October 29th 2019
. .માગણી લાગણી
તાઃ૨૯/૧૦/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને અનેક સંબંધનો સ્પર્શ,જે જીવનમાં થઈ જાય
સમયની સાથે ચાલતા દેહને,અનુભવે માગણીલાગણી મળી જાય
......એ લીલા અવિનાશીની અવનીપર,જે અનેકદેહે દર્શન આપી જાય.
જીવને સ્પર્શ કરે જે મળેલદેહના,થયેલ કર્મથી આગમનદઈ જાય
સુખસાગરનો સંગાથ મળે જીવનમાં,જ્યાં માગણીલાગણી છોડાય
પવિત્રકર્મની કેડીમળે જીવનમાં,જે પરમાત્માની પરમકૃપા કહેવાય
માનવદેહની મહેંકપ્રસરે અવનીપર,જ્યાં પવિત્રભાવથી ભક્તિથાય
......એ લીલા અવિનાશીની અવનીપર,જે અનેકદેહે દર્શન આપી જાય.
સરળ જીવનનોસંગાથ મળે દેહને,જીવનમાં નાકોઇ અપેક્ષા રખાય
માનવ જીવનમાં પાવનરાહ મળે,જ્યાં સંત જલાસાંઇની કૃપા થાય
મળેલદેહને પાવન કરીગયા જીવનમાં,એજ પાવનસંતથી ઓળખાય
ના કદી માગણી રાખી જીવનમાં,કે નાકોઇજ લાગણી સ્પર્શી જાય
......એ લીલા અવિનાશીની અવનીપર,જે અનેકદેહે દર્શન આપી જાય.
=========================================================
October 22nd 2019
. .ઉજવળ પ્રેમ
તાઃ૨૨/૧૦/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજવળ પ્રેમની ગંગા વહે હ્યુસ્ટનમાં,કલમપ્રેમીઓને મલકાવી જાય
શ્રધ્ધાપ્રેમથી શબ્દો પકડી ચાલતા,માતા સરસ્વતીની કૃપા પણથાય
......એવી પાવનરાહે ચાલતા પ્રેમીઓ,સાહિત્ય સરીતા વહેવડાવી જાય.
આંગણે આવી પ્રેમ મળે માતાનો,જે મનને અદભુતરાહ આપી જાય
પવિત્ર ભાવનાએ કલમ પકડતા,વાંચકોને પવિત્ર આંગળી ચીંધી જાય
સુખશાંન્તિનો સંગાથમળે સંસારમાં,એજ નિખાલસ જીવન આપીજાય
મળે પ્રેમનો સાગર જીવનમાં,જે જીવને તનમનથી શાંંતિ આપી જાય
......એવી પાવનરાહે ચાલતા પ્રેમીઓ,સાહિત્ય સરીતા વહેવડાવી જાય.
કલમ પકડતાજ પ્રેરણા મળે દેહને,જે કલમને સદમાર્ગેજ દોરી જાય
સમયસંગે ચાલતા કલમપ્રેમીઓ,હ્યુસ્ટનમાં કલમથી પ્રેરણા આપી જાય
અનેક પ્રેમીઓને એ જ પ્રેરણા કરે,જે દેહને સુખસાગરમાં લઈ જાય
પાવનરાહે કલમપકડતા સર્જકોથી,અનેકજીવોને અનંત ખુશ કરી જાય
......એવી પાવનરાહે ચાલતા પ્રેમીઓ,સાહિત્ય સરીતા વહેવડાવી જાય.
