September 7th 2013

મજદુર

.                          .મજદુર

તાઃ૭/૯/૨૦૧૩                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભણીગણીને જીવન જીવતો,આવી ગયો અમેરીકા અહીં
માયાની નાકેડી મને,ફક્ત ભણતર સંતાનને દેવા ભઈ
.                    …………………ભણીગણીને જીવન જીવતો.
ખુર્શી ટેબલ છોડીને આવતાં,ત્યાંના ભણતરને નાપુછે અહીં
મજદુર બનીને જીવન જીવતાં,લારીઓ ખેંચતો થયો અહીં
ઉંમરનીઅહીં બીક સહુને,ઘેર બેસે ત્યારે પૈસાદેવા પડે ભઈ
નોકર બનીને અહીંમહેનત કરતાં,મજદુર તમે બનો છો અહીં
.                 ……………………ભણીગણીને જીવન જીવતો.
કેડી મળે જ્યાં ભણતરની,જે બચપણમાં જ મેળવાય અહીં
જ્ઞાનનીકેડી પકડી ચાલતાં,ઉજ્વળરાહ તમનેમળે છે અહીં
નિરાધારને આધાર મળતા,માબાપને રીટાયર્ડ કરે છે ભઇ
મહેમાન બનાવીને લાગણી દેતા,સંતાન દુર ગયા છે અહીં
.                …………………….ભણીગણીને જીવન જીવતો.

====================================