October 25th 2016

ભક્તિની કૃપા

.                 . ભક્તિની કૃપા

તાઃ૨૫/૧૦/૨૦૧૬                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબ શક્તિ છે ભક્તિમાં,જે કળીયુગથી બચાવી જાય
શ્રધ્ધાભાવથી ભક્તિકરતાં,સંત જલાસાંઇની કૃપા થાય
…………પાવનરાહ ને  પાવનજીવન,નિર્મળ ભક્તિએ મળી જાય.
મળેલદેહ માનવનોજીવને,જગતમાંસમજણ આપી જાય
મોહને દુર રાખીને જીવતા,આકળીયુગની કેડીથી છટકાય
સતકર્મની રાહ મળે જીવને,જ્યાં પરમાત્માની કૃપા  થાય
માયા બંધન એ કળીયુગના,જે જીવને જ્યાંત્યાંજકડી જાય
…………પાવનરાહ ને  પાવનજીવન,નિર્મળ ભક્તિએ મળી જાય.
કર્મનાબંધન એ જીવનીમાયા,સમયસમયથી સ્પર્શી જાય
મારૂતારૂ એ જગતના બંધન,નાકોઇ સાધુબાવાથી છટકાય
મળે માનવમનને માર્ગ દર્શન,જે નિર્મળભક્તિભાવે દેખાય
નાઆફત કે ના તકલીફ અડે,જીવને અંતે મુક્તિ મળી જાય
…………પાવનરાહ ને  પાવનજીવન,નિર્મળ ભક્તિએ મળી જાય.
=======================================

October 24th 2016

મંજીરાના તાલે

……..Image result for શ્રી ભોલેનાથ

.                . મંજીરાના તાલે

તાઃ૨૪/૧૦/૨૦૧૬                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મંજીરાના તાલની સંગે,શ્રી ૐ નમઃ શિવાયને સ્મરાય
અદભુત શાંન્તિ મળે મહાદેવની,જન્મ સફળ કરી જાય
………ભક્તિરાહની પવિત્ર કેડી મળે,જ્યાં ભોલેનાથની કૃપા થાય.
સોમવારની સવાર નિર્મળ,જ્યાં શ્રીભોલેનાથને ભજાય
ગણપતિના વ્હાલાપિતા,ને માપાર્વતીના પતિ કહેવાય
અજબશક્તિશાળી એ દેવ,જેમની ભક્તિપુંજા ઓળખાય
જીવને મળેલ ભક્તિરાહ,જે મળેલ જન્મ સફળ કરી જાય
………ભક્તિરાહની પવિત્ર કેડી મળે,જ્યાં ભોલેનાથની કૃપા થાય.
શંખચક્રને ત્રિશુળધારી ભોલેનાથ,પવિત્ર ગંગા ધારી જાય
ગૌરીનંદન શ્રીગણપતિનાએ પ્યારા, દર્શનથી અનુભવાય
પુંજાદીવો પ્રેમથી કરતા,શિવલીંગપર દુધની અર્ચના થાય
ૐ નમઃ શિવાયની માળાજપતા,દુઃખનો દરીયો ભાગીજાય
……….ભક્તિરાહની પવિત્ર કેડી મળે,જ્યાં ભોલેનાથની કૃપા થાય.

=======================================

October 23rd 2016

જકડે એ પકડે

.                 . જકડે એ પકડે

તાઃ૨૩/૧૦/૨૦૧૬                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવદેહને જ્યાં માયા સ્પર્શે,ત્યાં કર્મની કેડી બદલાઈ જાય
મળેલ દેહને કળીયુગ પકડે,ત્યાં માનવ  જીવન જકડાઈ જાય
……………..કળીયુગ કેરી આ  છે સાંકળ,જે મળેલ દેહને સ્પર્શી જાય.
પરમકૃપાળુ છેપરમાત્મા જગતમાં,જે શ્રધ્ધાએ સમજાઈજાય
માનવજીવન સાર્થક કરવાને,સમય સમજીને જીવન જીવાય
મળે માનવતાનો અણસાર જીવનમાં,જ્યાંનિર્મળ ભક્તિ થાય
સુખશાંન્તિનો સ્પર્શથાય દેહને,એજ નિર્મળ ભક્તિરાહ કહેવાય
……………..કળીયુગ કેરી આ  છે સાંકળ,જે મળેલ દેહને સ્પર્શી જાય.
અપેક્ષાની કેડી મળે જીવને,ત્યાં મળેલ જન્મ કળીયુગમાં ફસાય
આધીવ્યાધીની લાકડી પડતાજ,જીવને અનંતદુઃખ સ્પર્શી જાય
સંબંધીઓનો ના સંગાથ મળે જીવને,ને સગાઓ  દુર ભાગી જાય
મળેલ જન્મને ના માનવતા મળતા,જીવ મૃત્યુને શોધતો જાય
……………..કળીયુગ કેરી આ  છે સાંકળ,જે મળેલ દેહને સ્પર્શી જાય.

=======================================

October 21st 2016

પાવન પ્રેમનીકેડી

.                .પાવન  પ્રેમનીકેડી

તાઃ૨૧/૧૦/૨૦૧૬                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમની પાવનકેડી  જીવનમાં સમયે પકડી લીધી
ઉજ્વળતાની રાહ મળી,ના મોહમાયા કદીય દીઠી
…………પવિત્ર જીવનની રાહ મળી,જલાસાંઇની કૃપાએ લીધી.
માનવતાની મહેંક પ્રસરતા,જન્મ સાર્થક થઈ જાય
અંતરમાંઆનંદની મહેંકપ્રસરે ,ઉજ્વળ જીવન થાય
ના જીવનમાં રહે અપેક્ષા,કે ના અભિલાષા અડી જાય
ભક્તિપુંજા પ્રેમથી કરતા,જીવને અનંત શાંન્તિ થાય
…………પવિત્ર જીવનની રાહ મળી,જલાસાંઇની કૃપાએ લીધી.
મળે જીવને શાંન્તિ,જ્યાં સંબંધીના પ્રેમની વર્ષા થાય
આવીઆંગણે કૃપા મળે પરમાત્માની,જન્મસફળ થાય
જીવને મળેલ માનવદેહ અવનીએ,પાવન માર્ગે જાય
રામનામની માળાજપતા,મળેલ જન્મસફળ થઈ જાય
…………પવિત્ર જીવનની રાહ મળી,જલાસાંઇની કૃપાએ લીધી.

=====================================

October 20th 2016

સમયની જકડ

.                       .સમયની જકડ

તાઃ૨૦/૧૦/૨૦૧૬                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમયના પકડાયો શ્રી શ્યામથી,કે ના પકડાયો શ્રી રામથી
એજલીલા અવિનાશીની અવનીએ,જે દેહમળે અનુભવાય
…………..એજ સમયની જકડ છે,જ્યાં પરમાત્માથીય ના છટકાય.
અનંત શક્તિશાળી રાવણ,ભોલેનાથની કૃપાએ થઈ જાય
અભિમાનને આગળ રાખી  જીવતા,અંતે દેહનુ દહન થાય
સમય એ જીવનની શાન છે,જ્યાં સમજીને જીવન જીવાય
કુદરત કેરી આફતથી બચવા,પાવનરાહ ભક્તિએ પકડાય
…………..એજ સમયની જકડ છે,જ્યાં પરમાત્માથીય ના છટકાય.
માગણીમનને સદાય સ્પર્શે,અવનીએ નાકોઈથીદુર જવાય
સમયની સાંકળએ બંધન દેહના,જે શ્રધ્ધાભક્તિએ દુર જાય
મળેલ માનવદેહ જીવને,પ્રભુકૃપાએ જન્મમરણથી છટકાય
આવન જાવનએછે કુદરતની લીલા,ના કોઈ થી દુર રહેવાય
…………..એજ સમયની જકડ છે,જ્યાં પરમાત્માથીય ના છટકાય.

===========================================

October 19th 2016

શ્રધ્ધા

.                       . શ્રધ્ધા                        

તાઃ૧૯/૧૦/૨૦૧૬                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ જીવનની જ્યોત પ્રગટે,જ્યાં શ્રધ્ધાએ ભક્તિ થાય
માનવતાની મહેક પ્રસરતા,પાવન કર્મની કેડી મળી જાય
………….ઉજ્વળ જીવનની રાહ પકડતા,સતકર્મ જીવનમાં થાય.
દેહમળે અવનીએ જીવને,જે કર્મની કેડીએબંધન દઈ જાય
માગણીમોહને સમજીને જીવતા,પ્રભુકૃપા શ્રધ્ધાએ મેળવાય
માનવજીવન કૃપા પરમાત્માની,જે પાવનકર્મ કરાવી જાય
અવનીપરના આવનજાવન પારખતા,શ્રધ્ધાએ ભક્તિ થાય
…………..ઉજ્વળ જીવનની રાહ પકડતા,સતકર્મ જીવનમાં થાય.
ભક્તિભાવના એજ અંતરનીકેડી,જે સમયને સમજાઈ જાય
સંત જલાસાંઇની ચિંધેલ આંગળી,જીવને શાંન્તિ દઈ જાય
માનવદેહનીમહેંક પ્રસરે જીવનમાં,જે પવિત્રરાહ આપીજાય
ના કર્મના બંધન સ્પર્શે જીવને,જે આવનજાવન છોડીજાય
……………ઉજ્વળ જીવનની રાહ પકડતા,સતકર્મ જીવનમાં થાય.
=========================================

October 18th 2016

ગજાનંદ ગણપતિ

Gapadada.

 

.                    . ગજાનંદ ગણપતિ

તાઃ૧૮/૧૦/૨૦૧૬                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મારું મારું  મેં કહ્યું ત્યાં જ, તારું તારું દુર ભાગતુ જાય
માનવજીવન મનેમળ્યુ,જ્યાં ગજાનંદની કૃપા થાય
………….એ કૃપા શ્રી ભોલેનાથની,જે કળીયુગમાં ભક્તિ દઈ જાય.
કુદરત કેરી અદભુત છે લીલા,ના કોઇ જીવથી છટકાય
આવનજાવન અવનીપરના,જે મળેલ દેહથી સમજાય
માનવતાની  મહેંક  પ્રસરે,જ્યાં  જીવોને સંતોષ દેવાય
નામોહની કોઇ કેડી સ્પર્શે,કે ના કોઇ અપેક્ષાય મેળવાય
………….એ કૃપા શ્રી ભોલેનાથની,જે કળીયુગમાં ભક્તિ દઈ જાય.
રિધ્ધિ સીધ્ધિએ કૃપા ગજાનંદની,જેઉજ્વળ જીવને દેખાય
પરમપિતા ભોલેનાથની કૃપા,જે શ્રીગણેશાયથી મેળવાય
અજબશક્તિશાળી પિતા છે,જે ગણેશ વંદનાથી મળી જાય
માતા પાર્વતીની પાવનરાહ,જીવને દેહ થકી સમજાઈ જાય
………….એ કૃપા શ્રી ભોલેનાથની,જે કળીયુગમાં ભક્તિ દઈ જાય.

=======================================

October 18th 2016

કળીયુગી કલ્પના

.             . કળીયુગી કલ્પના

તાઃ૧૮/૧૦/૨૦૧૬                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

