શનિદેવની કૃપા
. . શનિદેવની કૃપા
તાઃ૧/૯/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુર્યપુત્રની સાચી ભક્તિએ,આવતી વ્યાધીઓ ભાગી જાય
શનિદેવની એક જ દ્રષ્ટિએ,જીવની માનવતા મહેંકી જાય
. ………………….સુર્યપુત્રની સાચી ભક્તિએ.
પ્રેમની પાવન કેડી મળતાજ,માનવ જીવન પાવન થાય
સરળતાનો સહવાસ મેળવતા,શનિદેવની કૃપા થઈ જાય
ભક્તિપ્રેમની જ્યોત પ્રગટતા,સાચીભક્તિ જીવેમળી જાય
મનથી કરેલ ભક્તિ શનિદેવની,આધી વ્યાધી આંબી જાય
. ……………………સુર્યપુત્રની સાચી ભક્તિએ.
શીતલ જીવનમાં કૃપા મેળવતા,ઉજ્વળ જીવન થઈ જાય
કળીયુગની ના કોઇ અસર મળે,કે ના કોઇ વ્યાધી મેળવાય
શનિદેવની અસીમકૃપાએ,પ્રદીપનો જન્મસફળ થઈ જાય
લાગણી મોહની કાતર છુટતા,જીવને સાચી રાહ મળી જાય
. …………………….સુર્યપુત્રની સાચી ભક્તિએ.
=====================================