April 27th 2009

મને ઇર્ષા આવે.

                                     મને ઇર્ષા આવે.

તાઃ૨૬/૪/૨૦૦૯                                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

          બાળપણમાં સ્કુલમાં અભ્યાસ કરતો હતો ત્યારે સારા માર્ક્સ મેળવતા વિર્ધાથીની
મને ઇર્ષા આવે મને એમ થાય કે મારાથી મહેનત કરી એવી લાયકાત કેમ ના મેળવાય?
          જુવાનીમાં જ્યારે મિત્રોના માબાપને ખુશહાલ જોઉ ત્યારે મને ઇર્ષા આવે કે મારા
માબાપની સેવા કરી હુ તેમને કેમ ખુશી ન કરુ?
          ભણતરના સોપાનો પર ખુશહાલ બાળકો જોઇ મને ઇર્ષા આવે કે મારા બાળકો પણ
મહેનત કરી સિધ્ધિના સોપાનો કેમ ના ચઢે?
          સાચા સંસારી સંતોની ભક્તિ જોઇ મને ઇર્ષા આવે કે મારાથી પણ સંસારમાં રહી
પરમાત્માની કૃપા કેમ ના મેળવાય?
           ભારત દેશમાં સંસ્કાર,ભક્તિ,સમાજ,માનવતા અને પ્રેમ જોઇ મને હવે ઇર્ષા આવે
કે આવુ વાતાવરણ અમેરીકામાં કેમ ના થાય?
           ભારતીય સંગીત અને ગીતો સાંભળી મને હાલ ઇર્ષા આવે કે એવું શાસ્ત્રીય સંગીત
અને અવાજ અમેરીકામાં કેમ ના મળે?
            ભારતદેશને આઝાદી મળ્યા પછી સત્તા મેળવનાર મોટા ભાગના બીજા રાજ્યોના
જ રાજકારણીયો જ છે તો મને ઇર્ષા આવે કે મારા ગુજરાતીઓમાં એ સિધ્ધિ કેમ નથી?
          ગુજરાત સિવાય બીજા રાજ્યોમાં જન્મેલ વ્યક્તિની મને ઇર્ષા આવે કારણ ગુજરાતમાં
જન્મેલી વ્યક્તિઓએ બીજા દેશોમાં રોજી રોટી માટે કેમ દેશ છોડવો પડે છે?

અને……??

        જો મેં ભગવું ધારણ કરેલ હોય તો મને સંસારમાં સમૃધ્ધ અને સંતુષ્ટ વ્યક્તિઓને જોઇ
ઇર્ષા આવે કે અમો સાધુઓને માબાપ,ભાઇબહેન કે સંતાનનો પ્રેમ કેમ ના મળે?

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++=

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment