October 19th 2016

શ્રધ્ધા

.                       . શ્રધ્ધા                        

તાઃ૧૯/૧૦/૨૦૧૬                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ જીવનની જ્યોત પ્રગટે,જ્યાં શ્રધ્ધાએ ભક્તિ થાય
માનવતાની મહેક પ્રસરતા,પાવન કર્મની કેડી મળી જાય
………….ઉજ્વળ જીવનની રાહ પકડતા,સતકર્મ જીવનમાં થાય.
દેહમળે અવનીએ જીવને,જે કર્મની કેડીએબંધન દઈ જાય
માગણીમોહને સમજીને જીવતા,પ્રભુકૃપા શ્રધ્ધાએ મેળવાય
માનવજીવન કૃપા પરમાત્માની,જે પાવનકર્મ કરાવી જાય
અવનીપરના આવનજાવન પારખતા,શ્રધ્ધાએ ભક્તિ થાય
…………..ઉજ્વળ જીવનની રાહ પકડતા,સતકર્મ જીવનમાં થાય.
ભક્તિભાવના એજ અંતરનીકેડી,જે સમયને સમજાઈ જાય
સંત જલાસાંઇની ચિંધેલ આંગળી,જીવને શાંન્તિ દઈ જાય
માનવદેહનીમહેંક પ્રસરે જીવનમાં,જે પવિત્રરાહ આપીજાય
ના કર્મના બંધન સ્પર્શે જીવને,જે આવનજાવન છોડીજાય
……………ઉજ્વળ જીવનની રાહ પકડતા,સતકર્મ જીવનમાં થાય.
=========================================