October 18th 2016

ગજાનંદ ગણપતિ

Gapadada.

 

.                    . ગજાનંદ ગણપતિ

તાઃ૧૮/૧૦/૨૦૧૬                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મારું મારું  મેં કહ્યું ત્યાં જ, તારું તારું દુર ભાગતુ જાય
માનવજીવન મનેમળ્યુ,જ્યાં ગજાનંદની કૃપા થાય
………….એ કૃપા શ્રી ભોલેનાથની,જે કળીયુગમાં ભક્તિ દઈ જાય.
કુદરત કેરી અદભુત છે લીલા,ના કોઇ જીવથી છટકાય
આવનજાવન અવનીપરના,જે મળેલ દેહથી સમજાય
માનવતાની  મહેંક  પ્રસરે,જ્યાં  જીવોને સંતોષ દેવાય
નામોહની કોઇ કેડી સ્પર્શે,કે ના કોઇ અપેક્ષાય મેળવાય
………….એ કૃપા શ્રી ભોલેનાથની,જે કળીયુગમાં ભક્તિ દઈ જાય.
રિધ્ધિ સીધ્ધિએ કૃપા ગજાનંદની,જેઉજ્વળ જીવને દેખાય
પરમપિતા ભોલેનાથની કૃપા,જે શ્રીગણેશાયથી મેળવાય
અજબશક્તિશાળી પિતા છે,જે ગણેશ વંદનાથી મળી જાય
માતા પાર્વતીની પાવનરાહ,જીવને દેહ થકી સમજાઈ જાય
………….એ કૃપા શ્રી ભોલેનાથની,જે કળીયુગમાં ભક્તિ દઈ જાય.

=======================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment