April 28th 2009
प्यारका दीप
ताः२८/४/२००९ प्रदीप ब्रह्मभट्ट
दीया जले जब दीलमें, उसे प्यार कहते है
हर इन्सानके दीलमें, वो हरपल जलते है
………दीया जले जब दीलमें.
प्यार भरा संसार है ये, यहां पाना सबको है
ना उचनींच उसकेअंदर.वो सबको मिलता है
हरपल वो दिलके अंदर, गुंजता ही रहेता है
आंखे देती है इशारा, वो छुप नहीं शकता है
………दीया जले जब दीलमें.
कदमकदम पे मीलता है, ना पहेचान है कोइ
सच्चा प्यारवहां रहेता,जहां प्यारकीदिलमेजोली
एककदम भी चलपायेतो,है उज्वलताकी पहेली
मीलता प्यारभरा दीप जहां सच्चेप्यारकी हेली
………दीया जले जब दीलमें.
+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=
April 28th 2009
સહારો
.તાઃ૨૮/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનુષ્ય,પ્રાણી,પશુ કે પક્ષી જન્મ મળે ત્યારથી તેના
અસ્તિત્વનો અંત આવે ત્યાં સુધીના જીવનમાં તેને દરેકપળે
સહારાની જરુર પડે જ છે. સહારા વગર તેજીવન શક્ય નથી.
મનુષ્ય જન્મમાં ચાહે તે ગરીબ,મધ્યમવર્ગી કે તવંગર હોય કે
પછી તેણે ભગવુ ધારણ કર્યુ હોય.
એટલે કે……
જગતમાં એટલુ જ કહેવાય કે કોઇપણ જીવન સહારા વગર
શક્ય નથી.
અને જેને,,,,,,
પરમાત્માની કૃપા મળે
તેને માટે જગતમાં કંઇ જ અશક્ય નથી.
?????????????????????????????????????????????????????????
April 27th 2009
વાણી વર્તન
તાઃ૨૭/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વાણી વર્તન સુધરશે,જ્યાં વિચાર આવશે નિર્મળ
પ્રેમ પ્રીત ના માગવી પડશે,મળી જશે એ તત્પર
……વાણી વર્તન સુધરશે.
સ્નેહ પ્રેમને વણી લેજો,દીન રાત આ અવનીપર
મળી જશે માયા ને પ્રેમ, લાગશે જીવન ઉજ્વળ
સાર્થક જીવન બની જશે,ને મુકી જશો એક યાદ
ના માગણી પ્રભુથી રહેશે,મળશે મુક્તિ અંતકાળ
……વાણી વર્તન સુધરશે.
કોણેકર્યુ ક્યારેકર્યુ ના મળશે જીવને કોઇ અણસાર
મુક્તજીવન પ્રભુ પ્રેમથી,ને જીવ ઉજ્વળ છેદેખાય
આગણે જ્યારે મુક્તિ આવે,સંત જલારામ હરખાય
વાણી પ્રેમ મેળવશે જીવનમાંને વર્તન મહેંકીજાય
……વાણી વર્તન સુધરશે.
————————————————-
April 27th 2009
दील ये चाहे
ताः२७/४/२००९ प्रदीप ब्रह्मभट्ट
दीलसे मेरी चाहत है,प्यार मीले मुझे सबका
हर दीलमे में खो जाउ,येही मेरा एक सपना
……..दीलसे मेरी चाहत है.
अनजानी सी राहो पर, चल रहा आज अकेला
सोच समझ कर कदम चले,मीले मुझे सहारा
अपनापन महेसुस करुमें, ये ही सच्चा दामन
आकर मीले सच्चाप्यार,मीलजाये मुझे अपना
……..दीलसे मेरी चाहत है.
लेकर आया प्यार भरा दील,भीगी दो ये आंखे
मीले अपनी राहोपे चलते,कदम मीलाउ अपना
हाथ मीलाके साथ चाले,जीवन भर मील जाये
आये प्यारभरी राहोपे,देदे महेंक येही मेरासपना
……..दीलसे मेरी चाहत है.
++++++++++++++++++++++++++++++++++++++++
April 27th 2009
ધુપદીપનુ અર્ચન
તાઃ૨૭/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જય ગજાનંદ ગણપતિ, મને દેજો પ્રેમભાવની ભક્તિ
નિત્ય સવારે કરુછુ સેવા, જીવન ઉજ્વળ કરી હુ લેવા
……..જય ગજાનંદ ગણપતિ.
ધુપ દીપ હુ કરુ પ્રેમથી,અર્ચન પુંજન ભક્તિ ભાવથી
સ્મરણ તમારુ મનમાં રાખી, કરુ ભક્તિ હું અંતરયામી
ઉજ્વળજીવન થાયઅમારું,કૃપામળે ઓઅવનીઆધારી
રાખજો અમ પર હેત દયાળુ,સદાતમો છો ખુબમાયાળુ
……..જય ગજાનંદ ગણપતિ.
રિધ્ધિ સિધ્ધિના દેવ તમો છો,સદા કૃપાળુ તમે ઘણાછો
ભક્તિ પ્રેમને સદા સ્વીકારી,છો ભક્તોના તમો બલીહારી
માગણી મનની જ્યાં જુઓ ત્યાં હૈયેઆવી તમો વસો છો
લો સ્વીકારી ધુપ દીપને,જ્યાં કરુ સદા હું અર્ચન મનથી
………જય ગજાનંદ ગણપતિ.
()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()
April 27th 2009
મને ઇર્ષા આવે.
તાઃ૨૬/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બાળપણમાં સ્કુલમાં અભ્યાસ કરતો હતો ત્યારે સારા માર્ક્સ મેળવતા વિર્ધાથીની
મને ઇર્ષા આવે મને એમ થાય કે મારાથી મહેનત કરી એવી લાયકાત કેમ ના મેળવાય?
જુવાનીમાં જ્યારે મિત્રોના માબાપને ખુશહાલ જોઉ ત્યારે મને ઇર્ષા આવે કે મારા
માબાપની સેવા કરી હુ તેમને કેમ ખુશી ન કરુ?
ભણતરના સોપાનો પર ખુશહાલ બાળકો જોઇ મને ઇર્ષા આવે કે મારા બાળકો પણ
મહેનત કરી સિધ્ધિના સોપાનો કેમ ના ચઢે?
સાચા સંસારી સંતોની ભક્તિ જોઇ મને ઇર્ષા આવે કે મારાથી પણ સંસારમાં રહી
પરમાત્માની કૃપા કેમ ના મેળવાય?
ભારત દેશમાં સંસ્કાર,ભક્તિ,સમાજ,માનવતા અને પ્રેમ જોઇ મને હવે ઇર્ષા આવે
કે આવુ વાતાવરણ અમેરીકામાં કેમ ના થાય?
ભારતીય સંગીત અને ગીતો સાંભળી મને હાલ ઇર્ષા આવે કે એવું શાસ્ત્રીય સંગીત
અને અવાજ અમેરીકામાં કેમ ના મળે?
ભારતદેશને આઝાદી મળ્યા પછી સત્તા મેળવનાર મોટા ભાગના બીજા રાજ્યોના
જ રાજકારણીયો જ છે તો મને ઇર્ષા આવે કે મારા ગુજરાતીઓમાં એ સિધ્ધિ કેમ નથી?
ગુજરાત સિવાય બીજા રાજ્યોમાં જન્મેલ વ્યક્તિની મને ઇર્ષા આવે કારણ ગુજરાતમાં
જન્મેલી વ્યક્તિઓએ બીજા દેશોમાં રોજી રોટી માટે કેમ દેશ છોડવો પડે છે?
અને……??
જો મેં ભગવું ધારણ કરેલ હોય તો મને સંસારમાં સમૃધ્ધ અને સંતુષ્ટ વ્યક્તિઓને જોઇ
ઇર્ષા આવે કે અમો સાધુઓને માબાપ,ભાઇબહેન કે સંતાનનો પ્રેમ કેમ ના મળે?
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++=
April 21st 2009
ગુજરાતી
સાહિત્ય
સરિતા
તાઃ૨૦/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગુ ગુજરાતીઓ આખા જગતમાં પ્રસરેલા છે.
જ જગતની શાનમાં ગુજરાતીઓના નામ છે.
રા રાખે શ્રધ્ધા અને કરે મહેનત તે ગુજરાતી.
તી તીર્થસ્થાનને પવિત્ર રાખવુ તે ગુજરાતીઓમાં સંસ્કાર છે.
સા સાહસ કરવુ એ ગુજરાતીઓની ગળથુથીમાં છે.
હિ હીંમત રાખી જીવન જીવે તે ગુજરાતી.
ત્ય ત્યજેલ માર્ગને ભુલી જવું તે ગુજરાતીઓની શાન છે.
સ સમયને પારખી સફળતા મેળવે તે સાચો ગુજરાતી.
રી રીતરિવાજમાં ગુજરાતીઓ જગતમાં મોખરે છે.
તા તારણહાર ફક્ત પરમાત્મા જ છે તે સાચી સમજ ગુજરાતીઓમાં જ છે.
હ્યુસ્ટનના મારા ગુજરાતી સાહિત્ય સરિતાના પ્રભાવશાળી અને ઉચ્ચકક્ષાના
લેખકોની કદર રુપે ઉપરોક્ત લખાણ પ્રેમ સહિત અર્પણ. પ્રદીપ બ્રહ્મભટ્ટ.
April 20th 2009
પડેલા પાંદડા
તાઃ૧૯/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મારી તમારી વાતમાં કાંઇક સમજાય છે.
વિચારીને ચાલતા બધુ મળી જાય છે.
સહજ સ્વભાવમાં બધુંય ચાલી જાય છે.
ઉંડા ઉતર્યા પછી સાચુ સમજાય છે.
માગણી મારી પ્રેમની દીલથી ઉભરાય છે.
સાચી વાત સમજતા મન દુભાય છે.
લાગે લગની જ્યાં,ત્યાં ચાહત મળી જાય છે.
વિચારીને ચાલતા રસ્તો મળી જાય છે.
મોહ માયા જગતમાં જીવને લાગી જાય છે.
ભક્તિની રાહથી દુર ભાગી જાય છે.
પ્રેમની પાંખ તો જગતમાં સૌને લાગી જાય છે.
સંતાન અને સંતનો નસીબે મળી જાય છે.
ધન અને વૈભવ તો મહેનતે જ મળી જાય છે.
મુક્તિ જીવને પ્રભુ કૃપાએ મળી જાય છે.
===================================
April 19th 2009
અરજી પ્રભુને
તાઃ૧૮/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાંભળી મારી અરજી પ્રભુજી, લેજો પકડી હાથ
ઉજ્વળ જીવનદેજો,જેમાં સદારહે તમારો સાથ
………સાંભળી મારી અરજી.
પ્રભાતપહોરના પહેલા કિરણે,દેજો મહેંક અપાર
જ્યોતજીવનમાં જાગતી રાખી મળજો વારંવાર
કૃપા સિંધુના સાગર છો તમે પ્રેમ ભક્તોને દેતા
લેજોહાથ અમારોઝાલી,જીવન ઉજ્વળ કરીલેવા
………સાંભળી મારી અરજી.
સંસારની જુઠી માયા, નાવળગી રહે આ કાયાને
મળેલસમયને પારખી લેવા, કરજો દુર માયાને
સાચી ભક્તિ સ્નેહ ભાવથી, થાય સદા સૌ સાથે
મનમાં નારહે કોઇઆશા,ના બાકીરહે અભિલાષા
………સાંભળી મારી અરજી.
ઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽ
April 18th 2009
અદેખાઇ મળી
તાઃ૧૮/૪૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વિચારોના વમળમાં માનવમન છે ગયું અટવાઇ
કેવુ,કેમ,ક્યારે બન્યુ વિચારતાં મળીગઇ અદેખાઇ
,,,,,,,વિચારોના વમળમાં.
સિધ્ધિના સોપાન ચઢે જ્યાં સાચી મહેનત થાય
મળે માનને મોભો જગે ને સગા સંબંધી હરખાય
લગીરપડે જ્યાં છાંટો અભિમાને ઇર્ષા આવીજાય
મહેંકતા મધુર જીવનમાં અદેખાઇ જ આવી જાય
,,,,,,,વિચારોના વમળમાં.
બાળપણની બારાખડી ને અમેરિકાની એબીસીડી
લઇ શબ્દોનો સથવારો ઉજ્વળતાને વણી લીધી
મળતા માન મલકમાં જેને ના બીજી કોઇ ભીતી
ઉજ્વળ જીવન મહેંકીઉઠે ત્યાં ભાગે વિદેશી પિપુડી
,,,,,,,વિચારોના વમળમાં.
()))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))(((((((