=========================================================
October 20th 2019
. . આઝાદ ભારત
તાઃ૨૦/૧૦/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શુરવીરોનો જ્યાં સાથ મળે,ત્યાં અજબશક્તિ મળી જાય
ભારતદેશને આઝાદી,શુરવીરોના સંગાથથીજ મળી જાય
.....એજ શાન છે ભારતની,જે ગુજરાતીઓ જ લાવી જાય
અંગ્રેજોની તાકાત હતી,જે જગતમાં સત્તાએ દખાઈ જાય
ના કોઇની લાયકાત હતી જગતમાં,કે તેમને આંબી જાય
શુરવીરોનો સંગાથ મળતા,ભારતને આઝાદીએ લઈ જાય
મહાન આત્મા ગાંધીજીનો,જે દેશમાં મહાત્માએ ઓળખાય
......એજ શાન છે ભારતની,જે ગુજરાતીઓ જ લાવી જાય
સરદાર હતા વલ્લભભાઈ,જેને ગુજરાતની શાન કહેવાય
આંબી લીધા અંગ્રેજોને દેશમાં,ભારત છોડીને ભાગીજાય
મળીગઈ આઝાદીદેશને,જે દેશવાસીઓને ખુશકરી જાય
માનઅને સન્માન ગુજરાતીઓનુ,ના કોઇથી તેને અંબાય
......એજ શાન છે ભારતની,જે ગુજરાતીઓ જ લાવી જાય.
================================================
October 7th 2019
. .માતા સિધ્ધીદાત્રી
તાઃ૭/૧૦/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દુર્ગા માતાનો પ્રેમ મળે ભક્તોને,નવરાત્રીના નવ દીવસે મેળવાય
પાવનપ્રેમની રાહમળે જીવનમાં,જ્યાં ગરબારાસથી માતાને પુંજાય
......એજ પવિત્ર ધર્મનીરાહ છે,જે જીવનમાં દુર્ગામાની કૃપાએ મળી જાય.
ગરબે રમતા ભક્તોની ભાવના પારખી,નવદુર્ગા માતા રાજી થાય
સુખશાંંતિનો સંગાથ મળે જીવનમાં,જે માતાની પરમકૃપા કહેવાય
દાંડીયા રાસનો સંગ રાખીને ગરબે ધુમતા,માતા નવદુર્ગા હરખાય
કૃપામળે માતાની નરનારીને,જે માડીને તાલીપાડી વંદન કરી જાય
......એજ પવિત્ર ધર્મનીરાહ છે,જે જીવનમા દુર્ગામાની કૃપાએ મળી જાય.
માતા સિધ્ધીદાત્રીને વંદન કરી પાર્થના કરતા,સંસારમાં સુખી થવાય
માબાપને પ્રેમમળે સંતાનનો,જે જગતપર પરિવારને આગળ લઈજાય
પરમકૃપા છે માતાની ભક્તોપર,એ પવિત્રસમયનો સાથ આપી જાય
નવરાત્રીની અદભુતલીલા જગતપર,જે પાવનભક્તિરાહથી મળી જાય
......એજ પવિત્ર ધર્મનીરાહ છે,જે જીવનમા દુર્ગામાની કૃપાએ મળી જાય.
=========================================================
October 6th 2019
. માતા મહાગૌરી
તાઃ૬/૧૦/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ દેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં માતાને વંદન થાય
પ્રેમ ભાવથી માતાને નવરાત્રીએ,ગરબે ઘુમી રાસદાંડીયા રમાય
.....શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા જીવને,અનેક પાવન સમય મળી જાય
કુદરતની આ પાવનલીલા અવનીપર,જે પવિત્રરાહેજીવને દોરી જાય
પ્રેમભાવથી માતાને રાજી કરવા,તાલીઓના તાલે ગરબાઓ ગવાય
નવદીવસની નવરાત્રીમાં મા દુર્ગાના,નવ સ્વરૂપનુ પુંજન થઈ જાય
એજ પવિત્રકૃપા માતાની,જે ભક્તોને ગરબારાસથી રાહ આપીજાય
.....શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા જીવને,અનેક પાવન સમય મળી જાય
તાલીપાડી માતાને વંદનકરતા,માતા મહાગૌરીની કૃપા જીવ પર થાય
મળેલદેહને અનંતશાંંતિનો સંગાથ મળે,ના કોઇજ આફત અડી જાય
પરમકૃપાળુ શક્તિશાળી મા દુર્ગાના,નવ સ્વરૂપના દર્શન કરી પુંજાય
ગરબારાસનો સંગ રાખી માભક્તો,જીવનમાં અનંત સુખ મેળવી જાય
.....શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા જીવને,અનેક પાવન સમય મળી જાય
=====================================================
October 5th 2019
....
. .માતા કાલરાત્રી
તાઃ૫/૧૦/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નવરાત્રીના પવિત્ર દીવસોએ,માતાને ગરબે ઘુમી વંદન કરાય
તાલી પાડીને ગરબે ઘુમતા,માતા કાલરાત્રીને રાજી કરી જાય
....અનંતપ્રેમ મળે ભક્તોને માતાનો,જીવનમાં સુખશાંંતિ આપી જાય
દુર્ગા માતાની પાવનકૃપા અવનીપર,નવમાતાના સ્વરૂપે દેખાય
પવિત્ર સમય મળેલ દેહને મળે,એ હિંદુ ધર્મમાં જ પુંજન કરાય
શ્રધ્ધાભાવથી જીવન જીવતા,પરમાત્માનો પ્રેમ પણ મળી જાય
દેહલીધો અવનીપર જીવોએ,જે પવિત્ર દેવદેવીઓથી ઓળખાય
....અનંતપ્રેમ મળે ભક્તોને માતાનો,જીવનમાં સુખશાંંતિ આપી જાય
દાંડીયારાસ સંગે તાલી પાડતા ભક્તો,મળેલ સમયને પકડી જાય
પવિત્ર દેહ લીધા માતા દુર્ગાએ અવનીપર,જે નવ સ્વરૂપે દેખાય
પાવનરાહની કેડી મળે દેહને,જે જીવનમા પવિત્ર કર્મ કરાવી જાય
નિર્મળભાવે વંદન કરવા માતાને,તાલી દાંડીયા રાસથી હરખાવાય
....અનંતપ્રેમ મળે ભક્તોને માતાનો,જીવનમાં સુખશાંંતિ આપી જાય
=====================================================
October 4th 2019
. .માતા કાત્યાયની
તાઃ૪/૧૦/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દાંડીયારાસ સંગે તાલી પાડીને,ભક્તો માતાને વંદન કરી જાય
મંદીર આંગણેઆવી ગરબેઘુમી,નરનારી જીવનપાવન કરી જાય
....મળે કૃપાસંગે પ્રેમ માતાનો,જે નવરાત્રીમાં માતાને વંદન કરાવી જાય.
નવદુર્ગા માની કૃપા ભક્તોપર,એ માતા કાત્યાયની નમન કરાય
અનંત કૃપા માતા અવનીપર,જે નવરાત્રીમાં નવ સ્વરૂપે પુંજાય
તાલીસંગે દાંડીયા રમતા ભક્તોપર,માતાનો પરમપ્રેમ મળી જાય
પાવનકૃપા મળે જીવને,જે દેહને જીવને અનંતશાંંતિ આપી જાય
....મળે કૃપાસંગે પ્રેમ માતાનો,જે નવરાત્રીમાં માતાને વંદન કરાવી જાય
નિર્મળ ભાવથી ગરબા રમતા,નવરાત્રીમાં દંડીયારાસ પણ રમાય
ગરબે ઘુમતા તાલીપાડતા ભક્તોને,માતાનીકૃપાનો અનુભવ થાય
સરળજીવનની રાહ મળે દેહને,જે જીવને સદમાર્ગે જ દોરી જાય
પ્રદીપના વંદન નવદુર્ગામાતાને,જે શ્રધ્ધાપ્રેમથી નમન કરાવી જાય
....મળે કૃપાસંગે પ્રેમ માતાનો,જે નવરાત્રીમાં માતાને વંદન કરાવી જાય.
=======================================================
October 4th 2019
. .સ્કંદ માતા
તાઃ૪/૧૦/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જય માતાજી જય માતાજી ગાતા,ભક્તો દાંડીયા રાસ રમી જાય
પાવનકૃપા મળી માતાની,જીવનમાં સંતાનનુ આગમન થઈ જાય
......એજ માતાનો પ્રેમ ભક્તોપર,નવરાત્રીમાં ગરબારાસ રમાડી જાય.
દુર્ગામાતાની પરમકૃપા ભક્તોપર,નવરાત્રીએ નવદુર્ગાનીપુંજા થાય
દાંડીયા રાસનો સંગ મળે નરનારીને,માતાને ગરબારાસથી પુંજાય
રૂમઝુમ તાલી પાડતા જ,પાવનકર્મની રાહ જીવનમાં મળી જાય
નવરાત્રીના પાંચમા નોરતે,સ્કંદમાતાને ગરબે ધુમીને વંદન કરાય
......એજ માતાનો પ્રેમ ભક્તોપર,નવરાત્રીમાં ગરબારાસ રમાડી જાય.
તાલીઓના તાલ સંગે વંદનકરી માતાને,શ્રધ્ધાભાવથી પુંજા કરાય
અનંતકૃપાળુ માના દર્શન નવરાત્રીએ કરી,માતાની કૃપા મેળવાય
ભક્તિભાવનો સંગ માતાની ક્રૂપાએમળે,જે પાવનકર્મ આપી જાય
અનંત નિખાલસ પ્રેમ સંગે,તાલીઓના તાલે માતાને વંદન કરાય
......એજ માતાનો પ્રેમ ભક્તોપર,નવરાત્રીમાં ગરબારાસ રમાડી જાય.
=====================================================
October 3rd 2019
. મા કુશમંદા
તાઃ૩/૧૦/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજવળ જીવનની રાહ મળે ભક્તોને,મા નવરાત્રીએ પુંજાય
ગરબે ઘુમી તાલી પાડીને,માતા કુશમંદાને પ્રેમે વંદન થાય
......એજ માતાની પાવનરાહની કૃપા,જે નવરાત્રીએ ગરબા ઘુમાય.
તાલી પાડતા ભક્તજનો માતાને વંદન કરી,પુંજા કરતા જાય
ગરબે ઘુમવા આવતા નર અને નારી,તાલીસંગે ઘુમતા જાય
દાંડીયા રાસનો સંબંધ રાખીને,માતાનો પ્રેમપણ મેળવી જાય
પવિતદીવસ એજ નવરાત્રીછે,જે દુર્ગામાતાના નવરૂપે દેખાય
......એજ માતાની પાવનરાહની કૃપા,જે નવરાત્રીએ ગરબા ઘુમાય.
તાલીઓના તાલસંગે સૌ ભક્તો,માતાને વંદનકરી ઘુમતા જાય
પરમકૃપાળુ મા કુશમંદાનો પ્રેમમળે,જ્યાંનિર્મળભાવેગરબાગવાય
ગરબેઘુમતા ભક્તજનો અંતરથી વંદનકરી,માતાને વંદનકરીજાય
દુર્ગામાતાના નવસ્વરૂપને,નવરાત્રીમાં ગરબા રાસે પુંજન કરાય
......એજ માતાની પાવનરાહની કૃપા,જે નવરાત્રીએ ગરબા ઘુમાય.
====================================================
October 2nd 2019
. .મા ચંદ્ર ઘંટા
તાઃ૧/૧૦/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માડી તારો પ્રેમ મળે ભક્તોને,જે ગરબા રાસ રમાડી જાય
પાવનરાહની કેડી મળતા જીવનમાં,નવરાત્રીએ વંદન થાય
....ભક્તોની પાવનભક્તિએ,મા ચંદ્ર ઘંટાને ગરબે ઘુમીને પુંજાય.
સરળ જીવનનીરાહ પકડે કૃપાએ,જે તાલીઓના તાલે ઘુમાય
માડી તારા દર્શન કરવા,માતા દુર્ગાને શ્રધ્ધાએ અર્ચના કરાય
ગરબે ઘુમવા ઢોલ નગારા વાગતાજ,તાલીસંગે ગરબા ગવાય
અનંત કૃપાળુ સંગે અનંત શક્તિ શાળી,માતાને વંદન કરાય
....ભક્તોની પાવનભક્તિએ,મા ચંદ્ર ધંટાને ગરબે ઘુમીને પુંજાય.
શ્રધ્ધાભક્તિથી વંદન કરતા,માતાને ગરબા સંગે પુંજન કરાય
મોહમાયાને દુર રાખતા,જીવનમાં સતમાર્ગની કેડી મળી જાય
અદભુત શક્તિશાળી માતાના સ્વરૂપથી ભક્તિની પ્રેરણાથાય
મળેલ દેહપર માતાની કૃપા થતા જ,સદમાર્ગે જીવન જીવાય
...ભક્તોની પાવનભક્તિએ,મા ચંદ્ર ઘંટાને ગરબે ઘુમીને પુંજાય.
=================================================