લાકડી પકડી ત્યાં લાગણી સ્પર્શી,કર્મનીકેડીએ બાંધી જાય
જીવન સંબંધ જન્મ મરણથી,જે  આવન જાવનથી દેખાય
…………….એજ બંધન કળીયુગના,જે સતયુગથી દુર લઈ જાય.
પશુપક્ષીએ નિરાધારી જીવન,જે અવનીએ દેહથી સમજાય
ના કોઇ સંબંધ દેખાય જીવના,કે ના કોઇ બંધન પણ દેખાય
એ અવનીપરની લીલા પ્રભુની,પરમાત્માની કૃપા કહેવાય
દેહનાબંધન જીવને જકડે,જે અવનીપરના દેહથી સમજાય
…………….એજ બંધન કળીયુગના,જે સતયુગથી દુર લઈ જાય.
માનવદેહ ના સ્પર્શે જીવને,જે અવનીપર મળેલ દેહે દેખાય
કુદરતની આકેડી છે ન્યારી,નિખાલસ પ્રેમથી જ એ સમજાય
પરમભક્તિનો માર્ગમળે સંસારમાં,નાકોઇદેખાવ સ્પર્શી જાય
મંદીરમસ્જીદ સમયની કેડી,જ્યાં જીવનીસાર્થકતા ઘુમાવાય
…………….એજ બંધન કળીયુગના,જે સતયુગથી દુર લઈ જાય.

=========================================

 

October 18th 2016

પ્રેમ મઝાનો

.                   .  પ્રેમ મઝાનો

તાઃ૧૮/૧૦/૨૦૧૬                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળી ગયો મને પ્રેમ મઝાનો,અનંત આનંદ દઈ જાય
ઉજ્વળતાની રાહ મળતા જીવને,પરમસુખ મળીજાય
…………..એજ કૃપા જલાસાંઈની,નિર્મળ જીવન આપી જાય.
ભક્તિરાહની પાવન કેડીએ,માનવ જીવન આવી જાય
મળેલ દેહને સાર્થક કરવાને,સીધી રાહ પણ મળી જાય
પ્રેમથીચીંધેલ આંગળી જલારામે,અનેક જીવોખુશ થાય
માનવતાની મહેંકપ્રસરે, જ્યાં સાંઇબાબાનીશ્રધ્ધાથાય
……………એજ કૃપા જલાસાંઈની,નિર્મળ જીવન આપી જાય.
જન્મમરણના બંધન જીવને,અવનીએ આગમનથી દેખાય
કર્મના બંધનએ લીલા પ્રભુની,દે દેહના વર્તનથી સમજાય
મળી જાય માનવતા દેહને,જે મળેલ જન્મસફળ કરી જાય
ના જીવને કોઇ મોહ સ્પર્શે,કે ના કોઇ માગણીએ  લઈ જાય
……………એજ કૃપા જલાસાંઈની,નિર્મળ જીવન આપી જાય.

======================================

October 5th 2016

સંબંધ મળે

.                 . સંબંધ મળે

તાઃ૫/૧૦/૨૦૧૬                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મરણના બંધન જીવને,ના કોઇ  જીવથી છટકાય
અવનીપરના એજબંધન,જે જીવને સદાય જકડી જાય
…………..પરમાત્માની આ અદભુતલીલા,કર્મબંધને મેળવાય.
દેહ મળે અવનીએ  જીવને,જે માબાપના પ્રેમે મેળવાય
કર્મની નિર્મળ કેડીએ જીવતા,સુખ શાંન્તિનો  સંગ થાય
ના કોઇ માગણી જીવની રહેતાજ,પાવનરાહ  મળી જાય
અવનીપર આનંદનીવર્ષાએ,જીવથી અનંતપ્રેમ લેવાય
…………..પરમાત્માની આ અદભુતલીલા,કર્મબંધને મેળવાય.
મળે દેહ માનવીનો જીવને,ત્યાં સમજણની રાહ મળી જાય
દેહ મળે જ્યાં પશુપક્ષીનો,ત્યાં નિરાધાર જીવન બની જાય
દેહને જકડે સમયના બંધન,જે દેહને મૃત્યુ મળતા સમજાય
પ્રેમમળે સંતજલાસાંઇનો શ્રધ્ધાએ,જે મુક્તિમાર્ગે દોરી જાય
……………પરમાત્માની આ અદભુતલીલા,કર્મબંધને મેળવાય.

=======================================