાં સરળતા મળી જાય
પ્રેમ ભાવના જીવનમાં મળતા,મળેલ જન્મ સાર્થક થઈ જાય
પ્રભુકૃપા એ સાંકળ છે  સ્નેહની,પવિત્રરાહ જીવને આપી જાય
મળેલ સરળતા જીવનમાં,અવનીના આગમનનેપ્રસારીજાય
.                        ……………………સાંકળનો સંબંધ છે દેહને.
કળીયુગની સાંકળ છે લોખંડી,માનવના દેહને એ જકડી જાય
ત્રાસની કેડી મળે જીવનમાં,જ્યાં કોઇનો સાથ નામળતો જાય
સહન કરીને જીવન જીવતા,મળેલ જન્મ બંધન આપતો જાય
જલાસાંઇની અસીમકૃપા ત્યાં,જ્યાં નિર્મળપ્રેમથી ભક્તિ થાય
.                       …………………….સાંકળનો સંબંધ છે દેહને.

++++++++++++++++++++++++++++++++++++++++

September 20th 2013

સદમાર્ગ

.                      .સદમાર્ગ

 તાઃ૨૦//૨૦૧૩                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

અનેક માર્ગ મળે છે જીવને,જ્યાં અવનીએ અવતરણ થઇ જાય
માનવદેહ પર કૃપા પ્રભુની,સાચી ભક્તિએ સદમાર્ગે દોરી જાય
.                      …………………..અનેક માર્ગ મળે છે જીવને.
કર્મનીકેડી એ બંધન જીવના,અનેક દેહ થકી જીવને મળી જાય
અનેકદેહ લીલા પરમાત્માની,ના જગતમાં કોઇને એ સમજાય
સૃષ્ટિ કર્તાની આ અજબ શક્તિ છે,કોઇ દેહથી ના કદી  છટકાય
ભગવુ સફેદ કે લીલુ પહેરતાં,ના કોઇ જીવના બંધન છુટી જાય
.                     ……………………અનેક માર્ગ મળે છે જીવને.
મળે માતાનો પ્રેમ સંતાનને,ને પિતા એને સદમાર્ગે દોરી જાય
સમજનીકેડી નિર્મળ જીવની,જે સદમાર્ગથી અવનીએ પકડાય
સંસ્કાર એ માબાપની કૃપા,સંતાનને રાહ સાચી સરળ દઈજાય
લઘરવઘરની લાલચ છોડતાં,જીવના કર્મની કેડી પાવનથાય
.                   …………………….અનેક માર્ગ મળે છે જીવને.

=======================================

September 19th 2013

અનુભવની કેડી

.                     . અનુભવની કેડી                    

તાઃ૧૯/૯/૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

અનુભવ એ છે જ્ઞાનની ગંગા,મળેલ જીવન ઉજ્વળ થાય
સરળતાના સોપાન મળે જીવનમાં,જન્મ સફળ થઈ જાય
.                   …………………અનુભવ એ છે જ્ઞાનની ગંગા.
જન્મમળે જીવને અવનીએ,ત્યાં માબાપનોપ્રેમ મળી જાય
પાવનકર્મનીકેડી મળે જીવને,જ્યાં અનુભવીરાહ મેળવાય
સફળતાના વાદળ ઘેરાતા,આવતી વ્યાધીઓ ભાગી જાય
નિર્મળતાનો સંગ મળતા જીવને,અનંત શાંન્તિ મળી જાય
.                 ………………….અનુભવ એ છે જ્ઞાનની ગંગા.
ભાઇભાંડુની શીતળ નજરે,પ્રેમની પરખ જીવને થતી જાય
કુટુંબકેરા સાથથી જીવનમાં,નામુંઝવણ કોઇઆવી અથડાય
વંદન વડીલને પ્રેમથી કરતાં,શ્રધ્ધાસાચી જીવને મળીજાય
અનુભવની ગંગામાં તરતા,જીવનમાં ઉજ્વળરાહ મળીજાય
.                ……………………અનુભવ એ છે જ્ઞાનની ગંગા.

+++++++++++++++++++++++++++++++++++++++

September 18th 2013

હિન્દુની સાંકળ

shiva-family.jpg

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                        .હિન્દુની સાંકળ

તાઃ૧૮/૯/૨૦૧૩                                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

કારતક માસમાં નુતન વર્ષની વધામણી થાય,
.             .ને  ભાઇબીજની સંગે ઉજવાય છે  દેવદીવાળી
………….એવી હિન્દુ ધર્મની આ પવિત્ર સાંકળ,તહેવાર ને પકડી ચાલે.
માગસર માસમાં નાતાલની તાલ મેળવી લે
.            .ને પોષ માસમાં પતંગને પકડે લઈ મકરસંક્રાંતિ;
મહા માસમાં મહાશિવરાત્રીને ઉજવે શીવજી કાજે,
.           .ફાગણ માસમાં આવે ધુળેટી રંગ લઈ સૌને એ રંગે
………….એવી હિન્દુ ધર્મની આ પવિત્ર સાંકળ,તહેવાર ને પકડી ચાલે.
ચૈત્ર માસમાં આવે ગુડી પડવો ને સંગે રામનવમી,
.           .ને તેરસે આવે જૈનધર્મની પવિત્ર મહાવીર જયંતી;
વૈશાખ માસમાં પવિત્ર બુધ્ધ પુર્ણિમા ઉજવી લઈયે,
.           .ને અષાઢ માસમાં પ્રેમે પરમાત્માની રથયાત્રા
…………..એવી હિન્દુ ધર્મની આ પવિત્ર સાંકળ,તહેવાર ને પકડી ચાલે.
શ્રાવણ માસમાં સ્વતંત્રદીન ઉજવાય ભારતનો,
.            .ને સાથે પ્રેમથી પારસી નુતન વર્ષને સચવાય;
રક્ષાબંધન એ ભાઇબહેનનો પ્રેમ પકડે જીવનમાં,
.            .ને જન્માષ્ટમી એતો ભગવાન કૃષ્ણનો જન્મદીવસ.
………….એવી હિન્દુ ધર્મની આ પવિત્ર સાંકળ,તહેવાર ને પકડી ચાલે.
ભાદરવામાં શ્રી ગણેશ ચતુર્થી ને સંગે સંવત્સરી પર્વ,
.            .જે ભક્તિભાવથી પુંજે છે જગતમાં હિન્દુધર્મી સર્વ;
આસો માસમાં આવે વિજ્યા દશમી સંગે દશેરા ઉત્સવ,
.             .દીપાવલી બની દીવાળી આવે ફટાકડા ફોડે સર્વ.
…………એવી હિન્દુ ધર્મની આ પવિત્ર સાંકળ,તહેવાર ને પકડી ચાલે.

*****************************************************

Next Page »